Search for a command to run...
10 Jun 1977
મંત્ર અને યંત્ર નાં નિરન્તર પ્રયોગ થી અન્તર સમાપ્ત
10 June 1977 · ગુજરાતી
બાપદાદા સર્વ બાળકોની વર્તમાન સ્થિતિ અને અંતિમ સ્થિતિ બંનેને જુવે છે. ક્યાં-ક્યાં વર્તમાન અને અંતિમ સ્થિતિ માં અંતર દેખાય છે અને ક્યાં-ક્યાં મહાન અંતર દેખાય છે. મહાન અંતર કેમ રહી જાય છે? લક્ષ પણ બધાનું એક જ સર્વશ્રેષ્ઠ બનવાનું છે અને પદ પ્રાપ્ત કરાવવા વાળા પણ એક છે, સમય નું વરદાન અને વરદાતા નું વરદાન પણ બધાંને મળેલું છે, પુરુષાર્થ નો માર્ગ પણ એક છે, લઈ જવાવાળા પણ એક છે, છતાં પણ આટલું અંતર કેમ થઈ જાય છે? કારણ શું હોય છે - એ કારણને જોઈ રહ્યાં હતાં.
વર્તમાન સમય પ્રમાણે મુખ્ય કારણ શું જોયાં? એક તો જે પહેલાં-પહેલાં મહામંત્ર - મનમનાભવ નો કે હમ સો દેવતા નો બાપદાદા દ્વારા મળ્યો, એ મંત્ર ને સદા સ્મૃતિમાં નથી રાખતાં. ભક્તિમાર્ગ માં પણ મંત્ર ને ક્યારેય નથી ભૂલતાં. મંત્ર ભૂલવો અર્થાત્ ગુરુ થી કિનારે થવું, આ ડર રહે છે. પરંતુ બાળકો બન્યાં પછી શું કરી લીધું? ભક્તોની માફક ડર તો નીકળી ગયો ઉલ્ટાનું પુરુષાર્થ માં અધિકારી સમજવાનો એડવાન્ટેજ (લાભ) લઈ બાપ નાં આપેલાં મંત્ર ને કે શ્રીમત ને પૂર્ણ રીતે થી પ્રેક્ટિકલ (વ્યવહાર) માં નથી લાવતાં. એક તો મંત્ર ને ભૂલી જાય છે, બીજું માયાજીત બનવાનાં જે અનેક પ્રકારનાં યંત્ર આપે છે, એ યંત્રો ને સમય પર કાર્યમાં નથી લાવતાં. જો આ બંને વાતો - ‘મંત્ર અને યંત્ર’, પ્રેક્ટિકલ જીવન માટે યંત્ર અને બુદ્ધિયોગ લગાવવા માટે કે બુદ્ધિ ને એકાગ્ર કરવા માટે મંત્ર ને સ્મૃતિમાં રાખો તો અંતર સમાપ્ત થઈ જશે. રોજ સાંભળો અને સંભળાવો છો - મનમનાભવ પરંતુ સ્મૃતિ સ્વરુપ ક્યાં સુધી બન્યાં છો! પહેલો પાઠ મહામંત્ર છે. આ જ મંત્રની પ્રેક્ટિકલ ધારણા થી પહેલો નંબર આવી શકે છે. આ જ પહેલાં પાઠ નાં સ્મૃતિ સ્વરુપ ની કમી (ખોટ) હોવાનાં કારણે વિજયી બનવામાં પણ નંબર ઓછાં થઈ જાય છે. મંત્ર શા માટે ભૂલી જવાય છે? કારણકે બાપદાદાએ જે દરેક સમય ની સ્મૃતિ પ્રતિ ડાયરેક્શન (માર્ગદર્શન) આપ્યું છે, એને ભૂલી જાઓ છો.
