Search for a command to run...
14 May 1977
સ્વમાન અને ફરમાન (આદેશ)
14 May 1977 · ગુજરાતી
સદા ભાગ્યવિધાતા બાપ દ્વારા પ્રાપ્ત થયેલાં પોતાનાં ભાગ્ય ને યાદ કરતાં, હર્ષિત રહો છો? કારણ કે આખાં કલ્પની અંદર સર્વ શ્રેષ્ઠ ભાગ્ય આ સમયે જ પ્રાપ્ત કરો છો. આ સમયે જ સદા ભાગ્યશાળી સ્થિતિ નો અનુભવ કરી શકો છો. ભવિષ્ય નવી દુનિયામાં પણ એવું ભાગ્ય પ્રાપ્ત નહીં થશે. તો જેટલું બાપ બાળકો ને શ્રેષ્ઠ ભાગ્યશાળી સમજે છે, એટલું જ દરેક સ્વયં ને સમજીને ચાલો છો? આને જ કહેવાય છે - સ્વમાન માં સ્થિત થવું. મન-વચન-કર્મ ત્રણેય માં ધ્યાન રાખો. એક તો સદા સ્વમાન માં રહેવું; બીજું, દરેક કદમ બાપ નાં ફરમાન પર ચાલવાનું છે. સ્વમાન અને ફરમાન આ બે વાતો નું ધ્યાન રાખવાનું છે. સાથે-સાથે સર્વ નાં સંપર્ક માં આવવામાં સન્માન આપવાનું છે.
સ્વમાન માં સ્થિત થવાંથી સદા વિઘ્ન વિનાશક સ્થિતિ માં હશો. સ્વમાન શું છે, તેને તો સારી રીતે જાણો છો? જે બાપ ની મહિમા છે, એ જ આપનું સ્વમાન છે. ફક્ત એક મહિમા પણ સ્મૃતિ માં રાખો, તો સ્વમાન માં સ્વતઃ જ સ્થિત થઈ જશો. સ્વમાન માં સ્થિત થવાંથી, કોઈ પણ પ્રકારનું અભિમાન, ભલે દેહ નું કે બુદ્ધિ નું અભિમાન, નામ નું અભિમાન, સેવા નું અભિમાન, કે વિશેષ ગુણો નું અભિમાન, સ્વતઃ સમાપ્ત થઈ જાય છે, એટલે સદા વિઘ્ન વિનાશક હોય છે. એવાં સ્વમાન માં સ્થિત થવાવાળા સદા નિર્માણ રહે છે. અભિમાન નહીં પરંતુ નિર્માણ. એનાથી સર્વ દ્વારા સદા સ્વતઃ જ માન મળે છે. માન લેવાંની ઇચ્છા થી પરે હોવાનાં કારણે સર્વ દ્વારા શ્રેષ્ઠ માન મળવાનાં પાત્ર બની જાય છે - આ અનાદિ નિયમ છે. સર્વ દ્વારા માન માંગવાથી નથી મળતું, પરંતુ સન્માન આપવાથી, સ્વમાન માં સ્થિત હોવાથી, પ્રકૃતિ દાસી નાં સમાન, સ્વમાન નાં અધિકાર નાં રુપમાં માન પ્રાપ્ત થાય છે. માન નાં ત્યાગ માં સર્વનાં માનનીય બનવાનું ભાગ્ય પ્રાપ્ત થાય છે. જેમ સ્વમાન માં રહેવાં વાળા નું ફક્ત આ એક જન્મ માં માન નથી હોતું, પરંતુ આખાં કલ્પ માં - અડધોકલ્પ પોતાની રૉયલ રાજાઈ ફેમિલી (પરિવાર) દ્વારા અને પ્રજા દ્વારા માન પ્રાપ્ત થાય છે, અને અડધો કલ્પ ભક્તો દ્વારા માન પ્રાપ્ત થાય છે. એટલાં સુધી જે લાસ્ટ (અંતિમ) જન્મ માં ચૈતન્ય રુપ માં પોતાને પ્રાપ્ત થયેલાં માન ની પ્રાલબ્ધ ને સ્વયં જ જુઓ છો. ચૈતન્ય પોતાનાં જડ ચિત્રો ને જુઓ છો ને. તો આખાં કલ્પ માં પ્રાપ્ત થયેલાં માન નો આધાર શું રહ્યો? અલ્પકાળ નાં વિશાની માન નો ત્યાગ. અર્થાત્ સ્વમાન માં સ્થિત થઈ, નિર્માણ બની, સન્માન આપવાનું છે. આ આપવું જ લેવું બની જાય છે. સન્માન આપવું અર્થાત્ એ આત્મા ને ઉમંગ ઉલ્લાસ માં લાવી ને આગળ કરવાની છે. અલ્પકાળ નું પુણ્ય, અલ્પકાળ ની વસ્તુ આપવાથી થાય છે, કે અલ્પકાળ નો સહયોગ આપવાથી થાય છે. પરંતુ આ સદાકાળ નો ઉમંગ ઉત્સાહ અર્થાત્ ખુશી નો ખજાનો કે સ્વયં નાં સહયોગ નો, આત્મા ને સદા માટે પુણ્યાત્મા બનાવી દે છે. એટલે આ મોટામાં મોટું પુણ્ય થઈ જાય છે. એક જન્મ માં કરેલાં આ પુણ્ય નું ફળ આખોકલ્પ મળે છે. આ કારણે કહ્યું કે ‘સમ્માન આપવું, આપવું નહીં પરંતુ લેવું છે.’ લૌકિક રુપમાં પણ કોઈ પુણ્ય નું કામ કરે છે તો બધાંની આગળ માનનીય થાય છે. પરંતુ આ શ્રેષ્ઠ પુણ્યનું ફળ - પૂજનીય અને માનનીય બંને બનો છો. તો પોતે પોતાને પૂછો, એવાં પુણ્યાત્મા બની, સદૈવ પુણ્ય નું કાર્ય કરો છો? સન્માન આપો કે સન્માન મળવું જોઈએ, અથવા મારું સન્માન કેમ નથી રખાતું, આનું કેમ રખાય છે? લેવા વાળા છો કે આપવા વાળા છો? આ પણ લેવાની ભાવના રૉયલ બેગરપણું અર્થાત્ત ભિખારીપણું છે. તો સ્વમાન અને સન્માન. સ્વમાન માં રહેવાનું છે સન્માન આપવાનું છે.
બાકી શું કરવાનું છે? દરેક કદમ ફરમાન (આદેશ) પર ચાલવાનું છે. દરેક કદમ ફરમાન પર ચાલવા વાળાઓની આગળ આખું વિશ્વ સદા કુરબાન થાય છે. સાથે-સાથે માયા પણ પોતાના વંશ સહિત કુરબાન થઈ જાય છે. અર્થાત્ સરેન્ડર (સમર્પણ) થઈ જાય છે. માયા વારંવાર વાર કરે છે, એનાંથી સિદ્ધ છે કે દરેક કદમ ફરમાન પર નથી. સદા ફરમાન પર ન ચાલવાને કારણે, માયા પણ ઝાટકું રુપ માં (એક ઝાટકે) કુરબાન નથી થતી. એટલે વારંવાર વાર કરે છે. અને વારંવાર તમારાં લોકોની ચીસો પાડવાની નિમિત્ત બની જાય છે. ચીસો પાડવાનું થયું ને - માયા આવી ગઈ. આજે આ રુપ માં આવી ગઈ. હવે શું કરીએ! માયા ને અર્થાત્ વિઘ્ન ને કેવી રીતે મિટાવીએ? તો ઝાટકું ન હોવાનાં કારણે, માયા પણ ચીસ પાડે - તમે પણ ચીસ પાડો છો. એટલે ફરમાન પર ચાલો, તો તે કુરબાન થઈ જાય. તમે બાપ પર કુરબાન થાઓ, માયા આપ પર કુરબાન થશે. કેટલું સહજ સાધન છે ફરમાન પર ચાલવું. સ્વમાન અને ફરમાન સહજ છે ને. એનાથી જન્મ-જન્માંતર ની મુશ્કેલીઓ થી છૂટી જશો. હમણાં સહજયોગી અને ભવિષ્ય માં સહજ જીવન હશે. એવું સહજ જીવન બનાવો. સમજ્યાં?
