Search for a command to run...
14 Jun 1977
દેશ અને વિદેશ નાં સૈર-સમાચાર
14 June 1977 · ગુજરાતી
વિદેશની વિશેષતા - એક તરફ સૃષ્ટિનું પરિવર્તન કરવાનાં સ્થૂળ સાધન ઇન્વેન્ટ (શોધ) કરવાનાં નિમિત્ત બનેલી આત્માઓ વિજ્ઞાની લોકો પોતાની ઇન્વેન્શન (આવિષ્કાર) ની રિફાઇનનેસ (મહીનતા) માં લાગ્યાં હતાં. વૈજ્ઞાનિકોની લગન, સમય અને પ્રકૃતિનાં તત્વોની ઉપર વિજય પ્રાપ્ત કરવાની, સર્વ તત્વોને પોતાનાં વશીભૂત કરવાની ઇચ્છામાં લાગ્યાં છે. દરેક વસ્તુને રિફાઇન કરવામાં તેઓ પોતાનો વિજય સમજે છે. જેમ કલ્પ પહેલાંની યાદગાર માં પણ રાવણ રાજ્યની વિશેષતા સર્વ તત્વો ને પોતાને વશીભૂત કરવાનું ગાયન છે - કલ્પ પહેલાં માફક એ જ કાર્યમાં વિદેશી આત્માઓ લાગેલી છે. સાથે-સાથે વિજ્ઞાની આત્માઓ આપ યોગી આત્માઓ માટે, આપનાં શ્રેષ્ઠ યોગ ની જે પ્રારબ્ધ સ્વર્ગનાં રાજ-ભાગની પ્રાપ્તિ થવાની છે; એ આવવા વાળા રાજ્યમાં સર્વ સુખોનાં સાધન આપ રાજયોગી આત્માઓને પ્રાપ્ત થાય, એવાં સાધન ન જાણતાં પણ બનાવવામાં ખૂબ વ્યસ્ત છે અર્થાત્ આપ હોવનહાર દેવતાઓ માટે પ્રકૃતિનાં સતોપ્રધાન શ્રેષ્ઠ સાધનોની ઇન્વેન્શન કરવામાં તમારી જ સેવામાં લાગેલાં છે. જેમ તમે બાપ દ્વારા સર્વ પ્રાપ્તિઓની લગન માં રહેતાં, એમ વિદેશી આત્માઓ પણ પોતાનાં સાયન્સ બળ દ્વારા સૃષ્ટિને સ્વર્ગ બનાવવા ઈચ્છુક છે. સ્વર્ગ અર્થાત્ જ્યાં અપ્રાપ્ત કોઇ વસ્તુ ન હોય. એ જ કાર્યનાં લગન માં લાગેલી આત્માઓ ડ્રામાનુસાર નિમિત્ત બની પોતાનાં કાર્ય બહુજ સારી રીતે કરી રહી છે, પરંતુ તમારાં માટે જ કરી રહી છે. એવો તમને બધાંને અનુભવ થાય છે કે આ બધાં અમારી તૈયારીઓમાં લાગેલાં છે? કેટલી સચ્ચાઈ, સફાઈ થી સેવા કરવા વાળા છે. જો એમનું કાર્ય જોશો અને લગન જોશો તો અનુભવ કરશો. સેવાનાં કાર્યમાં સારી એવી વફાદારી થી દિવસ-રાત લાગેલાં છે. સેવાધારી તો એક જ લગન માં મગન છે. પરંતુ આપ આત્માઓ જે સર્વ સુખોનાં સાધન પ્રાપ્ત કરવા વાળી છો, વિશ્વનાં રાજ્ય ની અધિકારી બનવા વાળી છો, તે એ જ લગન માં મગન રહો છો કે વિઘ્ન લગન ને અવિનાશી બનાવવા નથી દેતાં? લગન ની અગ્નિ અવિનાશી પ્રજ્વલિત રહે છે કે હમણાં લગન અને હમણાં વિઘ્ન?
વિદેશની વિજ્ઞાની આત્માઓમાં નિરંતર પોતાનાં કાર્યનાં લગન ની વિશેષતા જોઈ, તો જે તમારાં સેવાધારીઓમાં ગુણ છે - તે વિશ્વનાં માલિક બનવા વાળી આત્માઓમાં પણ ગુણ છે ને! પોતે પોતાને ચેક કરો. બીજી તરફ વિદેશ માં પરમાત્મ-જ્ઞાની બાળકોને જોઈ એમનામાં પણ વર્તમાન સમયે એક જ દૃઢ સંકલ્પ કે લગન છે, ઉમંગ-ઉત્સાહ છે કે હવે જલ્દી થી જલ્દી બાપનો સંદેશ આપીએ. વિદેશ દ્વારા નિમિત્ત બનેલી વિશેષ આત્માઓ જે આત્માઓનાં અનુભવ નાં અવાજથી ભારતવાસી કુંભકર્ણ જાગશે. એવી નિમિત્ત બનેલી આત્માઓને બાપનાં સમ્મુખ પ્રત્યક્ષ કરીએ અર્થાત્ સંબંધ કે સંપર્કમાં લાવીએ. સમીપ સમય ની સૂચના વિદેશ દ્વારા ભારતમાં ફેલાવીએ. આ જ એક લગનમાં દૃઢ સંકલ્પ નાં કંગનમાં બંધાયેલાં પરમાત્મ-જ્ઞાની બાળકોને જોયાં. એમને પણ ન દિવસ, ન રાત બંને સમાન છે. આ લગન માં મગન છે.
