Search for a command to run...
23 Mar 1970
સાચી હોળી મનાવવી અર્થાત્ત વીતી વાતો ને વીતી કરવી
23 March 1970 · ગુજરાતી
બાપદાદા શું જુએ છે અને તમે બધાં શું જુઓ છો? જોઈ તો તમે પણ રહ્યાં છો અને બાપદાદા પણ જોઈ રહ્યાં છે. પરંતુ તમે શું જુઓ છો અને બાપદાદા શું જુએ છે? ફરક છે કે એક જ છે? રુહાની બાળકો ને જોતાં આજે વિશેષ શું વાત જોઈ રહ્યાં છે? દરેક ચલન (વર્તન) ની વિશેષતા હોય છે ને. તો આજે મુલાકાતમાં વિશેષ કઈ વાત જોઈ રહ્યાં છે? આજે તો વિશેષ વાત જોઈ રહ્યાં છે તેને જોઈ હર્ષિત થઇ રહ્યાં છે. બાપદાદા દરેકનાં પુરુષાર્થ ની સ્પીડ (ગતિ) અને સ્થિતિ ની સ્પિરિટ (ઉત્સાહ) જોઈ રહ્યાં છે. જેટલી-જેટલી સ્પિરિટ હશે એટલી સ્પીડ પણ હશે. તો આ જોઈને હર્ષાઇ રહ્યાં છે. સ્પીડ વધારે હોવાથી સર્વિસ ની સફળતા વધારે થશે. આજે હોળી કેવી રીતે મનાવી? (સૂક્ષ્મ વતનમાં મનાવી) વતન માં પણ કેવી રીતે મનાવી? ફક્ત વતનમાં મનાવી કે અહીંયા પણ મનાવી? ફક્ત અવ્યક્ત રુપ થી જ મનાવી? હોળી મનાવવી અર્થાત્ સદાનાં માટે આજનાં દિવસે વીતી સો વીતી નો પાઠ પાક્કો કરવો, આ જ હોળી મનાવવી છે. તમે લોકો પણ અર્થ સંભળાવો છો ને. હોલી અર્થાત્ જે વાત થઈ ગઈ, વીતી ગઈ તેને બિલકુલ ખતમ કરી દેવાની. વીતી વાત ને વીતી ગઈ સમજી આગળ વધવાનું, આ છે હોળી મનાવવી અર્થાત્ હોળી નાં અર્થ ને જીવનમાં લાવવો. દરરોજ પુરુષાર્થ ને બદલવા માટે કોઈ ને કોઈ વાત સામે રાખવાની હોય છે. તો આ પ્રતિજ્ઞા કરવી એ જ હોળી મનાવવી છે. વીતી ગયેલી વાત એવી લાગે જેમ ખુબ જૂની કોઈક જન્મ ની વાત છે. એવી વીતી ગયેલી અનુભવ થાય. જ્યારે એવી સ્થિતિ થઇ જાય છે ત્યારે પુરુષાર્થ ની સ્પીડ તીવ્ર થાય છે. પુરુષાર્થ ની સ્પીડ ને ઢીલી કરવાવાળી મુખ્ય વાત આ હોય છે - વીતી ગયેલી વાતને ચિંતનમાં લાવવી. પોતાની વીતી ગયેલી વાતો અથવા બીજાની વીતી ગયેલી વાતોને ચિંતનમાં લાવવી અને ચિત્તમાં પણ રાખવી. એક હોય છે ચિત્ત માં રાખવું બીજું હોય છે ચિંતન માં લાવવું. જે ચિત્તમાં પણ ન હોય. ચિંતનમાં પણ ન આવે. ત્રીજું હોય છે વર્ણન કરવું. તો આજનાં દિવસે બાપદાદા હોળી મનાવવાં માટે આવ્યાં છે. હોળી મનાવવાં માટે બોલાવ્યાં છે ને. તો આ રંગને પાક્કો લગાડવો, એ જ હોળી મનાવવી છે. હોળીનાં દિવસે એક તો રંગ લગાડે છે અને બીજું શું કરે છે? એક દિવસ પહેલાં પ્રગટાવે છે બીજા દિવસે મનાવે છે. પ્રગટાવ્યાં પછી મનાવે છે અને મનાવવામાં મીઠાઈ ખાય છે. અહીંયા તમે કઈ મીઠાઇ ખાશો? રંગ તો જણાવ્યું, કયો લગાડવાનો છે. હવે મીઠાઈ શા માટે ખાય છે?
જ્યારે આ રંગ લાગી જાય છે તો પછી મધુરતાનો ગુણ સ્વતઃ જ આવી જાય છે. પોતાની કે બીજાઓની વીતેલી વાતોને ન જોવાથી સરળ ચિત્ત થઈ જાય છે અને જે સરળ ચિત્ત બને છે તેનો પ્રત્યક્ષ રુપમાં કયો ગુણ જોવામાં આવે છે? મધુરતા. તેમનાં નયનો થી મધુરતા, મુખ થી મધુરતા અને ચલન થી મધુરતા પ્રત્યક્ષ રુપમાં જોવામાં આવે છે. તો આ રંગ થી મધુરતા આવે છે એટલે મીઠાઈ નો નિયમ છે. હોળી પર બીજું શું કરે છે? (મંગળ-મિલન) મંગળ મિલન નો અર્થ શું થયો? અહીંયા મંગળ મિલન કેવી રીતે મનાવશો? મધુરતા આવ્યાં પછી મંગળ મિલન શું હોય છે. સંસ્કારોનું મિલન હોય છે. ભિન્ન-ભિન્ન સંસ્કારો નાં કારણે જ એકબીજાથી દૂર થાય છે, તો જ્યારે આ રંગ લાગી જાય છે, મધુરતા આવી જાય છે તો પછી કયું મિલન હોય છે? તમે લોકો સંમેલન કરીને આવ્યાં છો ને? બાપદાદાએ આ જે ભઠ્ઠી બનાવી છે તે પછી સંસ્કાર મિલનની બનાવી છે. જ્યારે સંસ્કાર મિલન હોય, આ સંમેલન હોય ત્યારે એ સંમેલન ની પ્રત્યક્ષતા જોવામાં આવશે. તમે લોકોએ સંમેલન કર્યુ અને બાપદાદા સંસ્કારોનું મિલન કરી રહ્યાં છે. તો આ મિલનનું યાદગાર આ મંગળ મિલન છે. બાપદાદાનું બાળકો થી મિલન તો છે જ પરંતુ એકબીજામાં સૌથી મોટામાં મોટું મિલન છે સંસ્કારોનું મિલન. જ્યારે આ સંસ્કાર મિલન થઇ જશે ત્યારે જયજયકાર થશે. દેવીઓ નું ગાયન છે ને કે તે બધાને સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. કોઈને પણ રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય છે તો કોનાં થી પ્રાપ્ત કરે છે? રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરાવવાવાળી કોણ છે? દેવીઓ. જ્યારે પુરુષાર્થની વિધિ સંપૂર્ણ થઈ જાય છે ત્યારે આ સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. ક્યારેય પણ સિદ્ધિ ને પ્રાપ્ત કરવાં માટે બાપદાદા ની પાસે નહીં આવે. દેવીઓની પાસે જશે.
