Search for a command to run...
12 Jan 1979
વરદાતા બાપ દ્વારા મળેલાં ખુશીનાં ખજાનાઓનો ભંડાર
12 January 1979 · ગુજરાતી
બાપદાદા બાળકોનાં રાજ્ય-ભાગ્ય ને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. આખી સૃષ્ટિની સર્વ આત્માઓથી કેટલી શ્રેષ્ઠ આત્માઓ છે. કેટલી સર્વ ખજાનાઓથી સંપન્ન આત્માઓ છે. આ સમયની સંપન્નતા નું ગાયન આપ શ્રેષ્ઠ આત્માઓનાં કારણે સ્થાન નું ગાયન સદા ચાલી આવી રહ્યું છે. હમણાં અંત સુધી પણ ભારતભૂમિ નું ગાયન વિદેશ માં પણ મહાન છે. સ્થાન નું મહત્વ આપ ચૈતન્ય મહાન આત્માઓનાં કારણે છે. આજ સુધી પણ અધ્યાત્મિક ખજાના માટે બધાંની નજર ભારત તરફ જ જાય છે. સ્થૂળ ધન માં ગરીબ મનાય છે પણ અધ્યાત્મિક ખજાના અવિનાશી સુખ અને શાંતિ, શક્તિ આ ખજાનામાં ભારત જ સૌથી વધારે સંપત્તિવાન ગવાય છે. તો તમારી આ સંગમયુગની સંપન્ન સ્થિતિનાં કારણે જ સ્થાન નું ગાયન છે. એટલાં ખજાનાઓથી સંપન્ન હોવ છો જે અડધોકલ્પ એ જ પ્રાપ્ત ખજાનો ચાલતો રહે છે. એટલો ખજાનો જમા થાય છે જે અનેક જન્મ ખાતા રહો છો. આવું ક્યારેય કોઈ આખાં કલ્પમાં નથી બની શકતું. સંગમયુગ સર્વ યુગોમાં નાનો યુગ હોવાનાં કારણે એની બહુ થોડી આયુ છે. જેટલું નાનું જીવન છે, નાનકડો યુગ છે એટલી કમાણી બધાં યુગો માં શ્રેષ્ઠ છે. સદા પોતાનાં ખજાનાને સ્મૃતિમાં રાખો છો? શું-શું ખજાના મળ્યાં છે, કોનાં દ્વારા મળ્યાં છે અને કેટલાં સમય સુધી ચાલવાનાં છે? બાપે ખજાના તો બધાંને એક સમાન આપ્યાં છે કોઈને એક લાખ, કોઈને હજાર નથી આપ્યાં. બધાં બાળકોને બેહદનો અખૂટ ખજાનો બાપ દ્વારા મળ્યો છે. આવાં અખૂટ ખજાનાથી સ્વયંને સદા ભરપૂર તૃપ્ત આત્મા સમજો છો! તૃપ્ત આત્મા ને સદા બાપ અને ખજાનો જ સામે રહે છે. સદા આ જ નશામાં ઝૂલતાં રહે છે - સૌથી મોટામાં મોટો ખજાનો, જે ખજાના માટે અનેક આત્માઓ અનેક પ્રકારનાં સાધનો અપનાવે છે તો પણ વંચિત છે. એ કયો ખજાનો તમને મળી ગયો છે? આજે દુનિયામાં કયાં ખજાના ની ઈચ્છા છે જે ઈચ્છાનાં કારણે આત્માઓ જ્યાં-ત્યાં ભટકી રહી છે. આપ સર્વ પાસે ફક્ત હમણાં માટે નહીં પણ અનેક જન્મો માટે પણ જમા છે - એ કયો ખજાનો મળ્યો છે?
