Search for a command to run...
30 Jun 1977
બાપદાદા ની દરેક બ્રાહ્મણ આત્મા પ્રતિ શ્રેષ્ઠ કામનાઓ
30 June 1977 · ગુજરાતી
સર્વ ખુશનસીબ, સર્વ શ્રેષ્ઠ આત્માઓનાં કલ્યાણ અર્થે નિમિત્ત બનેલાં બાપદાદાની સાથે સદા સહયોગી રહેવાનો પાર્ટ બજાવવા વાળી સર્વ આત્માઓને જોઈ બાપદાદા પણ હર્ષિત થાય છે. બાપ નાં સ્નેહ કે લગન માં રહેવા વાળી સ્નેહી આત્માઓને મિલન નાં ઉમંગ, ઉત્સાહ માં જોઈ બાપ પણ બાળકોને સ્નેહ અને ઉમંગનું રિટર્ન (વળતર) આપી રહ્યાં છે. બાપદાદા જાણે છે કે બધાં બાળકોની અંદર સ્નેહ, સહયોગ ની ભાવના અને બાપ સમાન બનવાનો શ્રેષ્ઠ સંકલ્પ પણ છે. આ બધાને જોઈ બાપદાદા બાળકોને સ્વયં થી પણ સર્વ શ્રેષ્ઠ તાજ, તખ્તનશીન પરમધામ નાં ચમકતાં સિતારાઓ અને વિશ્વની સર્વ આત્માઓનાં દિલનો સહારો, વિશ્વની આત્માઓની આગળ સદા પૂર્વજ અને પૂજ્ય - એવાં શ્રેષ્ઠ જોવાં ઈચ્છે છે. બાળકોને શ્રેષ્ઠ જોઈ બાપ ને વધારે ખુશી થાય છે. દરેક બ્રાહ્મણ આત્મા સદા ઊંચા થી ઊંચા બાપની સાથે ઊંચી સ્થિતિ માં સ્થિત રહે. જેવું ઊંચુ નામ, તેવું ઊંચુ કામ. જેમ વિશ્વની આગળ ઊંચુ માન છે, એવું જ સ્વમાન કે શાન સદા કાયમ રહે - આ જ બાપદાદાની દરેક બ્રાહ્મણ આત્મામાં શ્રેષ્ઠ કામના છે.
બાળકોએ શું કરવાનું છે? જે બાપદાદા દ્વારા જ્ઞાન નો, ગુણો નો, શક્તિઓ નો શૃંગાર મળ્યો છે, એ શૃંગાર ને ધારણ કરો. જેમ તમારાં જડ ચિત્ર સદા સજ્યા-સજાવેલાં છે, એમ ચૈતન્ય રુપમાં પણ સદા સજ્યા-સજાવેલાં, બાપદાદા નાં દિલ તખ્તનશીન, અતિન્દ્રિય સુખમાં ઝૂમતાં સદા ફરિશ્તા રુપ નાં નશામાં રહેવાનું છે. આ જ બાપદાદા ને રિટર્ન કરવાનું છે. રિટર્ન કરતાં આવડે છે? દિલની ઇચ્છા અને કરવું સમાન હોય. એવું નહીં કે ઇચ્છો છે, પરંતુ કરતાં નથી. પોતાની સર્વશ્રેષ્ઠ ઑથોરિટીઝ (સત્તા) ને, કઈ ઑથોરિટી? સાકારી કર્મેન્દ્રિયો અર્થાત્ કર્મચારી અને સાથે-સાથે પોતાની સૂક્ષ્મ શક્તિઓ મન, બુદ્ધિ, સંસ્કાર અર્થાત્ કાર્યકર્તાઓને યથાર્થ રીતથી ચલાવવાની ઑથોરિટી. એવી ઑથોરિટી ધારણ કરી છે? માસ્ટર સર્વશક્તિમાન, માસ્ટર ઑલમાઇટી ઑથોરિટી (સર્વશક્તિમાન સત્તા) થઈને પોતાની કર્મેન્દ્રિયો ને ચલાવો છો કે બ્રાહ્મણ પરિવારનાં જ સહયોગી કાર્યકર્તાઓ અર્થાત્ મદદગાર આત્માઓ કે સર્વિસ સાથીઓની ઉપર ઑથોરિટી ચલાવો છો? બ્રાહ્મણ આત્માઓનાં સંપર્કમાં સ્નેહ અને સહયોગની ભાવના રાખવાની છે, ન કે ઑથોરિટી યુઝ (ઉપયોગ) કરવાની છે અને કર્મેન્દ્રિયોની ઉપર સૂક્ષ્મ શક્તિઓની ઉપર ઑથોરિટી ચલાવવાની છે. એમાં ક્યારેય પણ અધીન થવું કે - મારો સ્વભાવ, સંસ્કાર આવાં છે - ઑલમાઈટી ઑથોરિટીનાં આ બોલ નથી. જે સ્વયનાં ઉપર ઑથોરિટી નથી ચલાવતાં તો ઑથોરિટીનો મિસ યુઝ (દુરુપયોગ) કરે છે. તો ઑથોરિટીનો મિસ યુઝ નહીં કરો.