વર્તમાન સમયની લગન માં મેજોરીટી (અધિકાંશ) વિઘ્ન-મુક્ત આત્માઓ એક-બીજા નાં સ્નેહ અને સહયોગ નાં દોરામાં પરોવાયેલાં માળાનાં મણકા સરસ ચમકી રહેલાં નજરે આવી રહ્યાં હતાં. નવાં કે જૂનાં દરેક આત્મા માં એક જ ઉમંગ છે કે આ શ્રેષ્ઠ કાર્યમાં અમે પણ આંગળી (સહયોગ) આપીએ. કઈંક કરીને દેખાડીએ અને શું જોયું? સંદેશ મેળવવા વાળી આત્માઓ, ઇચ્છુક આત્માઓ અર્થાત્ જિજ્ઞાસા વાળી આત્માઓ થોડાંક સમય માં શાંતિ અને શક્તિ ની અંજલી પ્રાપ્ત કરી બહુજ ખુશ થાય છે. નિમિત્ત બનેલી આત્માઓને પરમાત્મા દ્વારા કે ગૉડ ફાધર દ્વારા મોકલેલાં અલૌકિક ફરિશ્તા અનુભવ કરે છે. થોડીક જ લીધેલી સેવાનું પણ રિટર્ન આપવામાં પોતાની ખુશી અનુભવ કરે છે અને તરત રિટર્ન કરે છે. થોડીક સેવાનો આભાર બહુજ માને છે. આ વર્તમાન સમયનાં પરમાત્મ-જ્ઞાનીઓની કે નિમિત્ત બનેલી શ્રેષ્ઠ આત્માઓની, આ સેવાનાં ચક્રમાં ચક્રવર્તી બનવાની જે ડ્રામાની નોંધ છે એ જ નોંધમાં સ્થાપના અને વિનાશનાં રહસ્યનું બહુજ કનેક્શન (સંબંધ) છે. આ થોડાં સમયની સેવા આપવી કે ચક્રવર્તી બની પોતાની દૃષ્ટિ દ્વારા, વાણી દ્વારા કે સમ્પર્ક દ્વારા કે સૂક્ષ્મ શુભભાવના અને શુભકામનાની વૃત્તિ દ્વારા, અનેક પ્રકારની આત્માઓ આપ શ્રેષ્ઠ આત્માની નજર દ્વારા જ્ઞાની કે વિજ્ઞાની આત્માઓ પ્રસિદ્ધ થઈ, જે તમારી રાજધાની તૈયારી કરવાનાં નિમિત્ત બનશે. સેવાધારી આત્માઓને પણ સેવાનું ફળ મળ્યું, સેવાધારી બનવાનાં કાર્ય માં મદદ મળી. સમજ્યાં, રહસ્ય ને?
