Search for a command to run...
30 Apr 1977
હાઈએસ્ટ ઑથોરિટી (શ્રેષ્ઠતમ સત્તા) ની સ્થિતિ નો આધાર - કમ્બાઈન્ડ (સંયુક્ત) રુપ ની સ્મૃતિ
30 April 1977 · ગુજરાતી
પોતાનાં કમ્બાઈન્ડ રુપ ની સ્થિતિ માં સદા સ્થિત રહો છો? પહેલાં, આત્મા અને શરીર આ કમ્બાઈન્ડ સ્વરુપ છે જે અનાદિ સૃષ્ટિ ચક્ર માં અનાદિ પાર્ટ ભજવી રહ્યાં છે. બીજું, આ પુરુષોત્તમ સંગમયુગ પર બ્રાહ્મણ આત્માઓ અર્થાત્ બાળકો અને બાપ નું સદા સાથે કમ્બાઈન્ડ રુપ છે. ત્રીજું, યાદગાર રુપમાં પણ ચતુર્ભુજ રુપ દેખાડયું છે. આમ સદૈવ કમ્બાઈન્ડ રુપ નાં નોલેજ (જ્ઞાન) ને ધારણ કરતાં ચાલો તો સદા હાઈએસ્ટ ઑથોરિટી પોતાને અનુભવ કરશો.
પહેલાં પોતાનાં શરીર અને આત્મા નાં કમ્બાઈન્ડ રુપ ને સદા સ્મૃતિ માં રાખો. શરીર રચના છે, આત્મા રચતા છે. રચતા અને રચના નું કમ્બાઈન્ડ રુપ છે. તો સ્વતઃ જ માલિકપણું સ્મૃતિ માં રહેશે. માલિક ની સ્મૃતિ અર્થાત્ હાઈએસ્ટ ઑથોરિટી માં રહેશો. ચલાવવા વાળા હશો ન કે એનાં વશીભૂત થઈને ચાલવા વાળા. પરંતુ ચાલતાં-ચાલતાં જેમ લોકોએ આત્મા પરમાત્મા ને ભેગા કરીને એક કરી દીધાં, એમ આત્મા અને શરીર ને અલગ-અલગ ને બદલે ભેગા કરીને એક માની લીધાં છે અર્થાત્ પોતાની ઑથોરિટી ની સ્મૃતિ સમાપ્ત કરી દીધી. ચાલતાં-ચાલતાં બૉડી-કોન્સિયશ (દેહ-અભિમાની) થઈ ગયાં તો કમ્બાઇન્ડ ને બદલે એક જ માનવા લાગ્યાં. તો જે પોતાને ભૂલ્યાં એનું રીઝલ્ટ (પરિણામ) શું હશે! બધું જ ગુમાવ્યું તો બેહોશી ની સ્ટેજ (સ્થિતિ) માં પોતાનું બધું જ લૂંટાવી દીધું.
એવી જ રીતે વર્તમાન સંગમયુગ પર બાપ અને બાળક નાં કમ્બાઈન્ડ રુપ ની સ્મૃતિ ભૂલી જાઓ છો તો હાઈએસ્ટ ઑથોરિટી ને બદલે પોતાને નિર્બળ, શક્તિહીન, ઉદાસ, મૂંઝાઈ ગયેલી આત્મા કે વશીભૂત થયેલી આત્મા અનુભવ કરો છો. કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ સમર્થી લાવે છે. કોઈ પણ પ્રકારનાં માયા નાં વિઘ્નો ને કમ્બાઈન્ડ રુપની સ્મૃતિ થી સામનો કરવાની ઑથોરિટી (અધિકારી) ઑટોમેટિકલી (આપમેળે) અનુભવ કરે છે. ભલે સ્વયં કમજોર આત્મા પણ હોય પરંતુ બાપ નાં સાથ ને કારણે સર્વશક્તિમાન્ નાં સંગ અને સ્મૃતિ થી માસ્ટર સર્વશક્તિમાન્ અનુભવ કરે છે. તો કમ્બાઈન્ડ રુપ માં સ્થિત રહો તો સદા માયાજીત અર્થાત્ સદા હાઈએસ્ટ ઑથોરિટી અનુભવ કરશો. જ્યારે બંને કમ્બાઈન્ડ રુપ સ્મૃતિ માં રહેશે તો યાદગાર સ્વરુપ અર્થાત્ અલંકારી સ્વરુપ સદા સ્મૃતિ માં રહેશે. અલંકારી સ્વરુપ માયાજીત ની નિશાની છે. અલંકારી સદા પોતાને શક્તિશાળી અનુભવ કરશે, તો ત્રણેય પ્રકારનાં કમ્બાઈન્ડ રુપ ને સ્મૃતિ માં રાખો.
