Search for a command to run...
25 Oct 1969
માળાનાં મણકા બનવાનાં માટે વિજયી બનો
25 October 1969 · ગુજરાતી
બાપ-દાદા જ્યારે બાળકોને જુએ છે તો મુખ્ય વાત શું જુએ છે? આજે એ જ જોવા આવ્યાં છે કે દરેક રત્ન પોતાનામાં શું-શું પરિવર્તન લાવ્યાં છે. તો આજે પરિવર્તન જોવા માટે આવ્યાં છે. દરેકે યથાશક્તિ પરિવર્તન તો લાવ્યું જ છે. પરંતુ બાપદાદા કયું પરિવર્તન જોવા ઈચ્છે છે? તેને પણ જાણો છો ને. બાપ-દાદા પરિવર્તનની સાથે પરિપક્વતા પણ જોવા ઈચ્છે છે. પરિવર્તન તો જોયું, પરંતુ પરિવર્તનની સાથે પોતાનામાં પરિપક્વતા પણ લાવ્યાં? બાપને અવિનાશી સત્ય કહો છો ને. તો તેમ જ બાપની સાથે અવિનાશી પરિવર્તન લાવ્યાં છો? જે ખજાનો મળે છે તે પણ અવિનાશી છે, જે પ્રાલબ્ધ મળે છે તે પણ અવિનાશી છે. તો પરિવર્તન પણ અવિનાશી લાવ્યાં છો? કે વિચારો છો કે - જવાં પછી ખબર પડશે, ખબર નહિં કેવી પરિસ્થિતિઓ આવે, ખબર નહિં પરિપક્વ રહી શકીશું કે નહીં. વાયદો તો કરીને જાઓ છો પરંતુ ક્યાં સુધી નિભાવી શકો છો, તે જોશે. એક તો આ વિચારે છે. પછી બીજા છે નિશ્ચયબુદ્ધિ, જેમનો બાપની સાથે પોતાનામાં પણ પૂરો નિશ્ચય છે કે જે પરિવર્તન લાવ્યાં છીએ તે સદા કાયમ રાખીશું. અને જે વાયદો કરીને જઈએ છીએ તે કરીને દેખાડીશું. તે છે સંપૂર્ણ નિશ્ચયબુદ્ધિ. અને કોઈ તો બિચારા હિંમત ધારણ કરવાની કોશિશ કરે છે. પરંતુ હજું સુધી જો આમ જ કરતા ચાલશો તો અંત સુધી પણ શું કોશિશ કરતાં રહેશો? આવાં પુરુષાર્થી ને ઝાટકું (એક ઝાટકે) કહેશે? દેવીઓ પર બલી ચઢે છે તો શક્તિઓ કે દેવીઓ જ વગર ઝાટકું સ્વીકાર નથી કરતી તો શું બાપ-દાદા એવાં ને સ્વીકાર કરી શકે છે? જો અહીંયા સ્વીકાર નથી કર્યા તો સ્વર્ગ માં ઊંચ પદ ની સ્વીકૃતિ નહીં મળશે. એટલે કહયું હતું કે જે વિચારવાનું છે તે જ કહેવાનું છે, જે કહેવાનું છે તે જ કરવાનું છે. વિચારવું, કહેવું, કરવું - ત્રણેય એક હોવાં જોઈએ. પરંતુ વર્તમાન સમયે ઘણાં એવાં બાળકો છે જે વિચારે ખુબ છે, કહે પણ ખુબ છે પરંતુ કરવાનાં સમયે ખોટ રહી જાય છે. એટલે કહ્યું હતું - આ ભઠ્ઠી માં પકવી ને જજો અર્થાત્ પાક્કો વાયદો કરીને જવાનું છે. પહેલાં તો, વાયદો કરવા માટે હિંમત છે, કે હિંમત ધારણ કરશો? જે હિંમતવાન બાળકો