અચ્છા, એવી સદા ફરમાન પર ચાલવા વાળી ફરમાનવરદાર, સદા સ્વમાન માં રહેવા વાળી, અલ્પકાળ નાં વિનાશી માન નો ત્યાગ કરવા વાળી, સદા માનનીય, પૂજનીય નો પાર્ટ પ્રાપ્ત કરવા વાળી, એવી બાપ પર સદા કુરબાન થવાવાળી આત્માઓ, સદા સર્વ નાં પ્રતિ સન્માન આપી, સ્નેહ લેવાવાળી સ્નેહી આત્માઓ ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
પાંડવસેના યુદ્ધ નાં મેદાન પર છે. પાંડવો ને મહાવીર કહેવાય છે. મહાવીર અર્થાત્ સદા માયાજીત. મહાવીર ક્યારેય માયા થી ગભરાતાં નથી, ચેલેન્જ (પડકાર) કરે છે. કોઈપણ રુપ માં માયા આવે, પરંતુ પારખવાની શક્તિ થી માયાને પારખી ને વિજયી થશે. તો પારખવાની શક્તિ આવી છે? માયા ને દૂર થી આવતાં જોઈ પારખી લો છો કે જ્યારે માયા વાર કરવાનું શરું કરે ત્યારે પારખો છો? જેટલી-જેટલી પારખવાની શક્તિ તેજ થતી જશે તો દૂર થી જ માયા ને ભગાવી દેશો. જો આવી ગઈ, પછી ભગાવી, તો એમાં પણ ટાઈમ (સમય) વેસ્ટ (વ્યર્થ) થઈ જાય. પછી આવતાં-આવતાં ક્યારેક બેસી પણ જશે એટલે આવવાં જ નહીં દેવાંની. આજકાલ નાં જમાના માં દૂરાંદેશી બનવાનો અભ્યાસ કરવો પડશે. સાયન્સ (વિજ્ઞાન) નાં સાધન પણ દૂર થી પારખવાનો પ્રયત્ન કરે છે. પહેલાં હતું, તોફાન આવવું અને એનાથી બચાવ કરવો પરંતુ હવે એવું નથી. હવે તો તોફાન આવી રહ્યું છે, એને જાણીને ભગાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સાયન્સ પણ આગળ વધી રહ્યું છે તો સાઈલેન્સ (શાંતિ) ની શક્તિ કેટલી આગળ જોઇએ? દૂરથી ભગાવવા માટે સદૈવ ‘ત્રિકાળદર્શીપણા ની સ્થિતિ માં સ્થિત રહો.’ દરેક વાત ને ત્રણેય કાળ થી જુઓ - શું વાત છે? વર્તમાન રુપ શું છે? અને પહેલાં પણ આ રુપ થી આવી હતી અને હવે જે આવી છે તેને સમાપ્ત કેવી રીતે કરીએ? તો ત્રણેય ને જોતાં ક્યારેય પણ માયા નો વાર તમારાં ઉપર હાર ખવડાવવાનાં નિમિત્ત નહીં બને. પરંતુ ત્રિકાળદર્શી થઈને નથી જોતાં, વર્તમાન ને જુઓ છો. એટલે ક્યારેક હાર, ક્યારેક જીત થાય, સદા વિજયી નથી થતાં. ત્રિકાળદર્શી સ્થિતિ માં સ્થિત રહેવા વાળાથી ક્યારેય પણ માયા બચી નથી શકતી. જો વારંવાર માયા નો વાર થતો રહેશે તો અતેન્દ્રિય સુખનો અનુભવ ઈચ્છા હોવાં છતાં પણ કરી નહીં શકો. જે ગાયન છે - ‘અતેન્દ્રિય સુખ સંગમયુગનું વરદાન છે’ - આ બીજા કોઈ યુગ માં નથી હોતું. આ હમણાં નો અનુભવ છે. તો જો અતેન્દ્રિય સુખનો અનુભવ નહીં કર્યો તો બ્રાહ્મણ બનીને શું કર્યું? જે બ્રાહ્મણપણા ની વિશેષતા છે - અતેન્દ્રિય સુખ, તે નથી કર્યો તો કંઈ પણ નથી. આ જ કારણે સદૈવ એ જુઓ કે સદા અતેન્દ્રિય સુખ માં રહો છો.
બાપદાદા થી પ્રશ્ન ઉત્તર :-
પ્રશ્ન:- અતેન્દ્રિય સુખ માં રહેવા વાળા ની નિશાની શું હશે?