યુગલ રુપ થી એકલા નહીં બનો. જેમ દુનિયામાં આજકાલ વિશેષ બધાં કમ્પેનિયન (સાથી) અને કંપની (સાથ) ઈચ્છે છે. એમની પાછળ જ પોતાનો સમય, તન-મન-ધન લગાડે છે. તો તમને પણ બાપ જેવું કમ્પેનિયન અને કંપની આખા કલ્પ માં નહીં મળી શકે. લૌકિક માં કમ્પેનિયન દગો પણ આપી દે, દુઃખ પણ આપે, મૂડ (મનોભાવ) પણ બદલે, ક્યારેક હસશે, ક્યારેક રડાવશે. પરંતુ અલૌકિક કમ્પેનિયન તો સદા હર્ષિત કરે છે. ક્યારેય મૂડ ઑફ કરતાં (મનોભાવ બદલતા) નથી. દગા થી બચાવે છે. સદા એક નું હજાર ગણું આપવા વાળા દાતા છે, પછી પણ કમ્પેનિયન ને ન ઓળખવાનાં કારણે સદા સાથ ને બદલે કિનારો કરી લો છો. નખરા બહુ જ કરો છે. ક્યારેક મન ને વાળી લે છે, ક્યારેક બુદ્ધિ થી જ્યાં-ત્યાં ભટકવા લાગે છે. ક્યારેક સંકલ્પ થી તલાક પણ આપી દે છે. કોઈ પણ વ્યક્તિ કે વૈભવ ને વશીભૂત થઈ જવું અર્થાત્ પ્રભાવિત થઈ જવું. તો એટલો સમય પોતાનાં કમ્પેનિયન ને સંકલ્પ થી તલાક આપ્યો કહેવાય. કિનારો કરવો અર્થાત્ તલાક આપવો. દિલ નાં સિંહાસન પર સાચ્ચા સાથી નાં બદલે અલ્પકાળ નાં સાથ નિભાવવા વાળા, હદ ની પ્રાપ્તિ નો લોભ આપીને દગો કરવા વાળા અર્થાત્ આર્ટિફિશિયલ (કૃત્રિમ) સોના નું હરણ પોતાની તરફ આકર્ષિત કરી દે છે. તો તખ્ત-નશીન સાચ્ચા સાથી નાં બદલે દગાબાજ સાથી બનાવી દે છે. સંકલ્પ માં આકર્ષિત થવું અર્થાત્ તલાક આપવો. હકીકત માં વારંવાર સંકલ્પ માં તલાક આપવો, સદાકાળ નાં રાજ્ય-ભાગ્ય ને તલાક આપવો છે.
કોઈ-કોઈ રિસાઈ પણ બહુ જ જાય છે. રિસાવા ને પણ એક મનોરંજન સમજે છે. વારંવાર સાથી ને રોબ (રુઆબ) પણ બહુ જ દેખાડે છે - અમે તો આમ જ ચાલીશું! અમે તો આ કરીશું જ. તમારે પણ કરવાનું છે. તમે વાયદો કર્યો છે તમારે લઈને જ જવાનાં છે. સર્વશક્તિમાન્ છો તો શક્તિ આપો. મદદ આપવી તમારું કામ છે. પરંતુ મદદ લેવી મારું કામ છે - આ યાદ નથી રાખતાં. એક કદમ મારો હજાર કદમ સાથી નાં - આ ભૂલી જાય છે. જે વાતો સાથીએ સંભળાવી છે, તે જ વાતો પછી સાથી ને જ યાદ અપાવે છે. તો આ રોબ થયો ને? સ્મૃતિ ની આંગળી વારંવાર પોતે છોડી દે છે અને પછી કહે છે તમે આંગળી કેમ નથી પકડતાં. એવાં નાઝ-નખરા કરવા વાળા ઘણાં છે. પરંતુ યાદ રાખો એવાં કમ્પેનિયન જે નયનો પર બેસાડીને લઈ જાય, એવાં ક્યારેય મળશે? તો કમ્પેનિયન સાથે સદા તોડ (સંબંધ) નિભાવો અર્થાત્ કમ્બાઈન્ડ રુપ માં રહો.