છે તેમની નિશાની શું છે? તે ક્યારેય હાર નથી ખાતાં. જો તમે બધાં હિંમતવાન છો તો જરુર આજ થી ક્યારેય પણ હારશો નહીં. લાંબા સમયથી જે વિજયી બને છે તેઓ જ વિજય માળા નાં મણકા બને છે. જો વિજય માળામાં પરોવા ઈચ્છો છો તો વિજયી બનવાનું પરિવર્તન લાવવું પડશે. પરિવર્તન માં મુખ્ય-મુખ્ય વાતો ચેક કરવાની (તપાસવાની) છે. ખુબ સહજ છે. બે શબ્દ યાદ રાખવાનાં છે. એક તો આકર્ષણ મૂર્તિ બનવાનું છે અને બીજું હર્ષિતમુખ. આકર્ષણ કરવાવાળી છે આત્મા. રુહાની સ્થિતિમાં જ એકબીજાને આકર્ષણ કરી શકશો. જો આ બંને વાતો પોતાનામાં ધારણ કરી લીધી તો સંપૂર્ણ વિજયી છો જ. મેજોરીટી (અધિકાંશ) બાળકોમાં મુખ્ય કઈ વાત છે, તે પણ આજે સંભળાવી રહ્યાં છે. નિશ્ચયબુદ્ધિ તો છો, ત્યારે તો અહીંયા આવ્યાં છો. બાપ માં નિશ્ચય છે, જ્ઞાન માં પણ નિશ્ચય છે, પરંતુ પોતાનામાં નિશ્ચય ક્યાંક-ક્યાંક ડગમગી જાય છે. મુખ્ય ખોટ એ છે કે કંટ્રોલિંગ પાવર (નિયંત્રણ શક્તિ) નથી. આ ન હોવાનાં કારણે સમજવાં છતાં, વિચારવાં છતાં, પોતાને મહેસુસ કરવાં છતાં પણ ફરી એ જ વાત કરી લે છે. એનું કારણ આ છે. કંટ્રોલિંગ પાવર ની આવશ્યકતા છે. મન્સા માં, વાચા માં અને કર્મણા માં પણ અને સાથે-સાથે લૌકિક સંબંધીઓ અથવા દૈવી પરિવારનાં સંબંધમાં આવવામાં પણ ક્યાં સુધી શું કરવાનું છે, શું કહેવાનું છે, શું નથી કહેવાનું અને જે નથી કરવાનું તેને કંટ્રોલ કરવું - આ પૂરી શક્તિ ન હોવાનાં કારણે સફળ નથી થતાં. તો કંટ્રોલિંગ પાવર ની ખોટ કેવી રીતે મિટાવશો. ઘણી વખત આપ ગોપોએ જોયું હશે - કોઈ પણ વસ્તુને ક્યાંક ખુબ જોરથી કંટ્રોલ કરવાની હોય છે તો કંટ્રોલ કરવા માટે પણ ઘણી વસ્તુઓ ને હલકી છોડવી પડે છે. પતંગ ક્યારેય ઉડાવી છે? પતંગને કંટ્રોલ કરવા અને ઉંચે ઉડાડવા માટે શું કરાય છે? આ પણ એવું છે. પોતાની બુદ્ધિને કંટ્રોલ કરવા માટે ઘણી વાતો ને હલકી કરવી પડે છે. સૌથી હલકી વસ્તુ કઈ હોય છે. આત્મા (બિંદી). તો જ્યારે પોતાને કંટ્રોલ કરવું હોય તો પોતાને બિલકુલ હલકા બિંદુ રુપમાં સ્થિત કરવાનું છે. કંટ્રોલ કરવા માટે ફુલસ્ટોપ (પૂર્ણવિરામ) કરવાનું હોય છે. તો તમે પણ બિંદી લગાવી દો. જે વીતી ચૂક્યું તેને બિલકુલ ભૂલી જાઓ. જોયું, કર્યુ, પરંતુ પછી એકદમ તેને સમાપ્ત