Search for a command to run...
31 May 1977
વિશ્વ-કલ્યાણ કરવાનું સહજ સાધન છે - શ્રેષ્ઠ સંકલ્પોની એકાગ્રતા
31 May 1977 · ગુજરાતી
પોતાની નિરાકારી અને સાકારી બંને સ્થિતિઓને સારી રીતે જાણી ગયાં છો? બંને સ્થિતિઓમાં સ્થિત રહેવું સહજ અનુભવ થાય છે કે સાકાર સ્થિતિ માં સ્થિત રહેવું સહજ લાગે છે અને નિરાકારી સ્થિતિ માં સ્થિત થવામાં મહેનત લાગે છે? સંકલ્પ કર્યો અને સ્થિત થયાં. સેકન્ડ નો સંકલ્પ જ્યાં ઈચ્છો ત્યાં સ્થિત કરી શકે છે, સંકલ્પ જ ઉપર લઈ જવા અને નીચે લઈ આવવાની રુહાની લિફ્ટ છે જેનાં દ્વારા ભલે સર્વશ્રેષ્ઠ અર્થાત્ ઉંચી મંઝિલ પર પહોંચો અર્થાત્ નિરાકારી સ્થિતિ માં સ્થિત થઈ જાઓ, ભલે આકારી સ્થિતિ માં સ્થિત થઈ જાઓ, ભલે સાકારી સ્થિતિ માં સ્થિત થઈ જાઓ. એવી પ્રેક્ટિસ અનુભવ કરો છો? સંકલ્પ ની શક્તિ ને જ્યાં ઈચ્છો ત્યાં લગાવી શકો છો! કારણ કે આત્મા માલિક છે આ સૂક્ષ્મ શક્તિઓની. માસ્ટર સર્વશક્તિમાન્ અર્થાત્ સર્વશક્તિઓને જ્યારે ઈચ્છો, જ્યાં ઈચ્છો, જેમ ઈચ્છો એમ કાર્ય માં લગાવી શકો છો. એવું માલિકપણું અનુભવ કરો છો? સંકલ્પ ને રચવા વાળા રચયિતા, સ્વયં ને અનુભવ કરો છો? રચના ને વશીભૂત તો નથી થતાં? એવો અભ્યાસ છે જે એક સેકન્ડમાં જે સ્થિતિ માં સ્થિત થવાનું ડાયરેક્શન (માર્ગદર્શન) મળે એ જ સ્થિતિ માં સેકન્ડમાં સ્થિત થઈ જાઓ - એવી પ્રેક્ટિસ છે? કે યુદ્ધ કરતાં જ સમય વીતી જશે? જો યુદ્ધ કરતાં સમય વીતી જાય, સ્વયંને સ્થિત ન કરી શકો તો એને માસ્ટર સર્વશક્તિમાન્ કહેશો કે ક્ષત્રિય કહેશો? ક્ષત્રિય અર્થાત્ ચંદ્રવંશી.
વર્તમાન સમયે વિશ્વ-કલ્યાણ કરવાનું સહજ સાધન પોતાનાં શ્રેષ્ઠ સંકલ્પની એકાગ્રતા દ્વારા, સર્વ આત્માઓની ભટકતી બુદ્ધિને એકાગ્ર કરવાનું છે. આખાં વિશ્વની સર્વ આત્માઓ વિશેષ આ જ ઈચ્છા રાખે છે કે ભટકેલી બુદ્ધિ એકાગ્ર થઈ જાય કે મન ચંચળતા થી એકાગ્ર થઈ જાય. આ વિશ્વની માંગ કે ઈચ્છા કેવી રીતે પૂર્ણ કરશો? જો સ્વયં જ એકાગ્ર નહીં હશો, તો બીજાઓને કેવી રીતે કરી શકશો? એટલે એકાગ્રતા, અર્થાત્ સદા એક બાપ બીજું ન કોઈ, એવી નિરંતર એકરસ સ્થિતિ માં સ્થિત થવાનો વિશેષ અભ્યાસ કરો. એનાં માટે જેમ સંભળાવ્યું હતું, એક તો વ્યર્થ સંકલ્પો ને શુદ્ધ સંકલ્પો માં પરિવર્તન કરો. બીજી વાત, માયા નાં આવવા વાળા અનેક પ્રકારનાં વિઘ્નો ને પોતાની ઈશ્વરીય લગન નાં આધાર થી સહજ સમાપ્ત કરતાં, કદમ ને આગળ વધારતાં ચાલો. વિઘ્નો થી ગભરાવાનું મુખ્ય કારણ કયું છે? જ્યારે પણ કોઈ વિઘ્ન આવે છે, તો વિઘ્ન આવતા આ ભૂલી જાઓ છો કે બાપદાદાએ પહેલાંથી જ આ નોલેજ (જ્ઞાન) આપી દીધું છે કે લગન ની પરીક્ષા માં આ બધું આવશે જ. જ્યારે પહેલાથી જ ખબર છે કે વિઘ્ન આવવાનાં જ છે, પછી ગભરાવાની શું જરુર? નવી વાત કેમ સમજો છો?