સાથે-સાથે બ્રાહ્મણો ની કંપની (સાથ) સૌથી શ્રેષ્ઠ કંપની છે જે ડ્રામા નાં ભાગ્ય પ્રમાણે આપ થોડીક આત્માઓને જ પ્રાપ્ત છે. પરંતુ કંપની માં પણ જોવામાં આવે છે કે આ કંપની લાભ આપવા વાળી છે કે પ્રાપ્તિ કરાવવા વાળી છે. તો બ્રાહ્મણ કંપની સર્વ પ્રાપ્તિ કરાવવા વાળી છે. બ્રાહ્મણો માં ફુલ કાસ્ટ (પાક્કા) બ્રાહ્મણ અને હાફ કાસ્ટ બ્રાહ્મણ (કાચાં) બંનેય છે. હાફ કાસ્ટ અર્થાત્ ક્ષત્રિય - તો કંપની પણ બ્રાહ્મણો ની જોઈએ. જે સાથી ની કંપની તે જ કંપની જોઈએ. જો હાફ કાસ્ટ બ્રાહ્મણો ની કંપની કરી લે છે તો સાચ્ચા સાથી થી સ્વતઃ સમીપ ને બદલે દૂર થઈ જાય છે. બ્રાહ્મણો ની કંપની થી ચઢતી કળા બને છે. ક્ષત્રિયો ની કંપની માં અટકતી કળા થઈ જાય છે. જે જેટલું શ્રેષ્ઠ હોય છે તેની કંપની પણ શ્રેષ્ઠ હોય છે. તો શ્રેષ્ઠ બ્રાહ્મણ એવી કંપની ન અપનાવી શકે જે સાથી ને મંજૂર નથી. વફાદાર સાથી ક્યારેય એવી કંપની નહીં કરે. એવું નહીં કહેતા કે શું કરીએ - કંપની તો જોઈએ! પરંતુ કઈ કંપની જોઈએ એ પણ વિચારજો. તો સદા કમ્પેનિયન અને કંપની ને સમજીને સાથ નિભાવો. કમ્પેનિયન સાથે પ્રીત ની રીત નિભાવો અને કંપની માં મર્યાદાઓ નિભાવો. સમજ્યાં! આને જ કહેવાય છે કમ્બાઈન્ડ રુપની સ્મૃતિ માં હાઈએસ્ટ ઑથોરિટી ની સ્થિતિ માં રહેવું. અચ્છા.
સદા પ્રીત ની રીત નિભાવવા વાળી, મર્યાદાઓની રેખામાં રહેવા વાળી, આર્ટિફિશિયલ સોના નાં હરણની પાછળ સાચા સાથી નો કિનારો ન કરી સાથી થી એક સેકન્ડ પણ દૂર ન રહેવા વાળી, સદા સ્મૃતિ ની આંગળી સાથી ને આપીને ચાલવા વાળી, એવી વર્તમાન અને ભવિષ્ય તખ્તનશીન આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દાદી-દીદી સાથે:-
આ વખતે ડ્રામા અનુસાર જૂનાંઓ ને મળવાનો પાર્ટ ન ઈચ્છતાં પણ થઇ ગયો છે. મુહૂર્ત જ મહારથીઓ થી થયું અને જે મહારથી બાપ અને બાપ નાં ગુહ્ય ઈશારાઓને જાણી શકે છે તે બીજાં સાંભળવા છતાં પણ નથી જાણી શકતાં. ભલે કેટલી પણ પબ્લિક (લોકો) હોય પરંતુ બાપ પબ્લિક માં પણ પર્સનલ (વ્યક્તિગત) મુલાકાત પણ કરે છે. બધાં ગુહ્યતા નાં રહસ્ય ને સમજી નથી શકતાં. જેમ વરસાદ એક જ સમયે ચારે તરફ પડે છે પરંતુ જો ધરતી યોગ્ય છે તો તે વરસાદ પડવાથી માલામાલ થઈ જાય છે. જો ધરતી જ યોગ્ય નથી તો વરસાદ પડતાં પણ માલામાલ નહીં થશે.
