Search for a command to run...
5 Jun 1977
અલૌકિક જીવન નું કર્તવ્ય જ છે - વિકારી ને નિર્વિકારી બનાવવાં
5 June 1977 · ગુજરાતી
સદા સ્વયંને બાપદાદા નાં સહયોગી વિશ્વ પરિવર્તન નાં કાર્યમાં, એવી જ લગન માં લાગેલાં સમજીને ચાલો છો? જે બાપદાદા નું કાર્ય, એ જ અમારું - આ સ્મૃતિ રહે છે? જેમ બાપ સર્વ શક્તિઓ અને ગુણોનાં સાગર છે, એમ સ્વયંને પણ સંપન્ન અનુભવ કરો છો? સ્વયનાં કમજોર સંકલ્પ અને સંસ્કારો નું પરિવર્તન કરવાની શક્તિ માં સમર્થી આવી છે? કારણકે જ્યાં સુધી સ્વયં પરિવર્તન કરવાની શક્તિ માં સમર્થ નહીં હશો, તો વિશ્વને પણ પરિવર્તન નહીં કરી શકો. તો સ્વયંને જુઓ કે હજી ક્યાં સુધી પરિવર્તન થયું છે. સંકલ્પ માં, વાણી માં, કર્મ માં કેટલાં પર્સન્ટ (ટકા) માં ‘લૌકિક થી અલૌકિક’ થયા છો. પરિવર્તન છે જ - ‘લૌકિક થી અલૌકિક’ થવું. તો આ શક્તિ અનુભવ થાય છે? કોઈપણ લૌકિક વસ્તુ કે વ્યક્તિ ને જોતાં અલૌકિક સ્વરુપ માં પરિવર્તન કરતાં આવડે છે? દૃષ્ટિ ને, વૃત્તિ ને, વાયબ્રેશન ને, વાયુમંડળ ને લૌકિક થી અલૌકિક બનાવવાનો અભ્યાસ છે? જ્યારે બ્રાહ્મણો નો જન્મ જ અલૌકિક છે તો જેવો અલૌકિક જન્મ, અલૌકિક બાપ, અલૌકિક પરિવાર, એવાં જ કર્મ પણ અલૌકિક છે? બ્રાહ્મણ જીવનનું વિશેષ કર્મ જ છે - લૌકિક ને અલૌકિક બનાવવું. પોતાનાં જન્મ નાં કર્મનું અટેન્શન (ધ્યાન) રહે છે? ફક્ત આ લૌકિક ને અલૌકિક બનાવવાનો પુરુષાર્થ જ સર્વ સમસ્યાઓથી, સર્વ કમજોરીઓથી મુક્ત કરી શકે છે.
અમૃતવેલા થી રાત સુધી જે પણ જુઓ છો, સાંભળો છો, વિચારો છો કે કર્મ કરો છો, એને લૌકિક થી અલૌકિક માં પરિવર્તન કરો. આ પ્રેક્ટિસ (અભ્યાસ) છે ખુબ સહજ, પરંતુ અટેન્શન રાખવાની આવશ્યકતા છે. જેમ શરીરની ક્રિયાઓ - ખાવું-પીવું-ચાલવું સ્વતઃજ સહજ રીતે કરતાં રહો છો, તો શરીરની ક્રિયાઓની સાથે-સાથે આત્માનો માર્ગ, આત્માનું ભોજન, આત્માનો પુરુષાર્થ અર્થાત્ ચાલવું, આત્માનું ટહેલવું (ચાલવું), આત્મા રુપનું જોવું કે આત્મા રુપનું વિચારવું શું છે - આ સાથે-સાથે કરતાં ચાલો તો ‘લૌકિક થી અલૌકિક’ જીવન સહજ અનુભવ કરશો. કોઈ પણ લૌકિક વ્યવહાર ને નિમિત્ત-માત્ર કરતાં, પોતાનાં લૌકિક કાર્યનું આકર્ષણ કે બોજ પોતાની તરફ ખેંચશે નહીં. એવો અનુભવ કરશો જાણે લૌકિક કાર્ય હોવાં છતાં અલૌકિક કાર્યનાં કારણે ડબલ (બમણી) કમાણી નો અનુભવ થશે. અલૌકિક સ્વરુપ છે જ ટ્રસ્ટી, ટ્રસ્ટી બનીને કાર્ય કરવાથી, શું થશે? કેવું થશે? આ બોજ સમાપ્ત થઈ જશે. અલૌકિક સ્વરુપ અર્થાત્ કમળ પુષ્પ સમાન. કેવું પણ તમોગુણી વાતાવરણ હશે, વાયબ્રેશન હશે, પરંતુ સદા કમળ સમાન. લૌકિક કીચડ માં રહેવા છતાં પણ ન્યારા અર્થાત્ આકર્ષણ થી પરે અને સદા બાપ નાં પ્યારા અનુભવ કરશો. કોઈપણ પ્રકાર નાં માયાવી અર્થાત્ વિકારો ને વશીભૂત વ્યક્તિનાં સંપર્ક થી સ્વયં વશીભૂત નહીં થાઓ. કારણકે પોતાનું અલૌકિક કાર્ય સદા સ્મૃતિ માં રહેશે કે વશીભૂત આત્માઓને બંધનયુક્ત થી બંધનમુક્ત બનાવવાં, વિકારી થી નિર્વિકારી બનાવવાં અર્થાત્ લૌકિક થી અલૌકિક બનાવવાં - આ જ અલૌકિક જીવનનું અમારું કાર્ય અર્થાત્ કર્તવ્ય છે. વશીભૂત આત્માને છોડાવવા વાળા સ્વયં વશીભૂત થઇ ન શકે.
