Search for a command to run...
15 Mar 1972
ત્યાગ અને ભાગ્ય
15 March 1972 · ગુજરાતી
પોતાને ત્યાગ-તપસ્વીમૂર્ત સમજો છો? સૌથી મોટામાં મોટો મહેનત વાળો ત્યાગ કયો છે? (દેહ-અભિમાન) જ્ઞાનનું અભિમાન કે બુદ્ધિનું અભિમાન પણ કેમ આવે છે? જૂનાં સંસ્કારોનો ત્યાગ પણ કેમ નથી થતો? એનું મુખ્ય કારણ દેહ-અભિમાન છે. દેહ-અભિમાન ને છોડવું મોટામાં મોટો ત્યાગ છે, જે દરેક સેકન્ડ સ્વયંની તપાસ કરવી પડે છે. અને જે સ્થૂળ ત્યાગ છે એ કોઇ એક વાર ત્યાગ કર્યા પછી કિનારો કરી લે છે. પરંતુ આ જે દેહ-અભિમાન નો ત્યાગ છે એ દરેક સેકન્ડ દેહનો આધાર લેતાં રહેવાનું છે પરંતુ અહીંયા ફક્ત રહેતાં હોવાં છતાં ન્યારા બનવાનું છે. એનાં જ લીધે દરેક સેકન્ડ દેહની સાથે આત્માનો ગાઢ સંબંધ હોવાથી દેહ-અભિમાન પણ ખુબ ગાઢ થઈ ગયું છે. હવે આને નષ્ટ કરવા માટે મહેનત લાગે છે. સ્વયં પોતાને પૂછો કે બધાં પ્રકારનો ત્યાગ કર્યો છે? કારણ કે જેટલો ત્યાગ કરશો એટલું જ ભાગ્ય પ્રાપ્ત કરશો - વર્તમાન સમયે અને ભવિષ્યમાં પણ. એમ નહીં સમજતા કે સંગમયુગ માં ફક્ત ત્યાગ કરવાનો છે અને ભવિષ્ય માં ભાગ્ય લેવાનું છે. એવું નથી. જે જેટલો ત્યાગ કરે છે અને જે ઘડીએ (સમયે) ત્યાગ કરે છે, એ જ ઘડીએ જેટલો ત્યાગ એનાં રિટર્ન (વળતર) માં એમને ભાગ્ય જરુર પ્રાપ્ત થાય છે. સંગમયુગ માં ત્યાગ કે પ્રત્યક્ષ રુપમાં ભાગ્ય શું મળે છે, એ જાણો છો? હમણાં-હમણાં ભાગ્ય શું મળે છે? સતયુગ માં તો જીવન-મુક્તિ પદ મળશે, હમણાં શું મળે છે? તમને તમારા ત્યાગનું ભાગ્ય મળે છે? સંગમયુગ માં ત્યાગનું મોટામાં મોટું ભાગ્ય એ જ મળે છે કે સ્વયં ભાગ્ય બનાવવા વાળો પોતાનો બની જાય છે. આ સૌથી મોટું ભાગ્ય થયું ને! આ ફક્ત સંગમયુગ પર જ પ્રાપ્ત થાય છે જે સ્વયં ભગવાન પોતાનો બની જાય છે. જો ત્યાગ નહીં તો બાપ પણ પોતાનો નહીં. દેહનું ભાન છે તો શું બાપ યાદ છે? બાપનાં સમીપ સંબંધનો અનુભવ થાય છે જ્યારે દેહભાન નો ત્યાગ કરો છો તો. દેહભાન નો ત્યાગ કરવાથી જ દેહી-અભિમાની બનવાથી પહેલી પ્રાપ્તિ શું થાય છે? એ જ ને કે નિરંતર બાપ ની સ્મૃતિમાં રહો છો અર્થાત્ દરેક સેકન્ડનાં ત્યાગ થી દરેક સેકન્ડ માટે બાપનાં સર્વ સંબંધનો, સર્વ શક્તિઓનો પોતાની સાથે અનુભવ કરો છો. તો આ સૌથી મોટું ભાગ્ય નથી? આ ભવિષ્યમાં નહીં મળે. એટલે જ કહેવાય છે - આ સહજ જ્ઞાન અને સહજ રાજયોગ ભવિષ્ય ફળ નહીં પણ પ્રત્યક્ષ ફળ આપવા વાળા છે. ભવિષ્ય તો વર્તમાન ની સાથે-સાથે બંધાયેલું જ છે પરંતુ સર્વશ્રેષ્ઠ ભાગ્ય આખાં કલ્પની અંદર બીજે ક્યાંય નથી પ્રાપ્ત કરતાં. આ સમયે જ ત્યાગ અને તપસ્યા થી બાપ નો દરેક સેકન્ડ નો અનુભવ કરો છો અર્થાત્ બાપ ને સર્વ સંબંધો થી પોતાના બનાવી લો છો. પોકાર આની નહોતાં કરતાં. પોકારતાં તો કંઈક બીજું હતાં પણ પ્રાપ્તિ શું થઈ ગઈ? જે ન સંકલ્પમાં, ન સ્વપ્નમાં હતું એ પ્રાપ્તિ થઇ રહી છે ને. તો જે ન સંકલ્પ, ન સ્વપ્ન માં વાત હોય એ પ્રાપ્ત થઈ જાય - એને કહેવાય છે ભાગ્ય. જે વસ્તુ મહેનત થી પ્રાપ્ત થાય છે એને ભાગ્ય ન કહેવાય. સ્વતઃ જ મળવાનું અસંભવ થી સંભવ થઇ જાય છે, નાઉમ્મીદવાર થી ઉમ્મીદવાર થઈ જાય છે, એટલે આને કહેવાય છે ભાગ્ય. આ ભાગ્ય નથી મળ્યું? પોકારતા તો કંઈક બીજું જ હતાં - કે અમને ફક્ત તમારા કંઈક ને કંઈક બનાવી લો. આટલાં ઉંચા બનવાં નહોતાં ઈચ્છતાં પણ મળ્યું શું? સ્વયં તો બની ગયાં પણ બાપ સાથે પણ સર્વ સંબંધ બનાવી લીધાં. તો આ ભાગ્ય નથી? સંગમયુગ નું શ્રેષ્ઠ ભાગ્ય આ જ ત્યાગ થી મળે છે. સદૈવ એમ વિચારો કે જો દેહભાન નો ત્યાગ નહીં કરીએ અર્થાત્ દેહી-અભિમાની નહીં બનીએ તો ભાગ્ય પણ પોતાનું નહીં બનાવી શકીએ અર્થાત્ સંગમયુગ નું જે શ્રેષ્ઠ ભાગ્ય છે એનાથી વંચિત રહીશું. જો સમજો કે આખાં દિવસમાં થોડો સમય દેહ-અભિમાન નો ત્યાગ રહે છે અને થોડો સમય નીચે રહો છો અર્થાત્ દેહનાં ભાન નો ત્યાગ નથી, તો એટલા જ સંગમયુગમાં શ્રેષ્ઠ ભાગ્ય થી વંચિત થાઓ છો. ભાગ્ય બનાવવા વાળા બાપ જ્યારે દરેક સેકન્ડ ભાગ્ય બનાવવાની વિધિ સંભળાવી રહ્યાં છે તો શું કરવું જોઈએ? એ જ વિધિ થી સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરવી જોઈએ. વિધિને ન અપનાવવાથી શું રીઝલ્ટ (પરિણામ) થાય છે? ન અવસ્થાની વૃદ્ધિ થાય છે અને ન સર્વ પ્રાપ્તિઓની સિદ્ધિ થાય છે. તો શું કરવું જોઈએ? વિધાતા દ્વારા મળેલી વિધિઓને સદા અપનાવવી જોઈએ જેનાથી વૃદ્ધિ પણ થશે અને સિદ્ધિ પણ થશે. તો