Search for a command to run...
21 Jan 1980
બાપ ને પ્રત્યક્ષ કરવાની વિધિ
21 January 1980 · ગુજરાતી
આજે બાપદાદા પરમાત્મ જ્ઞાન નાં પ્રત્યક્ષ સ્વરુપ અર્થાત્ પ્રેક્ટિકલ ડબલ રુપ બાળકોને જોઈ રહ્યાં છે. એક માયાપ્રૂફ, બીજું શ્રેષ્ઠ જીવન નું કે બ્રાહ્મણ જીવન નું, ઊંચે થી ઊંચુ પોતાનું અલૌકિક જીવન, ઈશ્વરીય જીવન નું પ્રૂફ. શ્રેષ્ઠ જ્ઞાન નું પ્રૂફ છે - ‘શ્રેષ્ઠ જીવન’. એવાં ડબલ પ્રૂફ બાળકોને જોઈ રહ્યાં છે. સદા પોતાને પરમાત્મ જ્ઞાનનું પ્રત્યક્ષ પ્રમાણ કે પ્રૂફ સમજવાથી સદા માયા પ્રૂફ રહેશો. જો પ્રત્યક્ષ પ્રમાણ માં કોઈ કમજોરી હોય છે તો પરમાત્મ જ્ઞાન ની પણ જે ચેલેન્જ કરો છો તેને માની નહિં શકે કારણ કે આજકાલ સાયન્સ નાં (વિજ્ઞાન) યુગ માં દરેક વાત ને પ્રત્યક્ષ પ્રમાણ કે પ્રૂફ (સબુત) દ્વારા જ સમજવા ઈચ્છે છે. સાંભળી-સંભળાવવાથી નિશ્ચય નથી કરતાં. પરમાત્મા જ્ઞાન નો નિશ્ચય કરવા માટે પ્રત્યક્ષ પ્રૂફ જોવા માંગે છે. પ્રત્યક્ષ પ્રૂફ છે આપ સૌનું જીવન. જીવનમાં પણ આ જ વિશેષતા દેખાઈ આવે જે આજ સુધી કોઈ પણ આત્મજ્ઞાની મહાન આત્માઓ કરી ન શકી હોય, બનાવી ન શકી હોય. એવી અસંભવ થી સંભવ થવાવાળી વાતો પરમાત્મ જ્ઞાન નું પ્રત્યક્ષ પ્રમાણ છે. સૌથી મોટી અસંભવ, સંભવ થવાની વાત ‘પ્રવૃત્તિ માં રહેતાં પર-વૃતિ માં રહેવું.’ પ્રવૃત્તિ માં રહેતાં આ દેહ અને દેહની દુનિયાનાં સંબંધો થી પરે રહેવું. જૂની વૃત્તિ થી પર (દુર) રહેવું અર્થાત્ પરે રહેવું, ન્યારા રહેવું. આને કહેવાય છે પર-વૃત્તિ. પ્રવૃત્તિ નહીં પરંતુ પર-વૃતિ છે. જુઓ છો દેહ ને પરંતુ વૃત્તિ માં આત્મ રુપ છે. સંપર્ક માં લૌકિક સંબંધ માં આવતા પણ ભાઈ-ભાઈ નાં સંબંધ માં રહેવું. આ જૂનાં શરીર ની આંખો થી જુની દુનિયાની વસ્તુઓ ને જોવા છતાં ન જોવી. એવાં પ્રવૃત્તિમાં રહેવા વાળા અર્થાત્ સંપૂર્ણ પવિત્ર જીવન માં ચાલવા વાળા - આને કહેવાય છે, ‘પરમાત્મ જ્ઞાન નું પ્રૂફ.’ જે મહાન આત્માઓ પણ અસંભવ સમજે છે પરંતુ પરમાત્મ જ્ઞાની અતિ સહજ વાત અનુભવ કરે છે. તેઓ અસંભવ કહે છે, તમે સહજ કહો છો. ફક્ત કહેતાં નથી પરંતુ દુનિયાની આગળ બનીને દેખાડો છો. હમણાં સુધી ભક્ત માળાનાં પહેલાં, બીજા દાણા પણ પરમાત્મા-મિલન ને ખુબ મુશ્કેલ, અનેક જન્મો નાં પછી પણ મળે કે ન મળે - એ પણ નિશ્ચિત નથી સમજતાં. એક સેકન્ડ નાં સાક્ષાત્કાર ને મહાન પ્રાપ્તિ સમજે છે. સાક્ષાત્ બાપ પોતાના બની જાય કે પોતાના બનાવી દે, આને અસંભવ સમજે છે. તેઓ ઊંચી ખજૂર છે કહીને દિલ-શિકસ્ત થઈ જાય છે. અને આપ સૌ ઊંચી ખજૂર નાં બદલે ઘરે બેઠા કલ્પ-કલ્પ નો પોતાનો અધિકાર અનુભવ કરો છો. તેઓ મળવાનું મુશ્કેલ સમજે છે અને આપ મળવાને અધિકાર સમજો છો. અધિકારી જીવન અર્થાત્ બાપનાં સર્વ ખજાના થી ભરપૂર જીવન. આ પ્રેક્ટિકલ અનુભવી જીવન પણ વિશેષ પરમાત્મ જ્ઞાન નું પ્રમાણ અર્થાત્ પ્રૂફ છે. પરમાત્મા કહેવું અર્થાત્ બાપ કહેવું. બાપ નાં સંબંધ નું પ્રૂફ છે - વારસો. આત્મજ્ઞાન નો કે મહાન આત્માઓ નો સંબંધ ભાઈ-ભાઈ નો છે. બાપ નથી તો વારસો પણ નથી. આત્મજ્ઞાની મહાન-આત્માઓ આત્મા ભાઈ-ભાઈ છે, પરમાત્મા બાપ નથી. એટલે અવિનાશી વારસો ઈચ્છવા છતાં પણ એનો અનુભવ નહીં કરી શકે. પરમાત્મ જ્ઞાન નું સહજ પ્રૂફ જીવન માં વારસા ની પ્રાપ્તિ છે. આ અવિનાશી જ્ઞાન, પ્રાપ્તિનું અનુભવી જીવન, પરમાત્મા ને પ્રત્યક્ષ કરી શકે છે. તો આ વિશેષ પ્રમાણ થઈ ગયું.
બાપ ને પ્રત્યક્ષ કરવાં - આ નવાં વર્ષ નો દૃઢ સંકલ્પ લીધો છે? બધાએ સંકલ્પ લીધો છે ને. તો પ્રત્યક્ષ કરવાનું સાધન છે ડબલ પ્રૂફ બનવું. તો ચેક કરો આ પ્રત્યક્ષ પ્રમાણ પવિત્રતા અને પ્રાપ્તિ બંને અવિનાશી છે. અલ્પજ્ઞ આત્મા અલ્પકાળ ની પ્રાપ્તિ કરાવે છે. અવિનાશી બાપ અવિનાશી પ્રાપ્તિ કરાવે છે. પરમાત્મ મિલન કે પરમાત્મ જ્ઞાન ની વિશેષતા છે જ અવિનાશી. તો અવિનાશી છો ને. તમે કહેશો પુરુષાર્થી છીએ. પરંતુ પુરુષાર્થ અને પ્રત્યક્ષ પ્રાલબ્ધ એ જ પરમાત્મ પ્રાપ્તિની વિશેષતા છે. એવું નહીં કે સંગમયુગી પુરુષાર્થી જીવન છે અને સતયુગી પ્રાલબ્ધિ જીવન છે. પરંતુ સંગમયુગ ની વિશેષતા છે - એક કદમ ઉઠાવો અને હજાર કદમ પ્રાલબ્ધ માં મેળવો. બીજા કોઈ પણ યુગ માં એકનું પદમગણું થઈને મળવાનું ભાગ્ય છે જ નહીં. આ ભાગ્યની લકીર સ્વયં ભાગ્ય વિધાતા બાપ હમણાં જ ખેંચે છે બ્રહ્મા બાપ દ્વારા. એટલે બ્રહ્મા ને ભાગ્યવિધાતા કહે છે. ગાયન પણ છે બ્રહ્માએ જ્યારે ભાગ્ય વહેંચ્યું ત્યારે સુઈ ગયાં હતાં શું? સંગમ યુગની વિશેષતા - પુરુષાર્થ અને પ્રાલબ્ધ સાથે-સાથે ની છે. વધારે જ સતયુગી પ્રાલબ્ધ થી પણ વિશેષ બાપની પ્રાપ્તિ ની પ્રાલબ્ધ હમણાં છે. હમણાંની પ્રાલબ્ધ છે - પરમાત્મા ની સાથે ડાયરેક્ટ (સીધા) સર્વ સંબંધ. ભવિષ્યની પ્રાલબ્ધ છે દેવ આત્માઓ સાથે સંબંધ. હમણાંની પ્રાપ્તિ અને ભવિષ્યની પ્રાપ્તિ નું અંતર તો સમજો પણ છો અને કહ્યું પણ હતું. તો પુરુષાર્થી નહીં પરંતુ શ્રેષ્ઠ પ્રાલબ્ધિ છે- એમ સમજીને દરેક કદમ ઉઠાવો છો? ફક્ત પુરુષાર્થી કહેવું અર્થાત્ અલબેલા બનવું અને પ્રાલબ્ધ કે પ્રાપ્તિ થી વંચિત રહેવું. પ્રાલબ્ધિ રુપને સદા સામે રાખો. પ્રાલબ્ધ જોઈને સહજ જ ચઢતી કળા નો અનુભવ કરશો. સંગમયુગ ની વિશેષતાઓનાં સદા સ્મૃતિ સ્વરુપ બનો તો વિશેષ આત્મા બની જ જશો.
ચાલતાં-ચાલતાં ઘણાં બાળકો ને માર્ગ મુશ્કેલ અનુભવ થવા લાગે છે. ક્યારેક સહજ સમજે છે, ક્યારેક મુશ્કેલ સમજે છે. ક્યારેક ખુશીમાં નાચે છે, ક્યારેક દિલ શિકસ્ત થઇ બેસી જાય છે. ક્યારેક બાપ નાં ગુણ ગાઓ અને ક્યારેક ‘શું’ અને ‘કેમ’ નાં ગુણ ગાઓ છો. ક્યારેક શુદ્ધ સંકલ્પો નાં સર્વ ખજાનાઓની પ્રાપ્તિ ની માળા સિમરણ (યાદ) કરે, ક્યારેક વ્યર્થ સંકલ્પ નાં તોફાનો વશ ‘મુશ્કેલ છે, મુશ્કેલ છે’ - આ માળા સિમરણ કરે છે, કારણ શું? ફક્ત પુરુષાર્થી સમજે છે, પ્રાલબ્ધ ને ભૂલી જાય છે. છોડવાનું શું છે - એને સામે રાખે છે અને લેવાનું શું છે એને પાછળ રાખે છે. જેમ કે છોડવા વાળી ચીજ ને પાછળ કરાય છે અને લેવા વાળી ચીજ ને આગળ. ક્યારેય પણ લેવાનાં સમયે પાછળ જવાનું ન હોય, આગળ વધવાનું હોય છે. ‘લેવાનું’ સ્મૃતિ માં રાખવું અર્થાત્ બાપ ની સન્મુખ (સામે) હોવું. છોડવાનાં ગુણ વધારે ગાઓ છો. આ પણ કર્યું, આ પણ કરવાનું છે કે કરવું પડશે, આને વધારે વિચારો છો. શું મળી રહ્યું છે કે પ્રાલબ્ધ શું બની રહી છે, એનું ઓછું વિચારો છો. એટલે વ્યર્થ નું વજન ભારે થઈ જાય છે. શુધ્ધ સંકલ્પોનું વજન હલ્કું થઈ જાય છે. તો ચઢતી કળા ની બદલે બોજ સ્વતઃ જ નીચે લઈ આવે છે અર્થાત્ પડતી કળાની તરફ ચાલ્યાં જાઓ છો. “પાના થા સો પા લિયા” (મેળવવું હતું તે મેળવી લીધું) આ ગીત ગાવાનું ભૂલી જાઓ છો. આ એક ગીત ભુલવાથી અનેક પ્રકારનાં ઘુટકા ખાઓ છો. ગીત ગાઓ તો ઘુટકા પણ ખતમ અને ઝુટકા