Search for a command to run...
7 Jun 1977
સંગમયુગ (ધર્માઉયુગ) ને વિશેષ વરદાન - ‘ચઢતી કળા સર્વ નું ભલું’
7 June 1977 · ગુજરાતી
બધાં સમય પ્રમાણે સ્વયં ને ચઢતી કળામાં દરેક સેકન્ડ કે સંકલ્પ માં અનુભવ કરો છો? કારણકે આ તો બધાં જાણો છે કે આ નાનો એવો સંગમયુગ જ ચઢતી કળાનો છે. આ યુગને કે સમયને ડ્રામાનુસાર વરદાન મળેલું છે - ‘ચઢતી કળા સર્વનું ભલું (ચઢતી કલા સર્વ કા ભલા)’. બીજા કોઈ પણ યુગને આવું વરદાન પ્રાપ્ત નથી.
સંગમયુગને ધર્માઉયુગ પણ કહેવાય છે અર્થાત્ યથાર્થ ધર્મ અને યથાર્થ કર્મ કરવા વાળી શ્રેષ્ઠ આત્માઓ આ ધર્માઉયુગ માં પાર્ટ ભજવે છે. ધર્મ સત્તા, રાજ્ય સત્તા, વિજ્ઞાન ની સત્તા, સર્વ સત્તાઓ આ યુગમાં જ પોતાનો વિશેષ પાર્ટ દેખાડે છે અર્થાત્ આ સમયે જ આ ત્રણેય સત્તાઓ આત્માઓને પ્રાપ્ત થાય છે. એવાં શ્રેષ્ઠ સમયનાં વિશેષ પાર્ટધારી કોણ છે, સ્વયંને એવાં શ્રેષ્ઠ સમય પર શ્રેષ્ઠ પાર્ટધારી સમજો છો?
ચઢતી કળાનો આધાર આપ વિશેષ આત્માઓની ઉપર છે. તમારી ચઢતી કળાથી જ સર્વ આત્માઓનું ભલું અર્થાત્ કલ્યાણ થાય છે. સર્વ આત્માઓની લાંબા સમયની આશાઓ - મુક્તિને પ્રાપ્ત કરવાની, તમારી ચઢતી કળાનાં આધાર થી જ પૂર્ણ થાય છે. સર્વ આત્માઓની મુક્તિ પ્રાપ્તિ કરવાનો આધાર આપ આત્માઓની જીવન-મુક્તિની પ્રાપ્તિ છે. એવાં પોતાને આધારમૂર્ત સમજી ચાલો છો? આપવાવાળા દાતા બાપ છે - પરંતુ નિમિત્ત કોને બનાવ્યાં છે? વારસો બાપ દ્વારા પ્રાપ્ત થાય છે, પરંતુ બાપ પણ નિમિત્ત બાળકોને બનાવે છે. એટલું અટેન્શન (ધ્યાન) દરેક કદમ પોતાનાં ઉપર રહે છે કે અમારાં વિશેષ આત્માઓનાં આધારથી સર્વ આત્માઓનું ભલું છે. આ સ્મૃતિ રાખવાથી અલબેલાપણું અને આલસ્ય (આળસ) સમાપ્ત થઈ જશે, જે વર્તમાન સમયે કોઈ ન કોઈ રુપમાં મેજોરીટી (અધિકાંશ) માં દેખાઈ આવે છે. જેનાં કારણે ચઢતી કળાનાં બદલે રુકતી (અટકતી) કળામાં આવી જાય છે અને આ અટકવાની કળામાં પણ બહુજ હોશિયાર થઈ ગયાં છો. હોંશિયારી શું કરો છો? જ્ઞાનની સાંભળેલી વાતો કે સમય પ્રતિ સમય જે યુક્તિઓ બાપ દ્વારા મળતી રહે છે, એ યુક્તિઓને કે વાતોને યથાર્થ રીતે યુઝ (ઉપયોગ) નથી કરતાં, મિસયુઝ (દુરુપયોગ) કરે છે. ભાવ ને બદલી બોલ ને પકડી લે છે. પોતાનાં જૂનાં સ્વભાવને વશીભૂત થઈ યથાર્થ ભાવ ને સ્વભાવ વશ બદલી લે છે.