બાપદાદાએ સર્વ બાળકોનાં મિલન-મેળામાં બાળકોનો ઉમંગ-ઉત્સાહ પણ જોયો, શ્રેષ્ઠ ભાવના પણ જોઈ, વિશ્વ-કલ્યાણની કામના પણ જોઈ. સાથે-સાથે બાપ સમાન બનવાની શ્રેષ્ઠ ઈચ્છા પણ જોઈ. પરંતુ આ બધી વાતોને સંકલ્પ અને વાણી સુધી જોઈ. પ્રેક્ટિકલ માં (વ્યવહારમાં) સદા ‘લક્ષ પ્રમાણે લક્ષણ’ સ્વયંને કે સર્વને દેખાઈ આવે - એનાં બેલેન્સમાં (સંતુલનમાં) અંતર જોયું. બેલેન્સ કરવાની કળા હવે ચઢતી કળામાં જોઈએ. સંકલ્પ છે, પરંતુ સંકલ્પ ની સંપૂર્ણ સ્ટેજ - ‘દૃઢ સંકલ્પ’ છે. સંકલ્પ છે, પરંતુ દૃઢતા જોઈએ. સ્વ-દર્શન જેનાથી માયા ને સદા નાં માટે વિદાય મળી જાય છે, એની સાથે-સાથે સ્વદર્શન અને પરદર્શન બંને ચક્કર ફરતાં રહે છે. પરદર્શન માયાનું આહવાન કરે છે. સ્વદર્શન માયાને ચેલેન્જ (પડકાર) કરે છે. પરદર્શન ની લીલાની લહેર પણ સારી રીતે દેખાઈ આવે છે. બેહદનાં ડ્રામાનાં દરેક પાર્ટનાં ત્રિકાળદર્શી બનવાનું લક્ષ પણ જોયું. પરંતુ વ્યર્થ વાતોનાં ત્રિકાળદર્શી પણ વધારે બને છે. પહેલાં પણ આવું થયું હતું, હમણાં છે અને આ થતું જ રહેશે - એવાં ત્રિકાળદર્શી બની ગયાં છે. અને એક મજાની વાત શું હોય છે, જે ભક્તિમાં પણ તમારી કોપી કરી છે, તે કઈ વાત છે? મનઘઢંત કથાઓ - જેમ ગણેશ કે હનુમાન રીયલ (ખરેખર) છે શું? પરંતુ કથા કેટલી રમણીક છે! એમ નાની એવી વાત નો ભાવ બદલી મનઘઢંત ભાવ ભરીને પૂરી સ્ટોરી (વાર્તા) તૈયાર કરી લે છે. અને સાંભળવાં, સંભળાવવા વાળા ઘણી રુચિ અને સમય આપીને સાંભળે-સંભળાવે છે. આવી પણ લહેર જોઈ.
બાપદાદા, શ્રેષ્ઠ પદ પામવા માટે કે સર્વનાં સ્નેહી બનવા માટે સદૈવ આ જ શિક્ષા આપે છે કે સ્વયંને બદલવાનું છે. પરંતુ સ્વયંને બદલવાનાં બદલે, પરિસ્થિતિઓને અને અન્ય આત્માઓને બદલવાનું વિચારે છે - આ બદલાય, તો હું ઠીક થઈશ. પરિસ્થિતિ બદલાય તો હું પરિવર્તન થઈશ. સેલવેશન (સહયોગ) મળે તો પરિવર્તિત થઈશ. સહયોગ કે સહારો મળે તો પરિવર્તન થઈશ. આનું રીઝલ્ટ (પરિણામ) શું હશે? જે કોઈપણ આધાર પર પરિવર્તન થાય છે, એની જન્મ-જન્મ પ્રારબ્ધ પણ આધાર પર જ રહેશે. એની કમાણીનું ખાતું જે વાત માં જેટલાંનો આધાર લે છે તે શેયર્સ (ભાગ) માં વહેંચાઈ જાય છે. સ્વયનું ખાતું જમા નથી થતું. એટલે જમા થવાની શક્તિ અને ખુશી થી સદા વંચિત રહે છે. એટલે સદા લક્ષ રાખો કે સ્વયંને પરિવર્તન થવાનું છે. હું સ્વયં વિશ્વની આધારમૂર્ત છું, સિવાય બાપનાં આધાર નાં અલ્પકાળ નાં આધાર સમય પર છોડી દેશે. વિનાશી ખસવા વાળા આધાર તમને પણ સદા કોઈને કોઈ હલચલ માં લાવતાં રહેશે. એક સમાપ્ત થશે, બીજો જન્મ લેશે - આમાં જ બીજી શક્તિઓ વ્યર્થ થશે. બીજી વાત, ચાલતાં-ચાલતાં અલબેલા થવાનાં કારણે, કમજોરીનાં બોલ વારંવાર એવાં બોલે, જાણે બહુ માન થી બોલી રહ્યાં છે - સંકોચ નથી થતો. સચ્ચાઈ, સફાઈ સમજીને બોલે છે. શું બોલે છે? હું ડિસ્ટર્બ (વ્યાકુળ) છું, હું કંઈ કરીને દેખાડીશ. શું કરીને દેખાડીશ? હંગામો અથવા પોતે સ્વયંને કંઈ કરીને દેખાડીશ. ડિસ-સર્વિસ (કુસેવા) થશે આ જોઈ લેજો, હું છું જ કમજોર, સંસ્કાર વશ છું. હું બદલાઈ નથી શકતી. તમારે આ સેલવેશન (સહયોગ) આપવું જ પડશે. એવાં-એવાં બોલ બહુ ઇઝી (સરળ) રુપમાં, બહાદુરી દેખાડવાનાં રુપમાં, દબાવવાનાં અને ધમકાવવાનાં રુપમાં, ખુબ બોલે છે. બાપદાદાને રહેમ (દયા) આવે છે. એવી કમજોર આત્માઓ જે સંકલ્પ પછી વાણી સુધી પણ લાવે છે, કર્મ સુધી પણ લાવે છે. એમાં અકલ્યાણ કોનું? સમજે એવું છે જેમ કે બાપનું કે સર્વિસનું (સેવાનું) અકલ્યાણ થવાનું છે. સમજે છે બાપને નુકસાન થશે. પરંતુ આ વાતોનાં સંસ્કાર બનાવવા વાળા પોતાનું જ અકલ્યાણ કરવાનાં નિમિત્ત બની જાય છે. ડ્રામાનુસાર વિશ્વ-સેવાનું કાર્ય નિશ્ચિત જ સફળ થયેલું જ છે. કોઈ હલાવી નથી શકતું.
