Search for a command to run...
3 May 1977
કર્મોની અતિ ગુહ્ય ગતિ
3 May 1977 · ગુજરાતી
બાપદાદા બેહદ નાં અનાદિ અવિનાશી ડ્રામાનાં દૃશ્યની અંદર વિશેષ કયું દૃશ્ય જોઈને હર્ષિત થાય છે? જાણો છો? વર્તમાન સમય બાપદાદા બ્રાહ્મણોની વિચિત્ર અને હર્ષિત કરવા વાળી લીલા જોઈ રહ્યાં છે. જેમ બાળકો કહે છે, 'હે પ્રભુ તારી લીલા અપરંપાર છે' એમ બાપ પણ કહે છે બાળકોની લીલા ખુબ વન્ડરફુલ (અદ્ભુત) છે, વેરાઈટી (વિવિધ) લીલા છે. સૌથી વન્ડરફુલ લીલા કઈ જોવામાં આવે છે, તે જાણો છો? હમણાં-હમણાં કહે ઘણું બધું છે, પરંતુ કરે છે શું, તે પોતે પણ સમજે છે, શું કામ કરી રહ્યાં છે, તે પણ જાણે છે. જેમ કોઈપણ વિકારોને વશીભૂત આત્મા; પરવશ આત્મા, બેહોશ આત્મા શું કહે છે, શું કરે છે, કંઈ સમજી નથી શકતી. એવી લીલા બ્રાહ્મણ પણ કરે છે. તો બાપદાદા એવી લીલાને જોઈ રહેમદિલ (દયાળુ) પણ બને છે, અને સાથે-સાથે ન્યાયકારી સુપ્રીમ જસ્ટિસ (સર્વોચ્ચ ન્યાયાધીશ) પણ બને છે અર્થાત્ લવ (પ્રેમ) અને લૉ (કાયદો), બંનેનું બેલેન્સ (સંતુલન) કરે છે. એક તરફ રહેમદિલ બની બાપનાં સંબંધ થી રિયાયત (છૂટ) પણ આપે છે અર્થાત્ એક, બે, ત્રણ વાર માફ પણ કરે છે. બીજી તરફ સુપ્રીમ જસ્ટિસનાં રુપમાં કલ્યાણકારી હોવાનાં કારણે, બાળકોનાં કલ્યાણ અર્થ ઈશ્વરીય લૉઝ (કાયદાઓ) પણ જણાવે છે. સૌથી મોટામાં-મોટો સંગમ નો અનાદિ લૉ કયો છે? ડ્રામા પ્લાન (યોજના) અનુસાર એકનાં લાખ-ગુણા પ્રાપ્તિ અને પશ્ચાતાપ, કે ભોગના (કર્મ-ભોગ), આ ઑટોમેટિકલી (સ્વતઃ) લૉ અર્થાત્ નિયમ ચાલતો જ રહે છે. બાપને સ્થૂળ રીત-રિવાજ માફક કહેવું કે કરવું નથી પડતું, કે આ કર્મની આ પ્રાપ્તિ, કે આ કર્મની આ સજા છે. પરંતુ ઑટોમેટીક ઈશ્વરીય મશીનરી (યંત્ર) છે, જે મશીનરી ને કોઈ બાળકો જાણી નથી શકતાં, એટલે ગાયન છે - કર્મોની ગતિ અતિ ગુહ્ય છે.