સૌથી મોટામાં મોટો ખજાનો છે ખુશીનો ખજાનો. આ જ ખુશી માટે લોકો તડપે છે. અને તમે બધાં સદા ખુશીમાં નાચવા વાળા છો. આપ સર્વનાં યાદગાર ચિત્રમાં પણ ખુશીનો પોઝ (મુદ્રા) દેખાડેલ છે, પોતાનું ચિત્ર યાદ છે ને? અમૃતવેલા થી લઈને આ ખુશીનાં ખજાના ને વાપરો, વિચારો અને પોતાની જાત સાથે વાતો કરો. આંખ ખુલતાં કોણ સામે આવે છે? પહેલા-પહેલા સંકલ્પ માં કોનાંથી મિલન થાય છે? વિશ્વનાં રચયિતા, સર્વ ખજાનાનાં દાતા, સર્વ વરદાનોનાં દાતા બીજ થી મિલન થાય છે, જેમાં આખું વૃક્ષ સમાયેલું છે. સર્વ આત્માઓ ભિખારી બની બાપની એક સેકન્ડની ઝલક જોવાની ઈચ્છા થી કેટલાં કઠિન માર્ગ અપનાવે છે અને આપ શ્રેષ્ઠ આત્માઓ સર્વ સંબંધો થી મિલન મનાવવાનાં અનુભવો નાં શ્રેષ્ઠ ખજાના નાં અધિકારી છો. તો સૌથી પહેલી ખુશીની વાત છે અમૃતવેલા સર્વ સંબંધો થી બાપ થી મિલન મનાવવું. દુનિયા ભિખારી છે અને તમે છો બાળકો, આનાથી મોટી ખુશી બીજી કોઈ હોઈ શકે શું? તો અમૃતવેલા થી આ ખુશીનાં ખજાના ને વાપરો. વાપરવું એ જ ખજાનાની ચાવી છે.
બીજો ખુશીનો ખજાનો, એટલી સીકીલધી શ્રેષ્ઠ આત્માઓ છો જે સ્વયં ભગવાન તમને ભણાવવા માટે પરમધામ થી આવે છે. લન્ડન કે અમેરિકા થી નથી આવતાં, આ લોક થી પણ પાર જ્યાં સુધી વિજ્ઞાન વાળાઓ સપના માં પણ પહોંચી નથી શકતાં એવાં પરમધામ થી વિશેષ તમને ભણાવવાં માટે આવે છે. અને પાછાં ભણાવવાની ફી નથી લેતાં. અને પછી શિક્ષાની પ્રાલબ્ધ સ્વર્ગનું સ્વરાજ્ય સ્વયં નથી લેતાં, તમને આપે છે. તો આનાથી વધારે ખુશી બીજી શું હોય? આ સ્મૃતિ થી ખજાનાને વાપરો - આનાથી આગળ વધો.
કાર્ય કરતાં કર્મયોગી નો પાર્ટ ભજવતાં કર્મયોગી અર્થાત્ સદા બાપની સાથે રહેતાં દરેક કાર્ય કરવાવાળા. કર્મયોગી નાં સમયે પણ ભલે કોઈ પણ કર્મ કરી રહ્યાં છો. લૌકિક કે અલૌકિક પરંતુ સર્વશક્તિવાન સત્તા તમારાં સાથી અર્થાત ફ્રેન્ડ (મિત્ર) બનીને દરેક સમયે સાથ નિભાવે છે. આવાં ફ્રેન્ડ ફરી ક્યારેય મળી નથી શકતાં. ક્યારેક ફ્રેન્ડશીપ નિભાવે છે. ક્યારેક કમ્બાઇન્ડ (સંયુક્ત) યુગલ રુપ નિભાવે છે. એવું કમ્બાઇન્ડ સ્વરુપ વિચિત્ર યુગલ રુપ જે સદા તમને કહે છે - બધો બોજ મને આપી દો અને તમે સદા હલ્કા રહો. જ્યાં પણ કોઈ મુશ્કેલ કાર્ય આવે તો એ મને અર્પણ કરી દો તો મુશ્કેલી સહજ થઈ જશે. આમ કર્મયોગ નાં પાર્ટ માં સદા સાથીપણા નાં ખજાનાને અને સદા સાથ ની ખુશી નો ઉપયોગ કરો - અને આગળ વધો.