માયા કેમ આવે છે? વ્યર્થ સંકલ્પ કેમ આવે છે? બુદ્ધિ કેમ ભટકે છે? વાતાવરણ કેમ પ્રભાવ પાડે છે? સંબંધીઓ સાથ કેમ નથી આપતાં? જુનાં સંસ્કાર હજી સુધી કેમ ઈમર્જ (જાગૃત) થાય છે? આ બધાં ક્વેશ્ચન (પ્રશ્નો) વિઘ્નોને મિટાવવાનાં બદલે, બાપની લગન થી હટાવવાનાં નિમિત્ત બની જાય છે. શું આ બાપનાં મહાવાક્ય ભૂલી જાઓ છો કે જેટલાં આગળ વધશો એટલી માયા ભિન્ન-ભિન્ન રુપથી પરીક્ષા લેવા માટે આવશે. પરંતુ પરીક્ષા જ આગળ વધારવાનું સાધન છે નહીં કે નીચે પાડવાનું, કારણ કે કારણ નાં નિવારણ નાં બદલે, કારણ વિચારવામાં સમય ગુમાવી દો છો. શક્તિ ગુમાવી દો છો. કારણ નાં બદલે નિવારણ વિચારો અને નિર્વિઘ્ન થઈ જાઓ. કેમ આવ્યું? ના, પરંતુ આ તો આવવાનું જ છે - આ સ્મૃતિમાં રહેવાથી, સમર્થી સ્વરુપ થઈ જશો.
બીજી વાત, નાનાં વિઘ્નો માં, કેમ નાં ક્વેશ્ચન ઉઠવાથી વ્યર્થ સંકલ્પોની ક્યૂ (કતાર) લાગી જાય છે, અને આ જ ક્યૂને સમાપ્ત કરવામાં ઘણો સમય લાગી જાય છે. એટલે મુખ્ય કમજોરી છે, કે જ્ઞાન સ્વરુપ અર્થાત્ નોલેજફુલ સ્થિતિ માં સ્થિત હોવાં છતાં, વિઘ્નો ને પાર નથી કરી શકતાં. જ્ઞાની છો, પરંતુ જ્ઞાન-સ્વરુપ થવાનું છે.
વાતાવરણ પ્રભાવ કેમ પાડે છે, એનું પણ કારણ? પોતાની પાવરફુલ (શક્તિશાળી) વૃત્તિ દ્વારા વાયુમંડળને પરિવર્તન કરવા વાળા છો, આ સ્મૃતિ ભૂલી જાઓ છો. જ્યારે કહો જ છો, વિશ્વ-પરિવર્તક છીએ તો વિશ્વનાં પરિવર્તન માં વાયુમંડળને પણ પરિવર્તન કરવાનું છે. અશુદ્ધને જ શુદ્ધ બનાવવા માટે નિમિત્ત છો. પછી આ કેમ વિચારો છો કે વાયુમંડળ આવું હતું, એટલે કમજોર થઈ ગયાં. જ્યારે છે જ કળિયુગી, તમોપ્રધાન, આસુરી સૃષ્ટિ, એમાં વાતાવરણ અશુદ્ધ નહીં હોય તો શું હશે? તમોગુણી સૃષ્ટિની વચ માં રહેતાં, વાતાવરણ ને પરિવર્તન કરવું, આ જ બ્રાહ્મણોનું કર્તવ્ય છે. કર્તવ્યની સ્મૃતિ માં રહેવાથી અર્થાત્ રચતાપણાની સ્થિતિ માં સ્થિત રહેવાથી વાતાવરણ અર્થાત્ રચના ને વશ નહીં થાઓ. તો જે વિચારવું જોઈએ કે પરિવર્તક થઈને પરિવર્તન કેવી રીતે કરું, આ વિચારવાનાં બદલે આ વિચારવા લાગી જાઓ છો કે વાતાવરણ એવું છે એટલે કમજોર થઈ ગયો છું, વાતાવરણ બદલાશે તો હું બદલીશ, વાતાવરણ સારું થશે તો સ્થિતિ સારી થશે. પરંતુ વાતાવરણને બદલવા વાળા કોણ? આ ભૂલી જાઓ છો. આ કારણે થોડાં વાતાવરણ નો પ્રભાવ પડી જાય છે.
