Search for a command to run...
19 May 1977
આત્મ જ્ઞાન અને પરમાત્મ જ્ઞાન માં અન્તર
19 May 1977 · ગુજરાતી
સ્વયં ને સદા સ્વદર્શન ચક્રધારી અનુભવ કરો છો? ફક્ત સમજો છો કે દરેક સમયે અનુભવ થાય છે? એક હોય છે સમજવું, બીજું હોય છે સ્વરુપ માં લાવવું અર્થાત્ અનુભવ કરવો. આ શ્રેષ્ઠ જીવન ની કે શ્રેષ્ઠ નોલેજ (જ્ઞાન) ની શ્રેષ્ઠતા છે અનુભવ કરવો. દરેક વાત જ્યાં સુધી અનુભવ માં નથી લાવી તો પછી આત્મ જ્ઞાન અને પરમાત્મ જ્ઞાન માં કોઈ અંતર નથી રહેતું. આત્માઓ છે, આત્મ જ્ઞાન સંભળાવવાં અને સમજાવવા વાળી ન કે અનુભવ કરાવવા વાળી. પરમાત્મ જ્ઞાન, દરેક વાત નો અનુભવ કરાવતા ચઢતી કળા ની તરફ લઈ જાય છે. પોતે પોતાને પૂછો કે જ્ઞાન ની દરેક વાત અનુભવ માં લાવી છે? સમજવા વાળા છો, સાંભળવાં વાળા છો કે અનુભવી મૂર્ત છો? જીવનમાં અનેક પ્રકારનાં અનુભવ આત્મા ને નોલેજફુલ (જ્ઞાનમુર્ત) અને પાવરફુલ (શક્તિશાળી) બનાવે છે? કોઈપણ જ્ઞાન ની પોઇન્ટ માં પાવરફુલ નથી તો અવશ્ય તે બધાં પોઇન્ટ નાં અનુભવી મૂર્ત નથી બન્યાં. સમજવા, સમજાવવા વાળા કે વર્ણનમૂર્ત બન્યાં છો પરંતુ મનનમૂર્ત નથી બન્યાં. જેમ બીજાઓને સપ્તાહ કોર્સ માં વિશેષ સાત પોઇન્ટ્સ સંભળાવો છો, તે સાતેય પોઇન્ટ્સ સામે રાખો અને ચેક કરો કે બધાં પોઇન્ટ્સ માં અનુભવી મૂર્ત છીએ અને કઈ પોઇન્ટ્સ માં સમજવાં સુધી છીએ, કયાં પોઇન્ટ્સ માં સાંભળવાં સુધી છીએ? બાપદાદા રીઝલ્ટ (પરિણામ) ને જોતાં જાણે છે કે અનુભવી મૂર્ત બધી વાતોમાં બહુ જ ઓછાં છે. કારણ કે અનુભવી અર્થાત્ સદા કોઈપણ પ્રકાર નાં દગા થી, દુઃખ, દુવિધા થી પરે રહેશે. અનુભવ જ ફાઉન્ડેશન (પાયો) છે. અનુભવ રુપી ફાઉન્ડેશન કમજોર છે તો કોઈપણ પ્રકારનાં સ્વયંના સંસ્કાર, અન્યનાં સંસ્કાર કે માયાનાં નાનાં-મોટાં વિઘ્નો થી મજબૂર થઈ જાઓ છો, તો સિદ્ધ છે કે અનુભવનું ફાઉન્ડેશન મજબૂત નથી. અનુભવી મૂર્ત સદા સ્વયં ને સમ્પન્ન સમજતાં મજબૂરી ને મજબૂરી ન સમજી, જીવન નાં માટે મજબૂતી નો આધાર સમજશે. મજબૂરીની સ્થિતિ અપ્રાપ્તિની નિશાની છે. અનુભવી મૂર્ત સર્વ પ્રાપ્તિ સ્વરુપ છે.
