Search for a command to run...
20 Oct 1969
બિન્દુ અને સિન્ધુ ની સ્મૃતિ થી સંપૂર્ણતા
20 October 1969 · ગુજરાતી
આજે કયા સંગઠન માં બાપદાદા આવ્યાં છે? આજ નાં સંગઠનને શું કહેશો? આજ નું સંગઠન છે જ્ઞાન સૂર્ય અને તારાઓનું. દરેક તારા પોત-પોતાની ચમક દેખાડવા વાળા છે. બાપદાદા દરેક તારાની ચમક જોવા માટે આવ્યાં છે. આપ સર્વ આ ભઠ્ઠી માં આવ્યાં છો; તો પોતાને શું બનાવવા માટે આવ્યાં છો? ખબર છે, ભઠ્ઠી થી શું બનીને નીકળવાનું છે? (ફરિશ્તા) ફરિશ્તા નથી? આ ભઠ્ઠીમાં સંપૂર્ણતા ની મોહર લગાવીને નીકળશો. હમણા ફરિશ્તા બનવાના પુરુષાર્થી છો. પરંતુ સંપૂર્ણતા માં જે પણ ખોટ છે, તે ખોટ ને આ ભઠ્ઠી માં સ્વાહા કરવા માટે આવ્યાં છો. એવાં છો ને? ઉણપો ને દૂર કરવા માટે કઈ વાત યાદ રાખશો, જેનાથી સંપૂર્ણતા ની પૂરી જ છાપ લગાવીને જશો? આજે બાપદાદા ખુબ સહજ વાત સંભળાવે છે. ખુબ સહજ થી સહજ આ જ વાત યાદ રાખવાની છે કે - હું બિન્દુ છું અને બાપ પણ બિન્દુ છે, પરંતુ બિન્દુ ની સાથે-સાથે સિન્ધુ છે. તો બિન્દુ અને સિન્ધુ - આ બાપ અને બાળકો નો પરિચય છે. બે શબ્દ પણ જો યાદ રાખો તો સંપૂર્ણતા સહજ આવી શકે છે. સ્કૂલ માં નાનાં બાળકોને જ્યારે ભણાવે છે તો પહેલા-પહેલા શું શીખવાડે છે? પહેલાં તો બિન્દુ જ લખશે. પછી આગળ વધે છે તો એક અથવા અલ્ફ શીખવાડે છે. તો આ પણ એક બિન્દુ. પછી આગળ વધે છે. તો બિન્દુની યાદ અને એક, તે એક માં જ બધી વાતો આવી જાય છે. એક ની યાદ અને એકરસ અવસ્થા, એકની જ મત અને એક નાં જ કર્તવ્ય માં મદદગાર. જો એક-એક વાત જ યાદ રાખો તો ખુબ જ પોતાને આગળ વધારી શકો છો. ફક્ત બિન્દુ અને એક, તેની આગળ વિસ્તાર માં જવાની દરકાર નથી. વિસ્તાર માં જવું છે તો ફક્ત સેવા પ્રતિ. જો સેવા નથી તો બિન્દુ અને એક. તેની આગળ પોતાની બુદ્ધિને ચલાવવાની એટલી આવશ્યકતા નથી. ફક્ત આ વાતો યાદ રાખો તો સહજ સંપૂર્ણતા ને પામી શકો છો. સહજ છે કે મુશ્કેલ છે? સહજ માર્ગ છે પરંતુ સહજ ને મુશ્કેલ કોણ બનાવે છે? (સંસ્કાર) આ સંસ્કાર પણ ઉત્પન કેમ થાય છે? ફક્ત પોતાની વિસ્મૃતિ આ બધી વાતો ને ઉત્પન્ન કરાવે છે. કાં તો પાછલા સંસ્કાર, કાં તો પાછલા કર્મબંધન, કાં તો વર્તમાન ની ભૂલો - જે પણ કાંઈ થાય છે, તેનું મૂળ કારણ પોતાની વિસ્મૃતિ છે. પોતાની વિસ્મૃતિ ને કારણે આ બધી વ્યર્થ વાતો સહજ ને મુશ્કેલ બનાવી દે છે. સ્મૃતિ રહેવાથી શું થશે? જે લક્ષ્ય રાખીને આવ્યાં છો, સ્મૃતિ સંપૂર્ણ, વિસ્મૃતિ અસંપૂર્ણ. વિસ્મૃતિ છે