બીજુ શું કહેતાં કે સંબંધીઓ નથી સાંભળતા કે સંગ સારો નથી, આ કારણે શક્તિશાળી નથી બનતાં. બાપદાદાએ તો પહેલાથી જ સંભળાવી દીધું છે કે દરેક આત્માનો પોત-પોતાનો ભિન્ન-ભિન્ન પાર્ટ છે. કોઈ સતોગુણી, કોઈ રજોગુણી, કોઈ તમોગુણી. જ્યારે વેરાઈટી (વિવિધ) આત્માઓ છે અને વેરાઈટી ડ્રામા છે, તો બધી આત્માઓનો એક જેવો પાર્ટ તો હોઈ ન શકે. જો કોઈ આત્માનો તમોગુણી અર્થાત્ અજ્ઞાન નો પાર્ટ છે, તો શુભભાવના અને શુભકામનાથી એ આત્માને શાંતિ અને શક્તિનું દાન આપો. પરંતુ એ અજ્ઞાની નાં પાર્ટને જોઈને, પોતાની શ્રેષ્ઠ સ્થિતિનાં અનુભવ ને ભૂલી કેમ જાઓ છો? પોતાની સ્થિતિ માં હલચલ કેમ કરો છો? સાક્ષી થઈ પાર્ટ જોતાં, જે શક્તિનું દાન આપવું છે, એ આપો, પરંતુ ગભરાઓ નહીં. પોતાનાં સતોપ્રધાન પાર્ટમાં સ્થિત રહો. તમોગુણી આત્માનાં સંગ નાં રંગ નો પ્રભાવ પડવાનું કારણ છે - સદા બાપનાં શ્રેષ્ઠ સંગ માં નથી રહેતાં. સદા શ્રેષ્ઠ સંગ માં રહેવા વાળાની ઉપર બીજા કોઈ સંગનો રંગ પ્રભાવ નથી પડી શકતો. તો નિવારણ નું વિચારો.
બીજુ શું કહેતા, અમારા સંબંધીની બુદ્ધિનું તાળું ખોલો. બાપે સર્વ આત્માઓની બુદ્ધિઓનાં તાળા ખોલવાની ચાવી બાળકોને પહેલેથી જ આપી દીધી છે. તો ચાવીને યુઝ (ઉપયોગ) કેમ નથી કરતાં? પોતાનું કાર્ય ભૂલવાનાં કારણે, બાપને પણ વારંવાર યાદ અપાવો છો કે બાબા તમે જ આમની બુધ્ધિનું તાળું ખોલજો કે બુદ્ધિને પરિવર્તન કરજો. બાપ તો સર્વ આત્માઓ રુપી બાળકોનાં પ્રતિ સદા વિશ્વ-કલ્યાણકારી છે જ. પછી વારંવાર કેમ યાદ અપાવો છો? બાપને પોતાનાં સમાન ભૂલવા વાળા સમજો છો શું? કહેવાની પણ આવશ્યકતા નથી. જેટલો તમને તમારા હદનાં પાર્ટ નાં સંબંધ નો ખ્યાલ છે, બાપ તો સદા બાળકોનાં સંબંધ માં રહેવા વાળા છે, તો બાપ બાળકોને ભૂલી નથી શકતાં. પરંતુ બાપ જાણે છે કે દરેક આત્માનો કોઈ પોતાનો સમય-સમય નો પાર્ટ છે, કોઈનો આદિમાં પાર્ટ છે, કોઈનો મધ્ય માં, કોઈનો અંત માં પાર્ટ છે, કોઈનો ભક્તિનો પાર્ટ છે, કોઈનો જ્ઞાન નો પાર્ટ છે. એટલે વારંવાર આ ચિંતન નહીં કરો, તાળું ક્યારે ખુલશે? પરંતુ તાળું ખોલવાનું સાધન છે - પોતાની મન્સા સંકલ્પ દ્વારા સેવા, પોતાની વૃત્તિ દ્વારા વાયુમંડળ ને પરિવર્તન કરવાની સેવા. પોતાનાં જીવનનાં પરિવર્તન દ્વારા આત્માઓને પરિવર્તન કરવાની સેવાની ફર્જ અદાઈ (ફરજ સમજી) નિભાવતાં