ઉત્તર:- અતેન્દ્રિય સુખ માં રહેવાવાળા ક્યારેય અલ્પકાળ નાં ઇન્દ્રિયો નાં સુખ ની તરફ આકર્ષિત નહીં થશે. જેમ કોઇ સાહૂકાર રસ્તે ચાલતાં કોઈ ચીજ પર આકર્ષિત નહીં થશે - કારણ કે તે સંપન્ન છે, ભરપૂર છે. એવી રીતે અતેન્દ્રિય સુખ માં રહેવા વાળા ઈન્દ્રિયો નાં સુખ ને એવું માનશે જેમ કે ઝેર નાં સમાન છે. તો ઝેર ની તરફ આકર્ષિત થવાય છે શું? એવાં ઇન્દ્રિયો નાં સુખ થી સદા પરે રહેશે. મહેનત નહીં કરવી પડે, પરંતુ નોલેજફુલ (જ્ઞાનસ્વરુપ) હોવાનાં કારણે એની સામે તે તુચ્છ દેખાશે. જો ચાલતાં-ચાલતાં ઇન્દ્રિયોનાં સુખની તરફ આકર્ષિત થાય, એનાંથી સિદ્ધ છે કે અતન્દ્રિય સુ્ખની અનુભૂતિ માં કોઈ ખોટ છે. ઈચ્છા છે પરંતુ પ્રાપ્તિ નથી. જિજ્ઞાસુ છે, બાળક નથી. બાળક અર્થાત્ અધિકારી, જિજ્ઞાસુ અર્થાત્ ઈચ્છા રાખવા વાળા. પ્રાપ્ત થાય - આ ઇચ્છા નહીં, પરંતુ પ્રાપ્ત છે - આ અધિકાર ની ખુશી માં રહેવાવાળા. સદા આ અતેન્દ્રિય સુખ માં રહો. ઈન્દ્રિયોનાં સુખનો અનુભવ કેટલાં જન્મ થી કરી રહ્યાં છો? એનાંથી પ્રાપ્તિનું પણ જ્ઞાન છે ને? શું પ્રાપ્ત થયું? કમાયા અને ગુમાવ્યું. જ્યારે ગુમાવવાનું જ છે તો પછી હજી પણ એ તરફ આકર્ષિત કેમ થાઓ છો? અતેન્દ્રિય સુખની પ્રાપ્તિ નો સમય હમણાં પણ થોડો છે. આ હમણાં નહીં તો ક્યારેય નહીં મળે. આનો સોદો હમણાં નહીં કર્યો તો ક્યારેય પણ નહીં કરી શકશો. પછી પણ વિચારતાં રહે છે - છોડીએ, ન છોડીએ? બાપ કહે છે છોડો તો છૂટે. કહે છે છૂટતું નથી. પકડયું પોતે છે અને કહે છે છૂટતું નથી. રચતાં તો આપ છો ને. વારંવાર ઠોકર નહીં ખાઓ.
પ્રશ્ન:- સદા અચળ, અડોલ રહેવા માટે વિશેષ કયાં ગુણ ને ધારણ કરવાનો છે?
ઉત્તર:- સદા ગુણ ગ્રાહક બનો. હમણાં દરેક વાત માં ગુણગ્રાહી હશો તો હલચલ માં નહીં આવો. ગુણગ્રાહી અર્થાત્ કલ્યાણકારી ભાવના. અવગુણ જોવાંથી અકલ્યાણ ની ભાવના અને હલચલ માં રહેશો. અવગુણ માં ગુણ જોવાં, આને કહેવાય છે ગુણગ્રાહી. અવગુણ જોતાં પણ પોતે ગુણ ઉઠાવવો જોઇએ. અવગુણ વાળા થી ગુણ ઉઠાવો કે જેમ આ અવગુણ માં દૃઢ છે એમ અમે ગુણ માં દૃઢ રહીએ. ગુણ નાં ગ્રાહક બનો અવગુણ નાં નહીં.
પ્રશ્ન:- કયું ભોજન આત્મા ને સદા શક્તિશાળી બનાવી દેશે?
ઉત્તર:- ખુશી નું. કહે છે ને ખુશી જેવો ખોરાક નથી. ખુશી માં રહેવાવાળા શક્તિશાળી હશે. ડ્રામા ની ઢાલ ને સારી રીતે કાર્ય માં લાવવાથી સદા ખુશ રહેશો, મુરઝાશો નહીં. જો સદા ડ્રામા ની સ્મૃતિ રહે તો ક્યારેય પણ મુરઝાઈ નહીં શકો. સદા ખુશી બુદ્ધિ સુધી, જ્ઞાન નાં રુપ માં નહીં. કોઈ પણ દૃશ્ય હોય પોતાનું કલ્યાણ કાઢી લેવું જોઈએ. તો સદા ખુશ રહેશો.
આવી શ્રેષ્ઠ ભૂમિ પર આવવું અર્થાત્ ભાગ્યશાળી બનવું. આ જ ભાગ્ય ને સદા કાયમ રાખવા માટે સદા અટેન્શન (સાવચેતી) - સ્થિતિ સદા એકરસ રહે. એકરસ સ્થિતિ અર્થાત્ એક નાં જ રસ માં રહેવું બીજો કોઈ પણ રસ પોતાની તરફ ખેંચે નહીં. જો કોઈ અન્ય રસ માં બુદ્ધિ જાય છે તો એકરસ નથી રહી શકતાં.
બાપ સમાન સ્વયં ને નોલેજફુલ અર્થાત્ જ્ઞાન નાં સાગર અનુભવ કરો છો? નોલેજફુલ અર્થાત્ સદા સત્ય કર્મ કરવાવાળા, વ્યર્થ નહીં કરશે. જ્યારે સત્ય બાપ નાં બાળકો છે, સતયુગ સ્થાપન કરે છે તો કર્મ પણ સત્ય હોવાં જોઈએ. બોલ, કર્મ, સંકલ્પ બધું સત્ય હોવું જોઈએ. આને કહે છે બાપ સમાન માસ્ટર નોલેજફુલ અર્થાત્ જ્ઞાન-સ્વરુપ. અચ્છા.