દેવીઓએ સ્વયં સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય છે. ત્યારે બીજાઓને રિદ્ધિ-સિદ્ધિ આપી શકે છે. તમારાં પુરુષાર્થની સિદ્ધિ ત્યારે થશે જ્યારે સંસ્કારોનું મિલન થશે. ભક્તોની સૌથી વધારે મોટી લાઈન ક્યાં લાગે છે? (દેવીઓની પાસે) જેમ હનુમાનનાં મંદિરમાં કે દેવીઓનાં મંદિરમાં વધારે ભીડ લાગે છે. એનાથી શું સિદ્ધ થાય છે? સાકાર રુપમાં પણ લાઈન કોણ જોશે? પ્રત્યક્ષતા પછી જે લાઈન લાગશે તે કોણ જોશે? બાળકો જ જોશે. બાપદાદા ગુપ્ત છે, પ્રત્યક્ષ રુપમાં બાળકો જ જોશે. તો તેનું યાદગાર પ્રત્યક્ષ રુપમાં મોટામાં મોટી લાઈન ભક્તોની, બાળકોનાં યાદગાર રુપ પર જ લાગે છે. પરંતુ આ લાઈન લાગશે ક્યારે? જ્યારે સંસ્કાર ન મળવાનો એક શબ્દ નીકળી જશે ત્યારે તે લાઈન પણ લાગશે. આ ભઠ્ઠીમાં બીજું ભણવાનું નથી પરંતુ અંતિમ સિદ્ધિ નું સ્વરુપ બનીને દેખાડવાનું છે. આ સંગઠન સંસ્કારોને મળાવવા માટે છે. કોઈ પણ વસ્તુને જયારે મળાવવામાં આવે છે તો શું કરવાનું હોય છે. સંસ્કારોને મળાવવા માટે દિલોનું મિલન કરવું પડશે. દિલનાં મિલન થી સંસ્કાર પણ મળશે તો સંસ્કારોને મળાવવા માટે ભૂલવું, મિટાવવું અને સમાવવું, આ ત્રણેય વાતો કરવી પડશે. કંઈક મિટાવવું પડશે, કંઈક ભૂલવું પડશે, કંઈક સમાવવું પડશે - ત્યારે આ સંસ્કાર મળી જ જશે. આ છે અંતિમ સિદ્ધિનાં સ્વરુપ બનવું. હવે અંતિમ સ્થિતિ ને સમીપ લાવવાની છે. એક બીજાની વાતો ને સ્વીકાર કરવી અને સત્કાર આપવો. જો સ્વીકાર કરવું અને સત્કાર આપવો આ બંનેવ વાતો આવડી જાય છે તો પછી સંપૂર્ણતા અને સફળતા બંને સમીપ આવી જાય છે. ફક્ત આ બે વાતોનું ધ્યાન આપવું, બંને વાતોને સમીપ લાવવાની છે. એકબીજાને સત્કાર આપવો, એ જ ભવિષ્ય નો અધિકાર લેવો છે. આ કોની ભઠ્ઠી છે, ખબર છે? આ ભઠ્ઠી નું નામ શું છે? તમને લોકોને તિલક નાં બદલે બીજી વસ્તુ આપે છે. બીજાઓને તિલક લગાવ્યો. આ ભઠ્ઠી ને લગાવવાની છે ચિન્દી. તિલક નાનું હોય છે, ચિન્દી મોટી હોય છે. મોટાપણા ની નિશાની ચિન્દી છે. તિલક તો નાનાં પણ લગાવે છે. પરંતુ ચિન્દી મોટાં લગાવે છે. જ્યાર થી જવાબદારીઓ પોતાની ઉપર રાખવાની હિંમત રાખે છે ત્યાર થી ચિન્દી ને ધારણ કરે છે. તો તિલક સારું કે ચિન્દી સારી? તમે બધાં સર્વનાં શુભચિંતક છો, સર્વિસએબલ (સેવાધારી) અર્થાત્ શુભચિંતક. તો આ શુભચિંતક ગ્રુપ ની નિશાની ચિન્દી છે. અને નામ છે શુભચિંતક ગ્રુપ.
તમારાં શુભચિંતક બનવાથી બધાં ની ચિંતાઓ મટે છે. તમે બધાની ચિંતાઓને મટાડવા વાળા શુભચિંતક છો. અને સ્લોગન કયું છે? જેમ તે લોકો કહે છે આત્મા સો પરમાત્મા તેમ આ ગ્રુપ નું સ્લોગન કયું છે? બાળક સો માલિક. આ સ્લોગન વિશેષ આ ગ્રુપનું છે. હવે નામ પણ મળ્યું, સ્લોગન પણ મળ્યું, કામ પણ મળ્યું, બીજું આ ભઠ્ઠીમાં શું કરવાનું છે? ભાષણ પણ આ કરવાનું છે કે સંસ્કાર મિલન કેવી રીતે થાય? આ ભઠ્ઠીમાં કમાલ આ જ કરવાની છે જે એક, અનેકો ને સંસ્કારોમાં આપ સમાન બનાવી શકો. સંપૂર્ણ સંસ્કાર, પોતાનાં સંસ્કાર નહીં. એક અનેકોને સંપૂર્ણ સંસ્કાર વાળા બનાવી લે તો શું થશે? સમાપ્તિ. સમાપ્તિ કરવાવાળું આ ગ્રુપ છે. અને પછી સ્થાપના કરવાવાળું પણ આ ગ્રુપ છે. સમાપ્તિ શું કરવાની છે? પાલના શું કરવાની છે અને સ્થાપના શું કરવાની છે? આ ત્રણેય ટોપીક (વિષય) આ ભઠ્ઠીમાં સ્પષ્ટ કરવાનાં છે. એટલે ત્રિમૂર્તિ ચિન્દી લગાવી રહ્યાં છે. સ્થાપના, પાલના, સમાપ્તિ અર્થાત્ વિનાશ.
