Search for a command to run...
24 Jan 1970
બ્રાહ્મણો નો મુખ્ય ધંધો - સમર્પણ કરવું અને કરાવવું
24 January 1970 · ગુજરાતી
પોતાનાં જીવનની નાવ કોનાં હવાલે કરી છે? (શિવબાબા નાં) શ્રીમત પર પૂર્ણ રીતે ચાલી રહ્યાં છો? શ્રીમત પર ચાલવું અર્થાત્ દરેક કર્મમાં અલૌકિકતા લાવવી. શિવબાબાનાં વારસા નાં પૂરા અધિકારી પોતાને સમજો છો? જે વારસાનાં અધિકારી બને છે, તેમનો સર્વ ઉપર અધિકાર હોય છે, તે કોઇ પણ વાતનાં અધીન નથી હોતાં. જો અધીન હોય છે દેહનાં, દેહનાં સંબંધીઓ અથવા દેહની કોઈ પણ વસ્તુઓનાં, તો એવાં અધીન થવાવાળા અધિકારી નથી બની શકતાં. અધિકારી અધીન નથી હોતાં. સદૈવ પોતાને અધિકારી સમજવાથી કોઈપણ માયાનાં રુપનાં અધીન બનવાથી બચી જશો. હંમેશા આ ચેક કરજો કે અલૌકિક કર્મ કેટલાં કર્યા છે અને લૌકિક કર્મ કેટલાં કર્યા છે? અલૌકિક કર્મ બીજાને અલૌકિક બનાવવાની પ્રેરણા આપશે. બધાએ આ લક્ષ્ય રાખ્યું છે કે અમે બધાં ઊંચે થી ઊંચા બાપનાં બાળકો ઊંચે થી ઊંચુ રાજ્ય પદ પ્રાપ્ત કરશું, કે જે મળશે તે જ ઠીક છે? જ્યારે ઊંચે થી ઊંચા બાપનાં બાળકો છો તો લક્ષ્ય પણ ઊંચુ રાખવાનું છે. જ્યારે અવિનાશી આત્મિક સ્થિતિ માં રહેશો ત્યારે જ અવિનાશી સુખની પ્રાપ્તિ થશે. આત્મા અવિનાશી છે ને.
મધુબન માં આવીને મધુબન નાં વરદાન ને પ્રાપ્ત કર્યું? વરદાન, વગર મહેનતે સહજ જ મળે છે. અવ્યક્ત સ્થિતિમાં અવ્યક્ત આનંદ, અવ્યક્ત સ્નેહ, અવ્યક્ત શક્તિ, આ બધાં ની પ્રાપ્તિ સહજ રીતે થાય છે. તો આવું વરદાન સદૈવ કાયમ રહે, એની કોશિશ કરાય છે. સદૈવ વરદાતા ની યાદમાં રહેવાથી આ વરદાન અવિનાશી રહેશે. જો વરદાતા ને ભૂલ્યાં તો વરદાન પણ ખતમ. એટલે વરદાતા ને ક્યારેય અલગ નહીં કરતાં. વરદાતા સાથે છે તો વરદાન પણ સાથે છે. આખી સૃષ્ટિમાં સૌથી પ્રિય વસ્તુ એ જ (શિવબાબા) છે તો એમની યાદ પણ સ્વતઃ જ રહેવી જોઈએ. જયારે છે જ પ્રિય માં પ્રિય એક, તો પછી એમની યાદ ભૂલો છો કેમ? જરુર બીજું કંઈ યાદ આવતું હશે. કોઈપણ વાત કારણ વગર નથી થતી. વિસ્મૃતિ નું પણ કારણ છે. વિસ્મૃતિ નાં કારણે પ્રિય વસ્તુ દૂર થઈ જાય છે. વિસ્મૃતિ નું કારણ છે પોતાની કમજોરી. જે શ્રીમત મળે છે તેનાં પર પૂરી રીતે થી ન ચાલવાનાં કારણે કમજોરી આવે છે. અને કમજોરી નાં કારણે વિસ્મૃતિ થાય છે. વિસ્મૃતિ માં પ્રિય વસ્તુ ભૂલી જવાય છે. એટલે સદૈવ કર્મ કરવાનાં પહેલાં શ્રીમત ની સ્મૃતિ રાખી પછી દરેક કર્મ કરો. તો પછી તે કર્મ શ્રેષ્ઠ થશે. શ્રેષ્ઠ કર્મ થી શ્રેષ્ઠ જીવન સ્વતઃ જ બને છે. એટલે દરેક કાર્યની પહેલાં પોતાની ચેકિંગ (તાપસ) કરવાની છે. કર્મ કર્યા પછી ચેકિંગ કરવાથી જે ઉલ્ટું કર્મ થઈ ગયું તેનું તો વિકર્મ બની ગયું. એટલે પહેલાં ચેકિંગ કરો પછી કર્મ કરો.