અમૃતવેલા ની સ્મૃતિ નું સ્વરુપ, ગૉડલી સ્ટડી (ઈશ્વરીય અધ્યયન) કરવાની સ્મૃતિ નું સ્મૃતિ સ્વરુપ, કર્મ કરતાં કર્મયોગી રહેવાનું સ્મૃતિ સ્વરુપ, ટ્રસ્ટી બની પોતાનાં શરીર નિર્વાહનાં વ્યવહાર નાં સમયનું સ્મૃતિ સ્વરુપ, અનેક વિકારી આત્માઓનાં સંપર્કમાં આવવા સમયનું સ્મૃતિ સ્વરુપ, વાઈબ્રેશન્સ (પ્રકંપન) વાળી આત્માઓનાં વાઈબ્રેશન પરિવર્તન કરવાનાં કાર્ય કરવાનાં સમયનું સ્મૃતિ સ્વરુપ, બધાં ડાયરેક્શન મળેલાં છે. યાદ છે? જેમ ભવિષ્ય માં જેવો સમય હશે એવો ડ્રેસ (પહેરવેશ) ચેન્જ (બદલી) કરશો. દરેક સમયનાં કાર્ય નો ડ્રેસ અને શૃંગાર પોત-પોતાનો હશે. તો આ અભ્યાસ અહીં ધારણ કરવાથી ભવિષ્ય માં પ્રારબ્ધ રુપમાં પ્રાપ્ત થશે. ત્યાં સ્થૂળ ડ્રેસ ચેન્જ કરશો અને અહીંયા જેવો સમય, જેવાં કાર્ય, એવું સ્મૃતિ સ્વરુપ હોય. અભ્યાસ છે કે ભૂલી જાઓ છો? આ સમયનાં તમારાં અભ્યાસ નાં યાદગાર ભક્તિમાર્ગ માં પણ જે વિશેષ નામી-ગ્રામી મંદિર છે, ત્યાં પણ સમય પ્રમાણે ડ્રેસ બદલી કરે છે. દરેક દર્શન નો ડ્રેસ પોત-પોતાનો બનેલો હોય છે. તો આ યાદગાર પણ કઈ આત્માઓનું છે? જે આત્માઓ આ સંગમયુગ પર જેવો સમય એવું સ્વરુપ બનવાનાં અભ્યાસી છે.
બાપદાદા બાળકોની આખા દિવસની દિનચર્યા ને ચેક કરે છે. રિઝલ્ટમાં સમય પ્રમાણે સ્મૃતિ સ્વરુપ નો અભ્યાસ ઓછો દેખાય છે. સ્મૃતિ માં છે, પરંતુ સ્વરુપ માં લાવતાં નથી આવડતું. સમય હશે અમૃતવેલા નો, જે સમય વિશેષ બાળકોનાં પ્રતિ સર્વ શક્તિઓનાં વરદાન નો, સર્વ અનુભવોનાં વરદાન નો, બાપ સમાન શક્તિશાળી લાઈટ હાઉસ, માઇટ હાઉસ સ્વરુપ માં સ્થિત થવાનો, મહેનત ઓછી અને પ્રાપ્તિ અધિક થવાનો ગોલ્ડન (સોનેરી) સમય છે. એ સમયે પણ જે માસ્ટર બીજ રુપ, વરદાની સ્વરુપ ની સ્મૃતિ હોવી જોઈએ, એનાં બદલે, સમર્થી સ્વરુપનાં બદલે, બાપ સમાન સ્થિતિનો અનુભવ કરવાનાં બદલે, કયું સ્વરુપ ધારણ કરો છો? મેજોરિટી (અધિકાંશ) ઉલ્હના આપે છે કે ફરિયાદ કરે છે કે દિલશિકસ્ત સ્વરુપ થઈને બેસે છે. વરદાની, વિશ્વ કલ્યાણી સ્વરુપ નાં બદલે સ્વયનાં પ્રતિ વરદાન માંગવા વાળા બની જાય છે અથવા તો પોતાની ફરિયાદ અથવા તો બીજાંની ફરિયાદ કરશે. તો જેવો સમય, એવું સ્મૃતિ સ્વરુપ ન હોવાથી સમર્થી સ્વરુપ પણ નથી બની શકતાં. એ જ પ્રકારે આખા દિવસની દિનચર્યા માં, જેમ સંભળાવ્યું કે સમય પ્રમાણે સ્વરુપ ધારણ ન કરવાના કારણે સફળતા નથી થઈ શકતી. પ્રાપ્તિ નથી થઈ શકતી. પછી કહે છે - ખુશી કેમ નથી થતી, એનું કારણ શું થયું? ‘મંત્ર અને યંત્ર’ ને ભૂલી જાઓ છો.