પણ ખતમ થઇ જાય. જેમ સ્થૂળ ગીત પણ તમને જગાડે છે ને. આ અવિનાશી ગીત ગાતા રહો. “પાના થા સો પા લિયા” અને પ્રાપ્તિની ખુશીમાં નાચતા રહો. ગાતા રહો, નાચતા રહો તો ઘુટકા અને ઝુટકા ખતમ થઇ જશે. એવાં ડબલ પ્રૂફ પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા બાપ ને પ્રત્યક્ષ કરશો. આ છે પ્રત્યક્ષ કરવાની વિધિ જે હરતાં-ફરતાં પ્રત્યક્ષ પ્રમાણ રુપી ચેતન સંગ્રહાલય રુપ બની જાઓ અને હરતાં-ફરતાં પ્રોજેક્ટર બની જાઓ. ચરિત્ર-નિર્માણ પ્રદર્શન બની જાઓ તો જગ્યા-જગ્યા પર પ્રદર્શન અને મ્યુઝિયમ થઈ જશે. ખર્ચા ઓછાં અને સેવા વધું થઈ જશે. સ્વયં જ (પોતે) પ્રદર્શન બનો, સ્વયં જ ગાઈડ બનો. આજકાલ હરતી-ફરતી લાયબ્રેરી, પ્રદર્શન બનાવો છો ને. આટલા બધાં બ્રાહ્મણ હરતા-ફરતાં પ્રદર્શન મ્યુઝિયમ બની જાય તો પ્રત્યક્ષતા કેટલામાં થશે. સમજ્યાં. આ વર્ષે આટલાં બધાં ફરતાં પ્રદર્શન કે પ્રોજેક્ટર આખા વિશ્વમાં ચારે બાજુ ફેલાઈ જાય તો ઈકોનોમી ની એડવર્ટાઈઝમેન્ટ (જાહેરાત) થઈ જશે. ખર્ચો કરવો નહીં પડે પરંતુ ખર્ચો આપવા વાળા આવી જશે. ખર્ચા નાં બદલે ઈનામ મળશે.
ગુજરાત તો મોટું છે ને. સંખ્યામાં તો મોટું છે જ. હવે સાક્ષાત્ રુપમાં પણ મોટા બનીને દેખાડો. ગુજરાતની ધરતી સારી છે. જ્યાં ધરતી સારી હોય છે ત્યાં પાવરફુલ બીજ નખાય છે. પાવરફુલ બીજ છે વારીસ ક્વોલિટી નું બીજ. એવા વારીસ નાં બીજ નાખીને ફળ નીકાળો. ફળીભૂત ધરતી અર્થાત્ સૌથી શ્રેષ્ઠ ફળ આપવા વાળી. કવોન્ટીટી (સંખ્યા) તો ખુબ સારી છે. ક્વોલિટી (ગુણવત્તા) પણ છે પરંતુ વધારે કાઢો. એક-એક ક્વોલિટી વાળાએ વારીસ ગ્રુપ નું સબૂત (પ્રમાણ) આપવાનું છે. ગુજરાત માં સહજ નીકળી પણ શકે છે. હવે વિસ્તાર વધી રહ્યો છે એટલે વારીસ છુપાઈ ગયાં છે. હવે એમને પ્રત્યક્ષ કરો. સમજ્યાં - ગુજરાતે શું કરવાનું છે. બીજા સંપર્ક માં લાવે, તમે સંબંધ માં લાવો તો નંબરવન થઈ જશો. આ વર્ષનો પ્લાન પણ બતાવી દીધો. હવે વિસ્તાર માં બિઝી (વ્યસત) થઈ ગયાં છો. જેમ વેરાઈટી (વિવિધ) વૃક્ષ વધે છે તો બીજ છુપાઈ જાય છે અને અંતમાં બીજ જ નીકળે છે. વિસ્તાર માં વધુ વ્યસ્ત થઈ ગયાં છો. હવે ફરીથી બીજ અર્થાત્ વારીસ ક્વોલીટી નીકાળો. જે આદિ માં સો (તે) અંત માં કરો.