ઈશ્વરીય જ્ઞાન ખુબ સહજ અને સરળ રીતે કોઈને આપવાની વિધી આવડે છે? એક સેકન્ડ માં કોઈને બાપ નો પરિચય આપી શકો છો? જેટલો બીજાઓને પરિચય આપશો એટલી જ પોતાની ભવિષ્ય પ્રાલબ્ધ બનાવશો. અહીંયા આપવું અને ત્યાં લેવું. તો એટલે લેવાનું જ છે. જેટલું આપતાં રહો એટલું સમજો અમે લઈએ છીએ. આ જ્ઞાનનું પણ પ્રત્યક્ષ ફળ અને ભવિષ્યની પ્રાલબ્ધ પ્રાપ્તિ નો અનુભવ કરવાનો છે. વર્તમાનની પ્રાપ્તિનાં આધાર પર જ ભવિષ્યને સમજી શકો છો. વર્તમાન અનુભવ ભવિષ્ય ને સ્પષ્ટ કરે છે. પોતાને કયા રુપમાં સમજીને ચાલો છો? હું શક્તિ છું, જગતની માતા છું - આ ભાવના રહે છે? જે જગતમાતા નું રુપ છે એમાં જગતનાં કલ્યાણની (ભાવના) રહે છે. શિવશક્તિ રુપ માં કોઈપણ કમજોરી નહીં રહેશે. તો હું જગતમાતા છું અને શિવશક્તિ છું, આ બંને રુપ સ્મૃતિમાં રાખશો ત્યારે માયાજીત બનશો. અને વિશ્વનાં કલ્યાણની ભાવના થી અનેક આત્માઓનાં કલ્યાણનાં નિમિત્ત બનશો. સંબંધ થી અને પોતાનાં શરીર થી નષ્ટમોહા બન્યાં છો? નષ્ટમોહા ની અંતિમ અવસ્થા ક્યાં સુધી છે? જેટલાં નષ્ટમોહા બનશો એટલાં સ્મૃતિ રુપ બનશો. તો સ્મૃતિ ને સદા કાયમ રાખવાનાં માટે સાધન છે નષ્ટમોહા બનવું. નષ્ટમોહા બનવું સહજ છે કે મુશ્કેલ છે? જ્યારે પોતે પોતાને સમર્પણ કરી દેશો તો પછી બધું સહજ થશે. જો સમર્પણ ન કરી ને પોતાની ઉપર રાખો છો તો મુશ્કેલ લાગે છે. સહજ બનાવવાનું મુખ્ય સાધન છે - સમર્પણ કરવું. બાપને જે જોઈએ તે કરાવે. જેમ મશીન હોય છે, તેનાં દ્વારા આખું કારખાનું ચાલે છે. મશીન નું કામ છે કારખાનાં ને ચલાવવું. એ જ રીતે અમે નિમિત્ત છીએ. ચલાવવા વાળા જેમ ચલાવે, અમારે ચાલવાનું છે. એવું સમજવાથી મુશ્કેલી નહીં લાગે. આ સ્થિતિ દિન-પ્રતિદિન પરિપક્વ કરવાની છે. આ મુખ્ય વાત પર અટેન્શન (ધ્યાન) રાખવાનું છે. જેટલાં સ્વયંને બાપનાં આગળ સમર્પણ કરો છો, એટલાં જ બાપ પણ તે બાળકોનાં આગળ સમર્પણ થાય છે. અર્થાત્ જે બાપ નો ખજાનો છે તે સ્વતઃ જ તેમનો બની જાય છે. જે ગુણ પોતાનામાં હોય છે તે કોઈને આપવાં મુશ્કેલ કેમ? સમર્પણ કરવું અને કરાવવું - આ જ બ્રાહ્મણો નો ધંધો છે. જે છે જ બ્રાહ્મણો નો ધંધો તો બ્રાહ્મણો નાં સિવાય બીજું કોણ જાણશે. જેમ બાપ થોડા માં રાજી નથી થતાં, બાળકોએ પણ થોડા માં રાજી નથી થવાનું.
