Search for a command to run...
16 May 1977
માયા નાં વાર નો સામનો કરવા માટે બે શક્તિઓની આવશ્યકતા
16 May 1977 · ગુજરાતી
બાપદાદા બધાં બાળકોનાં પુરુષાર્થ ની રફ્તાર (ગતિ) નું રીઝલ્ટ (પરિણામ) જોઈ રહ્યાં હતાં. નવાં કે જૂનાં, બંને ની પુરુષાર્થ ની રફ્તાર જોતાં, બાપ ને બાળકો પર અતિ સ્નેહ પણ આવ્યો અને સાથે-સાથે રહેમ પણ આવી. સ્નેહ કેમ આવ્યો? જોયું કે નાનાં-મોટાં પરિચય મળતાં, પરિચય ની સાથે પોતાની યથાશક્તિ પ્રાપ્તિ નાં આધાર પર પાસ્ટ લાઈફ (ગત જીવન) અને વર્તમાન બ્રાહ્મણ લાઈફ, બંનેમાં મહાન અંતર અનુભવ કરતાં, ભટકી રહ્યાનો સહારો દેખાતાં, નિશ્ચયબુદ્ધિ બની, એક-બીજા નાં સહયોગ થી, એક-બીજા નાં અનુભવ નાં આધાર થી મંઝીલ ની તરફ ચાલી પડ્યાં છે. ખુશી, શક્તિ, શાંતિ કે સુખની અનુભૂતિ માં કોઈ લોક-લાજ ની પરવા ન કરતાં, અલૌકિક જીવન નો અનુભવ કદમ ને આગળ વધારતો જઈ રહ્યો છે. પ્રાપ્તિ ની આગળ કંઈ છોડી રહ્યાં છીએ કે ત્યાગ કરી રહ્યાં છીએ, કોઈ સુધ-બુધ નથી રહેતી. બાપ મળ્યાં બધું જ મળ્યું, એ ખુમારી કે નશા માં ત્યાગ પણ, ત્યાગ નહીં લાગ્યો, યાદ અને સેવા માં તન-મન-ધન થી લાગી ગયાં. પહેલો નશો, પહેલી ખુશી, પહેલો ઉમંગ, ઉત્સાહ, ન્યારા અને અતિ પ્યારા અનુભવ કર્યો. આ ત્યાગ અને આદિકાળ નો નશો, ત્રિકાળદર્શી માસ્ટર જ્ઞાનસાગર, માસ્ટર સર્વશક્તિવાન્ ની સ્થિતિ નો પહેલો જોશ જેમાં કોઈ હોશ નહીં, જૂની દુનિયાનું બધું જ તુચ્છ અનુભવ થયું, અસાર અનુભવ થયો. એવી દરેક ની પહેલી સ્ટેજ (સ્થિતિ) જોતાં અતિ સ્નેહ થયો કે દરેકે બાપ નાં પ્રતિ કેટલાં ત્યાગ અને લગન થી આગળ વધવાનો પુરુષાર્થ કર્યો છે. એવાં ત્યાગમૂર્ત, જ્ઞાનમૂર્ત, નિશ્ચયબુદ્ધિ બાળકોનાં ઉપર બાપદાદા પણ પોતાની સર્વ સંપત્તિ સહિત કુરબાન (સમર્પિત) થયાં. જેમ બાળકોએ સંકલ્પ કર્યો, ‘બાબા! અમે તમારાં છીએ.’ એમ બાપ પણ રિટર્ન (વળતર) માં આ જ કહે છે કે, ‘જે બાપનું તે આપનું’, એવાં અધિકારી પણ બન્યાં, પરંતુ આગળ શું થાય છે? ચાલતાં-ચાલતાં જ્યારે મહાવીર અર્થાત્ રુહાની યોદ્ધા બની માયા ને ચેલેન્જ (પડકાર) કરે છે, વિજયી બનવાનો અધિકાર પણ સમજે છે પરંતુ માયા નાં અનેક પ્રકાર નાં વાર નો સામનો કરવા માટે બે વાતો ની કમી થઈ જાય છે. એ બે વાતો કઈ છે? એક સામનો કરવાની શક્તિ ની કમી, બીજી પારખવાની અને નિર્ણય કરવાની શક્તિ ની કમી. આ કમીઓનાં કારણે માયા નાં અનેક પ્રકાર નાં વાર થી ક્યારેક હાર, ક્યારેક જીત થવાંથી ક્યારેક જોશ, ક્યારેક હોશ માં આવી જાય છે. સામનો કરવાની શક્તિ ન હોવાનું કારણ? બાપ ને સદા સાથી બનાવતાં નથી આવડતું, સાથ લેવાની રીત નથી આવડતી. સહજ રીત છે - અધિકારીપણા ની સ્થિતિ. એટલે કમજોર જોતાં માયા પોતાનો વાર કરી લે છે.
