Search for a command to run...
2 Jun 1977
સર્વ આત્માઓનાં આધારમૂર્ત,ઉદ્ધારમૂર્ત અને પૂર્વજ - “બ્રાહ્મણ સો દેવતા છે
2 June 1977 · ગુજરાતી
બાપદાદા ચારે તરફનાં બાળકોને એમનાં વિશેષ બે રુપોથી જોઈ રહ્યાં છે. તે બે રુપ કયા છે, જાણો છો? તે બે રુપ છે - એક સર્વ નાં પૂર્વજ, બીજું સર્વ નાં પૂજ્યનીય. પૂર્વજ અને પૂજ્યનીય! પૂજન ની સાથે-સાથે ગાયન યોગ્ય તો છે જ. એમ પોતાનાં બંને (રુપો) ની સ્મૃતિ રહે છે કે અમે જ સર્વ ધર્મ સ્થાપક કે સર્વ ધર્મની આત્માઓનાં પૂર્વજ છીએ? ‘બ્રાહ્મણ સો દેવતા’ અર્થાત્ આદિ સનાતન ધર્મની આત્માઓ બીજ અર્થાત્ બાપ દ્વારા ડાયરેક્ટ (સીધા) તના (થડ) નાં રુપમાં છે. સૃષ્ટિ વૃક્ષ નાં ચિત્રમાં પણ તમારું સ્થાન ક્યાં છે? મૂળ સ્થાન છે ને. તો મૂળ થડ, જેનાં દ્વારા જ સર્વ ધર્મ રુપી શાખાઓ ઉત્પન્ન થઇ છે. તો મૂળ આધાર અર્થાત્ સર્વનાં પૂર્વજ ‘બ્રાહ્મણ સો દેવતા’ છે, એવાં પૂર્વજ અર્થાત્ આદિ દેવ દ્વારા આદિ રચના છો. દરેકને પોતાનાં પૂર્વજ માટે રિગાર્ડ (આદર) અને સ્નેહ હોય છે. દરેક કર્મનો આધાર, કુળની મર્યાદાઓનો આધાર, રીત-રિવાજ નો આધાર, પૂર્વજ હોય છે. તો સર્વ આત્માઓનાં આધારમૂર્ત અને ઉદ્ધારમૂર્ત તમે પૂર્વજ છો. એવાં પોતાનાં શ્રેષ્ઠ સ્વમાન માં સ્થિત રહો છો?
પૂર્વજ નું સ્વમાન હોવાનાં કારણે પૂર્વજોનાં સ્થાન નું પણ સ્વમાન છે. કોઈપણ ધર્મ વાળા ન જાણતાં હોવાં છતાં પણ ભારતભૂમિ અર્થાત્ પૂર્વજો નાં સ્થાનને મહત્વ ની નજર થી જુએ છે. સાથે-સાથે સર્વ મહાન પ્રાપ્તિઓનો આધાર સહજયોગ કે કોઈપણ પ્રકારનાં યોગ કે આધ્યાત્મિક શક્તિની પ્રાપ્તિનું કેન્દ્ર ભારતને જ માને છે. ભારતનાં યાદગાર ગીતા શાસ્ત્ર ને પણ સર્વ શાસ્ત્રોનાં શ્રેષ્ઠ સ્વમાન નું શાસ્ત્ર માને છે. સાયન્સ અને સાયલેન્સ (વિજ્ઞાન અને શાંતિ) બંનેની પ્રેરણા આપવા વાળા ગીતા શાસ્ત્રને માને છે. પોતાનાં પૂર્વજોનાં ચિત્ર અને ચરિત્ર જોવાની અને સાંભળવાની મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે. પૂરી ઓળખ ન હોવાનાં કારણે, સ્મૃતિ ન હોવાનાં કારણે, ઈચ્છા હોવા છતાં પણ ધર્મ અને દેશની ભિન્નતા હોવાનાં કારણે, એટલા સમીપ (નજીક) નથી આવી શકતાં. આ બધી વાતોનું કારણ, એ બધાનાં પૂર્વજ તમે છો. જેમ લૌકિક રીતિમાં પણ પોતાનાં પૂર્વજો ની ભૂમિ અર્થાત્ સ્થાન થી, ચિત્રો થી, વસ્તુઓ થી, ખુબ જ સ્નેહ હોય છે, એમ જ જાણે-અજાણ્યે ભારતની જૂની વસ્તુઓ અને જૂનાં ચિત્રોનું મૂલ્ય બીજાં ધર્મ વાળાઓને હજી સુધી પણ છે.