આજકાલ નાં નામીગ્રામી કે જેમને મોટાં માણસ કહે છે એમનો પણ અભ્યાસ હોય છે, જેવા સ્ટેજ (મંચ) પર જશે, એવો ડ્રેસ, એવું રુપ અર્થાત્ પોતાનાં સ્વભાવ ને પણ એ જ પ્રમાણે બનાવશે. જો ખુશીનાં ઉત્સવ નાં સ્ટેજ પર જશે તો પોતાનું સ્વરુપ પણ એ જ પ્રમાણે જોશે ‘જેવું સ્ટેજ, એવું સ્વરુપ’ નાં અભ્યાસી હોય છે. ભલે અલ્પકાળ માટે હોય, બનાવટી હોય, પરંતુ જે એવાં અભ્યાસી વ્યક્તિ હોય છે, તે જ બધાં દ્વારા મહિમા નાં પાત્ર હોય છે. એમનો છે બનાવટી, તમારો છે રીયલ (વાસ્તવિક). તો રીયલિટી (વાસ્તવિકતા) અને રૉયલ્ટી નાં અભ્યાસી બનો. ‘જે છો, જેવા છો, જેમના છો,’ એ સ્મૃતિ માં રહો. પહેલાં મનન કરો કે દરેક સમયે એવું સ્વરુપ રહ્યું? જો નહીં તો તુરંત પોતાને ચેક કર્યા પછી ચેન્જ (પરિવર્તન) કરો. કર્મ કરવાનાં પહેલાં સ્મૃતિ સ્વરુપ ને ચેક કરો, કર્મ કર્યા પછી નહીં કરો. ક્યાંય પણ કોઈ કાર્ય અર્થે જવાનું હોય છે તો જવાનાં પહેલાં તૈયારી કરવાની હોય છે, ન કે પછી. એવી રીતે દરેક કામ કરવાનાં પહેલાં સ્થિતિ માં સ્થિત થવાની તૈયારી કરો. કર્યા પછી વિચારવાથી કર્મની પ્રાપ્તિ નાં બદલે પશ્ચાતાપ થઈ જાય છે. તો દ્વાપર થી પ્રાપ્તિનાં બદલે પ્રાર્થના અને પશ્ચાતાપ કર્યો પરંતુ હવે પ્રાપ્તિનો સમય છે. તો પ્રાપ્તિ નો આધાર થયો - ‘જેવો સમય એવું સ્મૃતિ સ્વરુપ.’ હવે સમજ્યાં કમી (ભૂલ) શું કરો છો? જાણો બધું છો, જાણવામાં તો જાની-જાનનહાર થઈ ગયાં, પરંતુ જાણવાનાં પછી છે ચાલવું અને બનવું. જો કોઈપણ વિસ્મૃતિ નાં પછી કોઈને પણ નૉલેજ (જ્ઞાન) આપો કે આવું નહીં કરો કે આવું નહીં કરવું જોઈએ તો શું જવાબ આપે છે? આ જ કહેશે કે અમે બધું જાણીએ છીએ જે આપ નથી જાણતાં. તો દરેક પોઇન્ટ નાં જાની-જાનનહાર બની ગયાં છો ને. પરંતુ જાની-જાનનહાર કમજોર કેવી રીતે થાય છે? એટલા કમજોર જે સમજે પણ છે ન કરવું જોઈએ પછી પણ કરી રહ્યાં છે. તો જાણવામાં નંબરવન છો જ, હવે ચાલવામાં નંબરવન બનો, સમજ્યાં. હવે શું કરવાનું છે? સાંભળવું અને સ્વરુપ બનવું. દરેક સપ્તાહ સમય નાં પ્રમાણે સ્મૃતિ સ્વરુપ બનાવવાની પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિકલ અનુભૂતિ કરજો. અચ્છા.
