Search for a command to run...
23 Jan 1970
સેવામાં સફળતા મેળવવાની યુક્તિઓ
23 January 1970 · ગુજરાતી
એવો અનુભવ કરો છો જાણે કે સર્વિસ (સેવા) નાં કારણે મજબૂરી થી બોલવું પડે છે? પરંતુ સર્વિસ સમાપ્ત થઈ તો અવાજ ની સ્થિતિ પણ સમાપ્ત થઈ જશે (મુંબઈ ની પાર્ટી બાપદાદા થી મુંબઈ માં થવાવાળા સંમેલન માટે ડાયરેક્શન (માર્ગદર્શન) લઇ રહી હતી) આ જે આજકાલની સર્વિસ કરી રહ્યાં છો તેમાં વિશેષતા શું જોઈએ? ભાષણ તો વર્ષો થી કરી જ રહ્યાં છો પરંતુ હવે ભાષણો માં પણ કેવી અવ્યક્ત સ્થિતિ ભરવાની છે? જે વાત કરતાં પણ બધાં એવો અનુભવ કરે કે આ તો જાણે કે અશરીરી, અવાજ થી પરે ન્યારી સ્થિતિ માં સ્થિત થઈને બોલી રહ્યાં છે. હવે આ સંમેલન માં આ નવીનતા હોવી જોઈએ. તે સ્પીકર્સ (વક્તાઓ) અને બ્રાહ્મણ સ્પીકર્સ (વક્તાઓ) દૂર થી જ અલગ જોવામાં આવે, ત્યારે છે સંમેલન ની સફળતા. કોઈ અજ્ઞાની પણ સભામાં પ્રવેશ કરે તો દૂર થી જ અનુભવ કરે કે કોઈ અનોખા બોલવાવાળા છે. ફક્ત વાણીનું જે બળ છે તે તો કનરસ સુધી રહી જાય છે. પરંતુ અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થઈને જે બોલવાનું હોય છે તે ફક્ત કનરસ નહીં પરંતુ મનરસ પણ હશે. કનરસ સંભળાવવા વાળા તો ઘણાં છે પરંતુ મનરસ આપવા વાળા હજું સુધી દુનિયામાં કોઈ નથી. બાપ તો આપ બાળકોની સામે પ્રત્યક્ષ થયાં પરંતુ આપ બાળકોએ પછી બહાર પ્રત્યક્ષ થવાનું છે. તો આ સંમેલન કોઈ સાધારણ રીત થી નથી થવાનું. મીટીંગ માં પણ બોલજો - કે ચિત્રો માં પણ ચૈતન્યતા હોય. જેમ ચૈતન્ય, વ્યક્ત ભાવ ને સ્પષ્ટ કરે છે, તેમ જ ચિત્ર ચૈતન્ય બની ને સાક્ષાત્કાર કરાવે. જયારે ચિત્રો માં ચૈતન્યતા નો ભાવ પ્રત્યક્ષ હોય છે, તે જ ચિત્ર સારા લાગે છે. બહાર ની કળાની વાત નથી, પરંતુ બહાર ની સાથે અંદર પણ એવું જ હોય. બાપદાદા આ જ નવીનતા જોવા ઈચ્છે છે. ઓછું બોલવું પણ મોટું કર્તવ્ય કરી દેખાડે. આ જ બ્રાહ્મણોનો રીત-રીવાજ છે. આ સંમેલન અનોખું કેવી રીતે થાય એ ખ્યાલ રાખવાનો છે. ચિત્રો માં પણ અવ્યક્ત ચૈતન્યતા હોય, જે દૂર થી જ એવો અનુભવ થાય. નહીં તો આટલી પ્રજા કેવી રીતે બનશે. ફક્ત મુખથી નહીં પરંતુ આંતરિક સ્થિતિ થી જે પ્રજા બનશે તેને જ આંતરિક સુખનો અનુભવ કહેવાય છે. આપ સૌએ હમણાં સુધી રિઝલ્ટ (પરિણામ) જોયું કે જે અવ્યક્ત સ્થિતિ નાં અનુભવ થી આવ્યાં તે શરું થી જ સહજ ચાલી રહ્યાં છે. નિર્વિઘ્ન છે. અને જે અવ્યક્ત સ્થિતિની સાથે પછી બીજા પણ કોઈ આધાર પર ચાલ્યાં છે તેમની જ વચ્ચે વિઘ્ન, મુશ્કેલીઓ વગેરે સખત પુરુષાર્થ જોવામાં આવે છે. એટલે હવે એવી પ્રજા બનાવવાની છે જે અવ્યક્ત શક્તિ નાં ફાઉન્ડેશન (પાયા) થી ખૂબ થોડાં સમય માં અને સહજ જ પોતાનાં લક્ષ્ય ને પ્રાપ્ત કરે. જેટલાં પોતે સહજ પુરુષાર્થી હશે, અવ્યક્ત શક્તિ માં હશે, એટલાં જ બીજાઓને પણ આપ સમાન બનાવી શકશે. તો આ સંમેલન નું રિઝલ્ટ જોવું છે. ટોપીક (વિષય) તો કોઈ પણ હોય પરંતુ સ્થિતિ ટોપ ની (ઉંચી) જોઈએ. જો ઉંચી સ્થિતિ છે તો વિષય ને ક્યાંય પણ વાળી શકો છો. હવે ભાષણ પર નહીં પરંતુ સ્થિતિ પર સફળતા નો આધાર કહેવામાં આવે છે. કારણ કે ભાષણ અર્થાત્ ભાષા ની પ્રવીણતા તો દુનિયામાં બહુજ છે, પરંતુ આત્મા માં શક્તિનો અનુભવ કરાવવા વાળા તો તમે જ છો. તો આ જ નવીનતા હવે લાવવાની છે. જ્યારે પણ કોઈ કાર્ય કરો છો તો પહેલાં વાયુમંડળ ને અવ્યક્ત બનાવવું આવશ્યક છે. જેમ બીજી સજાવટ નું ધ્યાન રાખો છો તેમ મુખ્ય સજાવટ આ છે. પરંતુ થાય છે શું? ચાલતાં-ચાલતાં તે સમયે બાહ્યમુખતા અધિક થઈ જાય છે, તો જે છેલ્લું વાયુમંડળ હોવાનાં કારણે રિઝલ્ટ (પરિણામ) એ નથી નીકળતું. તમે લોકો વિચારો ખુબ છો, આમ કરીશું, આ કરીશું, પરંતુ છેલ્લી ઘડી પર કર્તવ્ય વધારે જોઈ બાહ્યમુખતા માં આવી જાઓ છો. તેવી જ રીતે સાંભળવા વાળા પણ તે સમયે તો ખુબ સારું કહે છે, પરંતુ પછી ઝટ બાહ્યમુખતા માં આવી જાય છે. એટલે એવો જ પ્રોગ્રામ રાખવાનો છે જે કોઈ પણ આવે, તો પહેલાં અવ્યક્ત પ્રભાવ નો અનુભવ થાય. આ છે સંમેલનની સફળતા નું સાધન. થોડાં દિવસ પહેલાથી જ આ વાયુમંડળ બનાવવું પડે. એવું નહીં કે ફક્ત તે દિવસે જ કરવાનું છે. વાયુમંડળ ને શુદ્ધ કરશો ત્યારે કાંઈક નવીનતા જોવામાં આવશે. સાકાર શરીર માં પણ અલૌકિકતા દૂર થી જ જોવામાં આવતી હતી ને. તો બાળકોનાં પણ આ વ્યક્ત શરીર થી અલૌકિકતા જોવામાં આવે.
પ્રેસ કોન્ફરન્સ (પત્રકાર પરિષદ) નું રિઝલ્ટ જો સારું છે તો કરવામાં કોઇ વાંધો નથી. પરંતુ પહેલાં તેમને મળીને તેમને જ મદદગાર બનાવવાં - આ તો ખુબ જરુરી છે. સમય પર જઈને તેમનાથી કામ કઢાવવું અને સમયની પહેલાં તેમને મદદગાર બનાવવાં, એમાં પણ ફરક પડે છે. મોટા ભાગે સમય પર ધ્યાન જાય છે. હવે પોતાની બુદ્ધિ ની લાઇન ને ક્લિયર (સ્વચ્છ) કરશો તો બધું સ્પષ્ટ થતું જશે. જેમ તમારાં લોકોની પ્રદર્શની માં છે ને - સ્વીચ ચાલુ કરવાથી જવાબ મળે છે. તેમ જ પુરુષાર્થ ની લાઈન ક્લિયર હોવાથી સંકલ્પ ની સ્વીચ દબાવી અને કર્યુ, એવો અનુભવ કરતા જશો. ફક્ત વ્યર્થ સંકલ્પો ની કંટ્રોલિંગ પાવર (નિયંત્રણ શક્તિ) જોઈએ. વ્યર્થ સંકલ્પ ચાલવાનાં કારણ જે ઓરિજનલ (મૂળ) બાપદાદા દ્વારા પ્રેરણા કહો અથવા શુદ્ધ રેસ્પોન્સ (પ્રતિસાદ) મળે છે તે મિક્સ (ભેળસેળ) થઈ જાય છે કારણ કે વ્યર્થ સંકલ્પો અધિક હોય છે. જો વ્યર્થ સંકલ્પો ને કંટ્રોલ કરવાની શક્તિ છે તો એમાં એક એ જ રિસ્પોન્સ (પ્રતિસાદ) સ્પષ્ટ જોવામાં આવે છે. એવી જ રીતે જો બુદ્ધિ ટ્રાન્સલાઈટ (સ્વપ્રકાશિત) છે તો એમાં દરેક વાતનો પ્રતિભાવ સ્પષ્ટ થતો જાય છે અને યથાર્થ હોય છે. મિક્સ નહીં. જેમનાં વ્યર્થ સંકલ્પ નથી ચાલતાં એ પોતાની અવ્યક્ત સ્થિતિને ખૂબ વધારી શકે છે. શુદ્ધ સંકલ્પ પણ ચાલવાં જોઈએ. પરંતુ એને પણ કંટ્રોલ કરવાની શક્તિ હોવી જોઈએ. વ્યર્થ સંકલ્પોનાં તોફાન મેજોરીટી (અધિકાંશ) માં વધારે છે.