પારખવાની શક્તિ ન હોવાનું કારણ? બુદ્ધિની એકાગ્રતા નથી. વ્યર્થ સંકલ્પ કે અશુદ્ધ સંકલ્પો ની હલચલ છે. એક માં સર્વ રસ લેવાની એકરસ સ્થિતિ નથી. અનેક રસ માં બુદ્ધિ અને સ્થિતિ ડગમગ થાય છે. આ કારણે પારખવાની શક્તિ ઓછી થઈ જાય છે. અને ન પારખવા નાં કારણે માયા પોતાનો ગ્રાહક બનાવી દે છે. આ માયા છે, એ પણ ઓળખી નથી શકતાં. આ રોંગ (ખોટું) છે, આ પણ જાણી નથી શકતાં. ઉપર થી માયાનાં ગ્રાહક અથવા માયા નાં સાથી બની, બાપ ને કે નિમિત્ત બનેલી આત્માઓ ને પણ પોતાની સમજદારી પ્રસ્તુત કરે છે કે - આ તો થાય જ છે, જ્યાં સુધી સંપૂર્ણ બનીએ ત્યાં સુધી આ વાતો તો થશે. એવાં અનેક પ્રકાર નાં વિચિત્ર પોઇન્ટસ (વાતો) માયા નાં તરફ થી વકીલ બનીને બાપ ની સામે કે નિમિત્ત બનેલા ની સામે રાખે છે. કારણ કે માયા નાં સાથી બનવાનાં કારણે ઓપોઝિશન પાર્ટી (વિરુદ્ધ દળ) નાં બની જાય છે. માયાજીત બનવાની પોઝીશન (સ્થિતિ) છોડી દે છે. કારણ? પારખવાની શક્તિ ઓછી છે.
એવાં વન્ડરફુલ (આશ્ચર્યજનક) અને રમણીક કેસ બાપદાદા ની સામે બહુ આવે છે. પોઈન્ટસ પણ બહુ સારા-સારા હોય છે. ઇનવેન્શન (શોધ) પણ બહુ નવી-નવી કરે છે, કારણ કે બેકબોન (પીઠબળ) માયા હોય છે. જ્યારે બાળકોની આવી સ્થિતિ જુએ છે તો રહેમ આવે છે, બાપ શીખવાડે છે અને બાળકો નાની ભૂલ નાં કારણે શું કરતાં રહે છે? નાની ભૂલ છે, શ્રીમત માં મનમત મિક્સ્ કરવી. એનો આધાર શું છે? અલબેલાપણું અને આળસ. અનેક પ્રકાર નાં માયા નાં આકર્ષણ ની પાછળ આકર્ષિત થવું. એટલે જે પહેલાં ઉમંગ અને ઉત્સાહ હોય છે, તે ચાલતાં-ચાલતાં, માયાજીત બનવાની સંપૂર્ણ શક્તિ ન હોવાનાં કારણે કોઈ પુરુષાર્થહીન થઈ જાય છે. શું કરીએ, ક્યાં સુધી કરીએ, આ તો ખબર જ નહોતી? એવાં વ્યર્થ સંકલ્પો નાં ચક્કર માં આવી જાય છે. પરંતુ આ બધી વાતો સાઇડ સીન અર્થાત્ રસ્તા નાં દૃશ્યો છે. મંઝિલ નથી. આને પાર કરવાનું છે, નહીં કે મંઝિલ સમજીને અહીંયા જ અટકી જવાનું છે. પરંતુ કેટલાંક બાળકો આને પોતાની જ મંઝિલ અર્થાત્ મારો પાર્ટ જ આ છે, કે નસીબ જ આ છે, એવાં રસ્તા નાં દૃશ્યો ને જ મંઝિલ સમજી વાસ્તવિક મંઝિલ થી દૂર થઈ જાય છે. પરંતુ ઉંચી મંઝિલ પર પહોંચવાનાં પહેલાં આંધી તોફાન લાગે છે, સ્ટીમર ને પેલે પાર જવાનાં માટે વચ માં ચક્રવાત ને ક્રોસ (પાર) કરવું જ પડે છે. એટલે જલ્દી માં ગભરાઓ નહીં, થાકો નહીં, અટકો નહીં. ભગવાન ને સાથી બનાવો તો દરેક મુશ્કેલી સહજ થઈ જશે. હિંમતવાન બનો તો મદદ મળી જ જશે. સી ફાધર કરો (પિતા ને જુઓ). ફોલો ફાધર કરો (પિતા ને અનુસરો) તો સદા સહજ ઉમંગ ઉલ્લાસ જીવન માં અનુભવ કરશો. રસ્તે ચાલતાં કોઈ વ્યક્તિ કે વૈભવ ને આધાર નહીં બનાવો. જે આધાર જ સ્વયં વિનાશી છે, તે અવિનાશી પ્રાપ્તિ શું કરાવી શકશે! ‘એક બલ એક ભરોસો’ આ પાઠ ને સદા પાક્કો રાખો, તો ચક્રવાત વચ્ચે થી સહજ નીકળી જશો. અને મંઝિલ ને સદા સમીપ અનુભવ કરશો.