શું-શું કરવાનું છે એને સ્પષ્ટ અને સરળ રીતે, જે પ્રેક્ટિકલ (વ્યવહાર) માં આવી શકે, વર્ણન સુધી નહીં. પ્રેક્ટિકલ માં આવી શકે અને બીજાને પણ કરાવી શકે - એવી વાતો સ્પષ્ટ કરવાની છે. પરંતુ બિંદી રુપ બનીને જ આ ત્રણેવ કર્તવ્ય સફળ કરી શકશો. એટલે તમારાં આ કર્તવ્યનાં યાદગાર માં ચિન્દી આપી રહ્યાં છે - સ્મૃતિ પણ, સ્થિતિ પણ અને કર્તવ્ય પણ, ત્રણેવ આ યાદગાર માં સમાયેલાં છે. વિશેષ ગ્રુપની વિશેષ વાતો હોય છે. આપ સર્વ હોળી મનાવવાં આવ્યાં છો કે આ ગ્રુપ ની સેરેમની (પ્રસંગ) જોવાં? આ પણ સૌભાગ્ય સમજો કે આવી શ્રેષ્ઠ આત્માઓનાં નજીક આવવાનો ડ્રામામાં પાર્ટ છે. સેરેમની જોવી અર્થાત્ પોતાને એવાં શ્રેષ્ઠ બનાવવાં. આ છે સેરેમની. એવાં પોતાને બનાવો જેમ સાકારમાં આ ગ્રુપની સમીપ આવ્યાં છો ને, એમ જ સંબંધમાં પણ સમીપ આવો. જોવાંવાળા પણ ઓછા નથી. જોવાંવાળી આત્માઓ પણ શ્રેષ્ઠ અને સમીપ છે. બાપદાદાનાં દિલ પસંદ રત્ન છે. પહેલાં કોણ આવશે? બાપદાદા તો બધાંને એક જ સ્પીડ માં જોઈ રહ્યાં છે. એટલે વન-ટુ (પહેલો-બીજો) નથી કહી શકતાં. આ સમયે બધાં એક ની યાદ માં નંબરવન જ છે.
તમે લોકો પણ જ્યારે સ્પિરિટ (ઉત્સાહ) માં અને સ્પીડ (ગતિ) માં આ ગ્રુપ નાં સમીપ આવશો ત્યારે પછી તમારી પણ સેરેમની થશે (પછી દરેક મોટી બહેનો ને બાપદાદા ચિન્દી લગાવી રુહ રુહાન કરતાં ગયાં)
\[દીદી\] :- બાળક માલિક છે એટલે સમાન બેસાડે છે, તખ્ત પર (સંદલી પર). વ્યક્ત રુપમાં તો આ સેરેમની કરી રહ્યાં છો પરંતુ અવ્યક્ત રુપમાં આ સેરેમની થાય છે? બાળકને માલિક બનાવ્યાં હવે થી તખ્તનશીન બનાવે છે. સાકારમાં હતી દિલ ની તખ્તનશીન, હવે છે સર્વિસ ની તખ્તનશીન અને ભવિષ્યમાં હોઈશ રાજ્ય તખ્તનશીન. સંગમ પર તખ્તનશીન હમણાં બને છે. ડ્રામામાં જે પાર્ટ નોંધાયેલો છે તે કેટલો રહસ્ય યુક્ત છે. આને દિન પ્રતિદિન સ્પષ્ટ સમજતાં જશો. સ્નેહ થી પણ કર્તવ્ય ક્યાંક બંધન માં બાંધે છે. જેમ સ્નેહ નું બંધન છે તેમ કર્તવ્યનું પણ બંધન છે. તો આ છે કર્તવ્ય નું બંધન. કર્તવ્યનાં બંધનમાં અવ્યક્ત રુપમાં છે. સ્નેહનાં બંધન માં સાકાર રુપમાં હતાં.