બાપ ને જાણી લીધાં, પામી લીધાં કે વારસો પણ પામી લીધો, બ્રાહ્મણ પરિવારની અંદર બ્રાહ્મણ પણ સ્વયંને માની લીધાં, બ્રહ્માકુમાર કે બ્રહ્માકુમારી નું ટાઈટલ (પદ) પણ લાગી ગયું, ઈશ્વરીય સેવા અર્થ નિમિત્ત બની ગયાં. સહજ રાજયોગી પણ કહેવાયાં, પ્રાપ્તિનો અનુભવ પણ કરવા લાગ્યાં, ઈશ્વરીય નશો, પ્રાપ્તિનો નશો પણ ચઢવા લાગ્યો, પ્રાલબ્ધ નું નિશાન પણ દેખાવા લાગ્યું, પરંતુ આગળ શું થયું? માયાની ચેલેન્જ (પડકાર) નો સફળતાપૂર્વક સામનો ન કરી શક્યાં. માયા નાં વેરાઈટી (વિવિધ) રુપોને પારખી નથી શકતાં, એટલે કોઈ માયાને બળવાન જોઈ દિલ-શિકસ્ત થઈ જાય છે; શું અમે વિજયી બની શકીશું? કોઈ સામનો કરતાં-કરતાં ક્યારેક હાર, ક્યારેક જીત અનુભવ કરે છે, થાકી જાય છે. અર્થાત્ થાકીને જ્યાં છે, જેવાં છે, ત્યાં જ અટકી જાય છે. આગળ વધવાનું વિચારતા પણ હિંમત નથી આવતી. કોઈ સ્વયં માં, ડાયરેક્ટ (સીધો) બાપનો સાથ અને સહયોગ લેવાની હિંમત ન જોતાં, રાહ (માર્ગ) પર ચાલવા વાળા સાથીઓને જ પંડા (માર્ગદર્શક) બનાવી લે છે અર્થાત્ તેમનાં દ્વારા જ સાથ અને સહયોગ ની પ્રાપ્તિ સમજે છે. બાપનાં બદલે કોઈ આત્માને સહારો સમજી લે છે, એટલે બાપથી કિનારો થઈ જાય છે. તણખલાં ને પોતાનો સહારો સમજવાનાં કારણે, વારંવાર તોફાનોમાં હલતા અને પડતા રહે છે અને સદૈવ કિનારો દૂર અનુભવ કરે છે. એમ જ કોઈ વ્યક્તિનાં સહારાની સાથે-સાથે ઘણી આત્માઓ, કોઈ ને કોઈ પ્રકારનાં સેલવેશન (ઉધ્ધાર) નાં આધાર પર ચાલવાનો પ્રયત્ન કરે છે - આ હશે કે આવું હશે તો પુરુષાર્થ કરીશ, આ મળશે તો પુરુષાર્થ કરીશ. આમ સેલવેશન રુપી લાકડી નાં આધાર પર ચાલતાં રહે છે. અવિનાશી બાપ નો આધાર ન લઈ, અલ્પકાળનાં અનેક આધાર બનાવી લે છે.
જે આધાર વિનાશી અને પરિવર્તનશીલ છે, એને આધાર બનાવવાનાં કારણે, સ્વયં પણ સર્વ પ્રાપ્તિઓનાં અનુભવને વિનાશી સમય માટે જ અનુભવ કરે છે, અને સ્થિતિ પણ એકરસ નહીં, પરતું વારંવાર પરિવર્તન થતી રહે છે. હમણાં-હમણાં બહુ ખુશી અને આનંદમાં હશે, હમણાં-હમણાં મુરઝાઈ ગયેલી મૂર્ત, ઉદાસ અને નીરસ મૂર્ત હશે. કારણકે આધાર જ એવો છે. ઘણી આત્માઓ ખુબ જ સારા ઉલ્લાસ, ઉમંગ, હિંમત અને બાપનાં સહયોગથી બહુ જ આગળ મંજિલ (લક્ષ) ની સમીપ સુધી પહોંચી જાય છે, પરંતુ ૬૩ જન્મોનાં હિસાબ અહીંયા જ ચૂકતું થવાનાં છે. પોતાના પાછલા સંસ્કાર, સ્વભાવ બહાર ઇમર્જ (જાગૃત) થઈ, સદા માટે સમાપ્ત થઈ રહ્યાં છે, એ કર્મોની ગુહ્ય ગતિને ન જાણતા ગભરાઈ જાય છે - શું લાસ્ટ (અંતિમ સમય) સુધી આવું જ ચાલશે? હજી સુધી પણ આ ટક્કર કેમ થાય છે? આ વ્યર્થ સંકલ્પોની મૂંઝવણ નાં કારણે પાર નથી કરી શકતાં. વિચારવામાં જ ટાઈમ વેસ્ટ (બરબાદ) કરી દે છે અને કોટોમાં કોઈ તોફાનો ને પણ ડ્રામાની ભેટ સમજી સ્વભાવ સંસ્કારોની ટક્કરને આગળ વધવાનો આધાર સમજી, માયાને પારખીને પાર કરતાં, સદા બાપને સાથી બનાવીને, સાક્ષી થઈ દરેક પાર્ટ જોતાં, સદા હર્ષિત થઈ ચાલતા રહે છે. સદૈવ આ નિશ્ચય રહે છે કે હવે તો પહોચ્યાં કે પહોચ્યાં. તો બાપ આટલા પ્રકારની લીલા બાળકોની જુએ છે.