ચેક કરો - સંકલ્પનાં રુપમાં વ્યર્થ સંકલ્પ નો ક્યાં સુધી ત્યાગ કર્યો છે? વૃત્તિ સદા ભાઈ-ભાઈની રહેવી જોઈએ. એ વૃત્તિને ક્યાં સુધી અપનાવી છે અને દેહમાં દેહધારી-પણાંની વૃત્તિનો ક્યાં સુધી ત્યાગ કર્યો છે? સમજો છો મૈસુર વાળા? આજે તો ખાસ આમને મળવા આવ્યાં છે ને કારણ કે આટલે દૂર થી, મહેનત થી, સ્નેહ થી આવ્યાં છે, તો બાપ ને પણ દૂર-દેશ થી આવવું જ પડ્યું છે. તો ખુશી થાય છે ને. આજે ખાસ દૂર-દેશ થી આવવા વાળા લોકો માટે દૂર-દેશ થી બાપ પણ આવ્યાં છે. તો જેનાથી સ્નેહ હોય છે, તો સ્નેહી નાં સ્નેહમાં ત્યાગ કોઈ મોટી વાત નથી હોતી. વિકારોનાં સ્નેહ માં આવીને પોતાની સુદ્ધ-બુદ્ધ નો પણ ત્યાગ તો પોતાના શરીરનો પણ ત્યાગ કર્યો. બાળકોનાં સ્નેહમાં માતા પોતાના તન નો પણ ત્યાગ કરે છે ને. જ્યારે દેહધારીનાં સંબંધનાં સ્નેહ માં પોતાનો તાજ, તખ્ત અને પોતાનું વાસ્તવિક સ્વરુપ બધું છોડી દીધું ને, તો જ્યારે હમણાં બાપ નાં સ્નેહી બન્યાં છો તો શું આ દેહ-અભિમાન નો ત્યાગ નથી કરી શકતાં? મુશ્કેલ છે? વિચારવું જોઈએ કે અલ્પકાળનાં સંબંધમાં એટલી શક્તિ હતી જે ઉપર થી નીચે લાવી દીધાં. ઉપર થી નીચે એટલે જ આવ્યા છો ને. અને હવે જ્યારે બાપ કહે છે અને બાપ થી સર્વ સંબંધ જોડ્યાં છે, તો શું બાપ નાં સ્નેહમાં આ ઉલ્ટા દેહ-અભિમાનનો ત્યાગ કોઈ મોટી વાત છે? નાની વાત છે ને! તો પણ કેમ નથી કરી શકતાં? આ તો એક સેકન્ડમાં કરી દેવો જોઈએ. બાળક જો એક મહિનો બીમાર પડે છે તો માઁ નો જે અલ્પકાળનો સંબંધ છે, દેહનો સંબંધ છે, છતાં પણ માઁ એક મહિના માટે બધો જ ત્યાગ કરી દે છે. દેહની સ્મૃતિ, સુખ ત્યાગ કરવામાં વાર નથી લગાડતી. મુશ્કેલ પણ નથી સમજતી. તો અહીંયા શું કરવું જોઈએ? અહીંયા તો સદાકાળ નો સંબંધ અને સર્વ સંબંધ છે, સર્વ પ્રાપ્તિનો સંબંધ છે, તો અહીંયા એક સેકન્ડ પણ ત્યાગ કરવામાં વાર ન લગાવવી જોઈએ. પણ કેટલા વર્ષ લગાવ્યાં છે? દેહનું ભાન ત્યાગ કરવામાં કેટલા વર્ષ લગાવ્યાં છે? કેટલા વર્ષ થઈ ગયાં? (૩૬) લાગવી જોઈએ એક સેકન્ડ અને લગાવ્યાં છે ૩૬ વર્ષ (અડધાકલ્પ નો અભ્યાસ છે) અને એ જે અડધોકલ્પ દેહભાન અને વિકારો થી ન્યારા હતાં એ અડધાકલ્પ નો અભ્યાસ એક