સદા બાપની યાદ માં રહેતાં દરેક કાર્ય કરો છો? બાપની યાદ સહજ છે કે મુશ્કેલ છે? જો સહજ વાત છે તો નિરંતર યાદ રહેવી જોઈએ. સહજ કામ નિરંતર અને સ્વતઃ થતું રહેશે. તો નિરંતર બાપની યાદ રહે છે? યાદ નિરંતર રહેવી એનું સાધન બહુજ સહજ છે. કેમ? જો લૌકિક રીતથી જોવા જઈએ - યાદ સ્વતઃ સહજ જ કોની રહે છે? જેનાથી પ્રેમ હોય છે. જે વ્યક્તિ કે વૈભવ થી પ્રેમ હોય, તે ન ઇચ્છતાં પણ યાદ આવે. દેહ થી પ્રેમ થઈ ગયો તો દેહનું ભાન ભૂલાય છે? નહીં ને. ઇચ્છવા છતાં પણ નથી ભૂલતાં. કેમ? કારણ કે અડધો કલ્પ દેહનાં ખુબ પ્યારા રહ્યાં છો. જેમ લૌકિક રીતે પણ પ્રિય વસ્તુ કે વ્યક્તિ સ્વતઃ યાદ રહે, તો એમ જ અહીં સૌથી પ્રિય માં પ્રિય કોણ? બાપ છે ને! એમનાથી બીજું કોઈ પ્રિય હોઈ ન શકે ને! તો પ્રિય માં પ્રિય હોવાનાં નાતે (સંબંધથી) સહજ અને નિરંતર (પ્રેમ) હોવો જોઈએ ને? પછી પણ કેમ નથી? એનું કારણ શું! એનાથી સિધ્ધ છે કે હજી સુધી પણ ક્યાંક કંઈક પ્રેમ અટકેલો છે. પૂરો પ્રેમ બાપ થી નથી લગાવ્યો. એટલે જ નિરંતર નાં બદલે, એક બાપ નાં બદલે, બીજી તરફ પણ બુદ્ધિ ચાલી જાય છે. તો પ્રિય માં પ્રિય બાપ નાં પ્રેમ નો પહેલાં અનુભવ કર્યો છે, રુહાની પ્રેમ નો અનુભવ કર્યો છે? રુહ છે તો રુહ નો પ્રેમ પણ રુહાની હશે ને? તો રુહાની પ્રેમ નો અનુભવ છે? અનુભવ વાળી વાત ક્યારેય ભૂલી નથી શકાતી. રુહાની પ્રેમ નો અનુભવ એક સેકન્ડનો અનુભવ પણ કેટલો શ્રેષ્ઠ છે! જો એક સેકન્ડનાં એ પ્રેમ નાં અનુભવ માં ચાલ્યા જાઓ તો આખો દિવસ શું થશે? જેમ કોઇ પાવરફુલ (શક્તિશાળી) ચીજ હોય છે તો એનું એક બુંદ (ટીપું) પણ બહુ બધું કરી લે છે. શક્તિ ઓછી વાળી ચીજ કેટલાં પણ બુંદ (ટીપાં) નાખો તો એટલું નથી કરી શકતી. તો રુહાની પ્રેમની એક ઘડી પણ બહુજ શક્તિ આપે, ત્યારે ભૂલાવવાનાં અભ્યાસ માં મદદ આપે છે. તો અનુભવી છો કે ફક્ત સાંભળ્યું કે માની લીધું? ચેક કરો જે બાપ નાં ગુણ છે, એ સર્વ ગુણોનાં અનુભવી છો? જેટલી અનુભવી આત્મા, એટલી માસ્ટર સર્વશક્તિમાન. પુરુષાર્થ ની સ્પીડ (ગતિ) ઢીલી હોવાનું કારણ અનુભવ ને બદલે સંભળાવવા વાળા છો. અનુભવ માં જવાથી સ્પીડ ઑટોમેટિકલી (આપોઆપ) તેજ થઇ જાય છે.