એ જ પ્રકારે દુઃખ ની લહેર કે દગો ખાઈ લે છે એનું પણ કારણ માયા નાં અનેક રુપો નાં અનુભવી નથી. અનુભવી જે છે તે માયા ને બેસમજ બાળક ની જેમ સમજે છે. જેમ બેસમજ બાળકો કોઈ પણ કર્મ કરે છે તો સમજાય જાય છે કે છે જ બેસમજ, બાળકો નું કામ જ એવું હોય છે. એ જ પ્રકારે અનુભવી અર્થાત્ બુઝુર્ગ ની આગળ નાનાં બાળકો ખેલ કરે છે તો માયાની અનેક પ્રકારની લીલા ને અનુભવી મૂર્ત, બાળકો નાં ખેલ અનુભવ કરશે. અને બીજાં માયા નાં નાનાં વિઘ્ન ને પહાડ સમાન સમજશે અને સદા એ જ સંકલ્પ કરશે કે - માયા બહુજ બળવાન છે, માયા ને જીતવી બહુજ મુશ્કેલ છે. કારણ શું? અનુભવ ની કમી. એવી આત્માઓ બાપદાદા નાં શબ્દો ને લેશે, ભાવ ને નહીં સમજશે. અનુભવ નો આધાર નહીં હશે પરંતુ શબ્દો ને આધાર બનાવશે કે બાપદાદા પણ કહે છે, ‘માયાને જીતવી માસી નું ઘર નથી કે માયા પણ સર્વ શક્તિમાન્ છે. હમણાં હજી સંપૂર્ણ નથી બન્યાં - અંત માં સંપૂર્ણ બનશો.’ એવાં-એવાં શબ્દો ને પોતાનો આધાર બનાવી ચાલવાથી, આધાર કમજોર હોવાનાં કારણે વારંવાર ડગમગ થતાં રહે છે. એટલે શબ્દો ને આધાર નહીં બનાવો. પરતું બાપ નાં ભાવ ને સમજો. અનુભવ ને પોતાનો આધાર બનાવો. ડગમગ થવાનું કારણ જ છે અનુભવ ની કમી. કહેવાઓ છો ‘માસ્ટર સર્વશક્તિમાન’, ‘વિજય રત્ન’, ‘સ્વદર્શન ચક્રધારી’, ‘શિવશક્તિ પાંડવસેના’, ‘સહજ રાજયોગી’, ‘મહાદાની-વરદાની’, ‘વિશ્વ કલ્યાણકારી’, છીએ, પરંતુ જ્યારે સ્વયંના કલ્યાણ ની કોઈ વાત આવે છે, માયાજીત બનવાની કોઈ વાત આવે છે તો શું કરો છો અને શું કહો છો? જાણો છો ને કે શું કરો છો? બહુ જ મજેદાર ખેલ કરો છો. નોલેજફુલ થી બિલકુલ અજાણ બની જાઓ છો. જેમ માયા બેસમજ બાળક છે એમ માયા ને વશ થઈ, નોલેજફુલ ને ભૂલી બેસમજ બાળક નાં સમાન કરો છો. શું કરો છો? ‘એવું થોડી સમજ્યાં હતાં, આ પહેલાં ખબર હોત તો ત્યાગ ન કરત, બ્રાહ્મણ ન બનત. આટલો સામનો કરવો પડશે. સહન કરવું પડશે. દરેક વાત માં પોતાને બદલવું પડશે. મિટાવું પડશે, મરવું પડશે. આ તો ખબર જ નહોતી.’ ત્રિકાળદર્શી નોલેજફુલ હોવાં છતાં આ બહાનું, બેસમજ બાળપણ નથી? પરંતુ આ બધું શું કામ થાય છે? કારણકે બાપ નાં સદા સાથ નો અનુભવ નથી. સદા બાપ નાં સાથ નાં અનુભવી એવો કમજોરી નો સંકલ્પ પણ નથી કરી શકતાં. બાપ નાં સાથ નાં નશા નું કલ્પ પહેલા વાળું યાદગાર પણ હમણાં સુધી ગવાઈ રહ્યું છે. કયું? અક્ષોણી સેના ની સામે હોવાં છતાં, મોટાં-મોટાં મહાવીર સામે હોવાં છતાં પણ પાંડવો ને કોનો નશો હતો? બાપ નાં સાથ નો. અક્ષોણી સેના અર્થાત્ માયા નાં અનેક ભિન્ન-ભિન્ન સ્વરુપ પણ બાપ નાં સાથ થી અક્ષોણી નહીં પરંતુ એક ક્ષણ માં