નિશ્ચય ની નિશાની શું છે? વિજય. જેટલાં નિશ્ચયબુદ્ધિ હશે એટલાં જ બધી વાતોમાં વિજયી હશે. નિશ્ચયબુદ્ધિ ની ક્યારેય હાર નથી થતી. હાર થાય છે તો સમજવું જોઈએ કે નિશ્ચયની કમી છે. નિશ્ચયબુદ્ધિ વિજયી રત્નોમાં થી હું એક રત્ન છું એવું પોતાને સમજવાનું છે. વિઘ્ન તો આવશે, તેને ખતમ કરવાની યુક્તિ છે - સદૈવ સમજો કે આ પેપર છે. પોતાની સ્થિતિ ની પરખ આ પેપર કરાવે છે. કોઈ પણ વિઘ્ન આવે તો તેને પેપર સમજી પાસ કરવાનું છે. વાત ને નથી જોવાની પરંતુ પેપર સમજવાનું છે. પેપર માં પણ ભિન્ન-ભિન્ન ક્વેશ્ચન (પ્રશ્ન) હોય છે - ક્યારેક મન્સા નાં, ક્યારેક લોક-લાજ નાં, ક્યારેક સંબધ નાં, ક્યારેક દેશવાસિઓનાં પ્રશ્ન આવશે. પરંતુ તેમાં ગભરાવાનું નથી. ઊંડાણ માં જવાનું છે. વાતાવરણ એવું બનાવવું જોઈએ જે ન ઈચ્છતાં પણ કોઈ ખેંચાઈ આવે. જેટલાં સ્વયં અવ્યકત વાયુમંડળ બનાવવામાં બીઝી (વ્યસ્ત) રહેશો, એટલું સ્વતઃ બધું થતું રહેશે. જેમ રસ્તે જતાં કોઈ સુગંધ આવે છે તો મન થાય છે કે જઈને જોઈએ શું છે. એ જ રીતે આ અવ્યક્ત સુગંધ પણ ન ઇચ્છતાં હોવા છતાં ખેંચશે.
જે લક્ષ્ય રાખવમાં આવે છે, તેને પૂર્ણ કરવાનાં માટે એવાં લક્ષણ પણ પોતાનામાં ભરવાનાં છે. ઢીલી કોશિશ વાળા ક્યાં સુધી પહોંચશે? કોશિશ શબ્દ જ કહેતાં રહેશો તો કોશિશ માં જ રહી જશો. લક્ષ્ય તો રાખવાનું છે કે કરવાનું જ છે. કોશિશ અક્ષર કહેવો કમજોરી છે. કમજોરી ને કાઢવા માટે કોશિશ શબ્દને છોડવાનો છે. નિશ્ચય થી વિજય મળી જાય છે. સંશય લાવવાથી શક્તિ ઓછી થઈ જાય છે. નિશ્ચયબુદ્ધિ બનશો તો બધાનો સહયોગ પણ મળશે. કોઈપણ કાર્ય કરવાનું હોય છે તો સદૈવ એમ વિચારાય છે કે મારાં વગર કોઈ કરી નહીં શકે ત્યારે જ સફળતા થાય છે. આજ થી કોશિશ અક્ષર ખતમ કરો. હું શિવશક્તિ છું. શિવશક્તિ બધાં કાર્ય કરી શકે છે. શક્તિઓની સિંહ પર સવારી દેખાડે છે. કોઈપણ પ્રકારે માયા સિંહ રુપમાં આવે, ડરવાનું નથી. શિવશક્તિ ક્યારેય હાર ન ખાઈ શકે. હવે સમય જ ક્યાં છે. સમયનાં પહેલાં પોતાને બદલવાથી એક નું લાખ ગણું મળશે. બદલવાનું જ છે, તો આ રીતે બદલવું જોઈએ. યાદ આવે છે કે આગલાં કલ્પ માં પણ વારસો લીધો હતો. પોતાને જૂનાં સમજવાથી તે કલ્પ પહેલાં ની સ્મૃતિ આવવાથી પુરુષાર્થ સહજ થઈ જાય છે. કારણ કે નિશ્ચય છે, કલ્પ પહેલાં પણ મેં લીધો હતો, હમણાં પણ લઈને છોડીશું. કલ્પ પહેલાં ની સ્મૃતિ શક્તિ અપાવવા વાળી હોય છે. પોતાને નવાં સમજશો તો કમજોરીનાં સંકલ્પ આવશે. પામી શકીશું કે નહીં. પરંતુ હું છું જ કલ્પ પહેલાં વાળો, આ સ્મૃતિ થી શક્તિ આવશે. સદૈવ પોતાને હિંમતવાન બનાવવાં જોઈએ. હિંમત હારવી ન જોઈએ. હિંમત