કરી દો. સમાપ્ત કરવું અર્થાત્ બિંદી, ફુલસ્ટોપ કરવું. કોમા (, અલ્પવિરામ) લગાવતા આવડે છે, કે ક્વેશ્ચન (? પ્રશ્ન) કરતાં પણ આવડે છે, આશ્ચર્ય ની નિશાની (!) પણ લગાવતા આવડે છે, પરંતુ ફુલસ્ટોપ લગાડતા નથી આવડતું. કાગળ પર નિશાનીઓ લગાવવી તો સહજ છે. પરંતુ પોતાનાં કર્મોની ઉપર આ નિશાનીઓ લગાડવી - તેમાં મુશ્કેલ કેમ? કાગળ પર નિશાનીઓ લગાવો છો ને. અને જે નિશાની જ્યાં લગાડવાની છે ત્યાં જ લાગે છે, આને કહેવાય છે પ્રવીણ (નિપુણ). જો અલ્પવિરામ ને બદલે કોઈ પૂર્ણવિરામ લખી દે તો પ્રવીણ નહીં કહેવાશે. જ્યાં ક્વેશ્ચન કરવાનો છે ત્યાં ક્વેશ્ચન ન કરે તો પણ પ્રવીણ નહી કહેવાશે. અહીંયા પણ ક્વેશ્ચન કઈ વાત માં, આશ્ચર્ય કઈ વાત માં, ફુલસ્ટોપ કઈ વાત માં આપવાનું છે - આ પૂરી ઓળખ ન હોવાનાં કારણે પ્રવીણ નથી બનતાં. હવે સમજ્યા, કંટ્રોલ કેમ નથી કરી શકતાં? કારણ કે તે સમયે જ્ઞાનનું પેટ્રોલ ઓછું થઈ જાય છે. જો જ્ઞાનનું પેટ્રોલ છે તો કંટ્રોલ છે. એટલે પોતાની બુદ્ધિ રુપી ટાંકીમાં પેટ્રોલ ને જમા રાખો. માઈનસ (ઘાટો) અને પ્લસ (જમા) નો હિસાબ શીખ્યાં છો? અને બેલેન્સ (પુરાંત) નીકાળવાનું પણ શીખ્યાં છો? એવું નહીં - ફક્ત જોડી દીધું, કટ કર્યુ. પરંતુ જમા કરતાં પણ શીખો. જો જમા નહીં હશે તો ન બીજાઓને આપી શકશો, ન પોતાને આગળ વધારી શકશો. જમા કરાય છે બીજાઓને આપવા માટે, પોતાની આવશ્યકતા નાં સમયે કામમાં લાવવાં માટે. તો આ પણ જોવાનું છે - કેટલું જમા કર્યુ છે, ફક્ત કમાવવાનું અને ખાવાનું છે કે જમા પણ થાય છે? ક્યારેય હિસાબ કર્યો છે? ૨૫ ટકા જમા તો ખુબ ઓછું છે. જો ૨૫ ટકા જમા કર્યુ છે તો હમણાં નાં હિસાબ થી બાપદાદા પણ કઈ જવાબદારી આપશે? અહીંયા થી વધારે યાદ કેટલાં દિવસો માં કરશો? તીવ્ર પુરુષાર્થી ક્યારેય વિનાશ ની તારીખ નથી વિચારતાં. લાંબા સમયથી જો સંપૂર્ણતા નાં સંસ્કાર હશે તો અંતમાં પણ સંપૂર્ણ થઇ શકશો. જો અંતમાં બનશો તો પછી બાપદાદા પણ અંતમાં થોડું આપી દેશે. જે હમણાં કરે છે તેમને બાપદાદા પણ સતયુગનાં આરંભ માં કહે છે - ‘આવો’! બાપદાદા તો દરેક રત્ન માં આશા રાખે છે કે આ અનેકોને ઉમેદવાર બનાવશે. જે અનેકોનાં ઉમેદવાર છે તે પોતાનાં માટે પછી અંત ની ઉમ્મીદ કેવી રીતે રાખી શકે છે. અચ્છા!