આ તો બાપદાદા નિમિત્ત બન્યાં છે એક કર્મનું પદમગણું ફળ આપવાને માટે. બાળકોને સેવા અર્થ નિમિત્ત બનાવે છે. કરશો તો પદમગણું પામશો. તો બાળકોનું ભાગ્ય બનાવવા માટે નિમિત્ત બનાવેલાં છે. બાકી કોઈનાં હલવાથી કાર્ય નથી હલી જતું. કલ્પ-કલ્પની નિશ્ચિત ભાવી, વિજય ની થયેલી જ છે. એટલે એવી કમજોર ભાષાનું પરિવર્તન કરો અર્થાત્ સ્વયનું કલ્યાણ કરો. બાપ, કલ્યાણકારી સમય અને વિશ્વ કલ્યાણ કરવાનાં કાર્ય માં સમર્થ બની સ્વયનું ભવિષ્ય બનાવો.
બાપ જાણે છે, મહેનત પણ બહુજ કરે છે; ત્યાગ પણ કર્યો છે, સહન પણ ખુબ કરે છે. પરંતુ જેનાથી સ્નેહ હોય છે એની નાની એવી કમજોરી પણ જોઈ ન શકાય. સદા શ્રેષ્ઠ બનાવવાની શુભ ભાવના રહે છે. એટલે આ બધું જોતાં, સાંભળવા છતાં પણ, સંપન્ન બનાવવાનાં માટે ઇશારો આપી રહ્યાં છે. બાપદાદા સદા બાળકોની સાથે દરેક કદમમાં સહયોગી છે અને અંત સુધી રહેશે. બાપને કોઈનાં પ્રતિ ઘૃણા નથી થતી. સદૈવ અપકારી નાં પણ શુભ ચિંતક છે. એટલે સદા સહયોગ લઈ ચાલતાં રહો. અમૃતવેલા નું મહત્વ જાણી બાપ દ્વારા વરદાન લેતાં રહો. સીઝન ની સમાપ્તિ અર્થાત્ સહયોગ ની સમાપ્તિ નથી. દરેક બાળકની સાથે સર્વ સ્વરુપો થી સર્વ સંબંધો થી, બાપદાદા નો સદા હાથ અને સાથ છે. હમણાં ડ્રામાનુસાર સમય મળ્યો છે આ પોતાનું લક (ભાગ્ય) સમજી સમય નો લાભ ઉઠાવો. વિનાશની ઘડી (ઘડિયાળ) નાં કાંટા ‘આપ’ છો. તમારું સંપન્ન થવું સમય નું સંપન્ન થવું છે. એટલે સદા સ્વ-ચિંતન, સ્વદર્શન ચક્રધારી બનો. અચ્છા.
એવી ભવિષ્ય તકદીર (નસીબ) બનાવવાનાં નિમિત્ત બનેલી આત્માઓ, સ્વયં દ્વારા આવતી કાલ ની તસ્વીર દેખાડવા વાળા, સદા બાપ ને રિટર્ન (વળતર) આપવા વાળા માસ્ટર ઑલમાઈટી ઑથોરિટી (માસ્ટર સર્વશક્તિમાન સત્તા) બાળકોને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓથી :- મહાદાની બાળકોની નિશાની શું દેખાશે? મહાદાની બનવાથી કયા-કયા લાભ થાય છે? મહાદાની અર્થાત્ બાપ અને સેવા સિવાય બીજી કોઈ પણ વાત પોતાની તરફ આકર્ષિત ન કરે. સદા આ જ લગન માં મગન. મહાદાની અર્થાત્ જે દરેક સમયે આપતાં રહે. કોઈપણ આત્મા ખાલી હાથ ન જાય. જો મહાદાની નહીં બનો તો વરદાની પછી કેવી રીતે બનશો? જે મહાદાની, વરદાની બંને છે એ જ વિશ્વ-કલ્યાણકારી છે. સદૈવ જે મળતું રહે છે તે આપવાથી વધશે. મહાદાની બાળકોનો એવો કોઇ સમય કે દિવસ નથી જઈ શકતો જેમાં દાન ન કરે.
