Search for a command to run...
12 Jun 1977
કમળ પુષ્પ સમાન સ્થિતિ જ બ્રાહ્મણ જીવન નું શ્રેષ્ઠ આસન છે
12 June 1977 · ગુજરાતી
સદા બ્રાહ્મણ જીવન નાં શ્રેષ્ઠ આસન, કમળ પુષ્પ સમાન સ્થિતિ માં સ્થિત રહો છો? બ્રાહ્મણો નું આસન સદા સાથે રહે છે, તો આપ સર્વ બ્રાહ્મણ પણ સદા આસન પર વિરાજમાન રહો છો? કમળ પુષ્પ સમાન સ્થિતિ અર્થાત્ સદા દરેક કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરતાં પણ ઈન્દ્રિયોનાં આકર્ષણ થી ન્યારા અને પ્યારા. ફક્ત સ્મૃતિ માં ન્યારા અને પ્યારા નહીં, પરંતુ દરેક સેકન્ડનાં સર્વ કર્મ ન્યારા અને પ્યારા સ્થિતિ માં હોય. આનું જ યાદગાર આપ સર્વનાં ગાયન માં હજી સુધી પણ ભક્ત દરેક કર્મેન્દ્રિય નાં પ્રતિ મહિમા માં નયન-કમળ, મુખ-કમળ, હસ્ત-કમળ કહીને ગાયન કરે છે. તો આ કયા સમયની સ્થિતિનું આસન છે? આ બ્રાહ્મણ જીવન ની. પોતે પોતાને પૂછો દરેક કર્મેન્દ્રિય કમળ સમાન બની છે? નયન કમળ બન્યાં છે? હસ્ત કમળ બન્યાં છે? કમળ અર્થાત્ કર્મ કરતાં પણ વિકારી બંધનો થી મુક્ત. દેહ ને જોઈ પણ રહ્યાં છે પરંતુ જોવા છતાં પણ નયન કમળ વાળા, દેહનાં આકર્ષણનાં બંધન માં નહીં આવે. જેમ કમળ જળ માં રહેતાં પણ જળ થી ન્યારુ અર્થાત્ જળ નાં આકર્ષણ નાં બંધન થી ન્યારુ, અનેક ભિન્ન-ભિન્ન સબંધ થી ન્યારુ રહે છે. કમળનાં સંબંધ પણ બહુ હોય છે. એકલું નથી હોતું, પ્રવૃત્તિ માર્ગની નિશાની નું સૂચક છે. એમ બ્રાહ્મણ અર્થાત્ કમળ પુષ્પ સમાન બનવા વાળી આત્માઓ પ્રવૃત્તિ માં રહેતાં, ભલે લૌકિક, ભલે અલૌકિક સાથે-સાથે કિચડ અર્થાત્ તમોગુણી પતિત વાતાવરણ માં રહેતાં પણ ન્યારા. જે ગુણ રચના માં છે તો માસ્ટર રચયિતા માં એ જ ગુણ છે. સદા એ આસન પર સ્થિત રહો છો? કે ક્યારેક-ક્યારેક સ્થિત થાઓ છો? સદા પોતાનાં આ આસન ને ધારણ કરવા વાળા જ સર્વ બંધનમુક્ત અને સદા યોગયુક્ત બની શકે છે. પોતે પોતાને જુઓ - પાંચ વિકાર, પાંચ પ્રકૃતિ નાં તત્વો નાં બંધન થી કેટલાં પર્સન્ટમાં (ટકાવારીમાં) મુકત થયાં છો. લિપ્ત આત્મા છો કે મુક્ત આત્મા છો?