જેમ બાપદાદા બાળકોને માસ્ટર ત્રિકાળદર્શી બનાવવા માટે ડ્રામાનાં સર્વ રહસ્ય બાળકોની આગળ સ્પષ્ટ કરે છે. બાપ ડ્રામાનાં રહસ્ય અનુસાર પુરુષાર્થીઓનાં નંબર કે રાજધાનીનાં રહસ્ય સંભળાવે છે કે ડ્રામામાં રાજધાની માં બધાં પ્રકારનાં પદ લેવા વાળા હોય છે કે માળા નંબરવાર બને છે, તો બધાં તો મહારથી નહીં બને અથવા બધાં વિજયમાળા માં તો નહીં આવે. બધાં મહારાજા તો બનશે નહીં. એટલે અમારો પાર્ટ જ એવો દેખાઈ આવે છે. બાપ સંભળાવે છે એડવાન્સ માં (આગળ) જવા માટે, પરંતુ બાળકો એડવાન્સ માં જવાની બદલે ઉલ્ટો એડવાન્ટેજ (લાભ) ઉઠાવી લે છે અર્થાત્ પોતાનાં અલબેલાપણાને અને આળસને નથી મિટાવતાં પરંતુ બાપની વાત નો ભાવ બદલી એ જ વાત ને આધાર બનાવી દે છે અને બાપને સંભળાવે છે કે તમે આવું કહ્યું. એ જ પ્રકારે પોતાનાં ભિન્ન-ભિન્ન સ્વભાવ ને વશ યથાર્થ વાતોનાં ભાવ બદલી, અટકતી કળાની બાજી બહુજ સારી દેખાડે છે. માયાજીત બનવાની યુક્તિઓને સમય પર કાર્યમાં લગાવવાનું અટેન્શન સ્વયં ઓછું રાખે છે, પરંતુ પોતે પોતાને બચાવવાનું સાધન - બાપ નાં બોલ ને યુઝ કરે છે. શું કહે છે કે તમે જ તો કહ્યું છે કે માયા બહુજ દુસ્તર (બળવાન) છે. બ્રહ્મા બાપને પણ નથી છોડતી, મહારથીઓને પણ માયા વાર કરે છે. જ્યારે બ્રહ્મા બાપ ને પણ નથી છોડતી, મહારથીઓ ને પણ નથી છોડતી તો અમારી પાસે આવી અને હાર ખાધી તો શું મોટી વાત છે, આ તો થવાનું જ છે, અંત સુધી આ તો ચાલવાનું જ છે! આ પ્રકારે પુરુષાર્થ માં અટકવાનાં બોલ, પોતાનો આધાર બનાવી ચઢતી કળામાં જવાથી વંચિત થઈ જાય છે. બાપ કહે છે માયા આવશે પરંતુ માયાજીત જગતજીત બનવા વાળામાં કોનું ગાયન છે? જો માયા જ ન આવે તો દુશ્મન નો સામનો કર્યા વગર કોઈ વિજયી કહેવાય? માયા આવશે પરંતુ હાર ખાવી - આ તો બાપ નથી કહેતાં. માયા પર વાર કરવાનો છે ન કે હાર ખાવાની છે. કલ્પ-કલ્પ નાં વિજયી રતન છીએ અને વિજયી બનીને જ દેખાડશું - આ સમર્થ બોલ ભૂલી જાઓ છો. પરંતુ પોતાની કમજોરી નાં કારણે બાપનાં બોલને પણ કમજોર બનાવી દો છો. જેમ બ્રહ્મા બાપે માયાજીત બની જગતજીત નું પદ પ્રાપ્ત કરી જ લીધું, જે કલ્પ-કલ્પ ની નોંધ યાદગાર રુપમાં પણ છે. તો જેમ બાપ બ્રહ્માએ, માયા પ્રબળ હોવા છતાં પણ, સ્વયંને બળવાન બનાવ્યાં; ન કે ગભરાયાં. તો એવી રીતે ફૉલો ફાધર (બાપનું અનુકરણ) કરો.