ચાલો. હવે વારંવાર આ નહીં બોલતા કે તાળું ખોલો. પોતાનું તાળું ખોલ્યું, તો એમનું ખુલી જ જશે. મુખ્ય ત્રણ વાતો વારંવાર લખો અને કહો છો - યોગ કેમ નથી લાગતો? તાળું કેમ નથી ખુલતું? અને માયા કેમ આવે છે? વિચારો ખુબ છો, એટલે માયાને પણ મજા આવે છે. જેમ મલ્લ યુદ્ધમાં પણ જો થોડાં પણ પડવા લાગે છે તો બીજાને મજા આવે છે, વધુ પાડીને ઉપર ચઢવાની. તો જ્યારે આ વિચારો છો, માયા આવી ગઈ. માયા કેમ આવી! તો માયા ગભરાયેલાં જોઈને, વધુ વાર કરી લે છે. એટલે સંભળાવ્યું માયા આવવાની જ છે. માયાનું આવવું અર્થાત્ વિજયી બનાવવાનાં નિમિત્ત બનવું. શક્તિઓની પ્રાપ્તિ ને અનુભવમાં લાવવા માટે નિમિત્ત કારણ માયા બને છે. જો દુશ્મન ન હોય તો વિજયી કેવી રીતે કહેવાશો? વિજયી રતન બનાવવા નિમિત્ત આ માયા નાં નાનાં-નાનાં રુપ છે. એટલે માયાજીત સમજી, વિજયી રતન સમજી, માયા પર વિજય પ્રાપ્ત કરો. સમજ્યાં. માસ્ટર સર્વશક્તિમાન્, કમજોર નહીં બનો, માયા ને ચેલેન્જ (પડકાર) કરવા વાળા બનો. અચ્છા.
સદા માયાજીત સો જગતજીત, વાતાવરણ ને પોતાની સમર્થ વૃત્તિ થી સતોપ્રધાન બનાવવા વાળા, શ્રેષ્ઠ મત અને બાપનાં સંગ થી અનેક માયાવી સંગદોષ થી પાર રહેવા વાળા, સદા જ્ઞાન-સ્વરુપ, શક્તિ-સ્વરુપ સ્થિતમાં સ્થિત રહેવા વાળા, એવાં સદા વિજયી રતનો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓથી :-
સંગમયુગ નો મોટામાં મોટો ખજાનો કયો છે? સૌથી મોટામાં મોટો ખજાનો છે અતીન્દ્રિય સુખ, જે કોઈપણ યુગમાં પ્રાપ્ત નથી થઈ શકતું. સતયુગ માં પણ અતીન્દ્રિય સુખનું વર્ણન નહીં કરશો. આ અતીન્દ્રિય સુખ હમણાંનો જ ખજાનો છે. આ ખજાના નો અનુભવ છે? જે સૌથી સરસ વસ્તુ હોય કે સારી લાગતી હોય એને ક્યારેય ભૂલવી ન જોઈએ. અતીન્દ્રિય સુખ મોટામાં મોટો અને સારામાં સારો ખજાનો છે તો સદા યાદ રહેવો જોઈએ. યાદ અર્થાત્ અનુભવ માં આવવું. જે આ અનુભવ માં રહેશે તે ઇન્દ્રિયોનાં સુખમાં નહીં હોય. જે સદા અતીન્દ્રિય સુખ માં નથી રહેતાં તે ઇન્દ્રિયો નાં સુખની તરફ આકર્ષિત થઈ જાય છે. ઈન્દ્રિયોનાં સુખ નાં અનુભવી તો છો ને. તે અલ્પકાળ નાં સુખમાં પણ દુઃખ ભરેલું છે. જેમ આજકાલ કડવી દવાની ઉપર મીઠું બોર્ડ (આવરણ) લગાડી દે છે. તો આ ઈન્દ્રિયોનું સુખ, દેખાય સુખ છે પરંતુ છે શું? જ્યારે સમજો છો દુઃખ છે પછી એનાં આકર્ષણ માં કેમ આવો છો?
