વિશ્વપતિ બનવાની સામગ્રી
આજે સદ્દગુરુવાર નાં દિવસે શા માટે વિશેષ બોલાવ્યાં છે? આજે કુમારીઓનો કયો દિવસ છે? (સમાપ્તિ સમારોહ) સમાપ્તિ સમારોહ નથી પરંતુ આજનો સદ્દગુરુવાર નો દિવસ વિશ્વપતિ બનવાની શુભ અવિનાશી દશા બેસવાનો દિવસ છે. સમજ્યાં. તો આજે બાપદાદા વિશ્વપતિ બનાવવાની શું સામગ્રી લાવ્યાં હશે? જયારે કોઈ સમારોહ હોય છે તો એમાં સામગ્રી પણ હોય છે. તો આજે વિશ્વપતિ બનાવવાનાં સમારોહમાં વિશેષ કઈ સામગ્રી લાવ્યાં છે ? તાજ, તખ્ત અને તિલક. પછી આ ત્રણેવ ને ધારણ કરવાની હિંમત છે? તાજ ને ધારણ કરવાં માટે, તખ્ત પર વિરાજમાન થવાં માટે અને તિલકને ધારણ કરવા માટે શું કરવું પડશે? જો આ ધારણ કરવાની હિંમત છે તો તેનાં માટે શું કરવું પડશે? એક તો ત્યાગ, બીજું તપસ્યા અને સેવા. તિલક ને ધારણ કરવા માટે તપસ્યા અને તાજ ને ધારણ કરવા માટે ત્યાગ અને તખ્ત પર વિરાજમાન થવા માટે જેટલી સેવા કરશો એટલાં હાલમાં પણ તખ્ત નશીન અને ભવિષ્યમાં પણ તખ્ત નશીન બનશો. આ ત્રણેય વાતોથી જ ત્રણેય વસ્તુ ધારણ કરી શકશો. જો એક પણ ધારણા ઓછી છે તો પછી વિશ્વપતિ નહીં બની શકો. સમજ્યાં. તો આ ત્રણેય ગુણોની પોતાનામાં સંપૂર્ણ ધારણા કરી છે? ત્રણેય માંથી એક પણ છૂટે નહીં ત્યારે શૂરવીર નું જે નામ આપ્યું છે તે કાર્ય કરી શકશો. ત્રણેય ની પ્રતિજ્ઞા કરી છે? ત્યાગ શેનો કરશો? સૌથી મોટાં માં મોટો ત્યાગ કયો છે? હવે સર્વિસ પર ઉપસ્થિત થઇ રહ્યાં છો તો તેનાં માટે મુખ્ય આ જ ધારણા રાખવાની છે કે હું પણા નો ત્યાગ. મેં કર્યુ, હું આ જાણું છું, હું આ કરી શકું છું, આ હું પણા નું જે અભિમાન છે તેનો ત્યાગ કરવાનો છે. હું ને બદલે બાપદાદાની સંભળાવેલી જ્ઞાનની વાતો નું વર્ણન કરો. હું જાણું છું. ના. બાપદાદા દ્વારા આ જાણ્યું છે. જ્ઞાનમાં ચાલવા પછી જે સ્વ-અભિમાન આવી જાય છે, તેનો પણ ત્યાગ. જ્યારે આટલી ત્યાગ ની વૃત્તિ અને દૃષ્ટિ હશે ત્યારે સદૈવ સ્મૃતિમાં બાપ અને દાદા રહેશે અને મુખ પર પણ આ જ બોલ રહેશે. સમજ્યાં. ત્યારે વિશ્વપતિ બની શકશો. વિશ્વની સર્વિસ કરી શકશો.
પોતાની ધારણાને અવિનાશી બનાવવા માટે અથવા સદા કાયમ રાખવા માટે બે વાતો યાદ રાખવાની છે. કઈ? વિશેષ કન્યાઓનાં માટે છે. એક તો બઘી વાતોમાં સિમ્પલ (સરળ) રહેવું અને પોતાને સેમ્પલ (આદર્શ) સમજવું. જેમ તમે સેમ્પલ બની દેખાડશો તેમ જ અનેક આત્માઓ પણ આ સોદો કરવાનાં માટે પાત્ર બનશે. એટલાં માટે આ બે વાતો સદૈવ યાદ રાખો. પોતાને એવાં શ્રેષ્ઠ સેમ્પલ બનાવ્યાં છે? જે સારા સેમ્પલ નીકળે છે તેમને પછી છાપ પણ લગાવવામાં આવે છે. તમે કઈ છાપ લગાવીને જશો, જે ક્યારે ભૂસાય નહીં? શિવશક્તિઓ અને બ્રહ્માકુમારીઓ. સાકાર માં બે નિમિત્ત બનેલી મોટી ઓથોરિટી (સત્તા) આ છાપ લગાવી રહી છે. એટલે આ યાદ રાખજો કે મિટાઇ જશું પરંતુ ક્યારેય હટીશું નહીં. સંસ્કારો માં, ભલે સર્વિસ માં, ભલે સંબંધ માં, સર્વ વાતોમાં પોતાને મિટાવીશું પરંતુ હટીશું નહીં. હટવું કમજોરો નું કામ છે. શિવશક્તિઓ પોતાને મિટાવે છે નહીં કે હટે છે. તો આ વાતો યાદ રાખવાની છે. પછી આ ગ્રુપનું પ્રેક્ટિકલ (પ્રાયોગિક) પેપર ક્યારે થશે? હમણાંનું રિઝલ્ટ ફાઇનલ (અંતિમ) નથી. હમણાં તો પેપર આપવા માટે જઈ રહ્યાં છો. પછી તેનું રિઝલ્ટ જોશે. આ ગ્રુપ આગળ પગલાં વધારી શકે છે. બાપદાદા એવી ઉમ્મીદ રાખે છે. એટલે હવે એમ સમજો કે જે પણ કર્મ બંધન છે તેને ખૂબ જલ્દી થી કાપીને પછી મધુબન માં સંપૂર્ણ સમર્પણ નો સમારોહ મનાવવાં આવવાનું છે. આ લક્ષ્ય થી જવાનું છે. પછી આ ગ્રુપથી કેટલાનાં સંપૂર્ણ સમર્પણ નાં સમારોહ થાય છે. આજે તો મહાબલિ બનવાની વાતો સંભળાવી છે. પછી મહાબલિ ચઢવાં માટે આવશો તો બાપદાદા ખૂબ સજાવશે. સજાવીને પછી સ્વાહા કરવાનું હોય છે. જેટલાં બાપદાદાનાં સ્નેહી છો એટલાં પછી સહયોગી પણ બનવાનું છે. સહયોગી ત્યારે બનશો જ્યારે પોતાનામાં સર્વ શક્તિઓને ધારણ કરશો. પછી સ્વાહા થવું સહજ થશે. જે પણ કોઈ શક્તિ ની કમી હોય તો તે આજનાં દિવસે જ પોતાનામાં ભરીને જજો. કોઈ પણ કમી સાથે ન લઈ જશો. હમણાં ફક્ત હિસાબ-કિતાબ ચુક્તુ કરવાં જાઓ છો. સર્વ શક્તિઓ પોતાનામાં ભરીને જશો ત્યારે તો ચૂકતું કરી શકશો ને. તો હવે ફાઇનલ પેપર ના નમ્બર્સ (ગુણાંક) તો જ્યારે પ્રેક્ટિકલ કરી દેખાડશો ત્યારે નીકળશે. અચ્છા -