તો મહારથીઓને બાપ સદૈવ શરું થી લઈને કઈ નજર થી જુએ છે? બાળકો નહીં, પણ ભાઈ-ભાઈ છે. મોટા બાળકો ભાઇ સમાન જ છે. જેમ બાપ દાતા છે, એમ મહારથીઓને પણ બાપ, દાતા ની નજર થી જુએ છે, લેવા વાળા નહીં પરંતુ બાપ સમાન આપવા વાળા છે. જેમ બાપ ભાગ્યવિધાતા છે તો મહારથીઓને પણ કઈ કંપની સારી લાગે છે? આમ પણ જો કમ્પેનિયનશીપ (સાથીપણા) માં એક લાંબો અને એક ટૂંકો હોય તો શું થશે? કાર્ટૂન લાગશે ને? તો સ્થિતિ માં પણ જો કમ્પેનિયન સમાન નહીં હોય અર્થાત્ માસ્ટર સર્વશક્તિમાન્ નથી બનતાં, સાથી સર્વશક્તિમાન્ અને તે કમજોર. તો આ પણ એક કાર્ટૂન થઈ ગયું ને? લાંબા અને ટૂકાં ની જોડી થઈ ગઈ ને. આમ લૌકિક દુનિયામાં પણ જો બંને સાથી સમાન નથી હોતાં, ભલે શરીર નાં હિસાબ થી, કે નોલેજ (જ્ઞાન) નાં હિસાબ થી, કે લક્ષણ નાં હિસાબ થી કે મર્યાદાઓનાં હિસાબ થી તો ક્યારેય પણ સાથી એમને સાથે નહીં રાખશે. કિનારે રાખી દેશે. દુનિયાની આગળ એને નહીં લાવશે. તો બાપ પણ સદા સાથી કોને બનાવશે - જે સમાન હશે. દુનિયાની આગળ સેમ્પલ (ઉદાહરણ) કોને રાખશે? કાર્ટૂન ને? તો મહારથી અર્થાત્ સમાન સાથી. એવાં સાથીઓને જ દરેક કાર્ય માં બાપ સાથે રાખે અથવા વધારે જ આગળ રાખે છે. જો કમ્પેનિયન ની લાઈન લગાવીને બાપ જુએ તો શું દેખાતું હશે? કેવું દૃશ્ય લાગતું હશે? પરંતુ તો પણ બાપ સાગર હોવાનાં કારણે જેવાં પણ છે, સમાવી લે છે. સાગર માં તો બધાં સમાઈ જાય છે ને. પરંતુ નંબરવાર તો કહેશે ને. દરેકે સ્વયં પોતાને જોવાનું છે કે હું કેવો સાથી છું, કેટલી વાર તલાક આપું છું, કેટલી વાર નાઝ-નખરા કરું છું, કેટલી વાર રોબ દેખાડું છું! આખાં દિવસની દિનચર્યા માં જુએ તો શું-શું કરો છો.
પાર્ટીઓ સાથે :-
નિરંતર સ્મૃતિ માં રહેવાનું સાધન છે - મારાપણું ભૂલી જવું. બધું બાપ નું છે. આ તન પણ તમારું નહીં - બાપ નું છે. બાપે સેવા અર્થ આપ્યું છે - તો મારાપણું નીકળી ગયું ને? મારાપણું ખતમ તો દેહી-અભિમાની સ્વતઃ બની ગયાં. જો બાપ ની સ્મૃતિ થોડી પણ કિનારે થઈ જાય તો માયા આવે છે. સદા કમ્બાઈન્ડ રહો તો માયાની હિંમત નથી દેહ-ભાન માં લાવવાની. સદા બાપ નાં સિવાય બીજું કંઈ સૂઝે જ નહીં.