થી મદદ પણ મળશે. અમે સર્વશક્તિવાન બાપનાં બાળકો છીએ, બાપ ને યાદ કર્યા, એ જ હિંમત છે. બાપ ને યાદ કરવાં સહજ છે કે મુશ્કેલ? સહજ કરવામાં સહજ થઈ જાય છે. આ તો મારું કર્તવ્ય જ છે. ફરજ છે. શું કરું આ સંકલ્પ આવવાથી મુશ્કેલ થઈ જાય છે. ક્યારેય પણ પોતાની અંદર કમજોર સંકલ્પ ને નહીં રહેવા દેતાં. જો મનમાં કમજોર સંકલ્પ ઉત્પન્ન થઈ પણ જાય તો તેને ત્યાં જ ખતમ કરી શક્તિશાળી બનાવવાનાં છે. હજું સુધી પણ જો કોશિશ કરતાં રહેશો તો અવ્યક્ત કશિશ (શક્તિ) નો અનુભવ ક્યારે કરશો? જ્યાં સુધી કોશિશ છે ત્યાં સુધી અવ્યક્ત કશિશ પોતાનામાં નથી આવી શકતી. આ ભાષા જ કમજોરી ની છે. સર્વશક્તિમાન બાપનાં બાળકો આ ન કહી શકે. તેમનાં સંકલ્પ, વાણી બધું નિશ્ચય નું હશે. એવી સ્થિતિ બનાવવાની છે. સદૈવ ચેક (તપાસ) કરો કે સંકલ્પ રુપી ફાઉન્ડેશન (પાયો) મજબૂત છે. તીવ્ર પુરુષાર્થી ની ચલન માં આ વિશેષતા હશે જે તેમનાં સંકલ્પ, વાણી, કર્મ, ત્રણેય એક સમાન હશે. સંકલ્પ ઊંચા હોય અને કર્મ કમજોર હોય તો તેમને તીવ્ર પુરુષાર્થી નહીં કહેશું. ત્રણેય ની સમાનતા જોઈએ. સદૈવ આ સમજવું જોઈએ. જો કે માયા ક્યારેક-ક્યારેક પોતાનું રુપ દેખાડે છે, આ સદૈવનાં માટે વિદાય લેવા આવે છે. વિદાયનાં બદલે નિમંત્રણ આપી દો છો. સદૈવ શિવબાબા ની સાથે છું, એનાથી અલગ થશો જ નહીં તો પછી કોઈ શું કરશે. કોઈ બીઝી (વ્યસ્ત) રહે છે તો પછી ત્રીજો ડિસ્ટર્બ (હેરાન) નથી કરતો. સમજે છે હેરાન કરવા વાળા કોઈ ન આવે, તો એક બોર્ડ લગાવી દે છે. તમે પણ આવું બોર્ડ લગાવો તો માયા પાછી જશે. આવવાનું સ્થાન જ નહીં મળશે. ખુરશી ખાલી હોય છે તો કોઈ બેસી જાય છે.
માતાઓનાં માટે તો ખુબ સહજ છે, ફક્ત બાપ ને યાદ કરવાં, બસ. બાપ ને યાદ કરવાથી જ્ઞાન જાતે જ ઈમર્જ (જાગૃત) થઈ જાય છે. બાપ ને જે યાદ કરે છે તેમને દરેક કાર્યમાં બાપની મદદ મળી જાય છે. યાદની એટલી શક્તિ છે, જે અનુભવ અહીંયા કરો છે તે ત્યાં પણ સ્મૃતિમાં રાખશો તો અવિનાશી બની જશે. બુદ્ધિમાં વારંવાર આ જ સ્મૃતિ રાખો, અમે પરમધામ નિવાસી છીએ. કર્તવ્ય અર્થ અહીંયા આવ્યાં છીએ. ફરી પાછું જવાનું છે. જેટલી બુદ્ધિને આ વાતોમાં બીઝી રાખશો તો પછી ભટકશો નહીં. જ્ઞાન પણ કોઈને યુક્તિ થી સંભળાવવાનું છે. સીધું જ્ઞાન સંભળાવવાથી ગભરાઈ જશે. પહેલાં તો ઈશ્વરીય સ્નેહમાં ખેંચવાનાં છે. શરીરધારી ને જોઈએ ધન, બાપને જોઈએ મન. તો મનને જયાં લગાડવાનું છે ત્યાં જ લાગેલું રહે. બીજે ક્યાંય પ્રયોગ ન થાય. યોગયુક્ત અવ્યક્ત સ્થિતિ માં રહી બે બોલ બોલવાં પણ ભાષણ કરવા જેવું જ છે. એક કલાકનાં ભાષણનો સાર બે શબ્દોમાં સંભળાવી શકો છો.