\[કુમારકા દાદી\] :- સ્વપ્નમાં પણ ક્યારેય આ વિચાર્યુ હતું કે અવ્યક્ત રુપ થી તખ્તનશીન બનાવશે. તખ્તનશીન કોણ બને છે? જે સદૈવ નશામાં છે અને નિશાનો (લક્ષ્ય) બિલકુલ એક્યુરેટ (ચોક્કસ) રહે છે. નશો અને નિશાનો, યોગ અને જ્ઞાન. એવાં બાળકો જ ત્રણેવ તખ્તનાં અધિકારી બને છે. ત્રિમૂર્તિ તખ્ત પણ છે. જો એક તખ્તનશીન બન્યાં તો ત્રણે તખ્તનાં બનશો. બાપ તખ્તનશીન બાળકો ને જુએ છે તો શું થાય છે? બાપદાદા ને પણ નશો હોય છે કે આવાં લાયક બાળકો છે.
\[જાનકી દાદી\] :- હમણાં સુધી વાણીમૂર્ત બન્યાં છો પછી બનશો સાક્ષાત્કારમૂર્ત. હમણાં વાણી થી બીજાઓને સાક્ષાત્કાર થાય છે પરંતુ પછી થશે સાયલેન્સ (શાંતિ) થી સાક્ષાત્કાર. જ્યારે બનશો તો બધાનાં મુખ થી શું નીકળશે? આ જે ગાયન છે ને કે બધાં પરમાત્માનાં રુપ છે, આ ગાયન સંગમ પર જ પ્રેક્ટિકલમાં થાય છે. ભક્તિમાર્ગ માં જે પણ વાતો ચાલી છે તેમાં સંગમની વાતો ને મિક્સ કરેલી (ભેળવેલી) છે. અંતમાં તમારી આ સ્થિતિ હોય છે, જે બધામાં સાક્ષાત્ બાપદાદાની મૂર્ત અનુભવ થશે. બધાનાં મુખથી આ જ અવાજ નીકળશે - આ તો સાક્ષાત્ બાપદાદાનાં મૂર્ત છે. સાક્ષાત્ રુપ બનવાથી સાક્ષાત્કાર થશે તો જે આ અંત નું રુપ બધામાં સાક્ષાત્ રુપ જુએ છે તેને મિક્સ કરીને કહી દે છે - બધાં પરમાત્માનાં રુપ છે. બાપનાં સમાન ને પરમાત્માનું રુપ કહી દે છે. આ બધી વાતો અહીંયાથી જ ચાલી છે તો સાક્ષાત્કાર મૂર્ત બનવાં માટે સાક્ષાત્ બાપદાદા સમાન બનવાનું છે. હવે ચેકિંગ શું કરવાની છે? સમાનતા ની ચેકિંગ કરવાની છે, તે ચેકિંગ નહીં. એ તો બાળપણ ની હતી. હવે આ ચેકિંગ કરવાની છે. જેટલી સમાનતા એટલું સ્વમાન મળશે. સમાનતા થી પોતાનાં સ્વમાન ની ઓળખ કરી શકો છો. સમાનતા ક્યાં સુધી આવી છે અને ક્યાં સુધી સમાનતા લાવવાની છે આ જ ચેકિંગ કરવાની અને કરાવવાની છે. આ પણ ટોપિક (વિષય) છે જેટલી જેમનામાં સમાનતા જુઓ એટલાં સમીપ સમજો. નજીક રત્ન ની પરખ સમાનતા છે.