અમે બધાં એક બાપ ની સંતાન રુહાની ભાઈ છીએ - આ અલૌકિક દૃષ્ટિની સ્મૃતિ રહેવાથી દેહધારી દૃષ્ટિ અર્થાત્ લૌકિક દૃષ્ટિ, જેનાં આધાર થી વિકારોની ઉત્પત્તિ થાય છે, તે બીજ જ સમાપ્ત થઈ જાય છે. જ્યારે બીજ સમાપ્ત થઈ ગયું, તો પછી અનેક પ્રકારનાં વિસ્તાર રુપી વિકારો નું વૃક્ષ સ્વતઃ જ સમાપ્ત થઈ જાય છે.
હમણાં સુધી પણ ઘણાં બાળકોની કમ્પ્લેન્ટ (ફરિયાદ) છે કે દૃષ્ટિ ચંચળ થાય છે કે દૃષ્ટિ ખરાબ થાય છે. કેમ થાય છે? જ્યારે બાપનું ફરમાન છે - લૌકિક દેહ અર્થાત્ શરીર માં અલૌકિક આત્માને જુઓ, પછી દેહ ને જુઓ છો શા માટે? જો આદત કહો છો, આદત થી મજબૂર છો કે અલ્પકાળ નાં કોઈ ને કોઈ રસ ને વશીભૂત થઈ જાઓ છો તો એનાથી સિદ્ધ છે કે આત્મા પરમાત્મ-પ્રાપ્તિ નાં રસમાં હજી સુધી અનુભવી નથી. પરમાત્મ-પ્રાપ્તિ નો રસ અને દેહધારી કર્મેન્દ્રિયો દ્વારા અલ્પકાળ નો પ્રાપ્ત થયેલો રસ - આનાં મહાન અંતર ને અનુભવ નથી કર્યો. જ્યારે અલ્પકાળ નો કાન નો રસ, મુખ નો રસ, નયન નો રસ કે કોઈપણ કર્મેન્દ્રિય નો રસ આકર્ષિત કરે છે, એ સમયે આ મહાન અંતર નાં યંત્રને યુઝ (ઉપયોગ) કરો. પહેલાં પણ સંભળાવ્યું હતું, જ્યારે હવે જાણી ગયાં છો કે આ દેહ નું આકર્ષણ, દેહ ની દૃષ્ટિ, દેહ દ્વારા પ્રાપ્ત થયેલાં આ રસ, સાપ સમાન સદાકાળ માટે ખતમ કરવા વાળા છે. આ સાપ નું વિષ છે ન કે આકર્ષણ કરવાવાળો રસ છે. છતાં પણ અમૃત-રસ ને છોડી વિષ ની તરફ આકર્ષિત થવું, આને શું કહેવાશે? આવાં ને નોલેજફુલ (જ્ઞાનમૂર્ત) કે માસ્ટર સર્વશક્તિમાન કહેશો? વશીભૂત આત્મા સદા કમજોર અને સ્વયં થી અસંતુષ્ટ હશે. આ કારણે લૌકિક ને અલૌકિક માં પરિવર્તન કરો.