દિન-પ્રતિદિન કદમ આગળ સમજો છો? એમ પણ નહીં વિચારતાં કે હજું સમય પડ્યો છે, પુરુષાર્થ કરી લઈશું. પરંતુ સમયનાં પહેલાં સમાપ્તિ કરીને અને આ સ્થિતિ નો વધુ અનુભવ પ્રાપ્ત કરવાનો છે. જો સમય આવે ત્યારે આ સ્થિતિનો અનુભવ કરશો તો સમય ની સાથે સ્થિતિ પણ બદલાઇ જશે. સમય સમાપ્ત તો પછી અવ્યક્ત સ્થિતિનો અનુભવ પણ સમાપ્ત થઈ, બીજો પાર્ટ આવી જશે. એટલે પહેલાંથી જ અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરવાનો છે. કુમારીઓ દોડવામાં તેજ હોય છે. તો આ ઈશ્વરીય દોડમાં પણ તેજ જવાનું છે. ફર્સ્ટ (પહેલાં) આવવાવાળા જ ફર્સ્ટ ની નજીક આવશે. જેમ સાકાર ફર્સ્ટ ગયાં ને. લક્ષ્ય તો ઉચું રાખવાનું છે. લક્ષ્ય સંપૂર્ણ છે તો પુરુષાર્થ પણ સંપૂર્ણ કરવાનો છે. ત્યારે જ સંપૂર્ણ પદ મળી શકશે. સંપૂર્ણ પુરુષાર્થ અર્થાત્ બધી વાતોમાં પોતાને સંપન્ન બનાવવાં. મોટી વાત તો છે નહીં. જાણ્યાં પછી યાદ કરવું મુશ્કેલ હોય છે શું? જાણવું એને જ નોલેજ (જ્ઞાન) કહેવાય છે. જે નોલેજ, લાઈટ (પ્રકાશ) અને માઇટ (શક્તિ) નથી તો તે નોલેજ શું કામનું, તેને જાણ્યું નહીં કહેવાશે. આ જ જાણવું અને કરવું એક છે. બીજાઓનાં જાણવામાં અને કરવામાં ફરક હોય છે. જ્ઞાન એ ચીજ છે જે તેવું રુપ બનાવી દે છે. ઈશ્વરીય જ્ઞાન કયું રુપ બનાવશે? ઈશ્વરીય સ્થિતિ. તો ઈશ્વરીય નોલેજ લેવાવાળા ઈશ્વરીય રુપમાં કેમ નહીં આવે. થ્યોરી (સિદ્ધાંત) બીજી વસ્તુ છે. જાણવું અર્થાત્ બુદ્ધિમાં ધારણ કરવું બીજી વસ્તુ છે. ધારણા થી કર્મ ઓટોમેટિકલી (આપોઆપ) થઈ જાય છે. ધારણા નો અર્થ જ છે તે વાતને બુદ્ધિમાં સમાવવી. જ્યારે બુદ્ધિમાં સમાઈ જાય છે તો પછી બુદ્ધિનાં ડાયરેક્શન (નિર્દેશ) અનુસાર કર્મેન્દ્રિયોં પણ તે કરે છે. નોલેજફુલ (સંપૂર્ણ જ્ઞાની) બાપનાં અમે બાળકો છીએ અને ઈશ્વરીય નોલેજની લાઈટ માઇટ અમારી સાથે છે. એવું સમજીને ચાલવાનું છે. નોલેજ ફક્ત સાંભળવું બીજી વસ્તુ છે. ફક્ત સાંભળવાનું નથી પરંતુ સમાવવાનું છે. ભોજન ખાવું એક વસ્તુ છે, હજમ કરવું બીજી વસ્તુ છે. ખાવાથી શક્તિ નહીં આવે. હજમ કરવાથી શક્તિ ક્યાંથી આવી જાય છે, ખાધેલાં ભોજન ને હજમ કરવાથી જ શક્તિ રુપ બને છે. શક્તિવાન બાપ નાં બાળકો અને કંઇ કરી ન શકે, એવું થઈ શકે છે? નહીં તો બાપ નાં નામ ને પણ શરમાવે છે. સદૈવ આ જ લક્ષ્ય રાખવું જોઈએ અમે એવાં કર્મ કરીએ જે આદર્શ બનીને બતાવીએ. ઈન્તજાર માં (રાહ જોવામાં) નથી રહેવાનું પરંતુ એક્ઝામ્પલ (ઉદાહરણ) બનવાનું છે. બાપ એક્ઝામ્પલ બન્યાં ને.