એવાં નિમિત્ત બનેલાં પૂર્વજ આત્માઓ સદા આ મહામંત્ર યાદ રાખે છે કે જે આ સમયે પોતાનાં સંકલ્પ અર્થાત્ મન્સા, વાચા અને કર્મણા દ્વારા કર્મ કે સંકલ્પ ચાલે છે તે સર્વ આત્માઓ સુધી પહોંચે છે? મૂળ દ્વારા જ સર્વ શાખાઓને શક્તિ પ્રાપ્ત થાય છે. એમ આપ આત્માઓ દ્વારા જ સર્વ આત્માઓને શ્રેષ્ઠ સંકલ્પોની શક્તિ કે સર્વ શક્તિઓની પ્રાપ્તિ ઑટોમેટીકલી (આપોઆપ) થતી રહે છે. એટલું અટેન્શન રહે છે? પૂર્વજને જ બધાં ફૉલો કરે (અનુસરે) છે. તો જે સંકલ્પ, જે કર્મ તમે કરશો એને સ્થૂળ કે સૂક્ષ્મ રુપમાં બધાં ફૉલો કરે છે. આટલી મોટી જવાબદારી સમજીને સંકલ્પ કે કર્મ કરો છો? આપ પૂર્વજ આત્માઓનાં આધાર થી સૃષ્ટિનાં સમય અને સ્થિતિ નો આધાર છે. જેમ તમે સતોપ્રધાન છો. ગોલ્ડન એજ (સતયુગી) પ્રકૃતિ કે વાયુમંડળ આખા વિશ્વનાં સતોપ્રધાન છે. તો સમય અને સ્ટેજ (અવસ્થા) નો આધાર, પ્રકૃતિ નો આધાર આપ પૂર્વજ નાં ઉપર છે. એવું નહીં સમજો કે અમારા કર્મ નો આધાર ફક્ત પોતાનાં કર્મો નાં હિસાબ થી પ્રારબ્ધ પ્રતિ છે. પરંતુ પૂર્વજ આત્માઓનાં કર્મો ની પ્રારબ્ધ સ્વયંની સાથે-સાથે સર્વ આત્માઓની અને સૃષ્ટિ ચક્રની સાથે સંબંધિત છે. એવી મહાન આત્માઓ છો? એવું સ્મૃતિમાં રહેવાથી સદા સ્વતઃજ અટેન્શન (ધ્યાન) રહેશે. કોઈપણ પ્રકારનું અલબેલાપણું નહીં આવે. સાધારણ કે વ્યર્થ સંકલ્પ કે કર્મ નહીં થાય. સદા આ શ્રેષ્ઠ પોઝીશન (સ્થિતિ) માં રહો તો માયા ઓપોઝીશન (વિરોધ) નહીં કરે. તમારી પોઝીશન ની આગળ તે પણ નમસ્કાર કરશે. પાંચ વિકાર અને પાંચ તત્વ તમારી આગળ દાસ રુપમાં બની જશે અને તમે પાંચ વિકારો ને ઓર્ડર (આદેશ) કરશો કે અડધા કલ્પ માટે વિદાય લઈ લો તો તે વિદાય લઈ લેશે. પ્રકૃતિ સતોપ્રધાન સુખદાયી બની જશે. જો પૂર્વજની પોઝીશન થી સંકલ્પ દ્વારા ઓર્ડર કરશો તો તે ન માને, એ થઇ નથી શકતું અર્થાત્ પ્રકૃતિ પરિવર્તન માં ન આવે અને પાંચ વિકાર વિદાય ન લે - આ થઇ નથી શકતું. સમજ્યાં! એવું શ્રેષ્ઠ સ્વમાન બાપ ચારેય તરફ નાં મહાવીર બાળકોને આપી રહ્યાં છે. નંબરવાર તો બધાં છે જ. અચ્છા.