પહેલો પાઠ આત્મિક સ્મૃતિ નો પાક્કો કરો. આત્મા આ શરીર દ્વારા કોને જોશે? આત્મા, આત્મા ને જોશે ન કે શરીર ને, આત્મા કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરી રહી છે. તો અન્ય આત્માઓનાં પણ કર્મ જોતાં આ સ્મૃતિ રહેશે કે આ પણ આત્મા કર્મ કરી રહી છે. એવી અલૌકિક દૃષ્ટિ - જેને જુઓ આત્મા રુપમાં જુઓ. આ અભ્યાસની કમી હોવાનાં કારણે દૃષ્ટિ ચંચળ થાય છે. સ્વયં જ પહેલો પાઠ પાક્કો નથી કર્યો અને બીજાઓને પાઠ ભણાવવા લાગી ગયાં. આ કારણે સ્વયં પ્રતિ અટેન્શન ઓછું રહે છે, બીજાઓનાં પ્રતિ અટેન્શન વધારે રહે છે. સ્વયંને જોવાનો અભ્યાસ ઓછો છે અને બીજાંને જોતાં તો અલૌકિક નાં બદલે લૌકિક રુપ જ દેખાય છે. પોતાની કમજોરીઓને ઓછી જુવો છો, બીજાઓની કમજોરીઓને વધારે જુવો છો. અલૌકિક વૃત્તિ અર્થાત્ દરેકનાં પ્રતિ શુભભાવના, કલ્યાણ ની ભાવનાથી સંપર્ક માં આવવું, આને કહેવાય છે અલૌકિક જીવનની અલૌકિક વૃત્તિ. પરંતુ અલૌકિક વૃત્તિ નાં બદલે લૌકિક વૃત્તિ, અવગુણ ધારણ કરવાની વૃત્તિ, ઈર્ષા અને ઘૃણા ધારણ કરવાની વૃતિનાં કારણે અલૌકિક જીવન માં અલૌકિક પરિવાર દ્વારા અલૌકિક સહયોગ ની ખુશી, અલૌકિક સ્નેહની પ્રાપ્તિની શક્તિ પ્રાપ્ત નથી કરી શકતાં. આ કારણે લૌકિક વૃત્તિ ને પણ અલૌકિક વૃત્તિ માં પરિવર્તન કરો. તો પુરુષાર્થ માં કમજોર રહેવાનું કારણ? લૌકિક ને અલૌકિક માં પરિવર્તન કરતાં નથી આવડતું. લૌકિક સંબંધમાં પણ અલૌકિક સંબંધ - રુહાની ભાઈ-બહેન ની સ્મૃતિમાં રહો. કોઈપણ સંબંધની તરફ લૌકિક સંબંધનું આકર્ષણ આકર્ષિત કરે છે, અર્થાત્ મોહની દૃષ્ટિ જાય છે, તો લૌકિક સંબંધનાં અંતર માં બાપ થી સર્વ અવિનાશી સંબંધ ની સ્મૃતિની કે બાપનાં સર્વ સંબંધોનાં અનુભવ નું નોલેજ ઓછું હોવાનાં કારણે, લૌકિક સંબંધ તરફ બુદ્ધિ ભટકે છે. તો સર્વ સંબંધોનાં અનુભવીમૂર્ત બનો, તો લૌકિક સંબંધની તરફ આકર્ષણ નહીં થાય. ઉઠતાં-બેસતાં લૌકિક અને અલૌકિક નાં અંતરને સ્મૃતિ માં રાખો તો લૌકિક થી અલૌકિક થઈ જશો. પછી આ કમ્પ્લેન્ટ (ફરિયાદ) સમાપ્ત થઈ જશે. વારંવાર એક જ કમ્પલેન્ટ કરવી શું સિદ્ધ કરે છે? અલૌકિક જીવનનો અનુભવ નથી. તો હવે સ્વયંને પરિવર્તન કરતાં વિશ્વ-પરિવર્તક બનો. સમજ્યાં? નાનકડી વાત સમજ માં નથી આવતી? ઠેકો તો ખુબ મોટો લીધો છે. દુનિયાને ચેલેન્જ (પડકાર) તો બહુ મોટી કરી છે. ચેલેન્જ કરો છો ને કે સેકન્ડમાં મુક્તિ-જીવનમુક્તિ આપશું! નિમંત્રણ માં શું લખો છો? એક સેકન્ડમાં બાપ થી વારસો આવીને પ્રાપ્ત કરો, કે મુક્તિ-જીવનમુક્તિ નાં અધિકારી બનો. તો દુનિયાને ચેલેન્જ કરવા વાળા પોતાની વૃત્તિ, દૃષ્ટિ ને ચેન્જ (પરિવર્તન) નથી કરી શકતાં? સ્વયંને પણ ચેલેન્જ આપો કે પરિવર્તન કરીને જ છોડશું અર્થાત્ વિજયી બનીને જ દેખાડશું. અચ્છા.