\[ચંદ્રમણી દાદી\] :- તમે સુર્યમણી છો કે ચંદ્રમણી છો? ચંદ્રમણીઓ જે હોય છે તેમનું નિવાસસ્થાન ક્યાં અને સૂર્યમણીઓ જે હોય છે તેમનું નિવાસસ્થાન ક્યાં હોય છે? તમે કઈ મણી છો? (બન્ને છો) શક્તિ રુપ પણ છો અને શીતળ રુપ પણ છો. એટલે કહો છો સૂર્યમણી પણ છું અને ચંદ્રમણી પણ છું. હવે નોલેજ (જ્ઞાન) તો આવી ગયું છે પરંતુ સ્થિતિ તો નથી ને. નોલેજ થી લાઈટ (પ્રકાશ) આવી છે. હજું માઈટ (શક્તિ) નથી આવી. જ્યારે લાઈટ અને માઈટ બંનેમાં એકરસ હશો ત્યારે નંબર આઉટ (જાહેર) થશે. હમણાં બીજાઓને પણ નોલેજ ની લાઈટ આપી શકો છો, માઈટ નથી આપી શકતાં. એટલે સફળતા પણ તે અનુસાર થાય છે. બધાંને લાઈટ અર્થાત્ પ્રકાશ આવી રહ્યો છે કે આમની નોલેજ શું છે, પરંતુ લાઈટ નો પ્રભાવ ઓછો છે. અડધું કાર્ય હજું બાકી રહેલું છે. માઈટ આપવામાં નંબરવન આ બનશે. કોઈ-કોઈ નો લાઈટ આપવામાં નંબર આગળ છે. કોઈ નો માઈટ આપવામાં નંબર આગળ છે. કોઈ તો બંનેમાં છે. ત્રણ ક્વાલિટી (ગુણવત્તા) છે. (જ્યારે બાપદાદા ચિંદી પહેરાવતાં હતાં તો બધાં તાળીઓ વગાડી રહ્યાં હતાં) સતયુગ માં વાગશે શરણાઈઓ. હમણાં વાગે છે તાળીઓ.
\[નિર્મલશાંતા દાદી\] :- તનનાં રોગ પર વિજય પ્રાપ્ત કરી રહી છો. સંગમ પર તાજ, તિલક, તખ્ત અને સુહાગ-ભાગ્ય બધું મળે છે. એક જ સમય પર સર્વ પ્રાપ્તિઓ બાપદાદા કરાવે છે. જેમ એક જન્મની દેન અનેક જન્મ ચાલે છે. તેમ બાળકોએ પછી અનેક જન્મોનાં હિસાબ-કિતાબ એક જન્મમાં ચૂકતું કરવાનાં છે. આ એક જન્મનું અનેક જન્મ ચાલે છે. તે અનેક જનમોનું એક જન્મમાં ખતમ થાય છે, તો અનેક જન્મો નો હિસાબ-કિતાબ એક જન્મમાં ખતમ કરવાનાં કારણે ક્યારેક-ક્યારેક તે ફોર્સનું રુપ લઈ આવે છે. બાપદાદા આ યુદ્ધ જોતાં રહે છે તમે પણ જુઓ છો, પોતાનું કે બીજાઓનું? જ્યારે સાક્ષી થઈ જોવાં લાગી જાઓ છો તો આ વ્યાધિ બદલાઈને રમત રુપમાં થઇ જાય છે. બાપદાદા સાક્ષી થઈ જુએ પણ છે અને તેમનું સાહસ જોઈને હર્ષિત પણ થાય છે. અને સાથે-સાથે સહયોગી પણ બને છે. થાકતાં તો નથી ને. (ના) અથક બાપનાં બાળકો અથક અને અવિનાશી છો. ખબર છે હવે શું કરવાનું છે? હવે અંતમાં સાક્ષાત્કાર મૂર્ત બનવાનું છે. જેટલી સાક્ષી અવસ્થા વધારે રહેશે એટલું સમજો કે સાક્ષાત્કાર મૂર્ત બનવાવાળા છો. હવે અંતિમ પુરુષાર્થ આ રહી ગયો છે. સાક્ષાત્કાર મૂર્ત બની બાપદાદાનો સાક્ષાત્કાર અને પોતાનો સાક્ષાત્કાર કરાવવાનો છે.