જેમ બાપ સદા સમર્થ છે, એમ જ પોતાને પણ સદા સમર્થ સમજો છો? બાપ ક્યારેક-ક્યારેક સમર્થ, ક્યારેક-ક્યારેક કમજોર છે કે સદા સમર્થ છે? સદા સમર્થ છે ને. એવાં સમર્થ છે જે બધાં સમર્થી નું દાન બાપ થી લે છે! બાપ સમર્થી સ્વરુપ અર્થાત્ સમર્થી નાં પણ દાતા છે તો બાળકોએ શું બનવાનું છે? સમર્થી લેવાવાળા કે દેવાવાળા? બાપ આવતાં જ, સર્વ અધિકારી બનાવી દે છે. જ્યારે આવવાથી જ બધું આપી દે છે તો માંગવાની શું આવશ્યકતા? વગર માંગે મળી જાય તો માંગવાની જરુરત જ શું? માંગવાથી ખુશી નથી થતી. જેમનામાં જ્ઞાન નથી, તે માંગે છે - “શક્તિ આપો, મદદ આપો.” મદદ મળવાનો રસ્તો - હિમ્મત. ‘હિમ્મતે બાળકો મદદે બાપ.’ હિમ્મત રાખો તો મદદ લાખ ગુણા મળશે. એક કરવું અને લાખ મેળવવું - આ હિસાબ ને તો જાણો છો ને? તો હિમ્મત કયારેય ન છોડવી જોઈએ. હિમ્મત ને છોડી અર્થાત્ પ્રોપર્ટી (સંપત્તિ) ને છોડી, પ્રોપર્ટી ને છોડી અર્થાત્ બાપ ને છોડ્યાં. કંઈ પણ થઈ જાય, કેવી પણ પરિસ્થિતિ આવી જાય, હિમ્મત ન છોડવી જોઈએ. હિમ્મત છોડી તો શ્વાસ છોડ્યો. હિમ્મત જ આ મરજીવા જીવન નો શ્વાસ છે. શ્વાસ જ ચાલ્યો જાય તો શું રહ્યું? હિમ્મત છે તો મૂર્છિત થી સુરજીત થઈ જશે. સાયન્સ (વિજ્ઞાન) ની વૃદ્ધિનું કારણ પણ ‘હિમ્મત’ છે. હિમ્મત નાં આધાર થી ચંદ્રમા સુધી પહોંચી જાય છે, દિવસ ને રાત અને રાત ને દિવસ બનાવી દે છે. હિમ્મત રાખીને ચાલવા વાળાને સહજ વરદાન પ્રાપ્ત થઈ જાય છે, મુશ્કેલ પણ સહજ થઈ જાય છે, અસંભવ વાત પણ સંભવ થઇ જાય છે.