એવા સર્વનાં આધારમૂર્ત, માયા અને પ્રકૃતિનાં પણ બંધનો થી મુક્ત, સદા અધિકારી સદા પોતાની પૂર્વજ ની પોઝીશન માં સ્થિત રહેવા વાળા, પોતાનાં દરેક સંકલ્પ અને કર્મ દ્વારા સર્વ આત્માઓને શ્રેષ્ઠ અને શક્તિશાળી બનાવવાનાં નિમિત્ત સમજવા વાળા, એવાં માસ્ટર રચતા, માસ્ટર સર્વશક્તિમાન્, નોલેજફુલ આત્માઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
નિર્મલશાન્તા દાદી થી:- સ્વયંને પૂર્વજ સમજો છો? હમણાં વિદેશ માં પણ નિમિત્ત દાદી ગઈ છે તો શેનાં માટે ગઈ છે? સર્વ ધર્મ વાળાઓ પોતાનાં પૂર્વજની નજર થી જોશે. ભાસના આવશે, વાયબ્રેશન (પ્રકંપન) આવશે કે આ આત્માઓ અમારાં સંબંધી છે. અમારાં છે. પરંતુ કેવાં છે, તે જ્યારે સંપર્ક માં આવશે તો સમજી શકશે. પરંતુ વાયબ્રેશન જરુર આવશે. દરેક સ્થાન ઉપર ઊંચી નજર થી, ઉંચ્ચ આત્માઓની ભાવના થી વાયબ્રેશન દ્વારા, દૃષ્ટિ દ્વારા કંઈ પ્રાપ્ત થઈ જાય, એ ભાવના થી જોશે. અને જોઈ પણ રહ્યાં છે. જાણે વાદળો ની વચ્ચે છુપાયેલો ચંદ્ર આકર્ષિત કરી રહ્યો છે. એ રીતે બહુજ શ્રેષ્ઠ વસ્તુ કે શ્રેષ્ઠ વ્યક્તિ છે - એવો અનુભવ કરશે. પરંતુ નોલેજ (જ્ઞાન) ન હોવાનાં કારણે વાદળો ની વચમાં હમણાં અનુભવ કરશે. વાદળો ની વચમાં થોડી કિરણો થોડી શીતળતા નજર આવશે અને આકર્ષણ થશે સ્પષ્ટ મેળવવાં માટે. તો પૂર્વજોની પ્રત્યક્ષતા ની સેવા અર્થ નિમિત્ત બની રહ્યાં છે, કોઈ સાકાર માં કોઈ આકાર માં. પરંતુ સદા એક બીજાનાં સહયોગી છો - એવું છે ને? તમે બધાં પણ સ્વયં ને સહયોગી સમજો છો ને? નિમિત્ત તો એક જ બને છે પરંતુ સાક્ષાત્કાર તો શક્તિ સેના નો થશે કે એક નો થશે? જેમ બાપ દ્વારા બાળકોનો સાક્ષાત્કાર થાય છે, બાળકો દ્વારા બાપ નો થાય છે, એમ જ નિમિત્ત એક આત્મા દ્વારા સર્વ સહયોગી આત્માઓનો પણ સાક્ષાત્કાર થાય છે. જો બધાં ત્યાં ચાલ્યાં જાય તો બાકી અહીં કોને જોવાં આવશે? સાંભળશે, બીજાં પણ આવાં છે તો આકર્ષણ થશે. બધી વસ્તુ એકવાર માં થોડી દેખાડાય છે. સોદાગર પણ હોય છે તો બધી વસ્તુ એક જ વાર માં બહાર કાઢી દે છે શું? એક-એક વાત નું મહત્વ રાખતાં જઈ પછી એને આગળ કરે છે. ડ્રામાનુસાર દરેક રતન ની વેલ્યુ (કિંમત) અલગ-અલગ સમય અને અલગ-અલગ સ્ટેજ (સ્થાન) પર પ્રત્યક્ષ થાય છે. એટલે ચારે તરફ યાદગાર મંદિર બનેલાં છે. ફક્ત એક સ્થાન પર છે શું? પછી તો એક જ સ્થાન પર બધાનાં મંદિર બની જાય. પરંતુ દરેક રતનનું દરેક સ્થાન ભિન્ન-ભિન્ન સેવા નાં મહત્વનું છે, એટલે ચારે તરફ મંદિર છે. ચારે તરફ યાદગાર છે ને. ગામ માં પણ યાદગાર હશે. એવું કોઈ નહીં હશે જ્યાં આપ પૂર્વજોનું યાદગાર ન હોય. છે કોઈ એવું ગામ?