જયારે કોઈ કાર્ય શરું કરવામાં આવે છે તો સેમ્પલ (નમૂનો) બહું સારું બનાવવામાં આવે છે. આ પણ સંમેલન નું સેમ્પલ બધાની સામે રાખવાનું છે.
અવ્યક્ત સ્થિતિ શું ચીજ હોય છે, એનો અનુભવ કરાવવાનો છે. તમારી પ્રવૃત્તિ માં બધાં સમય ની ઘડીયાળ ને જુએ. સમયની ઘડીયાળ બનીને જઈ રહ્યાં છો. જેમ સાકાર (બાબા) પણ સમય ની ઘડીયાળ બન્યાં ને. એમ શરીર હોવા છતાં અવ્યક્ત સ્થિતિ નો ઘંટ વગાડવાની ઘડીયાળ બનવાનું છે. આ સર્વિસ સૌથી સારી છે. વ્યક્ત માં અવ્યક્ત સ્થિતિ નો અનુભવ શું હોય છે, આ પ્રેક્ટિકલ (વ્યવહારિક) પાર્ટ બધાંને ભણાવવાનો છે. અચ્છા.
બાપદાદા અને દૈવી પરિવાર, બધાનાં સ્નેહનાં સૂત્ર માં મણકા બની પરોવાનું છે. સ્નેહનાં સૂત્ર માં પરોવાયેલો હું મણકો છું - આ નશો રહેવો જોઈએ. મણકાઓને ક્યાં રાખવામાં આવે છે? માળાનાં મણકાઓને બહુ શુદ્ધિ થી રાખવામાં આવે છે. ઉપાડે પણ ખુબ શુદ્ધિ પૂર્વક છે. અમે પણ આવાં અમૂલ્ય મણકા છીએ, એમ સમજવાનું છે. (કોઈએ સેવા માટે સલાહ પૂછી) તેઓ ની સર્વિસ વાણી થી નહીં થશે. પરંતુ જયારે ચરિત્ર પ્રભાવશાળી હશે, પરિવર્તન જોશે ત્યારે તે સ્વયં ખેંચાઈને આવશે. કોઈ-કોઈ ને પોતાનો અહંકાર પણ હોય છે ને. તો વાણી થી વાણી અહંકાર નાં ટક્કર માં આવી જાય છે. પરંતુ પ્રેક્ટિકલ (વ્યવહારિક) જીવનનાં ટક્કર માં નહીં આવી શકે. એટલે એવાં-એવાં લોકોને સમજાવવા માટે આ જ સાધન છે. વાયુમંડળ ને અવ્યક્ત બનાવો. જે પણ સેવાકેન્દ્રો છે, તેનાં વાયુમંડળ ને આકર્ષણમય બનાવવું જોઈએ જેથી તેઓ ને અવ્યક્ત વતન જોવામાં આવે. કોઈ પણ દૂર થી અનુભવ કરે કે આ ઘર ની વચ્ચે કોઈ ચિરાગ (દીવો) છે. દીવો દૂર થી જ પ્રકાશ આપે છે. પોતાની તરફ આકર્ષિત કરે છે. તો દીવા ની જેમ ચમકતા નજર આવે ત્યારે છે સફળતા.
અવ્યક્ત ભઠ્ઠીમાં આવી ને અવ્યક્ત સ્થિતિનો અનુભવ થાય છે? આ અનુભવ જે અહીંયા થાય છે પછી એનું શું કરશો? સાથે લઈને જશો કે અહીં જ છોડી જશો? તેને (અનુભવને) એવો સાથી બનાવો કે કોઈ કેટલું પણ આ અવ્યક્ત આકર્ષણનાં સાથ ને છોડાવવા ઈચ્છે તો પણ ન છૂટે. લૌકિક પરિવાર ને અલૌકિક પરિવાર બનાવ્યો છે? જરા પણ લૌકિકપણું ન હોય. જેમ એક શરીર છોડી બીજું લે છે તો એ જન્મ ની કોઈ પણ વાત સ્મૃતિ માં નથી રહેતી ને. આ પણ મરજીવા બન્યાં છો ને? તો પાછલાં જીવનની સ્મૃતિ અને દૃષ્ટિ એવી જ રીતે ખતમ થઈ જવી જોઈએ. લૌકિક માં અલૌકિકતા ભરવાથી જ અલૌકિક સર્વિસ થાય છે. અલૌકિક સર્વિસ (સેવા) શું કરો છો? આત્મા નું કનેક્શન (જોડાણ) પાવરહાઉસ (શક્તિ શ્રોત) સાથે જોડવાની સર્વિસ કરો છો. કોઈ તાર નું તાર સાથે જોડાણ કરવાનું હોય તો રબર ઉતારવું પડે છે ને. એવી જ રીતે આપનું પણ પહેલું કર્તવ્ય છે કે પોતાને આત્મા સમજી શરીરનાં ભાન થી અલગ રહેવાનું છે અને બીજાઓને પણ શરીરનાં ભાન થી અલગ કરવાં. અહીંયાનાં મુખ્ય વિષયો કેટલાં છે અને કયા છે? વિષય મુખ્ય છે ચાર. જ્ઞાન, યોગ, ધારણા અને સેવા. એમાં પણ મુખ્ય કયા છે? અહીંથી જ શાંતિનો સ્ટોક જમા કર્યો છે? ખબર છે આશીર્વાદ કેવી રીતે મળે છે? જેટલાં-જેટલાં આત્મ અભિમાની બનો છો એટલાં આશીર્વાદ ન ઇચ્છવા છતાં પણ મળે છે. અહીંયા સ્થૂળ માં કોઈ આશીર્વાદ નથી મળતાં. અહીંયા સ્વતઃ જ મળે છે. જો બાપદાદા નાં આશીર્વાદ ન હોત તો અહીંયા સુધી કેવી રીતે આવત? દરેક સેકન્ડ બાપદાદા બાળકોને આશીર્વાદ આપી રહ્યાં છે. પરંતુ લેવાવાળા જેટલાં લે છે, એટલાં પોતાની પાસે કાયમ રાખે છે.