સદા ખુશીમાં નાચવા વાળા, પ્રાપ્તિ નાં ગીત ગાવા વાળા, પ્રત્યક્ષ ફળ ને અનુભવ કરવા વાળા, પોતાને પ્રત્યક્ષ પ્રમાણ બનાવીને બાપ ને પ્રત્યક્ષ કરવા વાળા, એવા ડબલ પ્રૂફ શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓની સાથે :-
૧. આ બ્રાહ્મણ જીવન નું લક્ષ જ છે નર થી નારાયણ બનવું કે લક્ષ્મી બનવું. તો સદા દિવ્ય ગુણમૂર્ત દેવતા સ્વરુપ ની સ્થિતિ માં રહેવા વાળા છો! ક્યારેય પણ પોતાનું લક્ષ ભૂલવું ન જોઈએ. સદા પોતાનું દિવ્ય ગુણધારી સ્મૃતિ સ્વરુપ - એવા રહો છો? લક્ષ્મી સ્વરુપ અર્થાત્ ધનદેવી અને નારાયણ સ્વરુપ અર્થાત્ રાજ્ય-અધિકારી. લક્ષ્મી ને ધન ની દેવી કહે છે. એ ધન નહીં પરંતુ જ્ઞાન નાં ખજાના જે મળ્યાં છે એ ધનની દેવીઓ. બધાં ધનદેવી છો ને. જે ધન દેવી હશે તે સદા સર્વ ખજાનાઓ થી સંપન્ન હશે. જ્યારથી બ્રાહ્મણ બન્યાં છો ત્યારથી જન્મસિદ્ધ અધિકાર માં શું મળ્યું? જ્ઞાન નો, શક્તિઓ નો ખજાનો મળ્યો ને. તો અધિકાર સાથે હોય છે, કે બેંક માં હોય છે? બેંક માં રાખશો તો ખુશી નહીં થશે. બેંક માં રાખવું અર્થાત્ વાપરવું નહિં, કિનારે રાખવું. જેટલું વાપરશો એટલી ખુશી વધશે. આ ખજાના ને સાથે રાખવાથી કોઈ પણ ખતરો (મુશ્કેલી) નથી, જ્યારે મહાદાની વરદાની બનવું છે તો લોકર માં કેવી રીતે રાખશો. એટલે રોજ પોતાને મળેલા ખજાનાઓને જુઓ અને યુઝ કરો (વાપરો) - સ્વ નાં પ્રતિ પણ, બીજાઓનાં પ્રતિ પણ. મહાદાની અર્થાત્ સદા અખંડ લંગર ચાલતું રહે. એક દિવસ કર્યું અને પછી એક મહિના પછી કર્યું તો મહાદાની નહીં કહેવાશે. મહાદાની અર્થાત્ સદા ભંડારો ચાલતો રહે. સદા ભરપૂર. જેમ બાપ નો ભંડારો સદા ચાલતો રહે છે ને. રોજ આપે છે. તો બાળકોનું કામ પણ છે રોજ આપવું. આ ભંડારો ખુલ્લો હશે તો ચોર નહીં આવે. બંધ રાખશો તો ચોર આવી જશે. આમ પણ જેટલા વધુ તાળા બનાવ્યાં છે એટલા વધુ ચોર થઈ ગયાં છે. પહેલાં ખુલ્લા ખજાના હતાં તો આટલા ચોર નહોતાં. તો સદા ભંડારો ખુલ્લો રહે. હમણાં સુધી જે થયું એને ફુલસ્ટોપ (પૂર્ણવિરામ). વીતી ને ચિંતન માં ન લાવો આને કહેવાય છે - તીવ્ર પુરુષાર્થ. વીતેલા નું ચિંતન કરશો તો સમય, શક્તિ, સંકલ્પ બધું વ્યર્થ થઈ જાય છે - હવે વ્યર્થ કરવાનો સમય નથી. સંગમયુગ ની બે ઘડી અર્થાત્ બે સેકન્ડ પણ વ્યર્થ કરી તો અનેક વર્ષ વ્યર્થ કરી દેશો. સંગમ ની કિંમત ને જાણો છો ને? સંગમ ની એક સેકન્ડ કેટલાં વર્ષો બરાબર છે? તો એક બે સેકન્ડ નથી ગુમાવતા પરંતુ અનેક વર્ષ ગુમાવી દીધાં. એટલે હવે ફુલસ્ટોપ લગાવો. જે ફુલસ્ટોપ લગાડવાનું જાણે છે તે સદા ભરપૂર રહેશે.
