Search for a command to run...
16 Feb 1978
માયા અને પ્રકૃતિ દ્વારા સત્કાર પ્રાપ્ત આત્મા જ સર્વશ્રેષ્ઠ આત્મા છે
16 February 1978 · ગુજરાતી
આજે બાપદાદા દરેક બાળકનાં નયનો થી, મસ્તક ની લકીરો થી વિશેષ વાત જોઈ રહ્યાં છે. એ કઈ હશે? જાણો છો? જે બીજાઓ ને પરિચયમાં સંભળાવો છો કે બાપ દ્વારા કઈ-કઈ પ્રાપ્તિ ૨૧ જન્મોનાં માટે થાય છે. ચેલેન્જ (પડકાર) કરો છો ને? એવર હેલ્દી, વેલ્દી અને હેપ્પી આ ત્રણેય પ્રાપ્તિ વર્તમાન સમયની પ્રાપ્તિનાં હિસાબ થી ૨૧ જન્મ કરો છો. આજે બાપદાદા દરેકની પ્રાપ્તિની લકીર (રેખા) મસ્તક અને નયનો દ્વારા જોઈ રહ્યાં છે. હજી સુધી ચેલેન્જ પ્રમાણે “સદા શબ્દ” પ્રેક્ટિકલ માં ક્યાં સુધી છે. ચેલેન્જ માં ફક્ત હેલ્દી-વેલ્દી (સ્વસ્થ-સંપન્ન) નથી કહેતાં પરંતુ એવર હેલ્દી વેલ્દી કહો છો. પહેલાં વર્તમાન અને વર્તમાન નાં આધારે ભવિષ્ય છે. તો “સદા શબ્દ” પર અંડરલાઇન કરી રીઝલ્ટ જોઈ રહ્યાં હતાં - શું રીઝલ્ટ હશે? આ બોલ વર્તમાન નાં છે કે ભવિષ્ય નાં છે. સર્વિસ (સેવા) નાં પ્રતિ આવી સ્ટેજ (અવસ્થા) ની આવશ્યકતા હમણાં છે કે ભવિષ્ય માં છે? એક જ સમય પર તન, મન અને ધન, વાણી અને કર્મ થી સર્વ પ્રકાર ની સેવા સાથે-સાથે હોવાથી સહજ સફળતા પ્રાપ્ત થાય છે. એવી સ્ટેજ અનુભવ કરો છો? જેમ શારીરિક વ્યાધિ માં, મોસમ નાં પ્રભાવ માં, વાયુમંડળ નાં પ્રભાવ માં, કે ખાનપાન નાં પ્રભાવ માં, બીમારી નાં પ્રભાવ માં આવી જાય છે. એમ મનની સ્થિતિ પર પ્રભાવ પડે છે. એવર હેલ્દી નાં બદલે રોગી બની જાઓ છો. પરંતુ એવર હેલ્દી આ બધી વાતોમાં નોલેજ ફુલ હોવાનાં કારણે સેફ (સુરક્ષિત) રહે છે.
આ પ્રકારે એવર હેલ્દી, અર્થાત્ સદા સર્વ શક્તિઓનાં ખજાનાથી, સર્વ ગુણો નાં ખજાનાથી, જ્ઞાન નાં ખજાનાથી સંપન્ન હશે. શું કરું, કેવી રીતે કરું, ઈચ્છે છીએ પરંતુ કરી નથી શકતાં - ક્યારેય પણ એવી શક્તિઓની નિર્ધનતા નાં બોલ કે સંકલ્પ ન કરી શકે. સ્વયં ને પણ સદા સંપૂર્ણ મૂર્ત અનુભવ કરશે અને અન્ય નિર્ધન આત્માઓ પણ સંપન્ન મૂર્ત ને જોઈ એમની ભરપૂરતા ની છત્રછાયાં માં સ્વયં પણ ઉમંગ, ઉત્સાહવાન અનુભવ કરશે. એમ જ એવર હેપ્પી અર્થાત્ સદા ખુશ. કેવી પણ દુઃખ ની લહેર ઉત્પન્ન કરવાવાળું વાતાવરણ હોય, નિરસ વાતાવરણ હોય, અપ્રાપ્તિ નો અનુભવ કરાવવાળું વાતાવરણ હોય, એવાં વાતાવરણ માં પણ સદા ખુશ રહેશે અને પોતાની ખુશી ની ઝલક થી દુઃખ અને ઉદાસી નાં વાતાવરણ ને એવું પરિવર્તન કરશે જેમ સૂર્ય અંધકાર ને પરિવર્તન કરી દે છે. અંધકાર ની વચ્ચે પ્રકાશ કરવો, અશાંતિ ની અંદર શાંતિ લાવવી, નીરસ વાતાવરણ માં ખુશી ની ઝલક લાવવી આને કહેવાય છે એવર હેપ્પી. આવી સેવા ની આવશ્યકતા હમણાં છે ન કે ભવિષ્ય માં.