જ્યારે બાપ નાં સાથ થી કિનારો કરો છો ત્યારે કમજોર થઈ જાઓ છો. જે સમયે વિચારો છો શું કરીએ? કેવી રીતે કરીએ? માયા પર જીત પામવી મુશ્કેલ છે, આ વિચારવું અર્થાત્ કિનારો કરવો. સર્વશક્તિમાન બાપ સાથે હોય તો શું આ સંકલ્પ આવી શકે છે? માયા, બાપ થી અલગ કરાવવા માટે ભિન્ન-ભિન્ન રુપ થી આવે છે. હું નથી કરી શકતો! હું કમજોર છું - કેવી રીતે કરું? આ કમજોરી નાં સંકલ્પ રાવણ ની સેના નાં અકાસુર-બકાસુર છે. એનાથી ડરવાનું નથી. સદૈવ વિચારો હું છું જ વિજયી - પહેલાં પણ વિજયી રહ્યો છું અને હમણાં પણ છું.
આ ડ્રામા ની અંદર વિશેષ પાર્ટ ભજવવા વાળી વિશેષ આત્માઓ આપ બાળકો છો; કારણ કે સૌથી વિશેષ થી વિશેષ છે બાપ. બાપ ની સાથે પાર્ટ ભજવવા વાળી આત્માઓ ઓટોમેટિકલી (આપમેળે) વિશેષ હશે. દુનિયામાં પણ જો કોઈ વિશેષ આત્માઓની સાથે થોડો પણ સમય રહે છે તો એને નશો રહે છે. જો પ્રાઇમ-મિનિસ્ટર (પ્રધાનમંત્રી) ની સાથે થોડો પણ સમય રહે તો કેટલો નશો રહે છે. તે તો આજે છે કાલે નહીં. પરંતુ આ કેટલાં મહાન છે, એ પણ અવિનાશી છે. તો એટલો નશો રહે છે? સદા એકરસ નશો - હું બાપ નો, બાપ મારા. બાપ સદા સાગર અને દાતા, તો બાળકો પણ સાગર અને દાતા છો. બાબા મદદ કરો આ પણ નહીં. બાપે પોતાની પાસે કંઈ રાખ્યું છે શું? જો આપી જ દીધું પછી માંગશો શું? જન્મતાં જ બાપ તાજ, તખ્ત, તિલક બધું આપી દે છે. પછી માંગશો કેમ? સદૈવ આ વિચારો કે અમારા જેવું ખુશનસીબ કોઈ નથી, ન થયાં છે ન થશે. તો સદા ઝૂમતાં (નાચતાં) રહેશો.
કર્મયોગ નું ફળ છે સહજયોગ અને ખુશી, જે કંઈ કરે એનું પ્રત્યક્ષ ફળ અહીંયા જ પદમગુણા મળે છે. દુનિયામાં જે કંઈ કરે છે, ખુશી માટે. આ બેહદની અવિનાશી ખુશી છે. મન ખુશ રહેવાથી શરીર ની વ્યાધિ પણ ‘શૂળી થી કાંટો’ થઈ જાય છે. વધારે વિચારશો નહીં; વિચારવાથી નિર્ણય-શક્તિ ઓછી થઈ જાય છે. પેપર આવવું એટલે પરિપક્વ થવું. ગભરાવું નહીં. પેપર્સ ફાઉન્ડેશન (પાયો) ને પાક્કુ (મજબૂત) કરે છે. ફાઉન્ડેશન ને કૂટે છે - તે કૂટવું નહીં પરંતુ મજબૂત કરવું છે.
કેટલી પણ બહારની હલચલ હોય પરંતુ એક સેકન્ડ માં સ્ટોપ (બંધ), કેટલો પણ વિસ્તાર હોય, એક સેકન્ડ માં સમેટી લો. સ્વભાવ, સંસ્કાર, સંકલ્પ, સંબંધ બધું એક સેકન્ડ માં સમેટી લો - આ પ્રેક્ટિસ (અભ્યાસ) બહુ જ જોઈએ. ભૂખ-તરસ, ઠંડી-ગરમી બધું હોવા છતાં સંસ્કાર પ્રગટ ન થાય. સ્વભાવ પણ સમય પર દગો આપે છે. એટલે સ્વભાવ, સંસ્કાર, સંકલ્પ બધું સમેટી લો, આને કહેવાય છે - સમેટવાની શક્તિ. એવી પ્રેક્ટિસ સદા કાયમ રાખો. લાંબા સમય નાં અભ્યાસી હશો ત્યારે પાસ થઇ શકશો. અચ્છા.