૨. સદા પોતાની શુભભાવના થી વૃદ્ધિ કરતાં રહો છો? કેવી પણ આત્માઓ હોય પરંતુ સદા દરેક આત્માનાં પ્રતિ શુભભાવના રાખો. શુભભાવના સફળતા ને પ્રાપ્ત કરાવશે. શુભભાવના થી સેવા કરવાનો અનુભવ છે? શુભભાવના અર્થાત્ રહેમદિલ. જેમ બાપ અપકારી પર ઉપકારી છે એમ જ તમારી સામે કેવી પણ આત્મા હોય પરંતુ પોતાની રહેમ ની વૃત્તિ થી, શુભભાવના થી એને પરિવર્તન કરી દો. જ્યારે વિજ્ઞાનવાળા રેતીમાં ખેતી પેદા કરી શકે છે તો શું સાયલેન્સ વાળા ધરતી નું પરિવર્તન નથી કરી શકતાં! સંકલ્પ પણ સૃષ્ટિ બનાવી દે છે. એટલે સદા ધરતી ને પરિવર્તન કરવાની શુભભાવના હોય. પોતાની ચઢતી કળા નાં વાયબ્રેશન દ્વારા ધરતીનું પરિવર્તન કરતાં રહો. સ્વ પરિવર્તન થી ધરતી પરિવર્તન થઈ જશે. ધરતી માં હળ ચલાવવા વાળા છો ને. થાકવા વાળા તો નથી ને? હળ ચલાવવા વાળા સારા અથક હોય છે, કલરાઠી (ઉજ્જડ) જમીન ને પણ હરી-ભરી કરી દે છે. હવે દિલશિકસ્ત નહીં થતાં, દિલખુશ રહેશો તો તમારી ખુશી સૌને સ્વતઃ આકર્ષિત કરશે.
૩. સદા પોતાને ‘અન-નોન (ગુપ્ત) પરંતુ વેરી વેલ-નોન’ (પ્રસિદ્ધ) યોદ્ધા સમજીને યુદ્ધ નાં મેદાન પર માયાજીત બનીને રહો છો? સાધારણ રીત થી બેઠેલાં છો, ચાલો છો, ખાઓ છો પરંતુ ચાલતાં-ફરતાં પણ માયા થી યુદ્ધ કરી વિજયી બની રહયાં છો. બહાર થી કાંઈ પણ કરી રહ્યાં છો પરંતુ અંદર માં માયા પર જીત મેળવી વિશ્વનું રાજ્ય લઈ રહ્યાં છો. તો અનનોન (ગુપ્ત) થયાં ને. જ્યારે પ્રત્યક્ષતા થશે તો બધાં અનુભવ કરશે કે આ કોણ હતાં અને શું કરી રહ્યાં હતાં. જેમની સાથે સર્વશક્તિવાન બાપ છે એમની વિજય નિશ્ચિત છે. પાંડવોના પતિ સર્વશક્તિમાન છે એટલે પાંડવ સદા વિજયી થયાં. સાથ ક્યારેય નહીં છોડતાં, એકલા થઈ જશો તો માયા વાર કરશે. બાપની સાથે રહેશો તો માયા બલિહાર થશે. માયાજીત ની આગળ માયા દાસી બનીને નમસ્કાર કરશે. માયાનાં મેળા માં, બાપ સાથીને છોડી નહીં દેતાં. જો સાથી છુટશે તો રસ્તો ભૂલી જશો. પછી ચિલ્લાવું (બુમો) પડશે. સદા માયા ને નમસ્કાર કરાવો, વાર ની અંદર નહીં આવતાં.