તમારાં બીજા પણ યુગલ છે? સદા સાથે રહેવા વાળા યુગલ કોણ છે? અહીંયા સદૈવ યુગલ રુપમાં રહેશો તો ત્યાં પણ યુગલ રુપમાં રાજ્ય કરશો. એટલે યુગલ ને ક્યારેય અલગ નથી કરવાનાં. જેમ ચતુર્ભુજ કમ્બાઇન્ડ (સંયુક્ત) હોય છે તેમ આ પણ કમ્બાઇન્ડ છે. શિવબાબા ને પોતાનાથી ક્યારેય અલગ નહીં કરતાં. આવાં યુગલ ક્યારેય જોયાં? ૮૪ જન્મોમાં, ૮૪ યુગલોમાં, આવાં યુગલ ક્યારેય મળ્યાં? તો જે કલ્પ માં એક વાર મળે છે એમને તો પૂરા જ સાથે રાખવાં જોઈએ ને? હવે યાદ રાખજો કે અમે યુગલ છીએ. એકલા નથી. જેમ સ્થૂળ કાર્યમાં હાર્ડવર્કર (મહેનતું) છો, તેમ મનની સ્થિતિ પણ એવી જ હાર્ડ (મજબૂત) હોય જે કોઈ પણ પરિસ્થિતિ માં પિગળી ન જાય. હાર્ડ ચીજ પિગળતી નથી. તો એમ જ સ્થિતિ અને કર્મ બંને હાર્ડ (મજબૂત) હોય. જેમની સાથે અતિ સ્નેહ હોય છે, તેમને સાથે રાખવામાં આવે છે ને, તો સદા એવું સમજો કે હું યુગલમૂર્ત છું. જો યુગલ સાથે હશે તો માયા આવી નહીં શકે. યુગલમૂર્ત સમજવું આ જ મોટામાં મોટી યુક્તિ છે. કદમ-કદમ પર સાથે રહેવાનાં કારણે સાહસ રહે છે. શક્તિ રહે છે, પછી માયા આવશે નહીં.
તમે ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી) છો? ડબલ સ્ટુડન્ટ બનીને પછી આગળ નું લક્ષ્ય શું રાખ્યું છે? ઉંચ પદ કોને સમજો છો? લક્ષ્મી-નારાયણ બનશો? જેવું લક્ષ્ય રાખવામાં આવે છે તો લક્ષ્ય ની સાથે પછી બીજી શું ધારણા કરવી પડે છે? લક્ષણ અર્થાત્ દૈવી ગુણ. લક્ષ્ય જે આટલું ઊંચું રાખ્યું છે તો એટલા ઊંચા લક્ષણો નું પણ ધ્યાન રાખવાનું છે. નાની કુમારી બહુ મોટું કાર્ય કરી શકે છે. પોતાની પ્રેક્ટિકલ સ્થિતિ માં સ્થિત થઈ કોઈને બેસીને સંભળાવે તો તેની અસર મોટાઓથી પણ અધિક થઈ શકશે. સદૈવ લક્ષ્ય એ જ રાખવાનું છે કે હું નાની છું પણ કર્તવ્ય મોટું કરી બતાડવાનું છે. દેહ ભલે નાનું છે પરંતુ આત્માની શક્તિ મોટી છે. જે વધારે પુરુષાર્થ કરવાની ઈચ્છા રાખે છે તેમને મદદ પણ મળે છે. ફક્ત પોતાની ઇચ્છા ને દૃઢ રાખજો, તો મદદ પણ દૃઢ મળશે. કેટલું પણ કોઈ હલાવે પરંતુ આ સંકલ્પ પાક્કો રાખજો. સંકલ્પ પાક્કો હશે તો પછી સૃષ્ટિ પણ એવી બનશે. ભલે લૌકિક સર્વિસ પણ કરતાં રહો. લૌકિક સર્વિસ પણ એક સાધન છે, આ જ સાધન થી સેવા કરી શકો છો. એમ જ સમજો કે આ સર્વિસનાં સંબંધ માં જે પણ આત્માઓ આવે છે તેમને સંદેશ આપવાનું આ સાધન છે. સર્વિસ માં તો ઘણી આત્માઓ કનેક્શન માં (સંપર્કમાં) આવે છે. જેમ અહીં જે આવ્યાં એમને પણ સેવા માટે સંબંધી ઓ પાસે મોકલ્યાં ને. એમ સમજો કે સેવા માટે આ સ્થૂળ સર્વિસ કરી રહ્યાં છીએ. તો પછી મન પણ એમાં લાગશે અને કમાણી પણ થશે. લૌકિક ને પણ અલૌકિક સમજી કરો. પછી કોઈ બીજા વાતાવરણ માં નહીં આવશો. જેમ-જેમ અવ્યક્ત સ્થિતિ થતી જશે એમ બોલવાનું