જ્યારે કાર્ય થી ખાલી (છૂટા) થઈ જાઓ તો સૌથી મોટામાં મોટું મનોરંજન નું ધન પ્રાપ્ત છે, જો તમને ફરવાની રુચિ છે કે જોવાની રુચિ છે, વાંચવાની રુચિ છે, શૃંગાર ની રુચિ છે, નૃત્ય ની રુચિ છે, રુહ-રુહાન કરવાની રુચિ છે જે પણ રુચિ છે એ બધાં મનોરંજન નાં સાધન તમારી સાથે છે. જોવા ઈચ્છો છો તો સ્વર્ગને જુઓ - સંગમયુગ ની શ્રેષ્ઠતાને જુઓ. પોતાનાં અને બાપ નાં કર્તવ્ય ની અલૌકિક કહાની નો ડ્રામા જુઓ. ફરવા ઈચ્છો છો તો ત્રણ લોક માં ફરો. શૃંગાર કરવા ઈચ્છો છો તો દરેક ગુણ નાં વિસ્તાર થી સ્વયં ને સજાવી લો. ડ્રામા જોવા ઈચ્છો છો તો પાંચ હજાર વર્ષ નો ડ્રામા જુઓ. ઈતિહાસ વાંચવા ઈચ્છા છો તો પોતાનાં ૮૪ જન્મો નો ઈતિહાસ જુઓ. રુહ-રુહાન કરવા ઈચ્છો છો તો રુહ બની રુહો નાં રચયિતા સાથે રુહ-રુહાન કરો. બીજું શું જોઈએ? આ બધાં સાધનો થી સદા પોતાને ખુશ રાખો અર્થાત્ ખજાના ને વાપરો.
ભોજન બનાવો છો, ભોજન બનાવવાનાં સમયે પહેલાં ભોગ લગાવવાનો છે અર્થાત્ પ્રિય થી પ્રિય બાપને સ્વીકાર કરાવવાનો છે - આ સ્મૃતિ થી ભોજન બનાવો કે કોને ખવડાવવાનું છે! આજકાલ ની દુનિયામાં જો કોઈ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ તમારી પાસે જમવા આવે છે, કેટલી ખુશી થાય છે પણ બાપની સામે આ બધાં શું છે! તો સદા બાપ તમારી સાથે ભોજન ખાય છે - ભક્ત બિચારાં વારંવાર ઘંટડી વગાડી-વગાડી ને થાકી જાય છે, બોલાવતાં-બોલાવતાં ભૂલી પણ જાય છે પણ બાળકોની સાથે બાપનો વાયદો છે - સદા સાથે રહેશે. તમારી સાથે જમશે, તમારી સાથે બેસશે, તો આનાથી વધારે ખુશી બીજી શું જોઈએ! તો ભોજન સમયે પણ તમારી સાથે ખાઉં આ સુવિચાર યાદ રાખો. આમ ખુશીનાં ખજાના ને વાપરો. અને આગળ વધો.
હવે દિવસ નો અંત સમય આવી ગયો અર્થાત્ રાતનો સમય આવ્યો. હવે રાત્રે શું કરશો? સૂતાં પહેલાં આખાં દિવસનાં સમાચાર ની લેણ-દેણ ભલે કમ્બાઇન્ડ રુપમાં કરો, ભલે બાપ નાં રુપમાં કરો. એક દિવસનાં સમાચાર આપો અને બીજા દિવસ નાં શ્રેષ્ઠ સંકલ્પ અને કર્મ ની પ્રેરણા લો. બધાં સમાચાર ની લેણ-દેણ કરવી અર્થાત્ હલ્કા બની જવું. જેમ રાત્રે હલ્કા વસ્ત્ર માં સુવે છે ને, એમ બુદ્ધિને હલ્કી કરવી અર્થાત્ હલ્કા વસ્ત્ર પહેરવાં. આમ તૈયાર થઈ સાથે સૂઈ જાઓ, એકલા નહીં સૂવો. એકલા હશો તો માયા તક ઝડપશે, એટલે સદા સાથે