યાદ રાખો, સાચા બાપને પોતાના જીવનની નાવડી આપી દીધી, તો સત્યનાં સાથ ની નાવડી હલશે, પરંતુ ડૂબી નથી શકતી. બાપને જવાબદારી આપીને પાછી ન લઈ લો. હું ચાલી શકીશ - હું ક્યાંથી આવી? હું-પણું સમાપ્ત કરવું અર્થાત્ બાપનાં બનવું. આ જ ભૂલ કરો છો, અને આ જ ભૂલમાં સ્વયં મૂંઝાઈને હેરાન થાઓ છો. હું કરું છું, કે હું કરી નથી શકતો, આ દેહ-અભિમાન નાં 'હું-પણા' નો અભાવ હોય. આ ભાષાની બદલી કરો. જ્યારે હું બાપની થઈ ગઈ, કે થઈ ગયો, તો જવાબદાર કોણ? પોતાની જવાબદારી ફક્ત એક સમજો, જેમ બાપ ચલાવે એમ ચાલીશું, જે બાપ કહે તે કરીશું. જે સ્થિતિનાં સ્થાન પર બાપ બેસાડે ત્યાં બેસીશું. શ્રીમત માં હું-પણા ની મનમત મિક્સ નહીં કરીએ, તો પશ્ચાતાપથી ઉપરામ, પ્રાપ્તિ સ્વરુપ અને પુરુષાર્થની સહજ ગતિ પ્રાપ્ત કરશો અર્થાત્ સદા સદબુદ્ધિ પ્રાપ્ત કરશો. પોતાને કે બીજાઓને જોઈ ગભરાશો નહીં. શું થશે? આ પણ થશે? ગભરાશો નહીં પરંતુ ઊંડાણ માં જાઓ કારણકે વર્તમાન અંતિમ સમય સમીપ હોવાનાં કારણે એક તરફ, અનેક પ્રકારનાં બાકી રહેલા હિસાબ-કિતાબ, સ્વભાવ-સંસ્કાર કે બીજાનાં સંબંધ સંપર્ક દ્વારા બહાર નીકળશે અર્થાત્ અંતિમ વિદાય લેશે. તો બહાર નીકળતા અનેક પ્રકારની માનસિક પરીક્ષાઓ રુપી બીમારીઓને જોઈ ગભરાશો નહીં. પરંતુ આ અતિ, અંત ની નિશાની સમજો. બીજી તરફ, અંતિમ સમય સમીપ હોવાનાં કારણે કર્મોની ગતિની મશીનરી (યંત્ર) પણ તેજ ગતિથી ચાલતી દેખાશે. ધર્મરાજપુરી પહેલા અહીંયા જ કર્મ અને તેની સજાનો સાક્ષાત્કાર થશે. જો સત્ય બાપનાં સાચા બાળકો બની, સત્ય સ્થાન નાં નિવાસી બની, જરા પણ અસત્ય કર્મ કર્યું તો પ્રત્યક્ષ દંડ નાં અનેક વન્ડરફુલ (આશ્ચર્યજનક) રુપનાં સાક્ષાત્કાર અહીંયા જ થશે. બ્રાહ્મણ પરિવાર કે બ્રાહ્મણોની ભૂમિ પર પગ ઊભા નહીં રહી શકે, દરેક ડાઘ સ્પષ્ટ દેખાશે, છુપાવી નહીં શકે. સ્વયં પોતાની ભૂલનાં કારણે મુંઝાયેલું મન ટકી નહીં શકે. સ્વયં પોતે, પોતાને જ સજાનાં ભાગીદાર બનાવશો. એટલે આ બધું થવાનું જ છે. એટલે નોલેજફુલ (સંપૂર્ણ જ્ઞાની) બનો. ગભરાશો નહીં. સમજ્યાં? માસ્ટર સર્વશક્તિમાન ગભરાતાં નથી. સારું.