વિજયી બનવાનો ભાવ ઉઠાવો. પુરુષાર્થહીન થવાનો ભાવ, પોતાની અલ્પ બુદ્ધિનું પ્રમાણ સમજતાં સ્વયંને દગો (ધોકો) નહીં આપો. બાપનાં દરેક બોલમાં દરેક આત્માનાં ત્રણે કાળનું કલ્યાણ ભરેલું છે, ત્યારે જ વિશ્વ કલ્યાણી ગવાયેલાં છે. કલ્યાણ નાં બોલને સ્વયનાં અકલ્યાણ અર્થ કાર્યમાં નહીં લગાવો. આજકાલ મેજોરિટી (અધિકાંશ) આ જ પ્રકારનાં નોલેજફુલ (અજ્ઞાની) બહુ જ છે. આ પ્રકારનાં નોલેજફુલ સમજવાથી પોતાને બહુ સમજદાર કહેવડાવે છે, અને કરે છે વ્યર્થ અને ઉલ્ટા કાર્ય, જેને રૉયલ રુપનાં વિકર્મ કહેવાય. પરંતુ પોતાને સમજદાર સિદ્ધ કરવાની રીત ખુબ સારી આવડે છે. વ્યર્થ કર્મ કે રૉયલ રુપનાં વિકર્મ જે દેખાય કંઈક છે, પરંતુ હોય છે સ્વયંને અને બીજાને નુકસાન દેવડાવવા વાળા. એની પરખ જ છે, એવાં કર્મ કરવાથી સ્વયં પણ અંદરથી સંતુષ્ટ નહીં હોય. ખુશીનો અનુભવ, શક્તિનો અનુભવ નહીં કરે. પોતાને ગુણો થી, શક્તિઓનાં ખજાના થી ખાલી અનુભવ કરશે. પરંતુ બહાર થી દેહ અહંકાર નાં કારણે, સમજનો અહંકાર હોવાનાં કારણે પોતાની સમજદારીને સ્પષ્ટ કરતાં રહેશે. એમનો દરેક બોલ અંદર થી ખાલી, પરંતુ બહાર થી સ્વયંને છુપાવવાનું રુપ હશે. જેમ કહેવત પણ છે ‘ખાલી વસ્તુ અવાજ વધારે કરે છે.’ દેખાડો બહુજ હોય છે પરંતુ અંદર નો દગો, બહાર નો દેખાડો હોય છે. સાથે-સાથે એવાં કર્મોનું પરિણામ અનેક બ્રાહ્મણ આત્માઓ અને દુનિયાની અજ્ઞાની આત્માઓની ડિસ-સર્વિસ (કુસેવા) કરવાનાં નિમિત્ત બની જાય છે. એવાં વિકર્મો કે વ્યર્થ કર્મો ને કારણ, એક સ્વયં થી ડિસ-સેટિસ્ફાઇડ (અસંતુષ્ટ), બીજું અનેકોની ડિસ-સર્વિસ, આ કારણે ચઢતી કળાનાં બદલે રુકતી (અટકતી) કળામાં આવી જાય છે.
પોતે પોતાને ચેક કરો, ચાલતાં-ચાલતાં ખુશી ઓછી કેમ થઈ જાય છે? કે તીવ્ર પુરુષાર્થ નો ઉમંગ, ઉત્સાહ ઓછો કેમ થઈ જાય છે? કે યોગયુક્ત નાં બદલે વ્યર્થ સંકલ્પો તરફ કેમ ભટકી જાઓ છો? કે પોતાનાં સ્વભાવ-સંસ્કારો નાં બંધન કેમ નથી ચૂક્તું થતાં? કારણ શું હોય છે? કારણ જાણો છો? વિશેષ કારણ છે - જેમ શરુમાં આવો છો તો બાપ થી પ્રાપ્ત થયેલી પુરુષાર્થની યુક્તિઓ વધારે મહેનત થી કરવા લાગી જાઓ છો. દિવસ-રાત થકાવટ અથવા માયાની રુકાવટ (અવરોધ) વગેરે કોઈની પરવા નથી કરતાં. બાપ મળ્યાં, વારસો મેળવવો છે, અધિકારી બનવું છે - આ જ નશા માં કદમને બહુજ તીવ્ર રુપ થી આગળ વધારતાં ચાલો છો. પરંતુ હવે શું કરો છો? જેમ આજકાલ નાં જમાના માં મહેનત કરવી મુશ્કેલ લાગે છે. પગાર જોઈએ પરંતુ મહેનત નથી કરવી. એમ બ્રાહ્મણ આત્માઓ પણ મહેનત થી અલબેલા (બેપરવા) થઈ જાય છે કે આળસ માં આવી જાય છે. બનવા બધાં મહાવીર, મહારથી ઈચ્છે છે પરંતુ મહેનત પ્યાદા ની પણ નથી કરતાં. બની બનાવેલી સ્ટેજ (અવસ્થા) ઈચ્છે છે - મહેનત થી સ્ટેજ બનાવવાં નથી ઇચ્છતાં. વિચારે છે અમે ઓછા કોઈમાં પણ ન હોઈએ, નામ મહારથીઓનાં