\[શાંતામણી દાદી\]:- શ્રેષ્ઠતા લાવવાં માટે મુખ્ય ગુણ કયો છે? જેટલી સ્પષ્ટતા હોય એટલી શ્રેષ્ઠતા આવે છે. જે સ્પષ્ટ હોય છે તે જ સરળ અને શ્રેષ્ઠ હોય છે. સ્પષ્ટતા શ્રેષ્ઠતા ની નજીક છે અને જેટલી સ્પષ્ટતા હોય છે એટલી સફળતા પણ હોય છે. સફળતા પછી એટલી સમીપતા માં લાવે છે. સમીપ નાં રત્નો ની નિશાની શેનાથી ખબર પડશે? સમાનતા થી. બાપદાદાનાં સંસ્કારોની સમાનતા થી સમીપતા ની ખબર પડે છે. તો સમાનતા સમીપતા ની નિશાની છે. આદિ રતન છો. આદિ સો અનાદિ. જે આદિ રતન છે તે અનાદિ ગાયન યોગ્ય બને છે. કારણ કે આદિ દેવ ની સાથે મદદગાર છે. આદિ રતન જ સૃષ્ટિનાં કર્તવ્યનાં આધાર છે.
\[રતન મોહિની દાદી\] :- સ્નેહી છો કે સહયોગી છો? (બન્ને) સ્નેહી અને સહયોગી બંને સમાન છે, જેટલાં જે સ્નેહી એટલાં સહયોગી બને છે. સ્નેહી સહયોગ (આપવા) નાં સિવાય રહી નથી શકતાં. જેટલાં સ્નેહી છે એટલાં સહયોગી છે. એટલાં જ શક્તિરુપ પણ છે. જ્યારે સ્નેહ, સહયોગ અને શક્તિ ત્રણેવ ની સમાનતા હોય છે ત્યારે સમાપ્તિ થાય છે. આ સમય પર ડબલ તાજધારી છો કે ભવિષ્ય માં બનશો? સંગમ પર ડબલ તાજધારી છો? કયો ડબલ તાજ છે? એક છે સ્નેહનો, બીજો છે સર્વિસ (સેવા) નો. સર્વિસ નો તાજ જવાબદારીનો તાજ છે. તે સ્થૂળ અને તે સૂક્ષ્મ છે ને. સ્નેહ નો તાજ સૂક્ષ્મ છે. જે અહીં ડબલ તાજધારી બને છે, તે ત્યાં પણ ડબલ તાજધારી બને છે. બાપદાદા ડબલ તાજ આપે છે. નંબરવાર તાજ તો હોય છે ને. અહીંયા પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર તાજધારી જોવામાં આવશે.
\[મનોહર દાદી\] :-જેમ સાકારમાં જ્યારે અવ્યક્ત પ્રોગ્રામ ચાલતાં હતાં તો શ્રુંગાર કરી બેસતાં હતાં. આજે એ જ શ્રુંગાર કરેલાં ચિત્ર જુઓ છો. દરેક ની વિશેષતા પોત-પોતાની છે, જે વિશેષતા સમીપ લાવે છે. તમારી વિશેષતા શું છે? સર્વ થી સ્નેહી અને સર્વનાં સહયોગી બનવું - આ વિશેષતા છે. જે સર્વનાં સ્નેહી બને છે, તેમને સર્વથી સ્નેહ પણ તેમને પ્રાપ્ત થાય છે. સર્વનાં સ્નેહી પણ કોણ બને છે? જે સર્વ ત્યાગી હોય છે. જે સર્વ ત્યાગી હોય છે, તે જ સર્વનાં સ્નેહી અને સહયોગી બને છે. આવાં શ્રેષ્ઠ સંકલ્પ વાળા શ્રેષ્ઠ પદનાં અધિકારી બને છે. સંકલ્પમાં પણ સર્વનાં કલ્યાણની ભાવના હોય. ફક્ત પોતાની નહીં. એવાં જ સર્વ પ્રાપ્તિઓનાં અધિકારી બને છે. એવાં ને બાપદાદા તથા બધાંથી સત્કાર મળે છે. સત્કાર નો અધિકાર લેવો આ પણ ખૂબ મોટી વાત છે. અચ્છા.