મહાદાની બનવું અર્થાત્ બીજાઓની સેવા કરવી, બીજાઓની સેવા કરવાથી સ્વયંની સેવા સ્વતઃ થઈ જાય છે. મહાદાની બનવું અર્થાત્ સ્વયંને માલામાલ કરવું, બીજાઓને દાન જ દેવાનું છે. જેટલી આત્માઓને સુખ, શાન્તિ, શક્તિ કે જ્ઞાન આપો છો, એટલી આત્માઓની પ્રાપ્તિનો અવાજ કે આભાર જે નીકળે, તે તમારાં માટે આશીર્વાદ નું રુપ થઈ જાય. એમનાં આશીર્વાદ તમને આગળ વધારતાં રહેશે. એટલી આત્માઓનાં આશીર્વાદ મળવાથી અપાર ખુશી રહેશે. એટલે ચારેય સબ્જેક્ટ (વિષય) માં મહાદાની બનવા માટે અમૃતવેલા પોતાનો પ્રોગ્રામ (કાર્યક્રમ) બનાવો. એક પણ સબ્જેક્ટ (વિષય) માં ઓછું ન હોવું જોઈએ.
‘બીજા સંગ તોડી એક સંગ જોડો’ - આ કહેવત કેમ પ્રસિદ્ધ છે? કારણ કે એક બાપ નાં પ્યારા બનવા માટે સર્વ થી ન્યારા બનવું પડે છે. જ્યારે એક માં સર્વ સંબંધોની પ્રાપ્તિ થઈ જાય છે તો સહજ જ સર્વ થી કિનારો થઈ જાય છે. તો સર્વ થી તોડવું અને એક થી જોડવું તમારાં માટે સહજ છે. કારણ કે એક દ્વારા સર્વ પ્રાપ્તિ થવાથી અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી રહેતી જે તરફ બુદ્ધિ ભટકે. પહેલાં પ્યાર મળે છે પછી ન્યારા થાઓ - એટલે પણ સહજ છે. તો સૌથી ન્યારા અને બાપનાં પ્યારા, આને જ કમળ પુષ્પ સમાન કહેવાય છે. તો ચેક કરો કમળ પુષ્પ સમાન છો? કીચડ નાં છાંટા તો નથી પડતાં?
યોગ્ય ટીચરની નિશાની શું છે? યોગ્ય ટીચર અર્થાત્ દરેક સેકન્ડ, દરેક સંકલ્પ દ્વારા સેવા કરવા વાળી. જો સેકન્ડ કે સંકલ્પ વ્યર્થ જાય છે તો ટીચર કહેવાશે, પરંતુ યોગ્ય ટીચર નહીં. યોગ્ય ટીચર અર્થાત્ યોગયુક્ત અર્થાત્ યુક્તિયુક્ત. જે યોગયુક્ત હશે એમનો દરેક સંકલ્પ સમર્થ હશે. જ્યારે સંકલ્પ રુપી બીજ સમર્થ હશે તો ફળ પણ સમર્થ હશે. નિમિત્ત છે અર્થાત્ એક્ઝામ્પલ (ઉદાહરણ) છે, જેવું એક્ઝામ્પલ હશે તેવાં બીજાં પણ હશે.