તમે બધાંએ બાપદાદા થી વાયદો કર્યો છે કે બધાંને છોડીને તમારાં જ બનીશું, જે કહેશો, જેવું કરાવશો, જેમ ચલાવશો એમ ચાલીશું. વાયદો નિભાવી રહ્યાં છો? આખા દિવસમાં કેટલો સમય વાયદો નિભાવો છો અને કેટલો સમય વાયદો ભૂલો છો? ગીત રોજ ગાઓ છો - ‘મારા તો એક શિવબાબા બીજું ન કોઈ.’ એવી સ્થિતિ છે? બીજો કોઈ સંબંધ, સ્નેહ, સહયોગ કે પ્રાપ્તિ, વ્યક્તિ કે વૈભવ બાપ થી કિનારો કરવા વાળા રહ્યાં છે? છે કોઈ વ્યક્તિ કે વસ્તુ જે બંધનમુક્ત આત્માને પોતાનાં આકર્ષણ નાં બંધનમાં બાંધવા વાળી હોય? જ્યારે બીજું કોઈ નથી તો નિરંતર બંધનમુક્ત અને યોગયુક્ત આત્માનો અનુભવ કરો છો? કે કહો છો બીજું કોઈ નથી પરંતુ છે? કોઈ છે કે બધું સમાપ્ત થઈ ગયું? જો છે તો ગીત કેમ ગાઓ છો? બાપદાદા ને ખુશ કરવા માટે ગાઓ છો? કે કહીને પોતાની સ્થિતિ બનાવવા માટે ગાઓ છો? બ્રાહ્મણ જીવનની વિશેષતા જાણો છો? બ્રાહ્મણ અર્થાત્ વિચારવું, બોલવું, કરવું બધું એક હોય. અંતર ન હોય. તો બ્રાહ્મણ જીવનની વિશેષતા ક્યારે ધારણ કરશો? હમણાં કે અંત માં? કેટલાંક એવાં પણ બાળકો છે જે સ્વયનાં પુરુષાર્થનાં બદલે સમય પર છોડી દે છે. સમય આવવા પર, આત્માઓ સ્વયં કમજોર હોવાનાં કારણે સમય પર રાખે છે. આપ સૌની પાસે પણ જ્યારે મ્યુઝિયમ કે પ્રદર્શન જોવાં આવે છે તો શું કહે છે? સમય મળશે તો આવશું. હમણાં અમને સમય નથી. આ અજ્ઞાનીઓનાં બોલ છે. કારણ કે સમયનાં જ્ઞાન થી અજ્ઞાની છે પરંતુ તમને તો જ્ઞાન છે કે કયો સમય ચાલી રહ્યો છે; આ વર્તમાન સમય ને કયો સમય કહો છો? કલ્યાણકારી યુગ અર્થાત્ સમય કહો છો ને! આખા કલ્પ ની કમાણી નો સમય કહો છો, શ્રેષ્ઠ કર્મ રુપી બીજ વાવવાનો સમય કહો છો. પાંચ હજાર વર્ષનાં સંસ્કારો નો રેકોર્ડ ભરવાનો સમય કહો છો. વિશ્વ કલ્યાણ, વિશ્વ પરિવર્તન નો સમય કહો છો. સમયનાં જ્ઞાન વાળા પણ વર્તમાન સમય ને ગુમાવતાં આવનાર સમય પર છોડી દે તો એને શું કહેવાશે? સમય પણ તમારું ક્રિયેશન (રચના) છે. ક્રીયેશન નાં આધાર પર ક્રીયેટર (રચયિતા) નો પુરુષાર્થ હોય અર્થાત્ સમય નાં આધાર પર સ્વયંનો પુરુષાર્થ હોય તો એ ક્રિયેટરને શું કહેવાશે?
બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું છે કે આપ શ્રેષ્ઠ આત્માઓ સૃષ્ટિનાં આધારમૂર્ત છો, એવાં આધારમૂર્ત સમયનાં કે કોઈપણ પ્રકારનાં આધાર પર રહે તો અધીન કહેવાશે કે આધારમૂર્ત કહેવાશે? તો પોતે પોતાને ચેક કરો કે સૃષ્ટિનાં આધારમૂર્ત આત્મા કોઈપણ પ્રકારનાં આધાર પર તો નથી ચાલી રહ્યાં! સિવાય એક બાપનાં આધારમૂર્ત, કોઈપણ હદનાં સહારા (મદદ) નાં આધાર પર ચાલવા વાળી આત્મા તો નથી? વાયદો તો આ જ કર્યો છે મારો તો એક જ સહારો છે પરંતુ પ્રેક્ટિકલ (વાસ્તવિક) શું છે? એક સહારા નું પ્રેક્ટિકલ પ્રમાણ શું અનુભવ હશે? સદા એક અવિનાશી સહારો લેવાવાળા, આ કળિયુગી પતિત દુનિયાથી કિનારો કરેલો અનુભવ કરશે. એવી આત્માની જીવન નૈયા કળિયુગી દુનિયાનો કિનારો છોડી ચાલી. સદા સ્વયંને કળિયુગી પતિત વિકારી આકર્ષણ થી કિનારો કરેલો અર્થાત્ પરે (ઉપરામ) અનુભવ કરશે. કોઈ પણ કળિયુગી આકર્ષણ તેને ખેંચી નહીં શકે. જેમ સાયન્સ (વિજ્ઞાન) દ્વારા ધરતી નાં આકર્ષણ થી પરે થઈ જાય, ‘સ્પેસ’ (અવકાશ) માં ચાલ્યાં જાય અર્થાત્ દૂર ચાલ્યાં જાય. જો કોઈપણ પ્રકારનું આકર્ષણ ભલે દેહનાં સંબંધનું કે દેહનાં પદાર્થનું આકર્ષિત કરે છે, એનાથી સિદ્ધ છે કોઈ ને કોઈનાં સહારાનું પ્રત્યક્ષ પ્રમાણ વિનાશી અલ્પકાળ નો સહારો હોવાનાં કારણે પ્રાપ્તિ પણ અલ્પકાળ ની હોય છે અર્થાત્ વિનાશી થોડાં સમય નાં માટે હોય છે. જેમ ઘણાં કહે છે થોડો અનુભવ થાય છે, યાદ રહે છે, શક્તિ મળે છે. શક્તિ સ્વરુપ નો અનુભવ થાય છે પરંતુ સદા નથી રહેતો, એનું કારણ? અવશ્ય એક સહારા નાં બદલે કોઇ ન કોઇ હદ નાં સહારા નો આધાર લીધેલો છે. આધાર પણ હલે છે અને સ્વયં પણ હલે છે અર્થાત્ હલચલ માં આવે છે. તો પોતાનાં આધાર ને ચેક કરો. ચેક કરતાં આવડે છે? ચેક કરવા માટે દિવ્ય અર્થાત્ સમર્થ બુદ્ધિ જોઈએ. જો નથી તો બુદ્ધિવાન આત્માઓનાં સહયોગ થી પોતાની ચેકિંગ કરો.
બાપદાદાએ દરેક બ્રાહ્મણ આત્માને જન્મ થતાં જ દિવ્ય સમર્થ બુદ્ધિ અને દિવ્ય નેત્ર બ્રાહ્મણ જન્મ નાં વરદાન રુપમાં આપ્યાં છે. અથવા તો એમ કહો કે બ્રાહ્મણોનાં બર્થ ડે (જન્મદિવસ) ની ગિફ્ટ (સૌગાત) બાપ દ્વારા દરેકને પ્રાપ્ત છે. શું પોતાના જન્મની ગિફ્ટ ને સંભાળતા આવડે છે? જો સદૈવ આ ગિફ્ટને યથાર્થ રીતે યુઝ (ઉપયોગ) કરો તો સદા કમળ પુષ્પ સમાન રહો અર્થાત્ સદા કમળ પુષ્પ સમાન સ્થિતિ નાં આસન પર સ્થિત રહો. સમજ્યાં શું ચેકિંગ કરવાની છે? સર્વ કર્મેન્દ્રિયો ક્યાં સુધી ‘કમળ’ બની છે? એવાં કમળ સમાન બનવા વાળા સદા આકર્ષણ થી પરે અર્થાત્ સદા હર્ષિત રહેશે. સદા હર્ષિત ન રહેવું અર્થાત્ ક્યાંક-ને-ક્યાંક આકર્ષિત થાય છે ત્યારે હર્ષિત નથી રહી શકતાં. હવે એ બધી વાતોથી બુદ્ધિ દ્વારા કિનારો કરો. કહેવું અને કરવું એક કરો. વાયદો કરવા વાળા નહીં પરંતુ નિભાવવા વાળા બનો. અચ્છા.