ભારતમાં તો તમારી ભક્ત આત્માઓ મળશે. પરંતુ ત્રણ પ્રકારની આત્માઓ જોઈએ - એક ‘બ્રાહ્મણ સો દેવતા’ બનવા વાળી અને પ્રજા બનવા વાળી આત્માઓ; બીજી ભક્ત આત્માઓ; અને ત્રીજી તમારી રાજધાની તૈયાર કરી આપવાવાળી આત્માઓ. સેવાધારી સર્વ સુખોનાં સાધન અને સામગ્રી તૈયાર કરવાનાં નિમિત્ત બને છે અને આપ પ્રારબ્ધ ભોગવો છો. આ પાંચ તત્વ અને પાંચ તત્વો દ્વારા બનેલી રિફાઈન (શુદ્ધ) ચીજો બધી તમારી સેવાનાં નિમિત્ત બનશે. એટલું શ્રેષ્ઠ સ્વમાન, સ્મૃતિ માં રહે છે કે હજી સુધી પણ સ્મૃતિ-વિસ્મૃતિ નાં ખેલ (રમત) માં જ ચાલી રહ્યાં છો? ‘સ્મૃતિ સ્વરુપ સો સમર્થી સ્વરુપ’ બનો. સાંભળ્યાં, વિદેશ નાં સમાચાર? અને વર્તમાન ચક્રવર્તી આત્માઓનાં ચક્ર લગાવવાનું રહસ્ય છે. જ્યાં-જ્યાં પરમાત્મ-જ્ઞાની આત્માઓ ઈશ્વરીય સેવા-સ્થાન ખોલવાનાં નિમિત્ત બની છે અને આગળ પણ બનવાની છે. તો હમણાનાં વિદેશ સેવા-સ્થાન ભવિષ્ય માં તમારાં સૈર (ફરવાનાં) સ્થાન બનશે. જેમ ભારતમાં યાદગાર સ્થાન મંદિર છે પરંતુ આ દ્વાપર પછી બને છે. એટલે વિદેશી આત્માઓનું પણ ભવિષ્ય સ્થાપના માં કનેક્શન (સંબંધ) છે, સમજ્યાં? આજે વિદેશ સમાચાર સંભળાવ્યાં, પછી ભારત નાં સંભળાવશે. આ બધાં સમાચાર સાંભળ્યા પછી કરવાનું શું છે? ફક્ત સંભળાવવાનું છે કે કંઈ કરવાનું પણ છે? એવાં સર્વ સાધનોને પ્રાપ્ત કરવા માટે સ્વયંને સદૈવ વિશ્વનાં માલિક બનવાનાં યોગ્ય બનાવો. ‘નિરંતર યોગી બનવું જ યોગ્ય આત્મા’ બનવું છે. એવાં પોતાને સમજો છો? તીવ્ર પુરુષાર્થી બની સ્વયંને પણ સંપન્ન બનાવો અને નિમિત્ત બનેલી સેવાધારી આત્માઓને પણ કાર્ય માં સંપન્ન બનવાની પ્રેરણા આપો. ત્યારે વિશ્વ-પરિવર્તન થશે.
સદા લગન દ્વારા વિઘ્ન વિનાશ કરવાવાળા વિઘ્ન-વિનાશક આત્માઓ ને, સદા પોતાની દૃષ્ટિ અને વૃત્તિ દ્વારા પણ વિશ્વ સેવામાં તત્પર રહેવા વાળી આત્માઓ ને, સદા બાપ સમાન ગુણો નું, જ્ઞાન નું, શક્તિઓ નું દાન કરવા વાળી મહાદાની, રુહાની નજર થી વરદાન આપવા વાળી આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓથી:- વિશ્વની સર્વ આત્માઓ પ્રતિ સદા દયા અને કલ્યાણ ની ભાવના રહે છે? હદનાં પ્રતિ કલ્યાણની ભાવના રહે છે કે બેહદનાં પ્રતિ? હવે વિશ્વનાં પ્રતિ કલ્યાણની ભાવના રહેશે તો ઑટોમેટિકલી (આપોઆપ) સ્વયં પ્રતિ રહેશે. સંગમયુગી બ્રાહ્મણોની વિશેષ ડ્યુટી (ફરજ) કે ધર્મ અને કર્મ જ છે વિશ્વ કલ્યાણ કરવું. પોતાનાં જન્મનું કામ કરવું મુશ્કેલ નથી હોતું. તો સદા અમૃતવેલા પોતાની પોઝીશન ને (પદ ને) સ્મૃતિ માં લાવો કે અમારી પોઝીશન વિશ્વ કલ્યાણકારી ની છે. પોતાની પોઝીશન પર સેટ (સ્થિત) હોવાથી ઓપોઝીશન (વિરોધ) થી બચી જશો.
સદૈવ સાક્ષીપણા ની સીટ પર સ્થિત રહેતાં દરેક એક્ટ (કર્મ) પોતાનાં અને બીજાંનાં જુઓ છો? કોઈ ડ્રામાની સીન (દૃશ્ય) સીટ પર સ્થિત થઈ જોવામાં મજા આવે છે. કોઈપણ સીન સીટ નાં વગર નથી જોવાતો. તો સાક્ષીપણા ની સીટ (અવસ્થા) પર સદા સ્થિત રહો છો? આ બેહદનો ડ્રામા સદા ચાલતો રહે છે. આ બે-ત્રણ કલાક નો નથી, અવિનાશી છે, તો સદા જોવાં માટે સીટ (અવસ્થા) પણ સદા જોઈએ. એવું નહીં બે કલાક સીટ પર બેઠાં પછી ઉતરી જાઓ. જે સદા સાક્ષી થઈને જોશે તે ક્યારેય હાર અને જીત નાં દૃશ્ય જોઈને ડગમગ નહીં થશે. સદા એકરસ રહેશે, ડ્રામા યાદ રહે તો સદા એકરસ રહેશો. ડ્રામાને ભૂલ્યાં તો ડગમગ થશો. જો ડ્રામા ક્યારેક-ક્યારેક યાદ રહે તો રાજ્ય પણ ક્યારેક-ક્યારેક કરશો? જો સાક્ષી ક્યારેક-ક્યારેક રહેશો તો સ્વર્ગ માં સાથી પણ ક્યારેક-ક્યારેક થશો. નૉલેજફુલ તો છો ને? બધું જાણો છો પરંતુ જાણવાં છતાં પણ ‘સાક્ષીપણા’ ની સ્ટેજ (અવસ્થા) પર ન રહેવાનું કારણ અટેન્શન માં અલબેલાપણું, સ્વ-ચિંતન ની બદલે, વ્યર્થ વાતો માં સ્વ-ચિંતન ને ગુમાવી દો છો. સ્વચિંતન માં ન રહેવાવાળા સાક્ષી નથી રહી શકતાં. પરચિંતન ને સમાપ્ત કરવાનો આધાર શું છે? જો દરેક આત્માનાં પ્રતિ શુભ-ચિંતક હશો તો પરચિંતન ક્યારેય નહીં કરશો. તો સદા શુભચિંતન અને શુભચિંતક રહેવાથી સદા સાક્ષી રહેશો. સાક્ષી અર્થાત્ હમણાં પણ સાથી અને ભવિષ્ય માં પણ સાથી.