સાંભળવાનાં અંદાજ (પ્રકાર) કેટલાં છે? આ જ સીઝન માં પણ કેટલું સાંભળ્યું હશે? હવે ડ્રામાની ભાવી સંભળાવી રહી છે કે - આવાજ થી પરે જવાનું છે. આ શરીર ની ખિટખિટ પણ નિમિત્ત સંભળાવી રહી છે કે શિક્ષા ખુબ થઈ ગઈ છે. હવે સાંભળવાનાં પછી સમાવવું અર્થાત્ સ્વરુપ બનવું - એની સિઝન છે. સાંભળવાની સીઝન કેટલાં વર્ષ ચાલી! ભલે સાકાર દ્વારા, કે રીવાઈઝ કોર્સ દ્વારા, સાંભળવાની સીઝન ખુબજ ચાલી છે. તો હવે સ્વરુપ દ્વારા સર્વિસ કરજો. હવે લાસ્ટ (છેલ્લી) આ જ સીઝન રહી ગઈ છે ને જેમાં જ પ્રત્યક્ષતા નાં નગારાં વાગશે. અવાજ બંધ થશે, સાયલેન્સ (શાંતિ) થશે. પરંતુ સાયલેન્સ દ્વારા જ નગારાં વાગશે. જ્યાં સુધી મુખ થી નગારાં વધારે છે, ત્યાં સુધી પ્રત્યક્ષતા નાં નથી. જ્યારે પ્રત્યક્ષતા નાં નગારાં વાગશે ત્યારે મુખ નાં નગારાં બંધ થઈ જશે. ગવાય પણ છે ‘સાયન્સનાં ઉપર સાયલેન્સ ની જીત’, ન કે વાણીની. સમયની સમાપ્તિ ની નિશાની શું હશે? ઑટોમેટિકલી (સ્વતઃ) અવાજ માં આવવાનું દિલ નહીં થાય - પ્રોગ્રામ પ્રમાણે નહીં, પરંતુ નેચરલ (સ્વાભાવિક) સ્થિતિ. જેમ સાકાર બાપ ને જોયાં તો સંપૂર્ણતા ની નિશાની શું દેખાઈ? બે મિનિટ છે કે એક મિનિટ છે, એની ઓળખ આ સ્થિતિ થી થતી જઈ રહી છે. ઑટોમેટીક (સ્વતઃ) વૈરાગ આવશે વધારે અવાજ માં આવવાથી. જેમ હમણાં ઈચ્છવાં છતાં પણ આદત અવાજ માં લઈ આવે, તેમ ઇચ્છવાં છતાં પણ આવાજ થી પરે થઈ જશો. પ્રોગ્રામ બનાવીને અવાજ માં આવશો. જ્યારે આ ચેન્જ (પરિવર્તન) દેખાઈ આવે, ત્યારે સમજો હવે વિજય નાં નગારાં વાગવાનાં છે. આજકાલ ચારે તરફ મેજોરીટી (અધિકાંશ) ને પૂછશો તો બધાંને સુખ થી પણ વધારે શાંતિ જોઈએ છે. તેઓ એક ઘડી પણ શાંતિ નો અનુભવ એટલો શ્રેષ્ઠ માને છે જાણે ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. તો એક સેકન્ડ માં શાંતિનો અનુભવ કરાવવા વાળા સ્વયં શાંત સ્વરુપ માં સ્થિત હશે ને. વિનાશ ક્યારે થશે? એનાં માટે કોણ નિમિત્ત બનશે? ઘડી (ઘડિયાળ) નાં કાંટા કોણ હશે? ઘંટા વાગવાનાં નિમિત્ત કાંટા હોય છે ને! તો વિનાશ નાં ઘંટા વાગવા માટે કાંટા કોણ છે? સર્વ શક્તિઓનો સ્ટોક જમા કર્યો છે? કારણકે જો સ્ટોક જમા નહીં હશે તો અનેક જન્મની પ્રારબ્ધ ને પણ પામી નહીં શકો. આ એક જન્મમાં અનેક જન્મોનું જમા કરો છો. એટલું જમા કર્યું છે જે ૨૧ જન્મ તે પ્રારબ્ધ ભોગવતાં રહો? એટલું જમા કર્યું છે, જે ભિખારી આત્માઓને મહાદાની બની દાન કરી શકો? સદા સ્ટૉક ને ચેક કરો. સ્ટૉકમાં સર્વ શક્તિઓ જોઈએ. એવું નહીં સમાવવાની શક્તિ છે, સહન શક્તિ નથી તો કાંઈ વાંધો નહીં. પરંતુ ફાઇનલ (અંતિમ) પેપર માં ક્વેશ્ચન (સવાલ) એ જ આવશે જે શક્તિ ની ઉણપ છે. એવું ક્યારેય નહીં વિચારતાં - છ નહીં, બે તો છે, ધારણા નથી, સેવા તો છે જ. સેવા નથી, યોગ તો છે જ. પરંતુ બધું જોઈએ. જેમ બાપ માં બધું છે ને જ્ઞાન, શક્તિ, ગુણ…... તો ફોલો ફાધર કરવાનું (બાપ ને અનુસરવાનું) છે.