કર્મોની ગતિને જાણવા વાળા, સદા દરેક સેકન્ડ, દરેક સંકલ્પ, બાપ ની શ્રીમત પ્રમાણે ચાલવા વાળા, પોતાના જીવનની જવાબદારી બાપનાં હવાલે કરવા વાળા, સદા બાપનાં સહારાને સામે રાખી સર્વ વિઘ્નો થી કિનારો કરવા વાળા, સંપૂર્ણ સ્થિતિને સામે રાખવા વાળા, એવાં હિંમત, ઉલ્લાસ, ઉમંગ માં સદા રહેવા વાળાઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદી જી સાથે -
હવે તો બાપ બાળકોને સંપન્ન રુપમાં જોવા ઈચ્છે છે. પરંતુ સંપૂર્ણ બનવામાં જ વન્ડરફુલ વાતો જોશો. કારણકે આ પ્રેક્ટિકલ (વ્યવહારુ) પેપર થઈ જાય છે. કોઈપણ પ્રકારનું નવું દૃશ્ય કે આશ્ચર્યજનક દૃશ્ય સામે આવે, પરંતુ દૃશ્ય સાક્ષી-દ્રષ્ટા બનાવે, હલાવે નહીં. કોઈપણ એવું દૃશ્ય જ્યારે સામે આવે છે તો પહેલા સાક્ષી-દ્રષ્ટા ની સ્થિતિની સીટ પર બેસીને જોવાથી કે નિર્ણય કરવાથી બહુ જ મજા આવશે. ભય નહીં લાગે. હવે થયેલું જ છે, તો ગભરાવાનું કે ભયભીત થવું, થઇ જ ન શકે. જેમકે અનેકવાર જોયેલું દૃશ્ય ફરીથી જોઈ રહ્યાં છીએ - આ કારણથી શું થશે? કેમ થયું? આવું પણ થાય છે? આ તો નવી વાતો છે! આ સંકલ્પ કે બોલ નહીં હોય. વધુ જ રાજયુક્ત, યોગયુક્ત થઈ, લાઈટ-હાઉસ થઈ, વાયુમંડળને ડબલ-લાઈટ બનાવશો. ગભરાવવા વાળું નહીં. એવો અનુભવ થાય છે ને? આને કહેવાય છે - પહાડ સમાન પેપર રાઈ ની સમાન અનુભવ થયો. કમજોર ને પહાડ લાગશે અને માસ્ટર સર્વશક્તિમાન ને રાઈ અનુભવ થશે. આનાં પરથી જ નંબર બને છે. પ્રેક્ટિકલ પેપર પાસ કરવાનાં જ નંબર બને છે. સદૈવ પેપર ઉપર નંબર મળે છે. અભ્યાસ તો ચાલતો રહે છે પરંતુ નંબર પેપર નાં આધાર પર હોય છે. જો પેપર નહીં, તો નંબર પણ નહીં. એટલે શ્રેષ્ઠ પુરુષાર્થી પેપરને રમત સમજે છે. રમતમાં ક્યારેય ગભરાવાનું નથી હોતું. રમત તો મનોરંજન હોય છે. તો મનોરંજનમાં ગભરાવાનું નથી હોતું. દિવસ પ્રતિદિવસ ઘણાં બધાં આગળ વધવાનાં અને વધારવાનાં દૃશ્ય જોશો. નાની ભૂલ મુશ્કેલ બનાવી દે છે. એ કઈ ભૂલ છે? કહ્યું ને. હું કેવી રીતે કરું, હું કરી નથી શકતી, હું ચાલી નથી શકતી, કોણે કહ્યું તમે ચાલો? બાપે તો કહ્યું નથી કે પોતાની મેળે ચાલો. સાથીનો સાથ પકડીને ચાલો. સાથ છોડીને પોતાની ઉપર કેમ બોજ ઉપાડીને ચાલો છો, જેથી કહેવું પડે - હું નથી ચાલી શકતી, હું નથી કરી શકતી. ભૂલ પોતાની અને પછી ઉલ્હના (દોષ) આપશે બાપને. આંગળી પોતે છોડે, બોજ પોતે ઉચકે, પછી કહે બોજ ઉચકાતો નથી. કોણે કહ્યું તમે ઉચકો? આદત છે ને બોજ ઉચકવાની. જેમની આદત હોય છે બોજ ઉચકવાની, એમને બેસીને સહજ કામ કરવાનું કહો તો કરી નહીં શકે. તો આ પણ જૂની આદતને વશ થઈ જાય છે. આ પણ નથી કહી શકતાં, મારા જૂના સંસ્કાર છે. જૂના સંસ્કાર છે અર્થાત્ મરજીવા નથી બન્યાં. જ્યારે મરજીવા બની ગયાં તો નવો જન્મ, નવા સંસ્કાર હોવા જોઈએ. જૂના સંસ્કાર પાછલાં જન્મનાં છે. આ જન્મનાં નથી. તે કુળ જ બીજો, આ કુળ પણ બીજો. તે શુદ્ર કુળ, આ બ્રાહ્મણ કુળ. જ્યારે કુળ બદલાય છે તો એ જ કુળની મર્યાદાનું પાલન કરવાનું હોય છે. જેમ લૌકિક રીતમાં પણ જો કન્યાનું કુળ લગ્ન પછી બદલાઈ જાય છે તો એ જ કુળની મર્યાદા પ્રમાણે પોતાને ચલાવવાનાં હોય છે. આ પણ કુળ બદલાઈ ગયું ને. તો આ વિચારીને પણ કમજોર નહીં બનતા કે જૂની આદત છે ને, એટલે આ તો થશે જ. પરંતુ હાલનાં કુળની મર્યાદા શું છે, તે મર્યાદા પ્રમાણે એ છે જ નહીં. સારું.
પાર્ટીઓ સાથે:-
શક્તિ સેના કે પાંડવ સેના બંનેય માયાને પારખીને એને ભગાડવા વાળા છો ને. ગભરાઈને અટકી જવા વાળા તો નથી ને? આમ પણ યુદ્ધ કરવા વાળા જે યોદ્ધા હોય છે, એમનું સ્લોગન (સૂત્ર/નારો) હોય છે - હારવું કે પાછું જતું રહેવું કે થોભવું - આ કમજોરો નું કામ છે. યોદ્ધા અર્થાત્ મરવું અને મારવું. તો તમે પણ રુહાની યોદ્ધા છો. રુહાની સેના માં છો. તો રુહાની યોદ્ધા પણ ડરતા નથી, પાછળ નથી હટતાં, પરંતુ આગળ વધતાં સદા વિજયી બને છે. તો વિજયી બનવા વાળા છો કે ગભરાઈ જવા વાળા છો? ક્યારેક-ક્યારેક બહુ જ યુદ્ધ કરીને થાકી જાઓ છો અથવા રોજ-રોજ યુદ્ધ કરીને અલબેલા થઈ જાઓ છો. આમ પણ રોજ-રોજ એક જ કાર્ય કરવાનું હોય છે તો ઘણી વાર એવું પણ થાય છે - વિચારો છો આ તો ચાલતું જ રહેશે, ક્યાં સુધી કરીએ, આ તો આખી જિંદગીની વાત છે, એક વર્ષની તો નથી. પરંતુ આખી જિંદગીને જો ૫૦૦૦ વર્ષની પ્રાલબ્ધ નાં હિસાબથી જુઓ તો સેકન્ડની વાત છે કે આખી જિંદગી છે? બેહદનાં હિસાબથી જોશો તો સેકન્ડ ની વાત છે. વિશાળ બુદ્ધિ બેહદનાં હિસાબથી જોશે. તે ક્યારેય થાકશે નહીં. આખા કલ્પની અંદર પોણો ભાગ પ્રાપ્તિ છે, આ તો છેલ્લે પતન નો અનુભવ થાય છે. આ થોડા સમયનાં આધાર પર કલ્પનો પોણો ભાગ પ્રાપ્તિ છે, એ હિસાબથી જુઓ, તો આ કંઈ જ નથી. બેહદનાં બાપ છે, બેહદનો વારસો છે તો બુદ્ધિ પણ બેહદમાં રાખો, હદની વાતો સમાપ્ત કરો. સમજ્યાં? જ્યારે કોઈની મદદથી અથવા કોઈ સ્વયં તમને સાથે લઈ જાય, તો પછી થાકવાની તો વાત જ નથી. બાપ તો યાદ ની સાથ ની ગોદમાં લઈ જાય છે. પગપાળા