આજે બાપદાદા દરેક ની પ્રાપ્તિની લકીર જોઈ રહ્યાં હતાં કે સદાકાળ અને સ્પષ્ટ લકીર છે? જેમ હસ્ત દ્વારા આયુ ની લકીર જુઓ છો ને. આયુ લાંબી છે, નીરોગી છે. બાપદાદા પણ લકીર ને જોઈ રહ્યાં હતાં. ત્રણેય પ્રાપ્તિઓ જન્મ થતાં હમણાં સુધી અખંડ રહી છે કે વચ્ચે-વચ્ચે પ્રાપ્તિ ની લકીર ખંડિત થાય છે. બહુકાળ રહી છે કે અલ્પકાળ. પરિણામ માં અખંડ અને સ્પષ્ટ એની કમી જોઈ. બહુ થોડા હતાં જેમની અખંડ હતી પરંતુ અખંડ પણ સ્પષ્ટ નહોતી, ન બરાબર. પરંતુ વીતી સો વીતી (વીત્યું તે વીત્યું). વર્તમાન સમય માં જ્યારે વિશ્વ સેવાની સ્ટેજ પર હીરો અને હિરોઈન પાર્ટ ભજવી રહ્યાં છો એ જ પ્રમાણે ત્રણેય પ્રાપ્તિઓ મસ્તક અને નયનો દ્વારા સદાકાળ અને સ્પષ્ટ દેખાવી જોઈએ. આ ત્રણેય પ્રાપ્તિઓનાં આધાર પર જ વિશ્વ કલ્યાણકારી નો પાર્ટ ભજવી શકો છો. આજે સર્વ આત્માઓને આ ત્રણેય પ્રાપ્તિઓ ની આવશ્યકતા છે. એવી અપ્રાપ્ત આત્માઓને પ્રાપ્તિ કરાવીને ચેલેન્જ ને પ્રેક્ટિકલ માં લાઓ. દુ:ખી અશાંત આત્માઓ, રોગી આત્માઓ, શક્તિહીન આત્માઓ એક સેકન્ડ ની પ્રાપ્તિની અંજલી નાં માટે એક બુંદ (ટીપાં) માટે બહુજ તરસી છે. તમારો ખુશનશીબ સદા ખુશ અર્થાત્ હર્ષિત મુખ ચહેરો જોઈ એમને માનવ જીવન નું જીવવું શું હોય છે, એની હિંમત, ઉમંગ ઉત્સાહ આવશે. હમણાં તો જીવતા હોવાં છતાં પણ નાઉમ્મીદી ની ચિતા ઉપર બેઠાં છે. એવી આત્માઓને મરજીવા બનાવો. નવાં જીવન નું દાન આપો અર્થાત્ આ ત્રણેય પ્રાપ્તિઓ થી સંપન્ન બનાવો. સદા સ્મૃતિ માં રહે કે આ ત્રણેય પ્રાપ્તિઓ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. ત્રણેય પ્રેક્ટિકલ ધારણા માટે ડબલ અંડર લાઈન લગાવો. પ્રભાવ પાડવા વાળા બનો. કોઈ પણ પ્રકૃતિ કે વાતાવરણ કે પરિસ્થિતિઓનાં પ્રભાવ નાં વશ નહીં બનો. જેમ કમળ નું પુષ્પ કીચડ અને પાણી નાં પ્રભાવમાં નથી આવતું. આવું તો થાય જ છે, આટલું તો જરુર થવું જ જોઈએ, એવું તો કોઈ બન્યું છે, એવા પ્રભાવમાં નહીં આવો. કોઈ ભલે ન બન્યું હોય પણ તમે બનીને બતાવો. જેમ શુદ્ધ સંકલ્પ રાખો છો કે પહેલાં નંબર માં અમે આવીને બતાવીશું, વિશ્વ મહારાજન બનીને બતાવીશું એમ વર્તમાન સમય પહેલાં હું બનીશ. બાપ ને ફોલો કરી નંબરવન ઉદાહરણ બનીને દેખાડીશ. એવું લક્ષ રાખો. લક્ષ ની સાથે લક્ષણ ધારણ કરતાં રહો. એમાં પહેલાં હું. આ દૃઢ સંકલ્પ રાખો. એમાં બીજાને નહીં જુઓ. સ્વયં ને જુઓ અને બાપને જુઓ ત્યારે કહેશે પડકાર અને પ્રેક્ટિકલ સમાન છે.
સારું સંભળાવ્યું તો ઘણું છે અને સાંભળ્યું પણ ઘણું છે. આ વખતે તો બાપદાદા ફક્ત સંભળાવવા નથી આવ્યાં, જોવા આવ્યાં છે, જોવામાં જે આવ્યું એ સંભળાવે છે. બાપ જાણે છે બનવાના તો આ આત્માઓ માંથી જ છે, અધિકારી આત્માઓ પણ તમે જ છો પરંતુ વારંવાર સ્મૃતિ અપાવે છે. અચ્છા.