ભસ્મીભૂત થયેલાં જ છે. એવો નશો યાદગાર માં પણ ગવાય છે. મહાવીર ને મહાવીર નહીં સમજ્યાં, પરંતુ મરી ગયેલું મડદું સમજ્યાં. આ કોનું યાદગાર છે? બાપ ની સાથે રહેવા વાળા અનુભવી આત્માઓનું. આ કારણે કહ્યું અનુભવી ક્યારેય દગો નથી ખાતાં. મુશ્કેલી અનુભવ નથી કરતાં. અજાણ્યાં અનુભવ નથી કરતાં. કલ્પ પહેલાનાં યાદગાર ને પ્રેક્ટિકલ (વ્યવહારિક) અનુભવ કરી રહ્યાં છો કે ફક્ત વર્ણન કરો છો? બાપદાદા જ્યારે બાળકોની આવી સ્થિતિ જુએ છે, જે સ્વયનું કલ્યાણ નથી કરી શકતાં, સ્વયં ને પરિવર્તન નથી કરી શકતાં અને પોતાની કમજોરી ને બહાદુરી સમજીને વર્ણન કરે છે તો બાપ પણ સમજે છે - સમજવા વાળા છે પરંતુ અનુભવી નથી. આ કારણે નોલેજફુલ છે, પરતું પાવરફુલ નથી. સાંભળવા અને સંભળાવવા વાળા છે, પરંતુ સમજવા વાળા બાપ સમાન બનવા વાળા નથી. જે સમાન નથી તે સામનો પણ નથી કરી શકતાં. ક્યારેક મુરઝાતાં રહે ક્યારેક હર્ષાતા રહે. એટલે એકાંતવાસી બનો, અન્તર્મુખી બનો. દરેક વાત નાં અનુભવ માં સ્વયં ને સંપન્ન બનાવો. પહેલો પાઠ બાપ અને બાળક નો છે - કોનો બાળક છું? શું પ્રાપ્તિ છે? આ પહેલાં પાઠ નાં અનુભવી મૂર્ત બનો તો સહજ જ માયાજીત થઈ જશો. અલ્પ સમય અનુભવ માં રહો છો. વધારે સમય સાંભળવા અને સમજવામાં રહો છો. પરંતુ અનુભવી મૂર્ત અર્થાત્ સદા સર્વ અનુભવ માં રહેવું. સમજ્યાં? સાગર નાં બાળકો બન્યાં છો પરંતુ સાગર અર્થાત્ સંપન્ન નો અનુભવ નથી કર્યો? અચ્છા.
સદા અન્તર્મુખી અર્થાત્ હર્ષિતમુખી, માયા નાં દરેક વાર ને માખણ માં વાળ સમજી પાર કરવા વાળા, એવાં સહજયોગી, સદા બાપ નાં સાથ નો અનુભવ કરવા વાળા, સર્વ અનુભવી મૂર્તો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદી જી થી:- સાક્ષી થઈને સર્વ આત્માઓનો પોત-પોતાનો પાર્ટ જોતાં કોઈ પણ પાર્ટ ને જોઈ, ‘આવું કેમ’ ની હલચલ થાય છે? મહારથી અને ઘોડેસવાર બંનેનું વિશેષ અંતર શું છે? ઘોડેસવાર ની નિશાની શું હશે? ક્વેશ્ચનમાર્ક (પ્રશ્ન ચિહ્ન) અને મહારથીઓની નિશાની હશે ફુલસ્ટોપ (પૂર્ણવિરામ). જેમ કોઈ પણ સેના હોય છે તો એમાં આ ફર્સ્ટ (પહેલી) નંબર છે, આ સેકન્ડ (બીજો) છે, એની નિશાની હોય છે. પછી એને મેડલ (ચંદ્રક) મળે છે જેનાથી ખબર પડી જાય છે કે આ ફર્સ્ટ, આ સેકન્ડ છે. તો અનાદિ ડ્રામા માં રુહાની સેનાનાં સેનાનીઓ ને કોઈ મેડલ નથી આપતાં પરંતુ ઑટોમેટિકલી (સ્વતઃ) ડ્રામાનુસાર એમને સ્થિતિ રુપી મેડલ પ્રાપ્ત થઈ જ જાય છે. કોઈ મેડલ લગાવાતું નથી - સ્વતઃ જ લગાવેલું હોય છે. તો સંભળાવ્યું કે મહાવીર નું મેડલ હશે - ફુલસ્ટોપ. સ્ટોપ પણ નહીં ફુલસ્ટોપ. અને સેકન્ડ નંબર અર્થાત્ ઘોડેસવાર