કરો છો જ શું કામ જેથી થાકો છો. સદા અને સાથ ની ગોદથી ઉતરો છો જ કેમ, જે બૂમો પાડો છો. શું કરીએ? કરવાનું કંઈ જ નથી, તો પણ થાકો છો. કારણ? પોતાની ગેરસમજ. પોતાની હઠ કરો છો. જેમ બાળહઠ હોય છે ને. બાળહઠ કરીને પોતાની મનમત પર ચાલી પડો છો, એટલે સ્વયં પોતાને હેરાન કરો છો. આ બાળહઠ ન કરો. શ્રીમતમાં જો મનમત મિક્સ કરો છો તો એવાં મિક્સ કરવા વાળાને સજા મળે છે. સજા બાપ નથી આપતા, પરંતુ સ્વયં, સ્વયંને સજાનાં ભાગીદાર બનાવી દે છે. ખુશી, શક્તિ ગાયબ થઈ જવી જ સજા છે ને.
જે જેમની નજીક હોય તેમનાં સંગનો રંગ અવશ્ય લાગે છે. જો બાપ ની નજીક છો તો એમનાં સંગનો રંગ જરુર લાગશે. જેમ બાપનો રુહાની રંગ છે તો જે સંગ કરશે, એને રુહાની રંગ લાગશે. એક જ સંગ હશે, તો એક જ રંગ હશે. જો સર્વશક્તિમાન બાપનો સદા સંગ છે તો ક્યારેય મુરઝાઇ નથી શકતાં. કનેક્શન (જોડાણ) છે તો કરંટ (શક્તિ) આવતી રહેશે. કનેક્શન ઠીક હશે તો ઑટોમેટિકલી (સ્વતઃ) સર્વ શક્તિઓની કરંટ આવશે. જ્યારે સર્વ શક્તિઓ મળતી રહેશે તો સદા હર્ષિત રહેશો. દુઃખ જ ખતમ થઇ જશે. સંગમ નો સમય છે ખુશીઓનો, જો એવાં સમય પર કોઈ દુઃખી થાય તો ખરાબ લાગશે ને?
મહાવીર કે મહાવીરણી ની મુખ્ય નિશાની શું હશે? વર્તમાન સમય પ્રમાણે મહાવીર ની નિશાની દરેક સેકન્ડ, દરેક સંકલ્પમાં ચઢતી કળાનો અનુભવ કરશે. જે મહાવીર નથી તે કોઈ સેકન્ડ કે કોઈ સંકલ્પમાં ચઢતી કળાનો અનુભવ, કોઈમાં અટકતી કળાનો. ચઢતી કળા ઑટોમેટિકલી સર્વનાં પ્રતિ ભલું અર્થાત્ કલ્યાણ કરવાની સેવાનાં નિમિત્ત બનાવી દે છે. વાયબ્રેશન (પ્રકંપન) વાતાવરણ દ્વારા પણ ઘણાનું કલ્યાણ કરી શકો છો. એટલે કહેવાય છે, 'ચઢતી કળા તેરે ભાને સબકા ભલા.' તે અનેકોને રસ્તો બતાવવાનાં નિમિત્ત બની જાય છે. એમને અટકવાની કે થાકવાની અનુભૂતિ નહીં થાય. તે સદા અથક, સદા ઉમંગ-ઉત્સાહમાં રહેવા વાળા હશે. ઉત્સાહ ક્યારેય પણ ઓછો ન થાય, આને કહેવાય છે 'મહાવીર.' અટકવા વાળા ઘોડેસવાર, થાકવા વાળા પ્યાદા, સદા ચાલતાં રહેવા વાળા મહાવીર. માયાનાં કોઈપણ રુપમાં એમની આંખ નહીં ડૂબે, એને જોશે પણ નહીં. તે માયાનાં કોઈપણ રુપને જોવા છતાં પણ જોશે નહીં. મહાવીર અર્થાત્ ફુલ નોલેજ (સંપૂર્ણ જ્ઞાન). ફુલ નોલેજ વાળા ક્યારે પણ ફેલ (નાપાસ) નથી થઈ શકતાં. ફેલ ત્યારે થાય છે જ્યારે નોલેજનો કોઈ પાઠ યાદ નથી હોતો. નોલેજફુલ બનવાનું છે, ફકત નોલેજ નહીં. આ નવી વાત છે, આ ખબર નથી - એમનાં આ શબ્દ એમના નહી હોય.