પણ ઓછું થતું જશે. ઓછું બોલવાથી વધારે લાભ થશે. પછી આ યોગ ની શક્તિ થી સેવા કરશો. યોગ બળ અને જ્ઞાન બળ બંને સાથે હોય છે. હમણાં જ્ઞાનબળ દ્વારા સર્વિસ થઈ રહી છે. યોગબળ ગુપ્ત છે. પરંતુ જેટલું યોગબળ અને જ્ઞાનબળ બંને સમાનતા માં લાવશો એટલી-એટલી સફળતા થશે. આખાં દિવસમાં તપાસ કરો કે યોગબળ કેટલું રહ્યું, જ્ઞાનબળ કેટલું રહ્યું? પછી ખબર પડી જશે કે અંતર કેટલું છે. સર્વિસ માં બીઝી (વ્યસ્ત) થઈ જશો તો પછી વિઘ્ન વગેરે પણ ટળી જશે. દૃઢ નિશ્ચય ની આગળ કોઈ અવરોઘ નથી આવી શકતો. ઠીક ચાલી રહ્યાં છો. અથક અને એકરસ બંનેય ગુણ છે. સદૈવ ફોલો ફાધર (બાપનું અનુસરણ) કરવાનું છે. જેમ સાકાર રુપ માં પણ અથક અને એકરસ, ઉદાહરણ બનીને દેખાડ્યું, તેમ જ બીજાઓનાં પ્રતિ ઉદાહરણ બનવાનું છે. આ સર્વિસ છે. સમય ભલે ન પણ મળે સર્વિસ (સેવા) માટે, પરંતુ ચરિત્ર પણ સર્વિસ દેખાડી શકે છે. ચરિત્ર થી પણ સર્વિસ થાય છે. ફક્ત વાણી થી નથી થતી. તમારું ચરિત્ર, તે વિચિત્ર બાપ ની યાદ અપાવે. આ તો સહજ સર્વિસ છે ને? જેમ ઘણાં લોકો પોતાનાં ગુરુનો અથવા સ્ત્રી પોતાનાં પતિ નો ફોટો લોકેટ માં લગાડી રાખે છે ને, આ એક સ્નેહ ની નિશાની છે. તો તમારું આ મસ્તક જે છે, તે પણ એ વિચિત્ર નું ચરિત્ર દેખાડે. આ નયન તે વિચિત્ર નાં ચિત્ર ને દેખાડે. આવું અવિનાશી લોકેટ પહેરી લેવાનું છે. પોતાની સ્મૃતિ પણ રહેશે અને સર્વિસ પણ થશે.
મધુબન માં આવીને મુખ્ય કર્તવ્ય શું કર્યુ? જેમ કોઇ ખાણ પર જાય છે તો ખાણ ની પાસે જઈને શું કરવાનું હોય છે? ખાણ થી જેટલું લઈ શકાય છે એટલું લેવાય છે. ફક્ત થોડું નહીં. તેમ જ મધુબન છે સર્વ પ્રાપ્તિઓની ખાણ. તો તમે ખાણ પર આવ્યાં છો ને. બાકી સેવાકેન્દ્રો છે આ ખાણની શાખાઓ. ખાણ પર જવાથી ખ્યાલ રાખવામાં આવે છે, જેટલું લઈ શકીએ. તો અહીંયા પણ જેટલું લઈ શકો, લઈ શકો છો. અહીંયાની એક-એક વસ્તુ, એક-એક બ્રાહ્મણ આત્મા ઘણી બધી શિક્ષા અને શક્તિ આપવાવાળી છે. બાપદાદા એ જ ઈચ્છે છે કે જે પણ આવે છે તે થોડું ઘણું નહીં પરંતુ બધું જ લઈ લે. બાપદાદાનો બાળકો માં સ્નેહ છે તો એક-એક ને સંપન્ન બનાવવાં ઈચ્છે છે. જેટલું અહીંયા લેવામાં સંપન્ન બનશો એટલું જ ભવિષ્ય માં રાજ્ય મેળવવામાં સંપન્ન થશો. એટલે એક સેકન્ડ પણ આ અમૂલ્ય દિવસો ને એમ જ નહીં ગુમાવતાં. એક-એક સેકન્ડ માં પદમો ની કમાણી કરી શકો છો. પદમ સૌભાગ્યશાળી તો છો, જે આ ભૂમિ પર પહોંચી ગયાં છો. પરંતુ આ પદમ ભાગ્ય ને સદા કાયમ રાખવા માટે પુરુષાર્થ સદૈવ સંપૂર્ણતા નો રાખજો. જેવું બીજ હોય છે તેવું ફળ નીકળે છે. તો તમે લોકો જેવાં બીજ છો, પાયો પોતે જેટલો મજબૂત હશે, એટલી જ ઈમારત પણ પાક્કી હશે. એટલે સદૈવ સમજવું જોઈએ કે અમે પાયો છીએ. અમારા ઉપર આખી બિલ્ડીંગ નો આધાર છે.