સેકન્ડમાં ભૂલી ગયાં? એમાં સમય લાગ્યો શું? (ત્રેતામાં પણ બે કળા ઓછી થઈ જાય છે) તો પણ વિકારો થી પરે તો રહો છો ને. સતયુગ, ત્રેતામાં નિર્વિકારી તો હતાં ને. બે કળા ઓછી હોવા છતાં પણ ત્રેતામાં ર્નિવિકારી તો કહેશું ને. વિકારોનાં આકર્ષણ થી પરે હતાં ને. આ પણ અડધાકલ્પ નાં સંસ્કાર થઈ ગયાં, તો એ સ્મૃતિ માં જલ્દી કેમ નથી આવતાં? આત્માનું મૂળ રુપ પણ શું છે? આપ આત્માઓનાં વ્યક્તિગત મૂળ સંસ્કાર અથવા ગુણ કયા છે? એ જ છે ને જે બાપ માં છે. જે બાપનાં ગુણ છે - જ્ઞાનનાં સાગર, સુખનાં સાગર, શાંતિનાં સાગર, એ સાગર છે પણ તમે સ્વરુપ તો છો. તો જે આત્માનાં નિજી (વાસ્તવિક) ગુણ છે, શાંતિ સ્વરુપ તો છો ને. આ તો સંગનાં રંગમાં પરિવર્તન માં આવ્યાં છો, પણ વાસ્તવિક જે આત્માનાં સ્વરુપ નો ગુણ છે એ તો બાપનાં સમાન છે ને. એ પણ કેમ જલ્દી સ્મૃતિમાં ન આવવાં જોઈએ? આવી રીતે પોતાની સાથે વાતો કરો. સમજ્યાં? આમ પોતાની સાથે વાતો કરતાં-કરતાં અર્થાત્ રુહ-રુહાન કરતાં-કરતાં રુહાનિયત માં સ્થિત થઇ જશો. આ હવે નહીં વિચારો કે દ્વાપર નાં આ જૂનાં સંસ્કાર છે, એટલે આ થઈ ગયું. એ નહીં વિચારો. એનાં બદલે એમ વિચારો કે મુજ આત્માનાં આદિ સંસ્કાર અને અનાદિ સંસ્કાર કયા છે. સૃષ્ટિનાં આદિમાં જ્યારે આત્માઓ આવી તો કયા સંસ્કાર હતાં? દૈવી સંસ્કાર હતાં ને. તો એમ વિચારો - આદિમાં આત્માનાં સંસ્કાર અને ગુણ કયા હતાં? મધ્ય ને ન વિચારો. અનાદિ અને આદિ સંસ્કારો ને વિચારો તો શું થશે કે મધ્યનાં સંસ્કાર વચ્ચે-વચ્ચે જે પ્રજ્વલિત થાય છે એ મધ્યમ થઇ જશે. મધ્યમ ઢીલાને કહેવાય છે. કહેવાય છે ને - આની ચાલ મધ્યમ છે. તો મધ્યનાં સંસ્કાર મધ્યમ થઇ જશે અને જે અનાદિ અને આદિ સંસ્કાર છે એ પ્રત્યક્ષ રુપમાં દેખાઈ આવશે. સમજ્યાં? સદૈવ અનાદિ અને આદિને જ વિચારો. જેવાં સંકલ્પ કરશો એવી જ સ્મૃતિ રહેશે અને જેવી સ્મૃતિ રહેશે એવી સમર્થી દરેક કર્મ માં આવશે. એટલાં માટે સ્મૃતિને હંમેશા શ્રેષ્ઠ રાખો. તો હવે શું કરશો? દરેક સેકન્ડનાં ત્યાગ થી દરેક સેકન્ડની પ્રાપ્તિ કરતાં રહો. કારણ કે આ જ સંગમયુગ છે જેમાં ભાગ્ય પ્રાપ્ત કરવાનું છે. હમણાં જે ભાગ્ય બનાવ્યું એ આખાં કલ્પમાં ભોગવવું પડે