આ ગ્રુપ ની ભઠ્ઠી પણ સમાપ્ત થઈ. સમાપ્ત થઈ કે આરંભ થઇ? આ ગ્રુપની પરીક્ષા નથી લીધી. જે એક્ઝામ્પલ (ઉદાહરણ) જોયું તેને સદાકાળ નાં માટે કાયમ રાખતા આવશો. તો પછી પરીક્ષા લેશે. કોઈ પણ વસ્તુને મજબૂત કરવી હોય તો શું કરાય છે? ફાઉન્ડેશન (પાયો) મજબૂત રાખવા માટે ઊંડાણ ની આવશ્યકતા હોય છે. જેટલા-જેટલા ઊંડાણ માં જશો એટલાં મજબૂત થશો. ઉપર-ઉપર થી પાયો લગાવવાથી મજબૂતી નથી થતી. જેટલું ઊંડાણ થી જ્ઞાન ધારણ કર્યુ હશે, એટલી જ પોતાનામાં મજબૂતી (શક્તિ) લાવી હશે. પરિવર્તન તો બધાએ ‘કાંઈક ને કાંઈક’ લાવ્યું જ છે, પરંતુ કાંઈક ને કાંઈક કેમ કહે છે. કારણ કે ફાઇનલ સર્ટિફિકેટ (અંતિમ પ્રમાણપત્ર) પ્રેકટીકલમાં (વ્યવહારમાં) લાવ્યાં પછી આપશે. હમણાં સર્ટિફિકેટ નહીં આપે. હમણાં હર્ષિત થાય છે કે દરેક બાળક ઉમંગ-ઉત્સાહ થી પોતાનાં પુરુષાર્થ ને આગળ વધારવામાં ખુબ તત્પર છે. પરંતુ સર્ટિફિકેટ ત્યારે મળશે જ્યારે પ્રેકટીકલ માં રીઝલ્ટ બહાર આવશે. એમ નહીં સમજતા કે ભઠ્ઠી સમાપ્ત થઈ, પરંતુ આરંભ થઇ છે. હમણાં સાંભળવાનું થયું, પછી કરવાનું છે. કર્યા પછી સર્ટિફિકેટ મળશે.
આ ગ્રુપની મુખ્ય ખૂબી એ જોઈ કે એકતા છે. પરંતુ એકતા ની સાથે-સાથે હવે બીજો શબ્દ પણ એડ કરવાનો (ઉમેરવાનો) છે. એકતાની સાથે એકાંતપ્રિય બનવાનું છે. જેમ એકતા માં નંબરવન છો તેમ એકાંત માં પણ નંબરવન આવવાનું છે. આ ધારણ કરી લો તો આ ગ્રુપ અનેકો થી આગળ જઈ શકે છે. એકતા ની સાથે એકાંતવાસી કેવી રીતે બનાય - આ પણ પોતાનામાં ભરવાનું છે. એકાંતપ્રિય તે હશે જેમનો અનેક તરફ થી બુદ્ધિયોગ તૂટેલો હશે અને એક નાં જ પ્રિય હશે. એક-પ્રિય હોવાનાં કારણે એક ની જ યાદ માં રહી શકશે. અનેક નાં પ્રિય હોવાનાં કારણે એક ની જ યાદ માં રહી નથી શકતાં, અનેક તરફ થી બુદ્ધિયોગ તૂટેલો હોય, એક તરફ જોડાયેલો હોય અર્થાત્ “એકનાં સિવાય બીજું ન કોઈ” - એવી સ્થિતિ વાળા જે હશે તે એકાંતપ્રિય થઈ શકે છે. નહીં તો એકાંત માં બેસવાનો પ્રયત્ન કરવા છતાં પણ અનેક તરફ બુદ્ધિ ભટકશે, એકાંત નો આનંદ અનુભવ કરી નહીં શકે. સર્વ સંબંધ, સર્વ રસ એક થી લેવાવાળા જ એકાંત-પ્રિય થઈ શકે છે. જ્યારે એક દ્વારા સર્વ રસ પ્રાપ્ત થઇ શકે છે તો અનેક તરફ જવાની આવશ્યકતા જ શું? પરંતુ જે એક દ્વારા સર્વ રસ લેવાના અભ્યાસી નથી હોતાં તે અનેક તરફ રસ લેવાની કોશિશ કરે, તે પછી એક પણ પ્રાપ્તિ નથી