તો ખુબ જ વિઘ્ન છે અને સ્મૃતિ છે તો સહજ અને સંપૂર્ણતા. બે વાતો સંભળાવી. જો આ સ્મૃતિ ને મજબૂત કરતા જશો તો વિસ્મૃતિ આપોઆપ જ ભાગી જશે. સ્મૃતિ ને છોડશો જ નહીં તો વિસ્મૃતિ ક્યાંથી આવશે. સૂર્યાસ્ત થઈ જાય છે ત્યારે અંધકાર થઈ જાય છે. સૂર્યાસ્ત જ ન થાય તો અંધકાર ક્યાંથી આવે? તેમ જ જો સ્મૃતિ નો સૂર્ય સદા કાયમ રાખશો તો વિસ્મૃતિ નો અંધકાર આવી નથી શકતો. આ અલૌકિક ડ્રિલ (કસરત) જાણો છો? આમ પણ હમણાં તે ડ્રિલ જે કરે છે, તેઓ તંદુરસ્ત રહે છે. તંદુરસ્ત ની સાથે-સાથે શક્તિશાળી પણ રહે છે. તો આ અલૌકિક ડ્રિલ જે જેટલી કરે છે એટલાં જ તંદુરસ્ત અર્થાત્ માયાની વ્યાધિ નથી આવતી અને શક્તિ સ્વરુપ પણ રહે છે. જેટલા-જેટલા અલૌકિક બુદ્ધિની ડ્રિલ કરતા રહેશો એટલું જ જે લક્ષ્ય છે બનવાનું, તે બની શકશો. ડ્રિલ માં જેમ ડ્રિલ માસ્ટર કહે છે તેમ જ હાથ-પગ ચલાવે છે ને. અહીંયા પણ જો બધાને કહેવામાં આવે - એક સેકન્ડમાં સાકારી થી નિરાકારી બની જાઓ; તો બની શકશો? જેમ સ્થૂળ શરીર નાં હાથ-પગ ઝટ ડાયરેક્શન (સૂચના) પ્રમાણે ડ્રિલ માં ચલાવતા રહો છો, તેમ એક સેકન્ડમાં સાકારી થી નિરાકારી બનવાની પ્રેક્ટિસ છે? સાકારી થી નિરાકારી બનવામાં કેટલો સમય લાગે છે? જયારે પોતાનું જ અસલી સ્વરુપ છે પછી પણ સેકન્ડમાં કેમ સ્થિત નથી થઈ શકતા?
હમણાં સુધી કર્મબંધન? શું હજું સુધી પણ કર્મબંધન નો અવાજ સાંભળતા રહેશો? જયારે આ જુનું શરીર છોડી દેશો, ત્યાર સુધી કર્મબંધન સાંભળતા રહેશો?
આ ક્લાસ માં પ્રશ્નનો જવાબ આપવા વાળા કોણ છે? એ તો ઘણાં જ નામ સંભળાવ્યાં, પછી પ્રશ્ન-ઉત્તર થી પાર જવા વાળા કોણ છે? આ ભઠ્ઠી માં પરખવા ની પાવર (શકિત) આવશે. દરેકે એજ કોશિશ કરવી જોઈએ કે અમે સંપૂર્ણ બનીને જ જઈશું. એવું હમણાં થઇ શકે છે? કે અંતમાં થશે? (થઈ શકે છે) તો બાકી અંત સુધી રહીને શું કરશો? (પ્રજા બનાવશું) સ્વયં રાજા, તાજધારી બની જશો અને બીજાઓને પ્રજા બનાવશો? આપ સમાન પણ બનાવવાનાં છે. પ્રજા પણ બનાવવાની છે. નહીં તો પ્રજા વગર રાજ્ય કોનાં પર કરશો? તો એવું સમજે કે આટલાં બધાં તારા સંપૂર્ણ બનીને જ જશે? આ જ ઉમંગ અને નિશ્ચય દરેકમાં હોવો આવશ્યક છે કે અમે સંપૂર્ણ બનીએ અને સર્વને બનાવીશું. આ જ ઉમંગ-ઉત્સાહ સદા કાયમ રહે તો અવશ્ય જ લક્ષ્ય ની પ્રાપ્તિ થઇ જશે. અને બાપદાદા ને નિશ્ચય છે, એવાં સંપૂર્ણ જ આ યજ્ઞ-કુંડ માંથી નીકળશે. કુંડ નું યાદગાર જોયું છે? યજ્ઞ તો જે પણ સ્થાન છે બધાં યજ્ઞ જ છે પરંતુ તો પણ યજ્ઞ- કુંડ નું મહત્વ હોય છે. આમ પણ જોયું હશે ગંગા અને યમુના બંનેનું મહત્ત્વ છે, પરંતુ તો પણ સંગમ નું મહત્વ વધારે છે. ત્યાં સ્નાન કરવું શ્રેષ્ઠ મનાય છે. ગંગા-યમુના તો ઘણાં સ્થાનો ઉપર હોય છે પરંતુ તો પણ વિશેષ સંગમ પર સ્નાન કરવા કેમ જાય છે? તેનું વિશેષ મહત્વ શું છે? સંગમ નાં મહત્વ ને સારી રીતે જાણો છો ને. જેમ વિશેષ સ્થાનો નું વિશેષ મહત્વ હોય છે, એ જ રીતે મધુબન ની ભઠ્ઠી નું પણ વિશેષ મહત્વ છે. આ ભઠ્ઠી થી સંપૂર્ણતા ની ભેટ બાપ દ્વારા મળે છે. આ મિલનનું અર્થાત્ સંગમનું વિશેષ સૌભાગ્ય બાળકોને મળે છે, આ મિલન જ સંપૂર્ણતાની ભેટ નાં રુપમાં છે. આ મિલનનું જ આ સંગમ યાદગાર છે. તો આ મળવું જ સંપૂર્ણતા ની ભેટ છે. ભઠ્ઠી થી સંપૂર્ણ બનવાની છાપ અથવા મોહર લગાવીને જ જશો, પરંતુ તેની સાથે-સાથે આ ભઠ્ઠી માં હિસાબ કરવાનું પણ સારી રીતે શીખવાનું છે. ક્યાંક -ક્યાંક હિસાબ પૂરો ન કરવાનાં કારણે જ્યાં પ્લસ (જમા) કરવાનું છે ત્યાં માઈનસ (ઘાટો) કરી લે છે. જ્યાં માઈનસ કરવાનું છે ત્યાં પ્લસ કરી લે છે. એટલે સ્થિતિ ડગમગ થાય છે. આ હિસાબ પણ પૂરો શીખવાનો છે કે કઈ વાતમાં જોડવાનું છે અને કઈ વાતમાં કટ કરવાનું (કાપવાનું) છે? પ્રવૃત્તિમાં રહેવાનાં કારણે જ્યાં ન જોડવાનું હોય ત્યાં પણ જોડી લે છે અને જ્યાં કાપવાનું ન હોય ત્યાં પણ કાપી લે છે. આ નાનો હિસાબ મોટી સમસ્યાનું રુપ થઈ જાય છે. એટલે આ પણ પૂરે-પૂરું શીખવાનું છે કે પ્રવૃત્તિ માં રહેવાં છતાં પણ શું તોડવાનું છે, શું જોડવાનું છે. અને જોડવાનું પણ છે તો ક્યાં સુધી અને કયા રુપમાં? તમને ભઠ્ઠીમાં બોલાવ્યાં છે તો તેનું કાર્ય પણ બતાવશે ને. કયા-કયા ભણવાનાં સબ્જેક્ટમાં (વિષયમાં) પરિપક્વ થવાનું છે? એક તો અલૌકિક ઈશ્વરીય ડ્રિલ નો સબ્જેક્ટ અને બીજો આ હિસાબ કરવાનો - બંનેવ વાતો આ ભઠ્ઠીમાં શીખવાની છે. જો આ બંને વાતોમાં સંપૂર્ણ બની ગયા તો બાકી શું રહેશે. સંપૂર્ણ તો બનીને જ નીકળશો. પોતે તો બની જશો, પરંતુ બીજાઓને બનાવવાનું કાર્ય પણ બાકી રહેશે. આ જ નિમિત્તે જવાનું છે. સંબંધ નાં કારણે નથી જવાનું, પરંતુ સર્વિસનાં નિમિત્ત જવાનું છે. જવાનું પણ છે તો ફક્ત સર્વિસ નાં નિમિત્ત. જ્યાં પણ રહો પરંતુ પોતાને એવાં સમજીને રહેશો તો અવસ્થા ન્યારી અને પ્યારી રહેશે. જેમ બાપદાદા સર્વિસ નાં નિમિત્તે આવે-જાય છે ને. તો તમારે બધાએ પણ ફક્ત સર્વિસ નાં અર્થ નિમિત્ત બનીને જવાનું છે અને સર્વિસની સફળતા પામી ને પછી સમ્મુખ આવવાનું છે.