પોતાનાં ઘરમાં આવ્યાં છો એ સમજો છો? જ્યારે કોઈ ભટકેલું પોતાનાં ઘરે પહોંચી જાય છે તો જાણે વિશ્રામ મળી જાય છે. તો અહીંયા વિશ્રામની ભાસના આવે છે. સ્થાન મળવાથી વિશ્રામની સ્થિતિ થઇ જાય છે. સદૈવ વિશ્રામ ની સ્થિતિમાં સમજો. ભલે કાર્ય અર્થ જાઓ તો પણ આ સ્થિતિનો અનુભવ સાથે લઇ જજો. આને સાથે રાખશો તો પછી કેટલું પણ કાર્ય કરતાં સ્થિતિ વિશ્રામ ની રહેશે. વિશ્રામ અવસ્થા માં શાંતિ, સુખનો અનુભવ થાય છે. પોતાના માં જ્યારે શક્તિ આવી જાય છે તો પછી વાતાવરણ ની પણ અસર પોતાનાં પર નથી થતી, પરંતુ આપણી અસર વાતાવરણ પર રહે. સર્વશક્તિવાન વાતાવરણ છે કે બાપ? જ્યારે સર્વશક્તિવાન બાપનાં બાળકો છો તો પછી વાતાવરણ તમારાં થી શક્તિશાળી કેમ? પોતાની શક્તિ ભૂલવાથી જ વાતાવરણની અસર થાય છે. જેમ ડૉક્ટર કોઈ પણ બીમારી વાળા પેશન્ટ (દર્દી) ની પાસે જશે તો પણ તેમને અસર નહીં થશે. તેવી જ રીતે સ્વયં ની સ્મૃતિ રાખીને સર્વિસ (સેવા) કરવાની છે. પોતાનામાં આ શક્તિ રાખો કે મારે વાતાવરણને બનાવવાનું છે ન કે વાતાવરણ મને બનાવે. યુગલ હોવા છતાં પણ એકલી આત્માની સ્મૃતિ માં રહો છો? આત્મા એકલી છે ને. જો આત્માએ સંબંધમાં આવવાનું પણ છે તો કોનાં? સર્વ સંબંધ કોનાંથી છે? એક થી. તો એક થી બે પણ બનવાનું છે, બાપ અને બાળકો. ત્રીજો કોઈ સંબંધ નહીં. સર્વ સંબંધ ને એક થી જોડવાનાં છે. એક થી બીજા શિવબાબા, આ સ્થિતિને જ ઊંચી સ્થિતિ કહેવાય છે. ત્રીજી કોઈપણ ચીજ જોવાં છતાં પણ જોવામાં ન આવે. જો જોવાનું છે તો પણ એક ને, બોલવાનું પણ એમનાથી. એવી સ્થિતિ રહેવાથી જ માયાજીત બનશો. જે માયાજીત બને છે તે જગતજીત બની જાય છે. આ શુદ્ધ સ્નેહ આખાં કલ્પમાં એક જ વખત મળે છે. એવાં સ્નેહને અમે પામીએ છીએ આ સદૈવ યાદ રાખવાનું છે. જે કોઈ ને પ્રાપ્ત નથી થઈ શકતું તે અમને પ્રાપ્ત થયું છે. આ જ નશા અને નિશ્ચય માં રહેવાનું છે. દિલ્લી માં કમાલ ક્યારે કરશો. દિલ્લી નો અવાજ જ ચારે તરફ ફેલાય છે. દિલ્હીમાં નામ પ્રખ્યાત થવું, ભારતમાં નામ પ્રખ્યાત થવું છે.
આટલી જવાબદારી દિલ્લી વાળાઓએ ઉઠાવવાની છે. સમય ઓછો છે સર્વિસ ખુબ છે. આ ગતિથી જ્યારે સર્વિસ કરશો ત્યારે જ બધાં ને સંદેશ પહોંચશે. કોઈને ધનવાન બનાવવા માટે મોકો આપવો પણ મહાદાન છે, મહાદાન નું ફળ પણ એટલું જ મળે છે. બાપને સદૈવ સાથે રાખશો તો માયા જોશે આમની સાથે સર્વશક્તિવાન બાપ છે તો તે દૂરથી જ ભાગી જશે. એકલા જુએ છે ત્યારે હિંમત રાખે છે. શિકાર કરવા જ્યારે જાય છે તો કોઈપણ જાનવર વાર ન કરે તેનાં માટે આગ સળગાવે છે. તે જ રીતે યાદની અગ્નિ સળગતી હશે તો માયા આવી નહીં શકે. આ લગન ની અગ્નિ બુઝાવી ન જોઈએ. સાથે રાખવાથી શક્તિ જાતે જ આવી જશે. પછી વિજય જ વિજય છે.