ની નિશાની - ક્યારેક સ્ટોપ, ક્યારેક ક્વેશ્ચન. વિશેષ નિશાની ‘ક્વેશ્ચન’ ની હશે. એનાથી જ સમજવું જોઈએ કે કઈ સ્ટેજ (અવસ્થા) વાળી આત્મા છે. આ નિશાની જ મેડલ છે. સ્પષ્ટ દેખાઈ આવે છે ને? દિન-પ્રતિદિન દરેક આત્મા પોતાનો સ્વયં જ સાક્ષાત્કાર કરાવતી રહે છે. ન ઈચ્છતાં પણ દરેકની સ્ટેજ પ્રમાણે સ્થિતિ દેખાતી રહે છે. સરકમસ્ટાન્સ (પરિસ્થિતિ) એવી આવશે, સમસ્યાઓ એવી એમની સામે આવશે જે ન ઇચ્છતાં પણ સ્વયં ને છુપાવી નહીં શકશે. કારણ કે હવે જેમ સમય સમીપ આવી રહ્યો છે તો સમીપ સમય નાં કારણે માળા સ્વયં જ પોતાનો સાક્ષાત્કાર કરાવશે. સ્થિતિ પોતાનો નંબર ઑટોમેટિકલી પ્રસિદ્ધ કરતી જઈ રહી છે. એવો અનુભવ થાય છે ને? કોઈ ને આગળ વધવું છે તો એને ચાન્સ જ એવો મળી જાય છે. કોઈ નો પાછળ નો નંબર છે તો ઑટોમેટિકલી સમસ્યા કે વાતો એવી સામે આવશે જેનાં કારણે સ્વતઃ આગળ વધવાની (કળા) અટકતી કળા થઈ જશે. કેટલું પણ ઈચ્છે પરંતુ આગળ વધી નહીં શકે. દીવાલ ને પાર કરવાની શક્તિ નહીં હશે. અને એનું પણ મૂળ કારણ કે શરુંઆત થી દરેક ગુણ, શક્તિ નાં પોઇન્ટનાં અનુભવી બનીને નથી ચાલ્યાં. બહુજ થોડી આત્માઓ હશે જેમનું ફાઉન્ડેશન (પાયો) અનુભવ છે. પરંતુ મેજોરીટી (અધિકતર) નો આધાર સંગઠન ને જોવું કે ફક્ત સાત્વિક જીવન પર પ્રભાવિત થવું, એક સહારો (ટેકો) સમજી ને ચાલવું કે કોઈનાં સાથ થી ઉલ્લાસ ઉમંગ થી ચાલી નીકળવું, કોઈનાં કહેવાથી ચાલી પડવું, નોલેજ સારું છે એનાં સહારે ચાલી પડ્યાં - એવાં ચાલવા વાળા નાં અનુભવ નું ફાઉન્ડેશન મજબૂત ન હોવાનાં કારણે ચાલતાં-ચાલતાં મૂંઝાય વધારે છે. પરતું નંબર તો બનવાનાં જ છે. કોઈ એવાં હમણાં પણ છે જે યોગ શીખવાડે છે પરંતુ યોગ નો અનુભવ નથી. વર્ણન કરે છે યોગ કોને કહેવાય છે, યોગ થી આ પ્રાપ્તિ થાય છે, પરંતુ યોગી જીવન કોને કહેવાય છે, એનો અનુભવ બહુ અલ્પકાળ નો છે. “ડ્રામા” કહે, પરંતુ ડ્રામા નાં રહસ્ય ને જાણી ડ્રામા નાં આધાર પર જીવન માં અનુભવ કરવો આ બહુ જ ઓછું. એવું દેખાઈ આવે છે ને? છતાં પણ બાપ કહે છે એવી આત્માઓ ને પણ સાથ આપતાં મંઝિલ સુધી તો લઈ જવાનાં જ છે ને? બાપ પોતાનો વાયદો તો નિભાવશે ને. પરંતુ સંગમયુગ ની પ્રાપ્તિ નું જે ‘શ્રેષ્ઠ ભાગ્ય’ છે એનાથી ખાલી રહી જાય છે. સહયોગ ની લિફ્ટ થી ચાલતાં રહેશે. પરંતુ જે આખાં કલ્પ માં નથી મળવાનું અને હવે મળી રહ્યું છે એનાથી વંચિત રહી જાય છે. એવાં ને જોઈ ને રહેમ પણ આવે છે, તરસ પણ આવે છે. સાગર નાં બાળકો બનીને પણ તળાવ માં નાહવાનાં અધિકારી બની જાય છે. પોતાની નાની-નાની કમજોરી ની વાતો માં સમય વિતાવવો આ તળાવ માં નાહવું થયું ને? અચ્છા.