છે - ભલે શ્રેષ્ઠ કે પછી નીચ. પરંતુ આ સંગમયુગ જ છે જેમાં ભાગ્ય બનાવી શકો છો. જેટલું ઈચ્છો એટલું બનાવી શકો છો કારણ કે ભાગ્ય બનાવવા વાળા બાપ સાથે છે. પછી આ બાપ સાથે નહીં રહે, ન આ પ્રાપ્તિ રહેશે. પ્રાપ્તિ કરાવવા વાળા પણ હમણાં છે અને પ્રાપ્તિ પણ હમણાં જ થવાની છે. હમણાં નહીં તો ક્યારેય નહીં - આ સ્લોગન (સુવિચાર) સ્મૃતિમાં રાખો. સ્લોગન લખેલા તો હોય છે ને. એમ સમજો છો કે આ સ્લોગન અમારા માટે છે? જો સદૈવ આ સ્મૃતિમાં રહે કે હમણાં નહીં તો ક્યારેય નહીં તો પછી શું કરશો? સદૈવ વિચારશો - જે કરવાનું છે તે હમણાં કરી લઈએ. તો સદૈવ આ સ્લોગન સ્મૃતિ માં રાખો. પોતાની સ્થિતિને સદા ત્યાગ અને સદા ભાગ્યશાળી બનાવવા માટે ચેકિંગ (તપાસ) તો કરવાની છે પરંતુ ચેકિંગ માં પણ મુખ્ય ચેકિંગ કઈ કરવાની છે જે ચેકિંગ કરવાથી આપોઆપ ચેન્જ (પરિવર્તન) આવી જાય? કઈ ચેકિંગ કરવાની છે એનાં માટે એક સ્લોગન છે, એ સ્લોગન કયું છે? જે અનેક વાર સંભળાવ્યું છે “કમ ખર્ચ બાલા નશીન” (ઓછા ખર્ચે નામ રોશન કરવું). હવે કમ ખર્ચ બાલા નશીન કેવી રીતે બનવાનું છે?
તે લોકો તો સ્થૂળ ધનમાં “કમ ખર્ચ બાલા નશીન” બનવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તમારા લોકો માટે સંગમયુગ માં કેટલાં પ્રકારનાં ખજાના છે, ખબર છે? સમય, સંકલ્પ, શ્વાસ તો છે જ ખજાનો પણ એની સાથે અવિનાશી જ્ઞાન રત્નનો ખજાનો પણ છે અને પાંચમાં સ્થૂળ ખજાના સાથે પણ આનો સંબંધ છે. તો આ ચેક કરો - સંકલ્પનાં ખજાનામાં પણ “કમ ખર્ચ બાલા નશીન” બન્યાં છો? વધારે ખર્ચ નહીં કરો. પોતાના સંકલ્પનાં ખજાના ને વ્યર્થ ન વેડફો તો સમર્થ અને શ્રેષ્ઠ સંકલ્પ થશે. શ્રેષ્ઠ સંકલ્પ થી પ્રાપ્તિ પણ શ્રેષ્ઠ થશે ને. એવી જ રીતે જે સમયનો ખજાનો છે સંગમયુગ નો, આ સંગમયુગ નાં સમયને જો વ્યર્થ ખર્ચ ન કરો તો શું થશે? એક-એક સેકન્ડ માં અનેક જન્મોની કમાણીનું સાધન કરી શકશો. એટલા માટે આ સમય વ્યર્થ નથી વેડફવાનો. એવી જ રીતે જો શ્વાસ અર્થાત્ દરેક શ્વાસમાં બાપ ની સ્મૃતિ રહે, જો એક પણ શ્વાસ માં બાપની યાદ નથી તો સમજો વ્યર્થ ગયો. તો શ્વાસને પણ વ્યર્થ નથી વેડફવાનો. એવી જ રીતે જ્ઞાનનો ખજાનો જે છે એમાં પણ જો