અવ્યક્ત વતન થી વર્તમાન સમયે બાપદાદા દરેક બાળક ને કયો મંત્ર આપે છે? ગો સૂન કમ સૂન (જલ્દી, જાઓ જલ્દી આવો) સર્વિસ માટે જાઓ અને સાથી બનીને જલ્દી આવો. ફરી જાઓ. જ્યારે અહીંયા ગો સૂન કમ સૂન થશો ત્યારે બુદ્ધિ દ્વારા પણ જલ્દી થશો. બુદ્ધિની ડ્રિલ પણ “ગો સૂન કમ સૂન” છે ને. તે સ્થિતિ ત્યારે થશે જ્યારે આ સ્થૂળ મંત્ર યાદ રાખશો. આ મંત્રનો તે મંત્ર થી સંબંધ છે. ત્યારે તો કહ્યું યજ્ઞ-કુંડ નું મહત્વ છે. અહીંયા તમને ભેટ નાં રુપ માં મળે છે, ત્યાં પુરુષાર્થ રુપ માં. તો યજ્ઞ-કુંડ નું વિશેષ મહત્વ થયું ને. અહીયાં વરદાન ત્યાં મહેનત. જ્યારે વરદાન મળી શકે છે તો મહેનત કેમ કરો છો. આ યજ્ઞ-કુંડ થી ભાષા બોલવાનું પણ શીખી ને જવાનું છે. એવાં સેમ્પલ (ઉદાહરણ) બનવાનું છે જે તમને જોઈને બીજા પણ આકર્ષિત થઈને યજ્ઞ-કુંડમાં સ્વાહા થઈ જાય.
બાપદાદા દરેક ની તસવીર (ફોટા) થી દરેક ની તકદીર (નસીબ) અને તદબીર (ભાગ્ય) જુએ છે - ક્યાં સુધી પોતાની તકદીર બનાવે છે. તમે પણ જ્યારે કોઈને જુઓ છો તો દરેક ની તસવીર થી તેમની તદબીર, તેમના પુરુષાર્થ નો જે વિશેષ ગુણ છે, તે જ જોવાનો છે. દરેક નાં પુરુષાર્થ માં વિશેષ ગુણ જરુર હોય છે. તે ગુણ ને જોવાનો છે. એક હોય છે ગુણ અને ગુણ ની સાથે-સાથે પછી હોય છે ધુન (અનાજ નાં દાણાં ને અંદર થી ખાઈ ને ખોખલું કરી દેવા વાળો કીડો; ધનેરું). શબ્દ કેટલો સમાન છે. પરંતુ આ શું, તે શું. જો ગુણ નહી જોશો તો ધુન લાગી જાય છે. તો દરેક નાં ગુણ ને જોવાનાં છે, તો ધુન જે લાગે છે તે ખતમ થઇ જશે.
જે એકબીજા નાં સ્નેહી હોય છે, એવાં સ્નેહી બાળકો થી બાપદાદાને પણ અતિ સ્નેહ છે, સ્નેહ જ સમીપ લાવે છે. જેટલાં સ્નેહી એટલાં સમીપ. તો એકબીજા માં સ્નેહી છો? એવાં સ્નેહી બાળકો જ સમીપ પણ આવી શકે છે - હમણાં પણ અને ભવિષ્ય માં પણ. વિશેષ સ્નેહી છે એટલે આજે વિશેષ ડબલ તિલક લગાવી રહ્યાં છે. પરંતુ અનોખો, લૌકિક રીત નું તિલક નહીં. ડબલ તિલક કયુું છે? એક તો નિરાકારી, બીજું ન્યારાપણાં નું. આ ડબલ તિલક દરેક નાં મસ્તક પર અવિનાશી સ્થિત કરવા માટે અવિનાશી રુપ થી જ લગાવી રહ્યાં છે. આ અવિનાશી તિલક સદા કાયમ રહે છે? તિલક ને સુહાગ ની નિશાની કહેવાય છે. આ તિલક ને સદા કાયમ રાખવાની કોશિશ કરવાની છે. જેટલા-જેટલા પરિપક્વ રહેશો એટલું જ પદ પામી શકશો. દરેક આ જ વિચારે કે અમે જ નંબરવન છીએ. જો દરેક નંબરવન હશે તો નંબર ટૂ (બીજો) કોણ આવશે? બાપનાં ક્લાસ માં ક્યારેય પણ નંબર નથી નીકળી શકતાં. શિક્ષક પણ નંબર વન. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ નંબર વન. તો એક-એક નંબર વન. તો આવાં ક્લાસ નું તો મધુબન માં ચિત્ર હોવું જોઈએ.