રહો. એકલા રહેવાથી ડર પણ લાગે છે, નિર્ભય પણ થઈ જશો. તમે નિર્ભય રહેશો અને માયા ડરશે. તો આવાં સદા સાથનાં ખુશીનાં ખજાના ને આખી રાત માટે વાપરો. હવે કહો આખાં દિવસ માં શ્રેષ્ઠ ખુશીનાં ખજાનાઓ પ્રાપ્ત હોવા છતાં પણ શ્રેષ્ઠ આત્મા ક્યારેય ઉદાસ થઈ શકે! કે અન્ય કોઈ મનોરંજન ની તરફ અથવા અલ્પકાળ નાં ખજાનાની તરફ આકર્ષિત થઈ શકે! આવી શ્રેષ્ઠ અર્થાત્ સંપન્ન આત્માઓ છો. તમારાં નામ થી પણ હવે અનેક ભકત અલ્પકાળ ની ખુશી માં આવી જાય છે. તમારાં જડ ચિત્રો ને જોઈ ખુશી માં નાચવા લાગે છે. એવાં ખુશનસીબ આપ સર્વ છો. ખજાના ખુબ મળ્યાં છે, હવે ફક્ત વાપરો અર્થાત્ ચાવી લગાવો. ચાવી હોવા છતાં પણ સમય પર નથી મળતી, સમય પર ખોવાઈ જાય છે એટલે સદા સામે રાખો અર્થાત્ સદા સ્મૃતિ માં રાખો. વારંવાર પોતાનાં સ્મૃતિ સ્વરુપને રિફ્રેશ (તાજું) કરો. ખજાનો શું અને ચાવી શું! દરેક કર્મમાં જેમ સંભળાવ્યું એમ વ્યવહાર માં લાવો અર્થાત્ સ્મૃતિ ને સ્વરુપ માં લાવો. સમજ્યાં - શું કરવાનું છે? અચ્છા.
એવાં સદા સર્વ ખજાનાઓથી સંપન્ન આત્માઓ, દરેક કર્મમાં બાપની સાથે સર્વ સંબંધ નિભાવવાવાળી, સદા બાપને પોતાનાં સાથી અનુભવ કરવાવાળી, સદા માયા નાં ભય થી નિર્ભય રહેવાવાળી એવી તૃપ્ત આત્માઓને, ખજાના ની માલિક આત્માઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે. ઓમ્ શાંતિ.
પાર્ટીઓ સાથે મુલાકાત (કર્ણાટક ઝોન):-
૧. સદા પોતાનું કલ્પ પહેલાવાળું સંપન્ન ફરિશ્તા સ્વરુપ સામે રહે છે? કલ્પ પહેલાં પણ અમે જ ફરિશ્તા હતાં અને હમણાં પણ અમે જ ફરિશ્તા છીએ. એવો અનુભવ થાય છે? ફરિશ્તા અર્થાત્ જેમનો એક બાપ સાથે સર્વ સંબંધ હોય. એક બાપ બીજું ન કોઈ એવો અનુભવ થાય છે કે બીજા પણ સંબંધ સ્મૃતિ માં આવે છે? જેમનાં સર્વ સંબંધ એક બાપની સાથે હશે એને બીજા બધાં સંબંધો નિમિત્ત માત્ર અનુભવ થશે. તેઓ સદા ખુશીમાં નાચવાવાળા હશે. ક્યારેય પણ થાક નો અનુભવ નહીં કરે, બાપ સમાન સ્ટેજ વાળા સદા અથક હશે, થાકશે નહીં. સદા બાપ અને સેવા એ જ લગન માં મગન હશે. તો દરેક વિઘ્ન-વિનાશક છો કે લગન અને વિઘ્ન બંને સાથે-સાથે ચાલે છે? વિઘ્નનો નાં આવવાથી થોભી જવાવાળા તો નથી ને? દરેક કલ્પ વિઘ્ન આવ્યાં છે અને દરેક કલ્પ વિઘ્ન-વિનાશક બન્યાં છો. જે દરેક કલ્પ નાં અનુભવી છે તેમને પુનરાવર્તન