એવાં વિશ્વ નાં રાજ્ય ભાગ્ય નાં અધિકારી, બાપ દ્વારા સર્વ પ્રાપ્તિઓનાં અધિકારી, માયા અને પ્રકૃતિ દ્વારા સત્કાર પ્રાપ્ત કરવાનાં અધિકારી એવી સર્વ શ્રેષ્ઠ આત્માઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે મુલાકાત:-
૧. સર્વિસેબલ (સેવાધારી) છો ને. સર્વિસેબલ અર્થાત્ દરેક સંકલ્પ, બોલ અને કર્મ સર્વિસ (સેવા) માં સાથે-સાથે લાગેલાં હોય. ત્રિમૂર્તિ બાપ નાં બાળકો છો ને તો ત્રણેય સર્વિસ સાથે-સાથે થવી જોઈએ. એક જ સમયે ત્રણ સર્વિસ થાય તો પ્રત્યક્ષ ફળ નીકળી શકે છે. તો ત્રણેય સર્વિસ સાથે-સાથે ચાલે છે? મન્સા દ્વારા આત્માઓનો બાપ થી બુદ્ધિયોગ લગાવવાની સેવા, વાણી દ્વારા બાપ નો પરિચય આપવાની સેવા અને કર્મ દ્વારા દિવ્ય ગુણ મૂર્ત બનાવવાની સેવા. તો મુખ્ય બધાં વિષય યોગ, જ્ઞાન અને દિવ્યગુણ ત્રણેય સાથે-સાથે હોય એમ દરેક સેકન્ડ જો પાવરફુલ સેવા કરવા વાળા છો તો જેમ ગાયન છે મિનટ-મોટર એમ એક સેકન્ડમાં મરજીવા બનવાની સ્ટેમ્પ લગાવી શકો છો. આ જ અંતિમ સેવાનું રુપ છે. હમણાં વાણી દ્વારા કહો છો બહુ સારું પરંતુ સારા નથી બનતાં. જ્યારે વાણી અને મન્સા થી અને કર્મ થી ત્રણે સેવા ભેગી થશે ત્યારે એમ નહીં કહેશો કે બહુજ સારું છે પરંતુ મારે પ્રેક્ટિકલ બનીને દેખાડવાનું છે, એવાં અનુભવ માં આવી જશો. તો એવાં સેવાધારી બનો. એને જ વરદાની અને મહાદાની ની સ્ટેજ કહેવાય છે. સેવાનો ઉમંગ-ઉત્સાહ સારો છે, બાપને પણ યોગ્ય બાળકોને જોઈ ખુશી થાય છે. હવે દિવ્ય ગુણો નો શ્રુંગાર હજી વધારે કરવાનો છે. મર્યાદા ની લકીર ની અંદર રહેતાં મર્યાદા પુરુષોત્તમ નું ટાઈટલ લેવાનું અટેન્શન (ધ્યાન) હોય તો આ તાજ અને તિલક અટેન્શન આપીને ધારણ કરજો.
૨. સદા દરેક કર્મ કરતાં એક્ટર બનીને કર્મ કરો છો? સ્વયં જ સ્વયં નાં સાક્ષી બની ચેક કરો કે જે પાર્ટ ભજવ્યો એ યથાર્થ અને મહિમા યોગ્ય, ચરિત્ર રુપ માં કર્યો. હંમેશા મહિમા એ કર્મની થાય છે જે શ્રેષ્ઠ હોય છે. તો એક્ટર બની એક્ટ કરો પછી સાક્ષી બની ચેક કરો કે મહાન થયું કે સાધારણ. જન્મ જ અલૌકિક છે તો કર્મ પણ અલૌકિક હોવાં જોઈએ, સાધારણ નહીં. સંકલ્પ માં જ ચેકિંગ જોઈએ કારણ સંકલ્પ જ કર્મ માં આવે છે. જો સંકલ્પ ને જ ચેક કરી ચેન્જ (પરિવર્તન) કરી દીધો તો કર્મ મહાન થઇ જશે. આખાં કલ્પ માં મહાન આત્માઓ પ્રેક્ટિકલ માં તમે છો, તો સંકલ્પ માં પણ ચેકિંગ અને ચેન્જ. સાધારણ ને મહાનતા માં પરિવર્તન કરો. અચ્છા.
વિદાયનાં સમયે:- જેમ હમણાં ખુશીમાં નાચી રહ્યાં છો એમ સદા ખુશી માં નાચતાં રહો. કોઈ પણ પર-સ્થિતિ આવે તો પર-સ્થિતિ ની ઉપર પણ નાચતાં રહો. જેમ ચિત્ર દેખાડે છે સર્પ ની ઉપર નાચી રહ્યાં છે. આ જડ ચિત્ર આપ સૌનું યાદગાર છે. જે સમયે પણ કોઈ પર-સ્થિતિ આવે તો આ ચિત્ર યાદ રાખજો તો પર-સ્થિતિ રુપી સાપ પર પણ ડાન્સ કરવા વાળા છો. આ સાપ તમારા ગળા માં સફળતા ની માળા નાખશે. અચ્છા.