સદા સ્વચિંતન થી પોતાનાં સ્ટૉક ને જમા કરવામા લાગો. આ જ સમયને આગળ ચાલીને બહુજ યાદ કરવો પડશે. તો પછી આ ન વિચારવું પડે, પશ્ચાતાપ ન કરવો પડે, એનાં માટે હમણાંથી સ્વચિંતન માં લાગો. સદૈવ પોતાને દરેક સબજેક્ટ માં આગળ વધારવામાં લાગ્યાં છો? દરેક ગુણ નાં અનુભવને આગળ વધારતાં જાઓ. જેટલો આગળ વધારશો એટલો નવીનતા નો અનુભવ કરશો. અનુભવી મૂર્ત થવાનું રિસર્ચ (ખોજ) કરો તો બહુ જ મજા આવશે. જેમ બાપ સાગર છે તેમ માસ્ટર સાગર બનો. હવે એવો પુરુષાર્થ જોઈએ.
સેવાધારીઓએ સેવાનો પાર્ટ તો બજાવ્યો. સેવાધારીની વિશેષતા કઈ હોય છે, જેને બધાં જોઈ કહે કે આ સૌથી ફર્સ્ટ ક્લાસ સેવાધારી છે? સેવા કરવામાં પણ નંબરવાર હોય છે. નંબરવન સેવાધારીની વિશેષતા શું હશે? ફર્સ્ટ ક્લાસ સેવાધારીની વિશેષતા આ જ દેખાશે, જે સેવા કરતાં પણ સેવા દ્વારા બાપ નાં ગુણો અને કર્તવ્ય ને પ્રસિદ્ધ કરે - ફક્ત કર્મણા સેવા નહીં. ભલે સ્થૂળ કરી રહ્યાં છો, પરંતુ દરેક કર્મ દ્વારા, દરેક કદમ દ્વારા બાપનાં ગુણ અને કર્તવ્ય ને પ્રસિદ્ધ કરે. આ છે ફર્સ્ટ ક્લાસ સેવા. સેવા કરવાની સાથે પણ માસ્ટર જ્ઞાન સાગર, સુખ નાં સાગર, શાંતિ નાં સાગર અનુભવ થાય. તો એવું લક્ષ રાખો કે ફક્ત કર્મણા માં અથક બનવાનું લક્ષ રાખો? ફર્સ્ટ ક્લાસ સેવાધારી અર્થાત્ એક સમય માં ત્રણેય પ્રકારની સેવા કરે. મૂર્ત દ્વારા પણ, મન્સા દ્વારા પણ અને કર્મ દ્વારા પણ. મૂર્ત થી અલૌકિક સેવાધારીની ઝલક અર્થાત્ ફરિશ્તાપણા ની ઝલક દેખાઈ આવે અને મન્સા પોતાની શ્રેષ્ઠ વૃત્તિ દ્વારા સેવા કરે - એવી એક જ સમય માં ત્રણ સેવાઓ સાથે થાય - આને કહેવાય છે ફર્સ્ટ ક્લાસ સેવાધારી. સેવા કરવી આ એક ગુણ થયો, પરંતુ માસ્ટર સર્વ ગુણોનાં સાગર રહેવું - આ વિશેષતા છે જે બીજે ક્યાંય હોઈ નથી શકતી. અથક તો બધાં બની શકે, પરંતુ ઑલરાઉન્ડ (સર્વાધીશ) સેવાધારી, એક સમય માં ત્રણ પ્રકારનાં સેવાધારી નહીં મળે. તો જે બ્રાહ્મણોની વિશેષતા છે તે લક્ષ રાખી લક્ષણ દ્વારા દેખાડવું.