દરેક સંકલ્પ, સમય, સંબંધ અને સંપર્ક, લૌકિક ને અલૌકિક બનાવવા વાળા, અલૌકિક બ્રાહ્મણ જીવનનાં અનુભવીમૂર્ત, વિશ્વ પરિવર્તન ની સાથે-સાથે સ્વયં પરિવર્તન દ્વારા વિશ્વ ને સાચો રસ્તો દેખાડવા વાળા, સદા બાપનાં સર્વ સંબંધોનાં અનુભવીમૂર્ત સર્વ પ્રાપ્તિઓનાં રસ માં મગન રહેવાવાળા, એક બાપ બીજું ન કોઈ એવાં અનુભવ માં રહેવા વાળા અનુભવી મૂર્તો ને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓની સાથે :- ટ્રસ્ટી નું વિશેષ લક્ષણ શું દેખાશે? જે ટ્રસ્ટી હશે એમનું વિશેષ લક્ષણ, સદૈવ સ્વયં ને દરેક વાત માં હલકાં અનુભવ કરશે. ડબલ લાઈટ (હલકાં) અનુભવ કરશે. શરીર નાં ભાન નો પણ બોજ ન હોય - એને કહેવાય છે - ‘ટ્રસ્ટી’. જો દેહનાં ભાન નો બોજ છે તો એક બોજ ની સાથે અનેક પ્રકારનાં બોજ થી પરે રહેવાનું આ સાધન છે. તો ચેક કરો બૉડી કોન્શિયસ (દેહભાન) માં કેટલો સમય રહ્યાં? જ્યારે બાપ નાં બન્યાં, તો તન-મન-ધન સહિત બાપ નાં બન્યાં ને? બધું બાપ ને આપ્યું ને? જ્યારે આપી દીધું તો પોતાનું ક્યાંથી રહ્યું? જ્યારે પોતાનું નથી તો માન કઈ ચીજ નું? જો માન આવ્યું, તો સિદ્ધ છે, આપીને પછી લો છો. હમણાં-હમણાં આપ્યું, હમણાં-હમણાં લીધું, આ રમત કરો છો. ટ્રસ્ટી અર્થાત્ મારાપણું નહીં. જ્યારે મારાપણું સમાપ્ત થઈ જાય, તો લગાવ પણ સમાપ્ત થઈ ગયો. ટ્રસ્ટી બંધન વાળા નથી હોતાં, સ્વતંત્ર આત્મા હોય છે, કોઈપણ આકર્ષણ માં પરતંત્ર થવું પણ ટ્રસ્ટીપણું નથી. ટ્રસ્ટી એટલે જ સ્વતંત્ર.
નષ્ટમોહા બનવાની સહજ યુક્તિ કઈ છે? સદૈવ પોતાનાં ઘર ની સ્મૃતિ માં રહો. આત્માનાં નાતે, તમારું ઘર પરમધામ છે અને બ્રાહ્મણ જીવન નાં નાતે, સાકાર સૃષ્ટિ માં આ મધુબન તમારું ઘર છે, કારણકે બ્રહ્મા બાપનું ઘર મધુબન છે. આ બંને ઘર સ્મૃતિમાં રહે, તો નષ્ટમોહા થઈ જશો. કારણ કે જ્યારે પોતાનો પરિવાર, પોતાનું ઘર કોઈ બનાવી લે છે તો એમાં મોહ જાય છે, જો તેને ઓફિસ સમજો તો મોહ નહીં જશે.
સદૈવ બુદ્ધિમાં રહે, સેવાસ્થાન પર સેવાનાં નિમિત્ત રુપ આત્માઓ છીએ - ન કે મારો કોઈ લૌકિક પરિવાર છે. બધાં અલૌકિક સેવાધારી છે; કોઈ સેવા કરવાનાં નિમિત્ત છે, કોઈની સેવા કરવાની છે. લૌકિક સંબંધ પણ સેવા અર્થે મળ્યો છે - ‘આ મારો દીકરો કે દીકરી છે’ ના. સેવાનાં નિમિત્તે આ સંબંધ મળ્યો છે. હું પતિ છું, પિતા છું, કાકા છું - આ સંબંધ સમાપ્ત થઈ જાય, તો ટ્રસ્ટી થઈ જશો. સ્મૃતિ વિસ્મૃતિ નું રુપ ત્યારે લે જ્યારે મારાપણું છે. જો મારાપણું ખતમ થઈ જાય, તો નષ્ટમોહા થઈ જશો. નષ્ટમોહા અર્થાત્ સ્મૃતિ સ્વરુપ.