યાદ નો જવાબ મળે છે? બાપદાદા તો હવે બધાંની સાથે છે જ. કારણ કે સાકાર માં તો એક સ્થાન પર સાથે રહી સકતા હતાં. હવે તો સર્વની સાથે રહી શકે છે. સદૈવ આ ધ્યાન રાખો કે એક મત થી એક રિઝલ્ટ (પરિણામ) થશે. આ ગુણ ને પરિવર્તન માં લાવજો. કેવી પણ પરિસ્થિતિ આવે, પરંતુ પોતાને મજબૂત રાખવાનાં છે. બીજાને પોતાનાં ગુણોનું દાન દેવાનું છે. જેમ દાન કરવાથી રિટર્નમાં (વળતર) ભવિષ્ય માં મળે છે ને. આ ગુણ નું દાન કરવાથી પણ મોટી પ્રાલબ્ધ મળે છે, જે એક મત હોય છે એ જ એક ને પ્રિય લાગે છે. બાપદાદા બે હોવાં છતાં એક છે ને. એમ જ ભલે કેટલાં પણ છો પરંતુ એક મત થઈને ચાલો. બાપનાં ઘરે આવીને વિશેષ ખજાનો લીધો? બાપનાં ઘર માં વિશેષતાઓ ભરેલી છે ને. પોતાનાં ઘરમાં અસલી સ્વરુપ માં સ્થિત થવાં આવ્યાં છો, પોતાનું અસલી સ્વરુપ અને અસલી સ્થિતિ શું છે, એ યાદ આવે છે? આત્માની અસલી સ્થિતિ શું છે? જેમ પહેલાં આત્મા પરમધામ ની નિવાસી, સર્વ ગુણો નું સ્વરુપ છે. તેમ જ અહીંયા પણ પોતાની સ્થિતિનો અનુભવ કરવાં માટે આવેલાં છો. મધુવનમાં આવ્યાં છો એ સ્થિતિનો ટેસ્ટ (અનુભવ) કરવાં. ટેસ્ટ કર્યા પછી તેને સદા નાં માટે અપનાવવાનો છે. આનું નામ જ છે મધુબન. મધુ અર્થાત્ મધુરતા, એટલે કે સ્નેહ અને શક્તિ બંનેવ વરદાન પૂર્ણ રુપે પ્રાપ્ત કરજો. અહીંયા મધુબન માં બંને ચીજો વરદાન રુપે મળે છે. પછી બહાર જશો તો આ બંને ચીજો માટે પોતાનો પુરુષાર્થ કરવો પડશે. એટલે અહીંયા વરદાન રુપમાં જે પ્રાપ્ત થઈ રહ્યું છે એને એવું પ્રાપ્ત કરજો કે અવિનાશી રહે. જ્યારે વરદાન રુપમાં પ્રાપ્ત થઇ શકે છે તો પુરુષાર્થ કરીને કેમ લેવું. ગુરુ વરદાન આપે છે તો શું કરવાનું હોય છે? પોતાને એમનાં પર અર્પણ કરવાં પડે છે, ત્યારે વરદાન પ્રાપ્ત થાય છે. તો અહીંયા પણ જેટલું પોતાને અર્પણ કરશો, એટલું વરદાન પ્રાપ્ત થશે. વરદાન તો બધાંને મળે છે, પરંતુ જે પોતાને વધારે અર્પણ કરે છે, એટલાં જ વરદાન નાં પાત્ર બને છે. વરદાન થી એવી ઝોલી ભરી લો, જે ભરેલી ઝોલી ક્યારેય ખાલી ન થાય. જેટલી જે ભરવા ઈચ્છે તે ભરી શકે છે. એવું જ ધ્યાન રાખીને આ થોડાક દિવસો માં અથક લાભ ઉઠાવવાનો છે. એક-એક સેકન્ડ સફળ કરવાનાં આ દિવસો છે. હમણાં ની એક સેકન્ડ ખૂબ ફાયદા અને ખૂબ નુકસાન ની પણ છે. એક સેકન્ડ માં જેમ અનેક વર્ષોની કમાણી ગુમાવી પણ દે છે ને. તો અહીંયા ની એક સેકન્ડ એટલી મોટી છે.