દીદીજી થી:- તમારું વિમાન તેજ છે કે દાદીનું? એમનું વિમાન તો સ્થૂળ છે અને તમારું? તે છે સાયન્સ નું વિમાન અને તમારું સાયલેન્સ નું (શાંતિ). સાયન્સ નો રચતા છે સાયલેન્સ. સાયલેન્સ ની શક્તિ થી જ સાયન્સ નીકળ્યું છે. રચતા તો પાવરફુલ હોય છે ને! જેમ નિમિત્ત બનેલી સાથી વિશેષ આ સમયે કઈ સ્થિતિ માં સ્થિત છે? સાક્ષાત્કાર કે વરદાની મૂર્ત, મહાદાની મૂર્ત છે, જે પણ ખજાનાં છે એને (મહાદાની મૂર્ત) બાપ થી શક્તિ લેતાં સહજ સ્વયંની શક્તિ દ્વારા સર્વ ને સંકલ્પ દ્વારા વાઈબ્રેશન દ્વારા લાઈટ-માઇટ (જ્ઞાન-શક્તિ) નો અનુભવ કરાવવો આ વરદાન છે. તો જેમ નિમિત્ત એક રતન બન્યું એમ બીજાં પણ રતન બનશે. વિશેષ આ સેવાનું કંગન બાંધવું જોઈએ. ત્યારે જ સર્વિસ નો નવો મોડ (રસ્તો) પ્રેક્ટિકલ (વ્યવહાર) માં દેખાશે. નિમિત્ત બનેલી આત્માઓ જે પડદા ની અંદર છે, તે સ્ટેજ પર આવવાની હિંમત દેખાડશે ત્યારે તો નવો મોડ થશે. પૂરો સમય પૂર્વજ ની પોઝીશન પર સ્થિત થઈ, સ્વયંને તના સમજી સર્વ શાખાઓ (ડાળીઓ) ને શક્તિઓનું જળ આપો. નહીં તો જે સૂકાયેલી છે, એમને પછી ફરીથી તાજી બનાવો. અચ્છા.
પાર્ટીઓથી :- દરેક સ્વયંને વિશ્વ કલ્યાણકારી સમજતાં, દરેક સંકલ્પ અને કર્મ દ્વારા વિશ્વનું કલ્યાણ થાય, એવાં સંકલ્પ કે કર્મ કરો છો? જ્યારે દરેક સંકલ્પ શ્રેષ્ઠ હશે ત્યારે જ સ્વયનું અને વિશ્વનું કલ્યાણ થશે. પોતાની ડ્યુટી (ફરજ) સદા સ્મૃતિમાં રહેવી જોઈએ કે હું વિશ્વ કલ્યાણની ઇન્ચાર્જ છું. ઈન્ચાર્જ પોતાની ડ્યુટીને નથી ભૂલતાં. લૌકિક રીતે પણ કોઈ ડયુટી વાળા પોતાની ડ્યુટીને સારી રીતે ન સંભાળે તો એને શું કરે છે? (કાઢી મૂકે છે) અહીં કોઈને પણ કાઢી નથી મૂકતાં પરંતુ સ્વતઃ જ નીકળી જાય છે. ત્યાં પગાર કાપી નાખશે કે વોર્નિંગ (ચેતવણી) આપશે કાઢવાની, પણ અહીંયા જો પોતાની ડ્યુટી ઠીક નથી બજાવતાં તો ડ્રામા અનુસાર પ્રાપ્તિનો પગાર કપાઈ જ જાય છે, ખુશી ઓછી થઈ જાય, શક્તિ ઓછી થઈ જાય. સ્વતઃ જ અનુભવ કરે છે કે શું ખબર ખુશી ઓછી કેમ થઈ ગઈ? કારણ શું હશે? કોઈ ન કોઈ પ્રકારથી પોતાની ડ્યુટી યથાર્થ રીતે બજાવતાં નથી. કંઈક મિસ (ચૂક) જરુર કરે છે. તો ડ્યુટી પર સારી રીતે લાગેલાં છો? વિશ્વ કલ્યાણ નાં સિવાય બીજો કોઈ સંકલ્પ ચાલે, આ થઇ નથી શકતું. જો ચાલે છે તો ડ્યુટી પૂરી થઈ છે શું? તો પોતાની ડ્યુટી પર સદા કાયમ રહો છો? કે હદની જવાબદારી નિભાવતાં આ અલૌકિક જવાબદારીને ભૂલી જાઓ છો? સદા આ નિશ્ચય રહે કે હું વિશ્વ કલ્યાણકારી છું, જેટલો નિશ્ચય એટલો નશો. જો નશો ઓછો તો સેવા પણ ઓછી કરશો. એટલે સદા ડ્યુટી પર એક્યુરેટ (ચોક્કસ) રહો. જે ડ્યુટી પર એક્યુરેટ રહે છે એને બધાં ઈમાનદાર ની નજર થી જુવે છે. ફેથફુલ (ઈમાનદાર) ની