સદા સર્વ સંબંધોથી એક બાપ બીજું ન કોઈ એવાં સદા સ્વયંને આધાર મૂર્ત સમજવા વાળી, સમય નાં આધારથી પરે સ્વયંને સમર્થ સમજી ચાલવા વાળી એવી સમર્થ આત્માઓ ને, બંધન મુક્ત આત્માઓ ને, સદા યોગયુક્ત આત્માઓ ને બાપ-દાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓથી :- પાંડવ અને શક્તિઓ બંને યુદ્ધ સ્થળ પર ઉપસ્થિત છે? યુદ્ધ કરતાં, વિજય પ્રાપ્ત કરતાં, આગળ વધતાં ચાલી રહ્યાં છો? તો વિજયી આત્માઓને સદા વિજય ની ખુશી હશે. વિજય વાળાઓને દુઃખની લહેર નહીં હોય. દુઃખ થાય છે હાર માં. વિજયી રતન સદા ખુશ અર્થાત્ હર્ષિત રહે છે. સ્વપનમાં પણ દુઃખનું દૃશ્ય ન આવે અર્થાત્ દુઃખનાં અનુભવ ની મહેસૂસતા ન આવે. સ્વપન માં પણ તો દુઃખ હોય છે. કોઈ એવું દૃશ્ય જોઈને સ્વપન પણ દુઃખનાં નથી હોતાં? જ્યારે સ્વપન પણ સુખદાયી હશે તો જરુર સાકાર માં સુખ સ્વરુપ હશે. જ્યારે તમે પોતાનાં ગુણોની મહિમા કરો છો તો કહો છો, સુખ સ્વરુપ….. કે દુઃખ પણ કહો છો? આત્માનું અનાદિ સ્વરુપ સુખ છે તો દુઃખ ક્યાંથી આવ્યું? જ્યારે અનાદિ સ્વરુપ થી નીચે આવો છો તો દુઃખ થાય છે. તો એવો અનુભવ કરો છો કે દુઃખથી કિનારો થઈ ગયો છે? બીજાનાં દુઃખની વાતો સાંભળતાં દુઃખની લહેર ન આવે કારણ કે ખબર છે દુઃખોની દુનિયા છે. તમારાં માટે દુઃખની દુનિયા સમાપ્ત થઈ ગઈ. તમારાં માટે તો કલ્યાણકારી ચઢતી કળાનો યુગ છે. તો સંકલ્પ માં પણ દુઃખની દુનિયાને છોડી ચાલ્યાં, લંગર ઊઠી ગયું છે ને? જો દુઃખ દેવાવાળા સંબંધી કે દુઃખની પરિસ્થિતિ પોતાની તરફ ખેંચે છે તો સમજો કોઈક રસ્સીઓ સૂક્ષ્મ માં રહી ગઈ છે. સૂક્ષ્મ રસ્સીઓ બધી સમાપ્ત છે કે કોઈક રહી છે? એની પરખ અથવા નિશાની છે - ‘ખિંચાવટ' (ખેંચાણ). જો બાંધેલી રસ્સીઓ છે તો આગળ વધી નહીં શકો. જો હજી સુધી દુઃખની દુનિયાનો કિનારો છોડ્યો નથી તો સંગમયુગી નહીં થયાં ને? પછી તો કળિયુગ અને સંગમ ની વચ્ચેનાં થઈ ગયાં. ન અહીંયાનાં ન ત્યાંના, એવાની અવસ્થા શું હશે? ક્યારેક ક્યાં, ક્યારેક ક્યાં. બુદ્ધિનું એક ઠેકાણું અનુભવ નહીં કરે. ભટકવું સારું લાગે છે શું? જ્યારે સારું નથી લાગતું તો ખતમ કરો. સદા પોતાનાં સુખ સ્વરુપ માં સ્થિત રહો. બોલો તો પણ સુખનાં બોલ, વિચારો તો પણ સુખની વાતો, જુઓ તો પણ સુખ સ્વરુપ આત્માને જુઓ. શરીરને જોશો તો શરીર તો છે જ અંતિમ વિકારી તત્વો નું બનેલું. એટલે સુખ સ્વરુપ આત્માને જુઓ. એવો અભ્યાસ જોઈએ, જેમ સતયુગી દેવતાઓને ‘દુઃખ’ શબ્દની ખબર પણ નહીં હોય. જો એમને પૂછો તો કહેશે દુઃખ કંઈ હોય પણ છે શું. તો તે સંસ્કાર અહીયાં જ ભરવાનાં છે. એવાં સંસ્કાર બનાવો જે દુઃખ શબ્દનું જ્ઞાન પણ ન હોય. પ્રાપ્તિનાં આધાર પર મહેનત કંઈ પણ નથી. સદા નાં સંસ્કાર બની જાય, એનાં માટે જો એક જન્મનાં થોડાંક વર્ષ મહેનત પણ કરવી પડે તો શું મોટી વાત છે? પાંચ હજાર વર્ષનાં સંસ્કાર બનાવવાં માટે થોડાં સમયની મહેનત છે.