લાસ્ટ (અંતિમ સમય) નો પુરુષાર્થ કે લાસ્ટ ની સર્વિસ (સેવા) કઇ છે? આજકાલ જે પુરુષાર્થ જોઈએ કે સર્વિસ જોઈએ, તે છે વૃત્તિથી વાયુમંડળ ને પાવરફુલ (શક્તિશાળી) બનાવવું. કારણકે મેજોરીટી (અધિકાંશ) પોતાના પુરુષાર્થ થી આગળ વધવામાં અસમર્થ હોય છે. તો એવાં અસમર્થ અને કમજોર આત્માઓને પોતાની વૃત્તિ દ્વારા બળ આપવું આ અતિ આવશ્યક છે. હવે આ સર્વિસ જોઈએ કારણકે વાણીથી ઘણાં સાંભળીને સમજે છે, હવે આપણે બધાં ફુલ (ભરપૂર) થઇ ગયાં છીએ, કોઈ નવી વાત નહીં લાગે. વાણીથી નથી લેવાં ઇચ્છતાં. વૃત્તિનું ડાયરેક્ટ (સીધું) કનેક્શન વાયુમંડળ સાથે છે. વાયુમંડળ પાવરફુલ હોવાથી બધાં સેફ (સુરક્ષિત) થઈ જશે. આ જ આજકાલની વિશેષ સેવા છે. વરદાની નો અર્થ જ છે - વૃત્તિ થી સેવા કરવા વાળા. મહાદાની છે વાણીથી સેવા કરવા વાળા. વરદાની ની સ્ટેજ (સ્થિતિ) ની આજકાલ જરુર છે. વૃત્તિથી જે ઈચ્છો તે કરી શકો છો. હવે વરદાન લેવાનો સમય સમાપ્ત થયો. દાતાનાં બાળકો દાતા હોય છે. દાતાને લેવાની આવશ્યકતા નથી, એટલે હવે વરદાની બનો.
જેમ સેવાની વૃદ્ધિનાં પ્લાન (યોજના) બનાવો છો, એમ પોતાના પુરુષાર્થ ની વૃદ્ધિનાં પ્લાન બનાવો. સેવામાં તો બીજાનાં સહયોગની જરુર પડે, પરંતુ પોતાના પુરુષાર્થ ની વૃદ્ધિનાં પ્લાન માં બાપનાં સહયોગથી ઘણું બધું કરી શકો છો. હવે મનસા, વાચા, કર્મણા ત્રણેનાં પ્રોગ્રામ (કાર્યક્રમ) ફીક્સ (નક્કી) કરો. પોતાની ડેલી-ડાયરી (રોજિંદા ડાયરી) રાખો, ત્યારે જ આગળનો નંબર લઈ શકશો. નહીં તો આગળ નંબર નહીં લઈ શકો, પાછળ રહેવું પડશે. આગળ વધવા વાળાઓની નિશાનીઓ આ હોય છે. સારું. ઓમ શાંતિ.