પાર્ટીઓ થી:- બધાં સદા સાથ નો અનુભવ કરો છો? કારણ કે મુખ્ય વાત છે બાપ ને પોતાનાં સાથી બનાવવાં. જો સદા નાં સાથી બનાવશો તો માયા સ્વતઃ જ પોતાનો સાથ છોડી દેશે. કારણ કે જ્યારે જોશે કે આ આત્માઓએ મને છોડી બીજા ને સાથી બનાવી દીધાં તો કિનારે થઈ જશે. સદા બાપ નાં સાથી બનો, સેકન્ડ પણ કિનારો નહીં. જ્યારે સાથી સાથ નિભાવવા માટે તૈયાર છે પછી કિનારો કેમ કરો છો? ફાયદો પણ છે. ફાયદા વાળી વાત ક્યારે છોડી દેવાય છે શું? સાથી નો સાથ ન હોવાનાં કારણે એકલાં કરો છો એટલે મહેનત લાગે છે. બાપ નો સાથ અર્થાત્ થયેલું જ છે. કિનારો કરો તો નાની વાત પણ મુશ્કેલ લાગે. એટલે અન્તર્મુખી થઈ આ અનુભવો ની અંદર જાઓ પછી શક્તિશાળી અનુભવ કરશો.
સદા પોતાને ખુશી માં અનુભવ કરો છો? જેમ સ્થૂળ ખજાના નાં માલિક સદા ખજાના નાં નશા માં રહે, એમ ખુશી નાં ખજાના થી ભરપૂર પોતાને સમજીને ચાલો છો? સદા ખુશી નો ખજાનો કાયમ રહે છે કે ક્યારેક લૂંટાઈ જાય છે? જો ખજાનો કોઈ લૂંટી લે તો ખુશી પણ ચાલી જાય છે. ખુશી જવી અર્થાત્ ખજાના નું જવું. ખજાનો તો બાપે આપ્યો પરંતુ એને સંભાળવા વાળા નંબરવાર છે. આ ખજાનો પોતાનો છે તો પોતાની ચીજ ની કેટલી સંભાળ રાખવામાં આવે છે. નાની ચીજ ને પણ સંભાળવામાં આવે, આ તો મોટામાં મોટો ખજાનો છે. જો સંભાળતાં આવડે તો સદા સંપન્ન થશો. તો સદા ખુશીમાં રહો છો? બ્રાહ્મણ જીવન છે જ ખુશી. જો ખુશી નહીં તો કંઈ પણ નહીં. સદૈવ અટેન્શન (ધ્યાન) રાખો, રસ્તો જાણી લો કે કયાં રસ્તે થી ખજાનો લૂંટાઈ જાય છે. એ રસ્તા ને બંધ કરો પછી સદા શક્તિશાળી અનુભવ કરશો. ખજાના ને સંભાળતાં શીખો. સંભાળવાનો આધાર છે - ‘અટેન્શન’. તો સદા ખુશ રહેવાનું પોતાનાથી વચન લો. બીજાની આગળ વચન લેવાથી ટેમ્પરરી (અસ્થાયી) સમય રહે. પરંતુ સ્વયં પોતે પોતાનાથી વચન લો કે કંઈ પણ થઈ જાય પરંતુ પ્રતિજ્ઞા ને ક્યારેય નહીં તોડીએ. બાપ મળ્યાં, વારસો મળ્યો બાકી શું રહ્યું? આટલી શ્રેષ્ઠ પ્રાપ્તિ વાળા કેટલાં નશા માં રહેશે? સદા માયાજીત અર્થાત્ સદા હર્ષિત. સ્વયં અને બીજાઓની સેવા નું બેલેન્સ (સંતુલન) છે તો મહેનત ઓછી અને સફળતા વધારે થશે.