લિસ્ટમાં હોય. પરંતુ મહારથી નો વાસ્તવિક અર્થ છે ‘મહારથી ની મહાનતા’; એમાં સ્થિત થવું મુશ્કેલ અનુભવ કરે છે. સહયોગી નામ નો એડવાન્ટેજ (ફાયદો) સારો ઉઠાવે છે. આ કારણે જે કદમ-કદમ પર મહેનત અને અટેન્શન જોઈએ; પુરુષાર્થી જીવન ની સ્મૃતિ જોઈએ, બાપનાં સાથ ની સમર્થી જોઈએ - તે પ્રેક્ટિકલ માં (વાસ્તવિકતામાં) નથી. મહેનત નથી કરવા ઇચ્છતાં, પણ બાપની મદદ થી પાર થવાં ઈચ્છે છે. બાપનું કામ વધારે યાદ રાખે છે, પોતાનું કામ ભૂલી જાય છે, આ કારણે જે યુક્તિઓ બતાવાય છે - તે કાર્ય માં નથી લગાડતાં, સમય પર યુઝ (ઉપયોગ) કરતાં નથી આવડતી. પરંતુ વારંવાર બાપને પૂછવા આવે છે - યોગ કેમ નથી લાગતો, શું કરું? બંધન કેમ નથી કપાતા, શું કરું? જ્યારે રિવાઈઝ કોર્સ ચાલી રહ્યો છે, રિયલાઇઝેશન (અનુભૂતિ) કોર્સ ચાલી રહ્યો છે, તો શું કોર્સમાં બાપદાદાએ આ બતાવ્યું નથી? કંઇ રહી ગયું છે શું, જે ફરી સંભળાવવું પડે? આ તો પહેલાં બીજા ક્લાસ નો કોર્સ છે. આ કારણે સાંભળેલાનું મનન કરો. મનન ન કરવાથી શક્તિશાળી ન બની કમજોર થઈ ગયાં છો અને કમજોર હોવાનાં કારણે વારંવાર અટકો છો. ચઢતી કળાનો અનુભવ નથી કરી શકતાં. એટલે સદા આ યાદ રાખો કે અમારી નિમિત્ત બનેલી આત્માઓની ચઢતી કળા થી જ સર્વનું ભલું છે. અચ્છા.
બાપ ને અને બાપ નાં દરેક બોલને યથાર્થ રુપ થી સમજવા વાળા, પોતાનાં પર સદા મહેનત થી સ્વયંને મહાન બનાવી સર્વ ને મહાન બનાવવા વાળા, દરેક કદમ માં ચઢતી કળાનું લક્ષ અને લક્ષણ અનુભવ કરવા વાળા, સદા સ્વયંને અનેક પ્રકારનાં માયા નાં રૉયલ રુપથી બચાવવા વાળા, એવાં માયાજીત કલ્પ-કલ્પ નાં વિજયી રતનો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓથી :- સદા નિશ્ચયબુદ્ધિ વિજયી રતન છીએ - આ સ્મૃતિ રહે છે? નિશ્ચયનું ફળ છે - વિજય. કોઈપણ કાર્ય કરો છો, જો કાર્ય કરતાં સ્વયમાં, બાપ માં, ડ્રામા માં નિશ્ચય છે, બધાં પ્રકારનાં નિશ્ચય છે તો ક્યારેય પણ વિજય ન થાય એવું થઇ નથી શકતું. જો હાર થાય તો એનું કારણ - નિશ્ચય માં કમી (ખોટ). જો સ્વયમાં પણ સંશય છે - આ થશે, નહીં થશે; સફળતા થશે કે નહીં, તો પણ સંપૂર્ણ નિશ્ચય નહીં કહેવાશે. નિશ્ચયબુદ્ધિ નો સંકલ્પ દૃઢ હશે, કમજોરી નો નહીં. જે થશે તે કરી લઈશું, આ પણ સંશય નો સંકલ્પ છે. જે થશે, નહીં, થયેલું જ છે - એવો નિશ્ચય. કર્મ કરવાનાં પહેલાં પણ નિશ્ચય હોય કે થયેલું જ છે. એવી સ્ટેજ (સ્થિતિ) છે? કેવી પણ માયા આવે પરંતુ ડગમગ ન થાય. નિશ્ચયબુદ્ધિ દરેક તોફાન કે માયા નાં વિઘ્ન ને એવું પાર કરશે જાણે કંઈ છે જ નહીં. જેમ સાયન્સ (વિજ્ઞાન) નાં સાધન છે તો ગરમી હોવાં છતાં પણ એનાં માટે ગરમી નથી. એમ જે નિશ્ચયબુદ્ધિ હશે એની આગળ માયા નાં તોફાન આવશે પરંતુ એના માટે મોટી વાત નહીં હોય. સેફ (સુરક્ષિત) રહેવાનાં સાધન એની પાસે છે તો માયાજીત બની જશે.
