Search for a command to run...
30 Jul 1970
મહારથી અર્થાત્ મહાનતા
30 July 1970 · ગુજરાતી
આજે પાંડવસેના ની ભઠ્ઠી નો સમાપ્તિ સમારોહ છે કે આજે શરુઆત કરો છો? (સમીપતા આરંભ થઇ છે) વિશેષ કઇ ઇમ્પ્રૂવમેન્ટ (સુધારણા) કરી છે અને એનાં માટે કયો વિશેષ સંકલ્પ કર્યો છે? પરિવર્તન શરું થયું છે કે થશે? સંકલ્પ રુપમાં લીધું છે કે સંસ્કાર ભરી લીધાં છે (દરેકે પોત-પોતાનું સંભળાવ્યું). આ છે પાંડવસેનાની ભઠ્ઠી નું પેપર. આ એક પ્રશ્ન થી પૂરું પેપર (પ્રશ્નપત્ર) થઈ ગયું. વર્તમાન સમયે સંકલ્પ અને કર્મ સાથે-સાથે હોવાં જ આવશ્યક છે. હમણાં-હમણાં સંકલ્પ કર્યો અને હમણાં-હમણાં કર્મ માં લાવ્યાં. સંકલ્પ અને કર્મ માં મહાન અંતર ન હોવું જોઈએ. મહારથીઓ નો અર્થ જ છે મહાનતા. તો મહાનતા ફક્ત સંકલ્પમાં જ નહીં પરંતુ સર્વ માં મહાનતા. આ છે મહારથીઓની નિશાની. સંકલ્પ ને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવવા માટે વિચાર કરવામાં સમય નથી લાગતો. કારણ કે મહારથીઓનાં સંકલ્પ પણ એવાં હોય છે જે સંકલ્પ પ્રેક્ટિકલ માં સંભવ થઇ શકે છે. આ કરીએ કે ન કરીએ, કેવી રીતે કરીએ, શું થશે, એ વિચારવા ની એમને આવશ્યકતા નથી. સંકલ્પ જ એવાં ઉત્પન્ન થશે જે સંકલ્પ ઉઠ્યો અને સિદ્ધ થયો. આનાથી પોતાની સ્ટેજ (સ્થિતિ) ની પરખ કરી શકો છો. અંતિમ સ્થિતિ છે જ યોગની સિદ્ધિ પ્રાપ્ત કરવી. કર્મની સિદ્ધિ પ્રાપ્ત કરવી. એનાં માટે કઈ મુખ્ય પાવર (શક્તિ) ધારણ કરવાની છે, જેથી આ બધું સિદ્ધ થઈ જાય. સંકલ્પ, વાણી, કર્મ, બધું સિદ્ધ થઈ જાય, આનાં માટે કઈ પાવર જોઈએ? બધી જે શક્તિઓ સંભળાવી હતી એ તો જોઇએ જ પરંતુ એમાં પણ પહેલાં કંટ્રોલિંગ (નિયંત્રણ) પાવર વિશેષ જોઈએ. જો કંટ્રોલિંગ પાવર નથી તો વ્યર્થ ભળી જવાનાં કારણે સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. જો સંકલ્પોની યથાર્થ ઉત્પત્તિ હોય અથવા યથાર્થ વાણી નીકળે, યથાર્થ કર્મ હોય તો બની જ ન શકે કે સિદ્ધ ન થાય. પરંતુ વ્યર્થ ભળી જવાનાં કારણે સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. યથાર્થ ની સિદ્ધિ હોય છે. વ્યર્થ ની નથી હોતી. વ્યર્થ ને કંટ્રોલ (નિયંત્રિત) કરાય છે, એનાં માટે કંટ્રોલિંગ પાવર જરુર જોઈએ. કોઇ પ્રકારની કમજોરી નું કારણ કંટ્રોલિંગ પાવર ની કમી છે. કમજોરી કેમ હોય છે? પોતાનાં સંસ્કારોને મિટાવી નથી શકતાં. સમજવાં છતાં પણ કે આ સંકલ્પ યથાર્થ છે કે વ્યર્થ છે, સમજવાં છતાં પણ કંટ્રોલિંગ પાવર નથી. જ્યારે કંટ્રોલ (નિયંત્રણ) કરશો ત્યારે એનાં બદલામાં બીજા સંસ્કાર પોતાનામાં જમા કરી શકશો. કંટ્રોલિંગ પાવર ની કમી હોવાનાં કારણે પોતાને જ કંટ્રોલ નથી કરી શકતાં. પોતાની રચનાનાં રચયિતા બનતાં આવડે છે? કઈ રચના રચવાની છે? એ યથાર્થ રચના રચવામાં કમી છે. એવી રચના રચી લો છો જે સ્વયં જ પોતાની રચના થી હેરાન થઈ જાઓ છો. હવે પાંડવસેનાએ પ્રેક્ટિકલ માં શું સબૂત આપવાનું છે? જે કમજોરી નાં બોલ, કમજોરી નાં કર્મ કરો છો એની સમાપ્તિ નો સમાપ્તિ સમારોહ કરવાનો છે. ભઠ્ઠીની