થતી. અને એક બાપની સાથે લગાડવાથી અનેક પ્રાપ્તિઓ થાય છે. ફક્ત ‘એક’ શબ્દ પણ યાદ રાખો તો તેમાં પૂરું જ્ઞાન આવી જાય, સ્મૃતિ પણ આવી જાય, સંબંધ પણ આવી જાય, સ્થિતિ પણ આવી જાય. અને સાથે-સાથે જે પ્રાપ્તિ થાય છે તે પણ એક શબ્દ થી સ્પષ્ટ થઈ જાય. એક ની યાદ, સ્થિતિ એકરસ અને જ્ઞાન પણ, બધું એક ની યાદ નું જ મળે છે. પ્રાપ્તિ પણ જે થાય છે તે પણ એકરસ રહે છે. આજે ખુબ ખુશી, કાલે ગુમ થઈ જાય - એમાં પ્રાપ્તિ નથી થતી. જે અતીન્દ્રિય સુખ મળે છે તે પણ એકરસ નથી રહેતું. ક્યારેક ખુબ, તો ક્યારેક ઓછું. હવે તો એકરસ અવસ્થામાં સ્થિત થવાનું પેપર આપવા માટે જઈ રહ્યાં છો. જોશે, પેપર માં કેટલાં માર્ક્સ લો છો. હંમેશા આ કોશિશ કરો કે - અમે બીજાઓને કરીને દેખાડીએ, અમારાં કર્મ અને અમારી ચલન બીજાઓને અભ્યાસ કરાવે. કોઈપણ વાતમાં ફેલ (નપાસ) ન થાઓ, તેનાં માટે સહજ વાત સંભળાવી રહ્યાં છે. તો કોઈ પણ વાત માં ફેલ ન થાઓ તેનાં માટે એક વાત યાદ રાખવાની - ‘ફોલો ફાધર’ (બાપ ને અનુસરો). સાકાર રુપ માં જે કરીને દેખાડ્યું તે ફોલો કરો તો કોઈ પણ વાતમાં ફેલ ન થઈ શકો. ક્યાંય પણ જ્યારે ફેલ થવાની વાત સામે આવે તો આ યાદ રાખવાનું કે ફોલો ફાધર કરી રહ્યો છું? જે આટલાં વર્ષ સાકાર રુપમાં કર્મ કર્યા, તે એક-એક દૃશ્ય પણ સામે આવી જાય છે. તો જ્યારે ફોલો ફાધર કરશો તો જે પણ કોઈ એવાં કાર્ય હશે તો તે કરવામાં બ્રેક આવી જશે, જજ (નિર્ણય) કરશો - આ કર્મ અમે કરી શકીએ છે? ફોલો ફાધર. ફાધર કહેવામાં બંનેવ આવી જાય છે. ફોલો ફાધર યાદ આવવાથી ફેલ નહીં થશો, ફ્લોલેસ (ડાઘ રહિત) બની જશો. બાપદાદા બાળકોને ફ્લોલેસ બનાવવા ઈચ્છે છે. માળામાં નજીક લાવવા માટે આ સહજ યુક્તિ બતાવી રહ્યાં છે. જોજો, તમને કહેલી યુક્તિ તમારાથી પહેલાં બીજા કોઈ પ્રયોગ ન કરી લે. બાપદાદા તો દરેક તારાઓમાં ઉમ્મીદ રાખે છે. એટલે કહે છે ઉમ્મીદવાર તારાઓ.
વિશેષ સ્નેહ છે ત્યારે તો આવાં સમયે પણ આવ્યાં છો. ત્યાગ પણ કર્યો છે ને. પોતાની નિંદર નો ત્યાગ કર્યો છે, તો આ પણ સ્નેહ દેખાડ્યો. બાપદાદા હવે સ્નેહ નું વળતર આપે છે. હવે ગયાં પછી પરિણામ જોશે. જાઓ છો આવવાં માટે. જવું અને આવવું. જવાનું તો છે જ, પરંતુ જવાનું છે, આવવાં માટે. જેટલાં-જેટલાં અવ્યક્ત સ્થિતિ નાં અનુભવી થતાં જશો એટલાં જ અવ્યક્ત મધુબન માં આકર્ષિત થઇ આવશો. હવે વ્યક્ત મધુબન નથી. અચ્છા!