વિશેષ આત્માઓએ પોતાની વિશેષતા શું દેખાડી છે? વિશેષ આત્માઓની લાસ્ટ (છેલ્લી) વિશેષતા કઈ હશે? જેમનું ઈન-એડવાન્સ (પહેલે થી) બાપદાદા દૃશ્ય જોઈ રહ્યાં છે. તે કઈ વિશેષતા હશે? જેમ સાયન્સ વાળા દરેક ચીજ રિફાઈન પણ કરી રહ્યાં છે અને પોતાની સ્પીડ (ગતિ) તેજ પણ કરી રહ્યાં છે. જેમ કહેવામાં આવે છે મિનિટ-મોટર એમ વિશેષ આત્માઓની લાસ્ટ વિશેષતા આ જ રહેશે - સેકન્ડમાં કોઈપણ આત્મા ને મુક્તિ અને જીવન-મુક્તિનાં અનુભવી બનાવી દેશે. ફક્ત રસ્તો નહીં બતાવશે પરંતુ એક સેકન્ડમાં શાંતિનો કે અતીન્દ્રિય સુખનો અનુભવ કરાવશે. જીવનમુક્તિનો અનુભવ છે સુખ, અને મુક્તિનો અનુભવ છે શાંતિ. સામે આવ્યાં અને અનુભવ કર્યો. એવી સ્પીડ જ્યારે થશે ત્યારે સાયન્સની (વિજ્ઞાનની) ઉપર સાયલેન્સનો (શાંતિ) વિજય જોતાં બધાનાં મુખ થી વાહ-વાહ નો અવાજ નીકળશે કે સાયન્સની ઉપર પણ એમનો વિજય થઈ ગયો. જે સાયન્સ નથી કરી શક્યાં તે સાયલેન્સ કરીને દેખાડે. સાયન્સ નું લક્ષ પણ છે - બધાંને શાંતિમય, સુખમય જીવન વ્યતિત કરાવવું. તો જે સાયન્સ નથી કરી શક્યાં તે કરો ત્યારે કહેવાશે સાયન્સ ની ઉપર વિજય. શાંતિ વાળાને શાંતિ અને સુખ વાળા ને સુખ મળે, ત્યારે તમારું ગાયન કરશે, તમને પૂર્વજ માનશે, ઈષ્ટદેવ સમજશે અને વારંવાર બાપની મહિમા કરશે. એ જ આધાર પર પછી દ્વાપર માં ભક્ત અને ધર્મપિતા નાં સંસ્કાર ઇમર્જ (જાગૃત) થશે. આ વિશેષ કાર્ય હવે થવાનું છે ત્યારે સમજો લાસ્ટ વિજય નો સમય આવી ગયો. બધાંને કંઈ ને કંઈ મળશે, ફક્ત ભારતવાસી જ નહીં સમજે કે ‘અમારા બાબા છે,’ બધાં સમજશે અમારાં છે ત્યારે તો ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડફાધર કહેવાશે ને! બીજાં દેશ વાળા હમણાં સમજે છે ભારતનાં પિતા નો પરિચય આપે છે, પરંતુ જ્યારે કહેવાય છે ગૉડ ઈઝ વન (ઈશ્વર એક છે) તો બધાં વન (એક) નો અનુભવ તો કરે ને. જ્યારે આમ વન (એક) નો અનુભવ કરે ત્યારે સમજો વિન (વિજય) થશે. બધાનાં મુખથી એક અવાજ નીકળે - અમારા બાબા; ત્યારે પછી દ્વાપરમાં બધાં ‘ઓ ગૉડ ફાધર’ કહી પોકારશે. અચ્છા.