સમાપ્તિ નો સમારોહ નહીં. કમજોરી ની સમાપ્તિ અને દરેક સંકલ્પ એવો શક્તિશાળી ઉત્પન્ન થાય જે એક-એક સંકલ્પ કમાલ કરી દેખાડવા વાળો હોય. તો કમજોરી ની જગ્યાએ કમાલ ભરવું પડશે. કમજોરી શબ્દ જ હવે શોભતો નથી. વિશ્વનો આધાર આપ આત્માઓ ઉપર છે. તો જે વિશ્વનાં આધાર મૂર્ત અને ઉદ્ધાર મૂર્ત છે એવી મૂર્તિઓનાં મુખથી કમજોરી નાં શબ્દ શોભતાં નથી. હવે તો દરેકની મૂર્તિમાં સર્વને શું સાક્ષાત્કાર થશે? બાપદાદા નાં. એવી અલૌકિક ઝલક સર્વની મૂર્તિમાં દેખાવાની છે જે કોઈપણ એ ઝલક ને જોઇને ફિદા થઇ જાય. બધાં ને ફિદા કરી શકશો. કોઈ ને મુક્તિધામ, કોઇ ને જીવન મુક્તિધામ. કોઈપણ એવું ન રહે જે આપ સૌથી પોતાનો યથા પાર્ટ (ભાગ) હક ન લઈ લે. સર્વ આત્માઓએ આપ સૌ દ્વારા પોત-પોતાનો યથા પાર્ટ તથા બાપનો વારસો જરુર લેવાનો છે. તમારી મૂર્ત માં એવી ઝલક થવાની છે જે કોઈ પણ પોતાનો વારસો લેવાથી વંચિત નહીં રહેશે. એવાં પોતાને દાતા નાં બાળકો દાતા સમજવાનું છે. આપવા વાળા માં ઝલક અને ફલક હોય છે. હમણાં એ મર્જ (વિસ્મૃત) છે. એ સંસ્કારોને હવે ઇમર્જ (જાગૃત) કરો. કઈ વાત માં વ્યસ્ત છો જે આ ઝલક હજું સુધી ઇમર્જ (જાગૃત) નથી થતી? કમજોરીઓ ને મિટાવવા માં વ્યસ્ત છો. ચૂકતું તો કરવું જ પડશે. પરંતુ એક હોય છે જલ્દી મુક્ત કરવું. એ જ હિસાબ કોઈ પાંચ મિનિટ માં અને કોઈ અડધો કલાક પણ લગાડે છે. કોઈ તો આખો દિવસ વિચારીને પણ હિસાબ નથી કાઢી શકતાં. આ બધી વિશેષ આત્માઓ છે તો દરેક સંકલ્પ, દરેક કર્મ વિશેષ હોવાં જોઈએ. જેનાથી દરેક આત્મા ને પ્રેરણા મળે - આગળ વધવાની. કારણ કે આપ સૌ આધાર મૂર્ત છો. જો આધાર જ એવો હશે તો બીજાઓ શું કરશે? વિશેષ આત્માઓએ વિશેષ ધ્યાન આપવાનું જ છે. હવે વીતી ગયેલ ને સંકલ્પ માં પણ ઇમર્જ નથી કરવાનું. જો ભૂલથી જૂનાં સંસ્કારોનું વિષ ઇમર્જ થઈ પણ જાય તો એને એમ સમજો કે આ ઘણાં પાછલાં જન્મનાં સંસ્કાર છે. હમણાં નાં નથી. જૂની વીતી ગયેલી વાતો નું કોઈ વારંવાર વર્ણન કરે તો એને કહેવાય છે વ્યર્થ. આ પાંડવસેનાએ પહેલાં પોતાનાં પરિવારની વચ્ચે એક ઉદાહરણ બનીને દેખાડવાનું છે. જેમ સાકાર રુપ માં ઉદાહરણ બન્યાં ને. એમ ફોલો ફાધર (પિતા ને અનુસરો). એટલે આજનો દિવસ કહેશું જૂનાં સંસ્કાર અને સંકલ્પ ની સમાપ્તિ નાં સમારોહ નો દિવસ. સમજ્યાં.
આ સંગઠન નું નામ શું થયું? જ્યારે નામ આપવામાં આવે છે તો કયા આધાર પર આપવામાં આવે છે? આજે કયો દિવસ છે? બૃહસ્પતિવાર. બૃહસ્પતિની દશા અર્થાત્ સફળતા. તો આ સંગઠન છે સર્વનું સહયોગી, સફળતા મૂર્ત સંગઠન. ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો કોઈને સહયોગ જોઈએ તો દાતા નાં બાળકો સદૈવ આપવા વાળા હોય છે. એમનાં હાથ ક્યારેય આપવાથી અટકતો નથી. સર્વનાં સહયોગી ત્યારે બનશો જ્યારે સર્વનાં સ્નેહી બનશો. સ્નેહી નહીં તો સર્વનાં સહયોગી પણ ન બની શકો. એટલે આ સંગઠન ને મનસા, વાચા, કર્મણા અને સંબંધમાં પણ સહયોગી બનવાનું છે અને સફળતા મૂર્ત બનવાનું છે. એટલે કહ્યું કે સર્વ સહયોગી, સફળતા મૂર્ત સંગઠન. સમજ્યાં.