બાપદાદા ને વૃદ્ધ માતાઓ સૌથી પ્રિય લાગે છે. કારણ કે ઘણાં દુઃખો થી થાકેલી છે. તો થાકેલાં બાળકો પર બાપ નો સ્નેહ રહે છે. એટલો સ્નેહ બાળકોએ પણ રાખવાનો છે. ઘરે બેઠાં પણ યાદની યાત્રા માં પાસ થઈ ગયાં તો પણ આગળ વધી શકો છો. જેટલાં યાદની યાત્રા માં સફળ થશો તો મનની ભાવનાઓ પણ શુદ્ધ થઇ જશે. બધાં સર્વિસમાં સહયોગી બનીને રહો છો? જેટલો બીજાઓને સંદેશ આપો છો એટલો પોતાને પણ સમ્પૂર્ણતા નો સંદેશ મળે છે. કારણ કે બીજાઓને સમજાવવાથી પોતાને સંપૂર્ણ બનાવવા પર ન ઇચ્છતાં પણ ધ્યાન જાય છે. આ સર્વિસ કરવી પણ પોતાને સંપૂર્ણ બનાવવાનું મીઠું બંધન છે. આ બંધન માં જેટલું પોતાને બાંધી લેશો એટલાં જ સર્વ સંબંધોથી મુક્ત થતાં જશો. સર્વ બંધનોથી મુક્ત થવાનું સાધન શું થયું? એક બંધન માં પોતાને બાંધવું. આ મીઠું બંધન પણ હમણાં નું જ છે. પછી ક્યારેય નથી હોતું. બધાં આ ઈશ્વરીય બંધનમાં બંધાયેલી આત્માઓ છે. શ્રેષ્ઠ કર્મ કરવાથી જ શ્રેષ્ઠ પદ મળી શકે છે અને શ્રેષ્ઠાચારી પણ બની જાય છે. એક જ શ્રેષ્ઠ કર્મ થી વર્તમાન પણ બની જાય છે અને ભવિષ્ય પણ બને છે. જેનાથી બંનેવ શ્રેષ્ઠ બની જાય તે કર્મ કરવાં જોઈએ. અમદાવાદે સૌથી વધારે સર્વિસ (સેવા) કરવાની છે. કારણકે અમદાવાદ બધાં સેવાકેન્દ્રનું બીજરુપ છે. બીજ માં વધારે શક્તિ હોય છે. ખુબ લલકાર કરો. જે ઘાડ઼ નિંદરમાં સૂતેલાં પણ જાગી ઉઠે. કુમારીઓ તો ખુબ કમાલ કરી શકે છે. એક કુમારીમાં જેટલી શક્તિ છે તો એટલી સર્વિસ માં સફળતા દેખાડવી જોઇએ. કુમારીઓ પુરુષાર્થ માં, સર્વિસ માં, સૌથી આગળ જઈ શકે છે. શક્તિઓ સર્વિસમાં આગળ છે કે પાંડવ? પોતાનું યાદગાર છે - અમે કલ્પ પહેલાંવાળા પાંડવ છીએ. કેટલીવાર પાંડવ બન્યાં છો. જે અગણિત વાર હોય છે તે યાદ પાક્કી રહે છે ને. આ સ્મૃતિ રહેશે તો પછી ક્યારેય પણ વિસ્મૃતિ નહીં થશે. કલ્પ પહેલાં પણ અમે જ હતાં, હમણાં પણ અમે જ છીએ, આ નશો અને નિશ્ચય રાખવાનો છે. અમે જ હકદાર છીએ, કોનાં? ઊંચે થી ઊંચા બાપ નાં. આ યાદ રહેવાથી પછી સદૈવ એકરસ અવસ્થા રહેશે. એક ની યાદ માં રહેવાથી જ એકરસ અવસ્થા થશે.