સદા પોતાને વિશેષ પાર્ટધારી સમજી પાર્ટ બજાવો છો? જે વિશેષ પાર્ટધારી હોય છે એમનું દરેક એક્ટ (કર્મ) વિશેષ હોય છે. તો તમારું પણ દરેક કર્મ ઉપર એટલું અટેન્શન છે? કોઈ પણ કર્મ સાધારણ ન હોય. સાધારણ આત્મા જે પણ કર્મ કરશે તે દેહ-અભિમાન થી. વિશેષ આત્મા દેહી-અભિમાની બની કર્મ કરશે. દેહી-અભિમાની બની પાર્ટ બજાવવા વાળાનું રીઝલ્ટ (પરિણામ) શું હશે? તે સ્વયં પણ સંતુષ્ટ અને સર્વ પણ તેનાથી સંતુષ્ટ થશે. જે સારો પાર્ટ બજાવે તો જોવાં વાળા વન્સ મોર (એકવાર ફરી) કરે છે. તો સર્વનું સંતુષ્ટ રહેવું અર્થાત્ વન્સ મોર કરવું. ફક્ત સ્વયંથી સંતુષ્ટ રહેવું મોટી વાત નથી પરંતુ ‘સ્વયં સંતુષ્ટ રહીને બીજાને પણ સંતુષ્ટ કરવાં.’ - આ છે પુરું સ્લોગન. આ ત્યારે થઈ શકે જ્યારે દેહી-અભિમાની થઈને વિશેષ પાર્ટ બજાવો. એવો પાર્ટ બજાવવામાં મજા આવશે, ખુશી પણ થશે.
સદા સ્વયનાં શ્રેષ્ઠ સ્વમાન માસ્ટર સર્વશક્તિવાન ની સ્મૃતિમાં રહો છો? સૌથી શ્રેષ્ઠ સ્વમાન કયું છે? માસ્ટર સર્વશક્તિમાન્. જેમ કોઈ મોટો ઓફિસર કે રાજા હોય, જ્યારે તે સ્વમાન ની સીટ પર સ્થિત થાય તો બીજા પણ એને સમ્માન આપે છે. જો સ્વયં સીટ પર નહીં તો એનો ઓર્ડર કોઈ નહીં માને. તો એમ જ જ્યાં સુધી તમે તમારાં સ્વમાન ની સીટ પર નથી તો માયા પણ તમારી આગળ સરેન્ડર (સમર્પણ) નથી થઈ શકતી કારણ કે તે જાણે છે, આ સીટ પર સેટ (સ્થિત) નથી. સીટ પર સેટ થવું અર્થાત્ સ્વયં ને માસ્ટર સર્વશક્તિમાન્ સમજવું.
સંગમયુગ જ પ્રત્યક્ષ ફળ આપવાવાળો છે. સતયુગ માં સંગમયુગ નું જ ફળ ચાલતું રહે છે. સંગમ પર એકનું સો (૧૦૦) ગણું ભરાઈને પ્રત્યક્ષ ફળ મળે છે. ફક્ત એક વાર સંકલ્પ કર્યો - હું બાપનો છું. તો અનેક જન્મ એક સંકલ્પનાં આધાર પર ફળ પ્રાપ્ત થતું રહે છે. એક વાર સંકલ્પ કર્યો - હું માસ્ટર સર્વશક્તિમાન્ છું તો માયાજીત બનવાનાં, વિજયી બનવાનાં નશા નો અનુભવ થશે. પ્રત્યક્ષ ફળ સંગમયુગ પર જ અનુભવ થાય. જેમ બીજ વાવીએ તો ફળ મળે છે ને. એમ સંકલ્પ કરવો કે પુરુષાર્થ કરવો - આ છે બીજ અને એનું ફળ, એકનું પદ્મ ગુણા મળી જાય છે, ત્યારે તો સંગમ ની મહિમા છે. સૌથી મોટામાં મોટું સંગમયુગ નું ફળ છે, જે સ્વયં બાપ પ્રત્યક્ષ રુપમાં મળે. પરમાત્મા પણ સાકાર મનુષ્ય રુપમાં મળવા આવે છે. આ ફળમાં બીજા બધાં ફળ આવી જાય છે. અચ્છા.