ત્યાગ થી જ ભાગ્ય બને છે. પરંતુ ત્યાગ કર્યા પછી મન્સા માં પણ સંકલ્પ ઉત્પન્ન ન થવો જોઈએ. જ્યારે કોઈ બલિ ચઢે છે તો તેમાં જો જરા પણ ચીસ પાડી અથવા આંખો માંથી ટીપું પણ નીકળ્યું તો તેને દેવી ની આગળ સ્વીકાર નહિં કરાવશે. ઝાટકૂં સાંભળ્યું છે ને. એક ધક થી કોઈ વસ્તુને ખતમ કરવામાં અને વારંવાર કાપવામાં ફરક હોય છે ને. ઝાટકૂં અર્થાત્ એક ધક થી ખતમ. બાપદાદાની પાસે પણ કયા બાળકો સ્વીકાર થશે? જેમને મન્સા માં પણ સંકલ્પ ન આવે, આને કહેવાય છે મહાબલી. એવાં મહાબલી ને જ મહાન બળ ની પ્રાપ્તિ થાય છે. સર્વશક્તિમાન નાં બાળકો છો અને પછી શક્તિ નથી, બાપની પૂરી સંપત્તિનાં હકદાર બનવાનું છે ને. સર્વશક્તિમાન બાપની સર્વ શક્તિઓની સંપત્તિ, જન્મસિદ્ધ અધિકાર સદૈવ પોતાની સામે રાખો. સર્વશક્તિમાન ની આગળ કમજોરી રહી શકે છે? આજ થી કમજોરી ખતમ. ફક્ત એક શક્તિ નહીં, પાંડવ પણ શક્તિ રુપ છે. એક દીપક થી અનેક પ્રગટે છે.
ડબલ સર્જરી કરો છો? ખૂબ જ સારો ચાન્સ (તક) મળે છે બે માર્ગ બતાવવાનો. શરીર નો પણ અને મન નો પણ. જેમ સ્થૂળ સર્વિસ કરવાથી પગાર મળે છે, તેમ ઈશ્વરીય સર્વિસ કરવાથી શું પગાર મળે છે? (સ્વર્ગની બાદશાહી મળે છે) એ તો ત્યાં મળશે પરંતુ અહીંયા શું મળે છે? પ્રત્યક્ષ ફળનો અનુભવ થાય છે? ભવિષ્ય તો બને જ છે પરંતુ ભવિષ્ય થી પણ વધારે હમણાં ની પ્રાપ્તિ છે. હમણાં જે ઈશ્વરીય અતીન્દ્રિય સુખ મળે છે તે ભવિષ્ય માં નથી મળી શકતું. આ અતીન્દ્રિય સુખ આખાં કલ્પ માં ક્યારેય નથી મળી શકતું. એવો ખજાનો હમણાં બાપ દ્વારા મળે છે. અનેક જન્મ ઇન્દ્રિયોનું સુખ અને એક સેકન્ડ માં અતીન્દ્રિય સુખ અનુભવ થાય છે? શિવબાબાને યુગલ બનાવ્યાં છે? તે દેહધારી યુગલ તો સુખ નાં સાથી હોય છે પરંતુ આ તો દુઃખ નાં સમયે સાથી બને છે. આવાં યુગલને તો એક સેકન્ડ પણ અલગ ન કરવાં જોઈએ. સાથે રાખવા અર્થાત્ શક્તિ રુપ બનવું. આ બ્રાહ્મણ પરિવાર જોયો, આટલો મોટો પરિવાર ક્યારેય મળે છે? ફક્ત આ સંગમ પર જ આટલો મોટો પરિવાર મળે છે. અમે આટલાં મોટા પરિવાર નાં છીએ - આ નશો રહે છે? જેટલાં કોઈ મોટા પરિવાર નાં હોય છે એટલી તેમને ખુશી રહે છે. આખી દુનિયામાં અમને થોડાં ને આટલો મોટો પરિવાર મળે છે. તો આ નિશ્ચય અને નશો હોવો જોઈએ. દરેક ને આ નશો હોવો જોઈએ કે કોટોમાંથી કોઈ અમે ગાયન માં આવવાવાળી આત્માઓ છીએ. ક્યારેય વિચાર્યુ હતું કે આવું સૌભાગ્ય પ્રાપ્ત થઇ શકે છે? અચાનક લોટરી મળી છે. લોટરી ની ખુશી થાય છે ને અને પછી આ અવિનાશી લોટરી છે, જે ક્યારેય ખતમ થઇ ન શકે. એવી લોટરી અમને આત્માઓને મળી છે. આ નશો રહે છે? ખૂણેખૂણે થી બાપદાદાએ જુઓ કોને પસંદ કર્યા છે? પસંદ કરેલાં રત્નો માં તમે વિશેષ છો. આ યાદ રહે છે? બાપદાદા ને કયા રત્ન ગમે છે? સાધારણ. એવી ખુશી સદૈવ અવિનાશી રહે. તે કેવી રીતે રહેશે? જેમ દીપક હોય છે તે સદૈવ પ્રગટેલો રહે તેનાં માટે ધ્યાન રાખવામાં આવે છે. ઘૃત (ઘી) અને બત્તી (વાટ) આ બે વસ્તુ નું ધ્યાન રાખવું પડે છે. તો અહીંયા પણ ખુશીનો દીપક સદૈવ પ્રગટયો રહે તેનાં માટે બે વાતો ધ્યાન માં રાખવાની છે. જ્ઞાન ઘૃત (ઘી) અને યોગ છે બત્તી (વાટ). જો આ બંને ઠીક છે તો ખુશી નો દીપક અવિનાશી રહેશે. ક્યારેય બુઝાશે નહીં.