સર્વનાં સહયોગી બનવા માટે સ્વયં પોતાને મિટાવવું પણ પડે છે. આ કાર્ય થી હટશો નહીં. તો પોતાને મિટાવવું અર્થાત્ પોતાનાં જૂનાં સંસ્કારોને મિટાવવાં. જૂનાં સંસ્કાર જ સર્વનાં સહયોગી બનવામાં વિઘ્ન નાખે છે. તો પોતાનાં જૂનાં સંસ્કારોને મિટાવવાનાં છે. બીજાનાં સંસ્કાર મિટાવવા માટે નથી કરી રહ્યાં. પોતાનાં સંસ્કાર મિટાવશો તો બીજા તમને સ્વયં ફોલો કરશે (અનુસરશે). એક અમે, બીજા બાપ. ત્રીજું જોતાં પણ નહીં જુઓ. ત્રીજી વાતો જોવામાં આવશે પણ પરંતુ જોવા છતાં પણ નહીં જુઓ, પોતાને અને બાપને જુઓ. સુવિચાર એ જ યાદ રાખજો - "મિટાઇ જઇશું પરંતુ સર્વનાં સહયોગી બનશું". તમારું યાદગાર ચિત્ર જે કલ્પ પહેલાવાળું છે એ યાદ છે? ગોવર્ધન પર્વત નું યાદગાર રુપ શું બનાવે છે? ક્યારે જોયું છે? આજકાલનાં ભક્તિમાર્ગ માં ગોવર્ધન પર્વતની પૂજા જ્યારે કરે છે તો શું બનાવે છે? (છાણ નો બનાવે છે…) પહાડને આંગળી આપવી અર્થાત્ જૂનાં સંસ્કારોને મિટાડવવામાં આંગળી આપવી. પહેલાં આ પર્વત ઉપાડવાનો છે. ત્યારે આ કળયુગી દુનિયા બદલાઈ ને પછી નવી દુનિયા બનશે. કોઈપણ સુવિચાર સ્મૃતિમાં રાખો. એ પણ સારું છે. પરંતુ સુવિચાર નું સ્વરુપ બનવાનું જ છે. આ તો એક સાધન છે પરંતુ સાધન કરતાં સ્વરુપ બનવું સારું છે. માળાનાં મણકા કઈ વિશેષતા થી બને છે? મણકા ની વિશેષતા એ જ છે જે એકમત થઈને એક જ દોરામાં પરોવાય છે. એકની જ લગન એકરસ સ્થિતિ અને એકમત તો બધું એક જ એક. એક જેવાં મણકા છે તો એક દોરામાં પરોવવામાં આવે છે ને. તો એક જ મત પર ચાલવાવાળા અને પરસ્પર પણ એક મત છો. સંકલ્પ પણ એક જેવાં. બે મત થાય છે તો એ બીજી અર્થાત્ ૧૬૦૦૦ ની માળા નાં દાણા બની જાય છે. એક મત માટે એવું વાતાવરણ બનાવવાનું છે. વાતાવરણ ત્યારે બનશે જ્યારે સમાવવાની શકતી હશે. સમજો કોઈ વાતમાં ભિન્નતા થઈ જાય છે કારણ કે યથાયોગ્ય યથાશક્તિ તો છે ને. તો એ ભિન્નતાને સમાવો. સમાવવાની શક્તિ જોઈએ. તો એ પરસ્પર એકતા થી જ સમીપ આવશો. સર્વની આગળ દૃષ્ટાંત રુપ બની જશો. સર્વ માં પોત-પોતાની વિશેષતા હોય છે. કોઈ પણ હોય, તેની વિશેષતાઓને જુઓ તો વિશેષ આત્મા બની જશો. કમી તો બિલકુલ જોવાની જ નથી. જેમ ચંદ્રમા અથવા સૂર્ય ને ગ્રહણ લાગે છે તો કહે છે ને કે ન જોવું જોઈએ. નહીં તો ગ્રહચારી બેસી જશે. તો કોઇની કમી પણ ગ્રહણ છે. ભૂલ થી પણ કોઇએ જોઈ લીધું તો સમજો ગ્રહચારી બેસી જશે. તો સાચું (શુધ્ધ) સોનુ બનવાનું છે. જરા પણ ખાદ (ભેળસેળ) હશે તો એ જ જોવામાં આવશે. વિશેષતાઓને દબાવી દેશે. પોતાને એવાં બદલો જે બીજા પર પ્રભાવ પડે. ધક થી પરિવર્તન થવાનું છે. એકદમ ન્યારા બનો તો બીજાનો લગાવ પણ જાતે જ તૂટતો જશે. અચ્છા.