બધાં જુએ છે બ્રહ્માકુમારીઓ શું કહે છે અને શું કરે છે. એટલે જે કહો છો તે કરવા વાળા બનો. ‘ભગવાન મળ્યાં’, ‘ભગવાન મળ્યાં’ નો નારો તો લગાવો છો, પરંતુ ભગવાન મળ્યાં તો બીજું કંઈ રહી ગયું છે શું, જે એ તરફ બુદ્ધિ જાય છે? તો સર્વ પ્રાપ્તિઓનો અનુભવ બધાંની આગળ દેખાડો. તમારું શક્તિ-સ્વરુપ હવે બધાં જોવાં ઈચ્છે છે. હવે મહારથીઓએ કોઈ પ્લાન (યોજના) બનાવવાનો છે. વિઘ્ન-વિનાશક બનવાનું સાધન કયું છે? ડ્રામા અનુસાર જે થાય છે એને ભાવિ સમજી આગળ ચાલતાં જાઓ. આત્માઓનું જે અકલ્યાણ થઈ જાય છે, તો રહેમદિલ નાં નાતે (સંબંધે) શું થવું જોઇએ, જેનાથી એ આત્માઓનું અકલ્યાણ ન થાય. એની કોઇને કોઇ યુક્તિ રચવી જોઈએ. વાતાવરણ પણ પાવરફુલ બનાવવા માટે હવે કોઈ પ્લાન જોઈએ. હમણાં આ એક લહેર ચાલી રહી છે. એક જનરલ (સામાન્ય) વિઘ્ન, બીજું જેમાં અનેક આત્માઓનું અકલ્યાણ છે. આજકાલ જે લહેર છે - ઘણી આત્માઓ પોતાની મેળે જ અકલ્યાણ નાં નિમિત્ત બની છે. એમનાં માટે પ્લાન બનાવો. મહારાથીઓનો સંકલ્પ કરવો કે પ્લાન બનાવવો - આ પણ વાતાવરણ માં ફેલાયું છે. વાતાવરણ ને ચેન્જ કરવાનું છે. આજકાલ આ વાતની આવશ્યકતા છે જે વિઘ્ન-વિનાશક નામ છે, તે પોતાનાં સંકલ્પ, વાણી, કર્મ માં દેખાય આવે. જેમ આગ બુઝાવવા વાળા હોય છે - તેઓ આગ લાગે છે તો આગ બુઝાવ્યા સિવાય રહી નથી શકતાં. કેવું પણ મુશ્કેલ કામ છે, પ્લાન બનાવીને આગ ને બુઝાવે છે. તમે પણ વિઘ્ન-વિનાશક છો. વાતાવરણ કેવી રીતે સમાપ્ત થાય? સંકલ્પ રચશો ત્યારે વાયુમંડળ બદલાશે. હળવું નહીં કરો - આ તો શરુઆત થી જ ચાલતું આવ્યું છે, આ વિઘ્ન તો પડવાનાં જ છે. ઝાડ ને તો ખરવાનું જ છે..ના. વિઘ્ન પડેલા ને ખતમ કરો. જેમ કોઈ સ્થૂળ નુકસાન થતું જોઈ છોડી નથી દેતા, દૂર થી પણ ભાગો છો, નુકસાન ને બચાવવા માટે, નેચરલ (સ્વતઃ) બચાવવાનો સંકલ્પ આવશે. એવું નહીં કે આ તો થતું રહે છે. આ તો ડ્રામા છે. દરેક આત્માનો પોત-પોતાનો પાર્ટ છે. હલચલ માં નથી આવતાં, પરંતુ તમે સેફ્ટી (સુરક્ષા) તથા રહેમ (દયા) કરવા વાળા છો - આ ભાવના થી વિચારવાનું છે. વિઘ્નવિનાશક છો - આ લક્ષ રાખવાનું છે. જે વાત નું લક્ષ રાખો છો તે ધીરે-ધીરે થઈ જાય છે. ફક્ત લક્ષ અને અટેન્શન (સાવચેતી) જોઈએ. મહારથીઓએ ફક્ત સ્વયં પ્રતિ સર્વ વિધિઓ, સર્વ શક્તિઓ યુઝ (ઉપયોગ) નથી કરવાની, હવે આ વિચાર ચાલે છે કે નહીં? ચાલવો જોઈએ. આનાથી કિનારો નથી કરવાનો. કિનારો કરશો તો ઈન્ડિવીજ્યુઅલ (વ્યક્તિગત) રાજા બનશો. વિશ્વ-મહારાજન નહીં. વિશ્વ-કલ્યાણની ભાવના રાખવાથી વિશ્વ-મહારાજન બનશો.