વિઘ્ન આવે છે એમાં નુકસાન નથી, કારણકે આવે છે વિદાય લેવા માટે. પરંતુ જો અટકી જાય છે તો નુકસાન છે. આવે અને ચાલ્યાં જાય. વિઘ્ન ને મહેમાન બનાવીને બેસાડો નહીં. હવે એવો પુરુષાર્થ જોઈએ - આવ્યું અને ગયું. વિઘ્નને જો ઘડી-ઘડીનું પણ મહેમાન બનાવ્યું તો આદત પડી જશે પછી ઠેકાણું બનાવી દેશે, એટલે આવ્યું અને ગયું. અડધોકલ્પ માયા મહેમાન છે એટલે તરસ (દયા) તો નથી આવતી? હવે તરસ નહીં કરો.
હજી પણ યાદની યાત્રા નાં અનુભવ વધુ ડીપ (સઘન) રુપ માં થઈ શકે છે. વર્ણન બધાં કરે છે, યાદ માં રહે પણ છે; પરંતુ યાદથી જે પ્રાપ્તિઓ થવાની છે એ પ્રાપ્તિની અનુભૂતિ ને હજુ આગળ વધારતાં જાઓ. એમાં હવે સમય અને અટેન્શન (ધ્યાન) દેવાની આવશ્યકતા છે; જેનાંથી ખબર પડશે કે ખરેખર અનુભવ નાં સાગરમાં ડૂબેલાં છે. જેમ પવિત્રતા, શાંતિનાં વાતાવરણ ની ભાસના આવે છે, એમ શ્રેષ્ઠ યોગી લગન માં મગન રહેવા વાળા છે - આ અનુભવ થાય. નૉલેજ (જ્ઞાન) નો પ્રભાવ છે, યોગ ની સિદ્ધિ સ્વરુપ નો પ્રભાવ થાય. તે ત્યારે થશે જ્યારે તમને અનુભવ થશે. જેમ પેલાં સાગરનાં તળિયામાં જાય છે, તેમ અનુભવનાં સાગર નાં તળિયામાં જાઓ. રોજ નવો અનુભવ થાય, તો યાદની યાત્રા પર અટેન્શન રહે. અંતર્મુખી થઈને આગળ વધવું, તે હજી ઓછું છે. સેવા કરતાં પણ યાદમાં ડૂબેલાં છે - આ પ્રભાવ હમણાં નથી પડતો. સેવા કરો છો - આ પ્રભાવ છે. પરંતુ નિરંતર યોગી છે તે સ્ટેજ પર આવો. એનું ઇન્વેન્શન (આવિષ્કાર) કરવાની ધૂન માં લાગો. જે કોઈએ ન કર્યું હોય, તે હું કરું - આ રેસ કરો. યાદની યાત્રાનાં અનુભવની રેસ કરો. એનાં માટે જે યોગ શિબિર કરાવે છે, એમને ચાન્સ (મોકો) સારો છે. બીજી કોઈ ડ્યુટી (ફરજ) નથી એક જ ડ્યુટી છે. એનાથી નિર્વિઘ્ન સહજ થાઓ છો, વાતાવરણ ચેન્જ (પરિવર્તન) થાય છે. બધાં પોતાનામાં બિઝી (વ્યસ્ત), બીજા ને જોવાં, સાંભળવાની, વિઘ્નો માં કમજોર થવાની માર્જીન (અવકાશ) નથી રહેતી. એવો પ્લાન બનાવો જે દરેક પોતાનામાં ડૂબેલાં હોય, ભલે સાકાર અલૌકિક જીવનનો નશો હોય, કે પ્રાપ્તિનો. એમાં જ લવલીન (મસ્ત) રહો, વાતાવરણ માં નહીં જાઓ જે લહેર ફેલાય. અચ્છા.