હવે વિશેષ કામ શું કરશો? સંભળાવ્યું હતું ને કે યાદની યાત્રાનું, દરેક પ્રાપ્તિનો હજી પણ વધારે અંતર્મુખ થઈ, અતિ સૂક્ષ્મ અને ગુહ્ય થી ગુહ્ય અનુભવ કરો, રિસર્ચ કરો, સંકલ્પ ધારણ કરો અને પછી એનું પરિણામ જુઓ, સિદ્ધિ જુઓ - જે સંકલ્પ કર્યો તે સિદ્ધ થયો કે નહીં? જે શક્તિ ધારણ કરી તે શક્તિનું પ્રેક્ટિકલ રિઝલ્ટ (વાસ્તવિક પરિણામ) કેટલાં પર્સન્ટ (ટકા) રહ્યું? હવે અનુભવોની ગુહ્યતાની પ્રયોગશાળા માં રહેજો. એવું મહેસૂસ થાય જાણે આ બધાં કોઈ વિશેષ લગન માં મગન આ સંસાર થી ઉપરામ છે. કર્મ અને યોગનું બેલેન્સ હજી વધું આગળ વધારો. કર્મ કરતાં યોગની પાવરફુલ સ્ટેજ (શક્તિશાળી સ્થિતિ) રહે - આનો અભ્યાસ વધારો. બેલેન્સ રાખવું અર્થાત્ તીવ્ર ગતિ. બેલેન્સ ન હોવાનાં કારણે ચાલતાં-ચાલતાં તીવ્રગતિ નાં બદલે સાધારણ ગતિ થઈ જાય છે. તો હવે જેમ સેવાનાં માટે ઇન્વેન્શન (શોધ) કરો છો તેમ આ વિશેષ અનુભવો નાં અભ્યાસ માટે સમય કાઢો અને નવીનતા લાવીને બધાંની આગળ એક્ઝામ્પલ (આદર્શ) બનો. હમણાં વર્ણન બધાં કરે છે યોગ અર્થાત્ યાદ, યોગ અર્થાત્ કનેક્શન (જોડાણ). પરંતુ કનેક્શન નું પ્રેક્ટિકલ રુપ, પ્રમાણ શું છે, પ્રાપ્તિ શું છે, એની મહીનતા માં (ગુહ્યતામાં) જાઓ. મોટા (સ્થૂળ) રુપમાં નહીં, પરંતુ રુહાનિયત ની ગુહ્યતામાં જાઓ. ત્યારે ફરિશ્તા રુપ પ્રત્યક્ષ થશે. પ્રત્યક્ષતા નું સાધન જ છે, સ્વયમાં પહેલાં સર્વ અનુભવ પ્રત્યક્ષ થાય. જેમ વિદેશની સેવામાં પણ રિઝલ્ટ શું સાંભળ્યું? પ્રભાવ કોનો પડે છે? દૃષ્ટિનો અને રુહાનિયતની શક્તિનો, ભલે ભાષા ન સમજે પરંતુ જે છાપ લાગે છે તે ફરિશ્તાપણા ની, સૂરત (ચહેરા) અને નયનો દ્વારા રુહાની દૃષ્ટિની. રિઝલ્ટમાં આ જ જોયું ને. તો અંત માં ન સમય હશે, ન આટલી શક્તિ રહેશે. ચાલતાં-ચાલતાં બોલવાની શક્તિ પણ ઓછી થતી જશે. પરંતુ જે વાણી કર્મ કરે છે એનાથી અનેકગણું અધિક રુહાનિયત ની શક્તિ કાર્ય કરી શકે છે. જેમ વાણીમાં આવવાનો અભ્યાસ થઈ ગયો છે, તેમ રુહાનિયત નો અભ્યાસ થઈ જશે તો વાણીમાં આવવાનું દિલ નહીં થશે.