કરવામાં શું મુશ્કેલી! સદા એ સ્મૃતિ રહે કે અમે કલ્પ-કલ્પ નાં વિજયી છીએ. અનેકવાર કરી ચૂક્યાં છીએ હવે ફક્ત પુનરાવર્તન કરી રહ્યાં છીએ, તો સહજયોગી હોવાં જોઈએ ને. શું કરીએ, કેવી રીતે કરીએ, આ બધી કમ્પ્લેન (ફરિયાદો) થી કમ્પ્લીટ (સંપન્ન). આવી કમ્પ્લીટ આત્માઓની બધી કમ્પ્લેન સમાપ્ત થઇ જાય છે. સંપન્ન હોવું અર્થાત્ સંતુષ્ટ, અસંતુષ્ટ થવાનું કારણ છે અપ્રાપ્તિ, અપ્રાપ્તિ જ અસંતુષ્ટતા ને જન્મ આપે છે. અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ….. આ દેવતાઓનું ગાયન નથી, આપ બ્રાહ્મણોનું ગાયન છે, માસ્ટર સર્વ શક્તિવાન નો અર્થ જ છે સંપન્ન સ્વરુપ. જેવું લક્ષ હોય એવાં લક્ષણ પણ હોય છે, લક્ષ એક હોય અને લક્ષણ બીજાં હોય, લક્ષ છે સંપૂર્ણ બનવાનું અને ધારણા અર્થાત્ પ્રેક્ટિકલ (વ્યવહારિક) રુપમાં કમી છે તો અંતર થયું ને. અચ્છા - બધાં સદા હસતાં રહો છો, રડતાં તો નથી ને? રડવાવાળા બાપ નાં યુગલ ન બની શકે. શું કરું, ઈચ્છું છું તેઓ થવાં નથી દેતાં, મદદ કરો, કૃપા કરો એ પણ રડવું છે, આવાં રડવાવાળાને બાપ પોતાની સાથે કેવી રીતે લઈ જશે! સાથે ચાલવા માટે જેવાં બાપ એવાં બાળકો બનો, બાપ સમાન બનો, જે પણ કર્મ કરો પહેલાં તપાસો આ બાપ સમાન છે? બાપ સમાન નથી તો કાપી નાખો, આગળ નહીં વધો. કોઈ પણ કર્મ જો શ્રેષ્ઠ નથી સાધારણ છે તો એને પરિવર્તન કરી શ્રેષ્ઠ બનાવો, આનાથી સદા સંપન્ન અર્થાત્ બાપ સમાન બની જશો.
૨. અનેક આત્માઓની દુવાઓ પ્રાપ્ત કરવાનું સાધન સેવા:- બધાં બાપનાં સહયોગી વિશ્વ કલ્યાણકારી સમજીને દરેક કાર્ય કરો છો? જ્યારે આ લક્ષ રહે છે કે અમે વિશ્વકલ્યાણકારી છીએ તો અકલ્યાણ નું કર્તવ્ય થઈ ન શકે, જેવું કાર્ય હોય છે એવી પોતાની ધારણાઓ હોય છે, જો કાર્ય યાદ રહે તો સદા રહેમદિલ રહેશો, સદા મહાદાની રહેશો. વિશ્વ કલ્યાણકારી ની સ્મૃતિ થી સ્વયં પણ દરેક કદમ માં કલ્યાણકારી વૃતિ થી ચાલશે અને ચલાવશે. સ્વયં પ્રતિ પણ દરેક કદમ કલ્યાણકારી હોય ત્યારે વિશ્વનું કલ્યાણ થઈ શકે છે, સદા એ યાદ રહે કે નિમિત્ત માત્ર આ કાર્ય કરી રહ્યાં છીએ, હું-પણું સમાપ્ત થઈ જાય અને નિમિત્તપણું યાદ રહે, આમ સદા સેવા કરવાથી બાપની યાદ સ્વતઃ રહે છે. જેટલી સેવા કરો એટલી વિશ્વની અનેક આત્માઓ દ્વારા દુવાઓ મળે છે. આશીર્વાદ મળે છે. અચ્છા .