માતાઓનું સૌથી મોટું પેપર (પરીક્ષા) જ મોહ નું છે. જો માતાઓ નષ્ટમોહા થઈ ગઈ તો નંબર આગળ જ જશે. પાંડવોને નંબરવન બનવા માટે કયો પુરુષાર્થ કરવાનો છે? પાંડવ જો એકરસ સ્થિતિ માં એકાગ્ર બુદ્ધિ થઈ ગયાં તો નંબરવન થઈ જશે. પાંડવોની બુદ્ધિ અહીં-તહીં ભાગવામાં તેજ હોય છે, તો પાંડવોની બુદ્ધિ એકાગ્ર થઈ તો નંબરવન. આમ પણ પાંડવો ને ઘરમાં એક સ્થાન પર બેસવાની આદત નથી હોતી, સ્થિર થઈને નહીં બેસે - ચાલશે, ઉઠશે આ આદત હોય છે. બુદ્ધિને પણ ભાગવાની આદત પડી જાય છે. એની અસર બુદ્ધિ પર પણ આવી જાય છે. એવું તો નથી સમજતાં ચક્રવર્તી બનવું છે તો અહીં જ ચક્ર લગાવીએ. આ વ્યર્થ ચક્ર નહીં લગાવો. સ્વદર્શન ચક્રધારી બનો, પરદર્શન ચક્રધારી નહીં.
બધાં પોતાનાં નવા જીવન અર્થાત્ બ્રાહ્મણ જીવનનાં ઊંચે થી ઊંચા નશામાં રહો છો? સૌથી ઊંચું જીવન છે બ્રાહ્મણ જીવન. નવો જન્મ છે ઊંચે થી ઊંચો બ્રાહ્મણ જન્મ, જેને અલૌકિક જન્મ કહેવાય છે. તો આ નશો રહે છે? ઊંચે થી ઊંચી આત્માઓનાં સંકલ્પ, કર્મ બધાં ઊંચા, સાધારણ નહીં. જેમ લૌકિક માં પણ જો કોઈ સાહૂકાર ભિખારીનું કાર્ય કરે, તો શું થશે? બધાં હસશે ને? તો ઊંચા કાર્ય નાં બદલે સાધારણ કરે તો બધાં શું કહેશે? તો બ્રાહ્મણ ક્યારેય વ્યર્થ કાર્ય કે વ્યર્થ સંકલ્પ નથી કરી શકતાં.
સાંભળ્યા પછી સાંભળેલાં ને સ્વરુપ માં લાવવું અર્થાત્ સમાવવું. સંભળાવવું તો પરંપરા થી ચાલી આવ્યું, પરંતુ સંગમયુગ ની વિશેષતા છે - સ્વરુપ માં લાવીને વિશ્વને દેખાડવું. સંભળાવવા વાળા પણ ઘણાં, પરંતુ સ્વરુપ માં લાવવા વાળા કોટોમાં કોઈ. તો આપ સ્વરુપમાં લાવવા વાળા છો, ન કે સંભળાવવા વાળા. જોવું જોઈએ જે સાંભળ્યું તે સ્વરુપ માં ક્યાં સુધી લાવ્યાં. સ્વરુપ માં લાવવા વાળાને કઈ મૂર્ત કહેવાશે? સાક્ષાત્ અને સાક્ષાત્કાર મૂર્ત. તો સાક્ષાત્કાર મૂર્ત છો ને? સ્વયંને પણ સાક્ષાત્કાર કરાવવા વાળા અને સ્વયં દ્વારા બાપનો પણ સાક્ષાત્કાર કરાવવા વાળા. સ્વયંનો સાક્ષાત્કાર અર્થાત્ આત્મિક સ્વરુપ નો સાક્ષાત્કાર કરાવવા વાળા. એવાં સાક્ષાત્કાર મૂર્ત ને જ સ્વરુપ મૂર્ત કહેવાય છે. બધાં એવાં છો ને? અચ્છા.