૧૫ દિવસ પણ આ સંગમયુગ નાં ઘણાં છે. એવું નહીં સમજતાં કે અમે તો ૧૫ દિવસ નાં બાળકો છીએ પરંતુ સંગમ નો સમય જ હવે ખૂબ ઓછો છે. આ ઓછાં સમય નાં હિસાબ થી તો ૧૫ દિવસ પણ બહુ છે, એટલે હવે એવું જ વિચારજો કે લાસ્ટ (છેલ્લા) વાળાએ ફાસ્ટ (ઝડપી) થવાનું છે. વિખુટા પડેલાં જે હોય છે તે આવતાં જ તીવ્ર પુરુષાર્થ માં લાગી જાય છે. હિંમત બાળકો રાખે છે, મદદ બાપ આપે છે. એક કુમારી ૧૦૦ બ્રાહ્મણો થી ઉત્તમ ગવાય છે. એક માં ૧૦૦ ની શક્તિ ભરશે તો શું નહીં કરી શકો. ફક્ત પોતાનાં પગ ને પાક્કા મજબૂત બનાવો. કેટલું પણ કોઈ હલાવે તો હલવાનું નથી. અચળઘર પણ તમારી યાદગાર છે ને. અચળ અર્થાત્ જેને કોઈ હલાવી ન શકે. ત્રણ મહિના માં ત્રણ વારસા લીધાં છે? બાપદાદા ત્રણ વારસા કયા આપે છે? સુખ, શાંતિ અને શક્તિ. જેટલાં અધિકાર લેશો એટલાં ત્યાં રાજ્ય નાં અધિકારી બનશો. સંપૂર્ણ અધિકાર મેળવવાનું લક્ષ્ય રાખવાનું છે. કારણ કે બાપ પણ સંપૂર્ણ છે ને.
યુગલ હોવા છતાં એકલાં રહો છો કે યુગલ રુપમાં રહો છો? એકલું રુપ કયું છે? આત્મા એકલી છે ને. આવો પણ એકલાં છો, જાઓ પણ એકલાં છો. તો યુગલ રુપ માં પાર્ટ ભજવતાં પણ આત્મિક સ્થિતિ માં રહેવું અર્થાત્ એકલા બનવાનું છે, અને પછી રુહાની યુગલ બનવાનું છે. તો બાપ અને બાળકો. તે તો થયાં દેહ નાં યુગલ. આત્મા અને પરમાત્મા, આ પણ યુગલ છે. આત્મા સજની, સીતા કહેવાય છે ને. પરમાત્મા છે સાજન, રામ. તો રુહાની યુગલમૂર્ત બનવાનું છે. બસ. દેહ નાં યુગલ રુપ નહીં. દેહધારી નું યુગલ રુપ ખતમ થયું. અનેક જન્મ દેહધારીઓનાં યુગલ રુપ જોયાં. હવે આત્મા અને પરમાત્માનું યુગલ રુપ બનવાનું છે. એવી સ્થિતિ માં રહો છો? આ અનોખા યુગલ રુપની સામે તે યુગલ તો કાંઈ નથી. તો દેહ ની ભાવના ખતમ થઈ જશે. સૌથી પ્રિય વસ્તુ શું છે? પ્રિય વસ્તુ સારી લાગે છે ને. તો તે પ્રિય વસ્તુ ને છોડી બીજા ને પ્રિય કેવી રીતે બનાવી શકો છો. એકલા પણ બની જવાનું છે, પછી યુગલ પણ બનવાનું છે.
કોઈ ને આવતા જ લોટરી મળી જાય છે. કોઈ ને પ્રયત્ન કરવાથી લોટરી મળે છે. એવાં ઉચ્ચ ભાગ્યશાળી પોતાને સમજો છો? કુમારો માટે પણ સરળ માર્ગ છે. કારણ કે ઉલટી સીડી જે ચઢેલાં છે, તેમને ઉતરવી પડે છે. એટલે કુમાર-કુમારીઓ માટે ખુબ જ સહજ છે. જે બંધનમુક્ત હોય છે તે જલ્દી દોડી શકે છે. તો બધી વાતોમાં નિર્બંધન રહેવાનું છે. કેવી પણ પરિસ્થિતિમાં પોતાની સ્થિતિ ઊંચી રાખવાની છે. જે ઉચ્ચ જીવનનું લક્ષ્ય છે તેનાથી દૂર નથી થવાનું. અચ્છા-