૩. ઈશ્વરીય નશા ની મસ્તી થી કર્માતીત અવસ્થા નો નિશાનો અતિ સમીપ:- આપ શ્રેષ્ઠ આત્માઓ જ્ઞાનસાગર બાપ દ્વારા સીધી સર્વ પ્રાપ્તિ કરવાવાળી છો, બીજી જે પણ આત્માઓ છે તેઓ શ્રેષ્ઠ આત્માઓ દ્વારા કંઈ ને કંઈ પ્રાપ્તિ કરે છે, પરંતુ તમે ડાઈરેક્ટ બાપ દ્વારા સર્વ પ્રાપ્તિ કરવાવાળા છો, આવો શ્રેષ્ઠ નશો રહે છે? જેટલો નશો હશે એટલો પોતાનો કર્માતીત અવસ્થા નો નિશાનો નજીક દેખાશે. જો નશો ઓછો હશે તો નિશાનો પણ દૂર દેખાશે. આ ઈશ્વરીય નશામાં રહેવાથી દુઃખો ની દુનિયા ને સહજ જ ભૂલી જવાય છે, તે નશા માં પણ બધું ભૂલાઈ જાય છે ને. તો આ ઈશ્વરીય નશામાં રહેવાથી સદાકાળ માટે જૂની દુનિયા ભૂલી જવાય. આ નશામાં કોઈ નુકસાન નથી, જેટલો નશો ચઢાવો એટલું સારું. એ નશાને તો વધારે પીઓ તો ખતમ થઈ જાય. અહીંયા આ નશા થી અવિનાશી બની જાઓ. જે નશામાં રહે છે એમને જોવાવાળા પણ અનુભવ કરે છે કે આ નશા માં છે, એમ તમને પણ જોઈ એ અનુભવ કરે કે આ નશા માં છે. હમણાં-હમણાં નશો ચઢ્યો હમણાં-હમણાં ઉતર્યો તો જે મજા આવવી જોઈએ એ નહીં આવે, એટલે સદા નશા માં મસ્ત રહો, આ નશા માં સર્વ પ્રાપ્તિ છે. એક બાપ બીજું ન કોઈ આ સ્મૃતિ જ નશો ચઢાવે છે. આ જ સ્મૃતિ થી સમર્થી આવી જાય.
સાંભળ્યું તો બહુ છે, હવે જે સાંભળ્યું છે એનું સ્વરુપ બની સાક્ષાત્ કરાવો. બાપદાદા બધાં બાળકોને ચૈતન્ય સાક્ષાત્કાર કરાવવાવાળી સાક્ષાત્ મૂર્તિઓ જોવા ઈચ્છે છે, જ્યારે ચૈતન્ય મૂર્તિઓ તૈયાર થઈ જશે ત્યારે આ જડ મૂર્તિઓ સમાપ્ત થઈ જશે અને આ જ ભારત બેહદનું મંદિર બની જશે, અનેક સમાપ્ત થઈને એક જ મોટું મંદિર બની જશે. અચ્છા.
૪. સંગમયુગ નાં સમયને દરેક કદમ માં પદમો ની કમાણી નું વરદાન:- સદા સ્વયંને દરેક કદમમાં પદમો ની કમાણી કરવાવાળા પદમાપદમ ભાગ્યશાળી આત્માઓ સમજો છો - તપાસો છો કે દરેક કદમ માં જમા થઈ રહ્યું છે! સંગમયુગ ને આ જ વરદાન મળેલું છે, દરેક કદમ માં પદમ જમા. તો એક સેકન્ડ પણ અથવા એક કદમ પણ જમા નથી કર્યું તો કેટલું નુકસાન થઈ ગયું, લૌકિક માં પણ જો કોઈ દિવસ કમાણી નથી થતી તો ચિંતા થાય છે, એ તો હદની કમાણી છે આ બેહદ ની કમાણી છે, હમણાનું એક કદમ પદમોની કમાણી જમા કરવાવાળો છે તો અહીંયા કેટલું અટેન્શન (ધ્યાન) જોઈએ. એટલું અટેન્શન છે કે સાધારણ કદમ ઉઠાવો છો? હવે અલૌકિક જન્મ થયો તો દરેક કદમ અલૌકિક હોવો જોઈએ, સાધારણ નહીં. જે દરેક કદમ માં પદમોની કમાણી જમા કરવાવાળા હશે એમની નિશાની શું દેખાશે? એમનાં ચહેરા થી સદા પ્રાપ્તિ ની ઝલક દેખાશે, જેમ કોઈ સ્થૂળ વસ્તુની ચમક દેખાય છે ને એમ પ્રાપ્તિ ની ઝલક ચહેરા થી દેખાશે. સંપર્કમાં આવવાવાળા પણ સમજશે કે આમને કાંઈક પ્રાપ્ત થયું છે. તેઓ સ્વયં જ આકર્ષિત થઈને તમારી સામે આવશે, તો તમારો સંપન્ન ચહેરો સેવાનાં નિમિત્ત બની જશે. બધાં સદા ખુશ રહો છો કે ક્યારેક-ક્યારેક ખુશીનો ખજાનો માયા છીનવી જાય છે, માયા નો દરવાજો બંધ છે કે ખુલ્લો છે! હવે દરવાજા માં સારી રીતે ડબલ તાળું લગાવો - સિંગલ તાળું પણ માયા ખોલી ને અંદર આવી જશે. ડબલ તાળું અર્થાત્ યાદ અને સેવા માં વ્યસ્ત રહો. જો ફક્ત યાદ માં હશો, સેવા માં નહીં તો પણ માયા આવી જશે. ડબલ તાળા માં માયા અંદર નહીં આવશે. ખટકાવશે, અંદર નહીં આવે અર્થાત્ વાર નહીં કરે. મનસા સેવા પણ ખૂબ છે, પોતાની વૃત્તિ થી વાતાવરણ ને શક્તિશાળી બનાવો. આખાં વિશ્વનું પરિવર્તન છે ને, તો વૃત્તિ થી વાતાવરણ પરિવર્તન થશે. અચ્છા.
૫. પહેલાં જન્મ ની સંપન્ન સ્ટેજ સુધી પહોંચવાનું સાધન- હાઈ જમ્પ (ઊંચી છલાંગ):- હવે પુરુષાર્થ નો સમય ગયો, કારણ કે સમયની ગતિ બહુ તીવ્ર છે, પાછળ થી આવવાવાળાએ થોડાં સમય માં બધો અભ્યાસ પૂરો કરવાનો છે. એટલે તીવ્ર પુરુષાર્થ કરી ઊંચી છલાંગ લગાવો. તીવ્ર પુરુષાર્થ માટે ફક્ત એક વાત નું અટેન્શન રાખો - પોતાની સંપૂર્ણ અવસ્થા ને સામે રાખી વર્તમાન નો પોતામેલ તપાસો - સંપૂર્ણ અવસ્થા ૧૬ કળા છે, તો ૧૬ કળાઓમાં મેં કેટલી કળાઓ ધારણ કરી, એમ તપાસતાં જાઓ, જે કમી છે એને ભરતાં જાઓ એને કહેવાય પુરુષાર્થ. અચ્છા.
વિદાય નાં સમયે:- જેમ બાપ બાળકોને જોઈને ખુશ થાય છે એમ દરેક બાળક સદૈવ ખુશીમાં નાચતો રહે. એ ખુશીનો ચહેરો વાણી થી પણ વધારે સેવા કરે છે, ચહેરો હરતો-ફરતો ચૈતન્ય મ્યુઝિયમ થઈ જાય, જેમ મ્યુઝિયમ માં ભિન્ન-ભિન્ન ચિત્ર રાખો છો, એમ ચહેરા માં બાપનાં સર્વગુણ દેખાય. મુખ ની સેવામાં તો જઈને સંભળાવવું પડે છે, ચહેરા દ્વારા ન બોલાવતાં પણ જાતે જ આવશે. તો હવે બધાં પોતાને ચૈતન્ય મ્યુઝિયમ બનાવો. જ્યારે આટલાં બધાં મ્યુઝિયમ બની જશે ત્યારે સ્વર્ગ નું ઉદ્દઘાટન થશે. બ્રહ્મા બાપ આ જ ઉદ્દઘાટન માટે રોકાયાં છે, તો જલ્દી તૈયાર થઈ જાઓ, તો જલ્દી ઉદ્દઘાટન થાય. ક્યારે ઉદ્દઘાટન કરશો? તારીખ નક્કી થઈ શકે છે કે અચાનક થશે, શું થશે?
સંગમયુગ તો સારો છે પણ બધાંને સુખ અને શાંતિ આપવાનો પણ સંકલ્પ જોઈએ, બીજાને દુઃખી જોઈ, તડપતા જોઈ દયા પણ તો આવવી જોઈએ ને. અચ્છા - ઓમ્ શાંતિ.