દરેક કાર્યમાં સ્વયં નિશ્ચયબુદ્ધિ. એવાં નિશ્ચયબુદ્ધિ સદા સાક્ષી થઈને પોતાનો પાર્ટ પણ જોતાં અને બીજાનો પણ જોતાં, વિચલિત નથી થતાં. શું, કેમ માં નથી જતાં.
સ્થાપના નાં કાર્ય માં જે આદિ રતન છે, એમને આદિ રતન નો નશો છે? આ નશો પણ ખુશી અપાવે છે. જે ભાગ્ય ને આજે સ્વપન માં પણ જોવાની ઈચ્છા રાખે, એ ભાગ્ય તમે પ્રેક્ટિકલ (વાસ્તવિક) જીવન જીવીને અનુભવ કર્યું. તમે લોકોએ ચેતન્ય માં અનુભવ કર્યો, હવે બધાં ચરિત્ર સાંભળવા વાળા છે; તો આ કમ (ઓછું) ભાગ્ય છે શું? બીજાં કોઈપણ પ્રકારનું ભાગ્ય હમણાં પણ પ્રાપ્ત કરી શકે, પરંતુ આ ભાગ્ય પ્રાપ્ત નથી કરી શકતાં. એવું ભાગ્ય તો કોટોમાં કોઈ, કોઈમાં કોઈને પ્રાપ્ત થાય છે. જો આદિમાં આવવા વાળા બીજું કંઇ પણ યાદ ન કરે, ફક્ત ભાગ્ય નું સ્મરણ કરતાં રહે કે કલ્પ-કલ્પ નો નોંધાયેલો અમારો પાર્ટ છે તો પણ સદા ખુશ રહેશે. બ્રાહ્મણો ની વિશેષતા છે ખુશી. ખુશી નહીં તો બ્રાહ્મણ નહીં.
વર્તમાન સમયે વિદેશ થી ફાસ્ટ (તીવ્ર ગતિ વાળી) સેવા શરું થઈ રહી છે. થોડા સમય માં અનેકોને એક જ સમયે બધાં સાધનો થી સંદેશ આપવાનું શરું થઈ ગયું છે, જેમ હમણાં વિદેશ સંદેશ આપવામાં વધારે સહયોગી છે. બધાં સાધન સહજ જ પ્રાપ્ત થતાં જઈ રહ્યાં છે; આ જ કૉપી વિદેશ થી ભારત કરશે. ભારતવાસી ફ્રાકદિલ (ખુલ્લા દિલ ના) નથી હોતાં; સંકોચ વાળા હોય છે. અને વિદેશી ફ્રાકદિલ હોય છે. તો આ જ ત્યાંનો અવાજ ભારત સુધી પહોંચતાં ભારત ને શિક્ષા મળશે, શરમ આવશે કે વિદેશી અમારા ભારત ની ફિલોસોફી (તત્વજ્ઞાન) ને મહત્વ આપે છે અને અમે નથી આપતાં. આ એક જ સમયમાં બધાં સાધનો દ્વારા ફાસ્ટ સર્વિસનું ફાઉન્ડેશન (પાયો) ફેલાતું જઈ રહ્યું છે. દરેક વર્ષ માં કોઈ નવીનતા જોઈએ. તો વિદેશ થી અહીનાં લોકો આકર્ષિત થશે જ્ઞાન અને યોગ ની નોલેજ માં. આ ભારતવાસીઓને એક પાઠ મળી જશે. જે પણ થાય છે એ પાર્ટમાં કોઈ ને કોઈ વિશેષતા છે. તો રિસ્પોન્ડ (પ્રતિસાદ) ચારે તરફનો ઉમંગ ઉત્સાહ હોવાનાં કારણે સારો છે. આ પણ યાદગાર બનતા જશે. આ જ વિદેશ જ્યાં-જ્યાં બ્રાહ્મણો દ્વારા સેવાનો પાર્ટ ચાલે છે, એ પછી ભવિષ્ય માં ફરવાનાં (ટહેલવાનાં) સ્થાન બની જશે. યાદગાર નાં રુપમાં બનશે, મંદિર નહીં હશે. પ્રેક્ટિકલ સ્થાનનો વ્યૂ (દૃશ્ય) યાદગાર નાં રુપમાં હોય છે. વિશેષ નામી-ગ્રામી વ્યક્તિઓ દ્વારા જે સેવાઓ થઈ રહી છે, એનાથી ભારતને શિક્ષા પણ મળી રહી છે અને ભવિષ્ય રાજધાની નાં સ્થાન પણ નિશ્ચિત થતાં જઈ રહ્યાં છે. અચ્છા.