નજર થી જુએ છે ને. બાપ પણ સમજે છે જે એક્યુરેટ પોતાની સેવામાં રહે છે, તે જ બાપનાં ફેથફુલ છે. એક હોય છે બાપનાં નિશ્ચય માં પૂર્ણ, પરંતુ બાપનાં નિશ્ચય ની સાથે-સાથે સેવામાં પણ ફેથફુલ. આ પણ સબ્જેક્ટ (વિષય) છે ને. જેમ જ્ઞાન નો સબ્જેક્ટ છે એમ સેવા નો પણ સબ્જેક્ટ છે. તો એમાં ફેથફુલ જ નંબર આગળ લઇ શકે. નંબર ટોટલ (કુલ) માર્કસ નાં હોય છે. પરંતુ બીજાંની સેવા કરતાં સ્વયંની પણ સેવા કરો, એવું નહીં કે પોતાની સેવા કરતાં બીજાંની ભૂલી જાઓ કે બીજાંની કરતાં પોતાની ભૂલી જાઓ - બંનેનું બેલેન્સ (સંતુલન) જોઈએ. એવાંને કહેવાય છે વિશ્વ-કલ્યાણકારી. તો આત્મ-જ્ઞાની પણ છો, પરંતુ વિશ્વ-કલ્યાણકારી બાપ દ્વારા નિમિત્ત બાળકો જ થઈ શકે. તો માતાઓ અને શક્તિ સેના, શક્તિ રુપથી સેવામાં ઉપસ્થિત રહો છો? સ્વયંની કમજોરી હશે તો સેવામાં પણ કમજોરી થઈ જશે. એટલે શક્તિ સ્વરુપ થઈ સેવા કરો ત્યારે સફળતા થાય. પોતાને સાધારણ માતા નહીં સમજો, જગત માતા સમજો. જગત માતા અર્થાત્ વિશ્વ કલ્યાણકારી.
પાંડવ પણ મહાવીર સમજી સેવામાં ઉપસ્થિત છો? મહાવીર મુશ્કેલ ને સહજ બનાવે, યાદગાર જોયું છે ને, સંજીવની બુટી લાવવી કેટલું મુશ્કેલ હતું, પરંતુ આખો પહાડ જ લઈ આવ્યાં. મહાવીર અર્થાત્ પહાડ ને રાઈ બનાવવા વાળા. એવાં મહાવીર બની સેવાનાં સ્ટેજ (મંચ) પર આવો. જેવી સ્ટેજ (અવસ્થા) હશે એવો રિસ્પોન્ડ (પ્રતિસાદ) મળશે. એક્ટર (અભિનેતા) જ્યારે કોઈ એક્ટ (અભિનય) કરે છે તો જો સ્ટેજ સારું હશે તો એક્ટ ની પણ વેલ્યુ (કિંમત) થશે. તો ચેક કરો કે દરેક એક્ટ કરતાં સ્ટેજ (સ્થિતિ) કઈ રહે છે? પાવરફુલ (શક્તિશાળી) સ્ટેજ રહે છે કે ફક્ત એક્ટ કરતાં રહો છો? સ્ટેજ પર સ્થિત રહીને દરેક ઍક્ટ કરો પછી જુઓ કેટલી સફળતા મળે છે.
મધુબન નિવાસી:- બધાં નિર્વિઘ્ન છો ને? અખંડ યોગી છો? યોગ ક્યારેક ખંડન તો નથી થતો? જેનાંથી પ્રીત હોય, તે પ્રીત ની રીત નિભાવવા વાળા અખંડ યોગી હોય છે. આજકાલ જે મહાન આત્માઓ પણ કહેવાય છે એમનાં નામ પણ છે અખન્ડાનંદ. પરંતુ બધામાં અખંડ સ્વરુપ તો આપ છો ને! આનંદ માં પણ અખંડ, સુખ માં પણ અખંડ….. બધામાં અખંડ છો? વાતાવરણ અને વાયબ્રેશન નો પણ સહયોગ છે, ભૂમિનો પણ સહયોગ છે, તો મધુબન નિવાસીઓ માટે સહજ છે - ફક્ત સંગદોષ માં ન આવો, બીજું - બીજાનાં અવગુણો ને જોતાં સાંભળતાં ડોન્ટ કેર (દરકાર ન કરો). તો આ વિશેષતા થી અખંડ યોગી બની શકો. જો કોઈનાં સંગદોષ માં આવી જાઓ કે અવગુણ જુઓ તો યોગ ખંડિત થાય. જે અખંડ યોગી નહીં તે પૂજ્ય નથી થઈ શકતાં, જો યોગ ખંડિત થાય તો થોડા સમય માટે પૂજ્ય થશો; સદા નાં પૂજ્ય બનવું છે ને. અડધો કલ્પ સ્વયં પૂજ્ય-સ્વરુપ, અડધો કલ્પ જડ ચિત્રો નું પૂજન. એવાં છો? અચ્છા.