ખજાના ને સંભાળતાં ન આવડે, મળ્યો અને ખતમ કરી નાખ્યો તો વ્યર્થ જતો રહ્યો. મનન ન કર્યુ ને. મનન પછી એ ખજાના થી જે ખુશી પ્રાપ્ત થાય છે, એ ખુશીમાં સ્થિત રહેવાનો અભ્યાસ ન કર્યો તો વ્યર્થ જતો રહ્યો ને. જેમ ભોજન કર્યુ, પચાવવા ની શક્તિ નથી તો વ્યર્થ જાય છે ને. એ જ પ્રમાણે આ જ્ઞાનનાં ખજાના તમારા પ્રત્યે કે બીજી આત્માઓને દાન કરવામાં ન લગાડયાં તો વ્યર્થ ગયાં ને. એમ જ આ સ્થૂળ ધન પણ જો ઈશ્વરીય કાર્યમાં, દરેક આત્માનાં કલ્યાણનાં કાર્યમાં કે પોતાની ઉન્નતિનાં કાર્યમાં ન લગાવી ને અન્ય કોઈ સ્થૂળ કાર્યમાં લગાવ્યું તો વ્યર્થ લગાવ્યું ને. કારણ કે જો ઈશ્વરીય કાર્યમાં લગાવો છો તો આ સ્થૂળ ધન એકનું લાખ ઘણું બનીને પ્રાપ્ત થાય છે અને જો એક વ્યર્થ વેડફી નાખ્યું તો એક વ્યર્થ નથી વેડફ્યું પણ લાખ વ્યર્થ વેડફ્યું. એ જ પ્રમાણે જે સંગમયુગ નાં સર્વ ખજાના છે એ સર્વ ખજાનાઓને ચેક કરો કે કોઈ પણ ખજાનો વ્યર્થ તો નથી જતો ને? તો આમ “કમ ખર્ચ બાલા નશીન” બન્યાં છો કે હજું સુધી અલબેલા હોવાનાં કારણે વ્યર્થ જવા દો છો? જે અલબેલા હોય છે એ વ્યર્થ જવા દે છે અને જે સમજદાર હોય છે, નોલેજફુલ (જ્ઞાનવાન) હોય છે, સેન્સિબલ (સમજદાર) હોય છે એ એક નાની વસ્તુ પણ વ્યર્થ નથી જવા દેતાં. એવા લોકો માટે જ કહેવાય છે “કમ ખર્ચ બાલા નશીન”. એવાં છો? જેમ સાકાર બાપે “કમ ખર્ચ બાલા નશીન” બનીને દેખાડ્યું ને. તો શું ફોલો ફાધર (પિતાને અનુસરણ) નથી કરવાનું? કોઈ પણ સ્થૂળ ધન, જો સ્થૂળ ધન નથી તો જે યજ્ઞ-નિવાસી છે એમનાં માટે આ યજ્ઞની દરેક વસ્તુ જ સ્થૂળ ધન ને સમાન છે. જો યજ્ઞની કોઈ પણ વસ્તુ વ્યર્થ વેડફો છો તો પણ “કમ ખર્ચ બાલા નશીન” નહીં કહેવાય. જે પ્રવૃત્તિમાં રહેવા વાળા છે, સ્થૂળ ધન થી પોતાનું પદ ઊંચું બનાવી શકે છે, એમ જ યજ્ઞ-નિવાસી પણ જો યજ્ઞની સ્થૂળ વસ્તુ “કમ ખર્ચ બાલા નશીન” બની ને વાપરે છે, પોતાના પ્રત્યે કે બીજાનાં પ્રત્યે, એમનું પણ આ હિસાબે ભવિષ્ય ખુબ ઊંચું બને છે. એવું નથી કે સ્થૂળ ધન તો પ્રવૃત્તિ વાળાઓ માટે સાધન છે પણ યજ્ઞ-નિવાસીઓની યજ્ઞની સેવા પણ, યજ્ઞની વસ્તુની ઈકોનામી (કરકસર) રુપી ધન સ્થૂળ ધનથી પણ વધારે કમાણીનું સાધન છે.