સાંભળ્યું, આ હતું પુરુષાર્થીઓનું રીઝલ્ટ (પરિણામ), મેજોરીટી (અધિકતર) વચ માં ચક્રવાત માં મૂંઝાઈ રહ્યાં છે, પરંતુ બાપ કહે છે, આ બધી વાતો પોતાની મંઝિલ માં આગળ વધવાનાં ગુડ સાઇન (શુભ ચિહ્નો) સમજો. જેમ વિનાશ ને ગુડ સાઈન કલ્યાણકારી કહો છો, આ પરીક્ષાઓ પણ પરિપક્વ કરવાનો આધાર છે. માર્ગ ક્રોસ (પાર) કરી આગળ વધી રહ્યાં છો - આ નિશાનીઓ છે. આ બધી વાતો ને જોતાં ગભરાઓ નહીં. સદા આ જ એક સંકલ્પ રાખો કે હવે મંઝિલ પર પહોંચ્યાં કે પહોંચ્યાં. સમજ્યાં? જેમ વીજળી ની હલચલ પસંદ નથી આવતી, એકરસ સ્થિતિ પસંદ આવે છે, એ રીતે બાપ ને પણ બાળકોની એકરસ સ્થિતિ પસંદ આવે છે - આ પ્રકૃતિ ખેલ કરે છે પરંતુ આવો ખેલ નહીં કરતાં - સદા અચળ, અટલ, અડોલ રહેજો.
એવી માસ્ટર નોલેજફુલ, સદા સક્સેસફુલ (સફળતામૂર્ત) સદા હર્ષિત રહેવા વાળી, માયા નાં સર્વ આકર્ષણ થી પરે રહેવા વાળી, મંઝિલ નાં સમીપ પહોંચેલી આત્માઓ ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
સેવાધારી ગ્રુપ:- કેટલું ભવિષ્ય જમા કર્યું? સેવા નો મેવો મળે જ છે અર્થાત્ જે કરો છો એનું પદમ ગુણા વધારે જમા થઈ જાય છે. જેમ એક બીજ નાખ્યું તો ફળ કેટલાં નીકળે છે, એક તો નહીં નીકળે? બીજ એક નાખો, ફળ દરેક મૌસમ માં મળતું રહે. આ પણ સેવા નો મેવો પદમગુણા જમા થઈ જાય છે અને દરેક જન્મ માં મળતું રહે છે. મન્સા-વાચા-કર્મણા ત્રણે પ્રકાર ની સેવા દરેકે કરી? વાણી અને કર્મ ની સેવાની સાથે-સાથે મન્સા શુભ સંકલ્પ કે શ્રેષ્ઠ વૃતિ દ્વારા પણ બહુજ સેવા કરી શકો છો. જો ત્રણેય સેવાઓ સાથે-સાથે નહીં તો ફળ એટલું ફળીભૂત નહીં થશે. વર્તમાન સમય પ્રમાણે ત્રણેય સાથે-સાથે થવી જોઈએ - અલગ-અલગ નહીં. વાણી માં પણ શક્તિ ત્યારે આવે જ્યારે મન્સા શક્તિશાળી હોય. નહીં તો બોલવા વાળા પંડિત સમાન થઈ જાય. પંડિત લોકો કથા કેટલી સરસ કરે, પરંતુ પંડિત કેમ કહે છે, કારણ કે પોપટ માફક વાંચી ને રીપીટ કરી દે (રટે) છે. જ્ઞાની અર્થાત્ સમજદાર, સમજીને સેવા કરવાથી સફળતા થશે. સમજદાર બાળકો ત્રણેય પ્રકારની સેવા સાથે-સાથે કરશે. ચિત્ર ની તરફ ધ્યાન નહીં પરંતુ બાપ ની તરફ ધ્યાન છે તો ત્રણેય સેવા સાથે થઈ જશે.
કર્તવ્ય સમજીને જો સેવા કરશો તો આત્માઓ ને આત્મિક સ્મૃતિ નહીં આવશે. તે પણ એક સાંભળવાનું કર્તવ્ય સમજી ચાલ્યાં જશે. જો રહેમદિલ બની કલ્યાણની ભાવના રાખીને સર્વિસ (સેવા) કરો તો આત્માઓ જાગૃત થઈ જાય છે. એમને પણ પોતાનાં પ્રતિ રહેમ આવે છે કે અમે કંઈક કરીએ. બાપ તો બાળકો ને સદૈવ આગળ વધવાનાં ઈશારા આપે છે. બાકી જેટલું કર્યું તે ડ્રામા અનુસાર બહુજ સારી મહેનત કરી, સમય આપ્યો એનાથી વર્તમાન પણ થયું અને ભવિષ્ય પણ જમા થયું. અચ્છા.