એટલા માટે જ્યારે યજ્ઞની એક પણ વસ્તુ યથાર્થ રુપથી લગાવો છો કે સંભાળ કરો છો, વ્યર્થ થી બચાવો છો તો ભવિષ્ય પ્રાપ્તિ માટે સમર્થી આવે છે. વ્યર્થ થી બચાવ કર્યો, પોતાનું ભવિષ્ય બનાવવાની તો પ્રાપ્તિ થઇ ને. એટલા માટે દરેકે સ્વયં પોતાને ચેક કરવાનાં છે. તો પોતાને “કમ ખર્ચ બાલા નશીન” કેટલા બનાવ્યાં છે? વ્યર્થ થી બચો, સમર્થ બનો. જ્યાં વ્યર્થ છે ત્યાં સમર્થ જરા પણ નથી અને જ્યાં સમર્થી છે ત્યાં વ્યર્થ જાય - એ થઈ ન શકે. જો ખજાનો વ્યર્થ જાય છે તો સમર્થી નથી આવી શકતી. જેમ જુઓ, કોઈ લીકેજ (ગળતર) થાય છે, કેટલી પણ કોશિશ કરો પણ લીકેજ નાં કારણે શક્તિ ભરી નથી શકાતી. તો વ્યર્થ પણ લીકેજ હોવાનાં કારણે કેટલો પણ પુરુષાર્થ કરશો, કેટલી પણ મહેનત કરશો પણ શક્તિશાળી નહીં બની શકો. એટલા માટે લીકેજ ને ચેક કરો. લીકેજ ને ચેક કરવા માટે ખુબ હોશિયારી જોઈએ. ઘણી વાર લીકેજ તો મળતું નથી. ખુબ હોશિયાર હોય છે નોલેજફુલ હોય છે તે જ લીકેજને કેચ (પકડી) કરી શકે છે. નોલેજફુલ નથી તો લીકેજ ને શોધતાં રહે છે. તો હવે નોલેજફુલ બનીને ચેક કરો તો વ્યર્થ થી સમર્થ થઈ જશો. સમજ્યાં? સારું, મૈસુર વાળા શું યાદ રાખશો? માતાઓ ફક્ત યાદની યાત્રા માં રહે છે ને. કારણ કે ભાષા તો સમજી નથી શકતી. એ તો યાદ રાખશો ને - “કમ ખર્ચ બાલા નશીન”. તો પણ ભાગ્યશાળી છો. એ તો સમજો છો ને કે આખી સૃષ્ટિમાં અમે વિશેષ આત્માઓ છીએ? સારું. એ સમજો છો કે અહીંયા ઘણી વાર આવ્યાં છીએ કે સમજો છો કે પહેલી વાર જ આવ્યાં છીએ? કોઈ બંધન નથી તો પોતાને ભાગ્યશાળી સમજો છો કે દુર્ભાગ્યશાળી સમજો છો? નિર્બન્ધન છો તો પોતાનું ભવિષ્ય ઊંચુ બનાવી શકો છો. તમે તો બમણા ભાગ્યશાળી છો - એક તો બાપ મળ્યાં, બીજું ભવિષ્ય બનાવવા માટે ર્નિબંધન બની છો. વધારે ખુશી થાય છે ને. એવું તો નથી - ખબર નહીં શું છે? દુઃખ તો અનુભવ નથી થતું? સુખનો અનુભવ કરો છો ને. સારું થયું જે ર્નિબંધન થઈ ગઈ. એમ પોતાને ભાગ્યશાળી સમજો છો કે ક્યારેક દુઃખ પણ આવે છે? બીજું કોઈ સાથે હશે તો ટક્કર થશે. શિવબાબા જો સાથે છે તો ટક્કર નહીં થશે ને. સંગમયુગમાં લૌકિક સુહાગનો ત્યાગ શ્રેષ્ઠ ભાગ્યની નિશાની છે. આત્માની પ્રવૃત્તિમાં આ સંબંધ નથી. પ્રવૃત્તિમાં સંબંધમાં તો નથી આવતી ને? જો પ્રવૃત્તિમાં રહેતાં આત્માનાં સંબંધમાં રહો છો તો પોતાનું બમણું ભાગ્ય બનાવી શકો છો. પ્રવૃત્તિમાં રહેતા દેહનાં સંબંધ થી ન્યારી રહો છો? તો પ્રવૃત્તિમાં રહેવા વાળા આવું ભાગ્ય બનાવી રહ્યાં છો. અચ્છા.