અવ્યક્ત માં સર્વિસ કેવી રીતે થાય છે? આ અનુભવ થતો જાય છે? અવ્યક્ત માં સર્વિસનો સાથ કેવી રીતે સદૈવ રહે છે. આ પણ અનુભવ થાય છે? જે વાયદો કર્યો છે કે દરેક સેકન્ડ સ્નેહી આત્માઓની સાથે જ છે. એવો સદૈવ સાથ નો અનુભવ થાય છે? ફક્ત રુપ બદલાયું છે પરંતુ કર્તવ્ય એ જ ચાલી રહ્યું છે. જે પણ સ્નેહી બાળકો છે તેમનાં ઉપર છત્ર રુપમાં નજર આવે છે. છત્રછાયા ની નીચે બધાં કાર્ય ચાલી રહ્યાં છે. એવી ભાસના આવે છે. વ્યક્ત થી અવ્યક્ત, અવ્યક્ત થી વ્યક્ત માં આવવું, આ સીડી ઉતરવી અને ચઢવી જાણે આદત પડી ગઈ છે. હમણાં-હમણાં ત્યાં, હમણાં-હમણાં અહીં. જેની આવી સ્થિતિ થઇ જાય છે, અભ્યાસ થઇ જાય છે, તેને આ વ્યક્ત દેશ પણ જાણે અવ્યક્ત લાગે છે. સ્મૃતિ અને દૃષ્ટિ બદલાઈ જાય છે. બધાં એવરરેડી (સદા તૈયાર) બનીને બેઠાં છો? કોઈપણ દેહ નાં હિસાબ-કિતાબ થી પણ હલકાં. વતનમાં શરું-શરું માં પક્ષીઓનો ખેલ દેખાડતાં હતાં, પક્ષીઓને ઉડાવતાં હતાં. તેમ આ આત્મા પણ પક્ષી છે જ્યારે ઈચ્છે ત્યારે ઉડી શકે છે. તે ત્યારે થઈ શકે છે જ્યારે અભ્યાસ હોય. જ્યારે પોતે ઉડતાં પક્ષી બનો ત્યારે બીજાઓને પણ એક સેકન્ડમાં ઉડાવી શકો છો. હમણાં તો સમય લાગે છે. અપરોક્ષ રીત થી વતન નો અનુભવ બતાવ્યો. અપરોક્ષ રુપથી કેટલો સમય વતનમાં સાથે રહો છો? જેમ આ સમયે જેની સાથે સ્નેહ હોય છે, તે ક્યાંય વિદેશમાં પણ છે તો તેનું મન વધારે તે તરફ રહે છે. જે દેશમાં તે હોય છે તે દેશનાં વાસી પોતાને સમજે છે. એમ જ તમારે હવે સૂક્ષ્મવતનવાસી બનવાનું છે. સૂક્ષ્મવતન ને સ્થૂળવતન માં ઈમર્જ (જાગૃત) કરો છો કે પોતાને સૂક્ષ્મવતન માં સાથે સમજો છો? શું અનુભવ છે? સૂક્ષ્મવતનવાસી બાપ ને અહીંયા ઈમર્જ કરો છો કે પોતાને પણ સૂક્ષ્મવતનવાસી બનાવીને સાથે રહો છો? બાપદાદા તો એમ જ સમજે છે કે સ્થૂળવતન માં રહેતાં પણ સૂક્ષ્મવતનવાસી બની જાય, અહીંયા પણ જે બોલાવો છો, આ પણ સૂક્ષ્મવતન નાં વાતાવરણમાં જ સૂક્ષ્મ થી સર્વિસ લઈ શકો છો. અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થઈ મદદ લઈ શકો છો. વ્યક્ત રુપમાં અવ્યક્ત મદદ મળી શકે છે. હવે વધારે સમય પોતાને ફરિશ્તા જ સમજો. ફરિશ્તાઓની દુનિયામાં રહેવાથી બહુ જ હલકાપણું અનુભવ થશે જેમ કે સૂક્ષ્મવતનને જ સ્થૂળવતનમાં વસાવી લીધું હોય. સ્થૂળ અને સૂક્ષ્મ માં અંતર નહીં રહે. ત્યારે સંપૂર્ણ સ્થિતિ માં પણ અંતર નહીં રહે. આ વ્યક્ત દેશ જાણે અવ્યક્ત દેશ બની જશે. સંપૂર્ણતા ની સમીપ આવી જશો. જેમ બાપદાદા વ્યક્તમાં આવે પણ છે તો પણ અવ્યક્ત રુપનાં અવ્યક્ત દેશનાં અવ્યક્તિ પ્રવાહ માં રહે છે. બાળકોને એ જ અનુભવ કરાવવા માટે આવે છે. એ જ રીતે આપ સર્વ પણ પોતાની અવ્યક્ત સ્થિતિનો અનુભવ બીજાઓને કરાવો. જ્યારે અવ્યક્ત સ્થિતિની સ્ટેજ (અવસ્થા) સંપૂર્ણ થશે ત્યારે જ પોતાના રાજ્યમાં સાથે ચાલવાનું થશે. એક આંખમાં અવ્યક્ત સંપૂર્ણ સ્થિતિ, બીજી આંખમાં રાજ્ય પદ. એવું જ સ્પષ્ટ જોવામાં આવશે જેમ સાકાર રુપમાં દેખાય છે. બાળપણ રુપ પણ અને સંપૂર્ણ રુપ પણ. બસ આ બનીને પછી આ બનશું. આ સ્મૃતિ રહે છે. ભવિષ્ય ની રુપરેખા પણ જાણે સંપૂર્ણ જોવામાં આવે છે. જેટલાં-જેટલાં ફરિશ્તા જીવનની નજીક હશો એટલું-એટલું રાજ્યપદ ને પણ સામે જોશો. બંને જ સામે. આજકાલ ઘણાં એવાં હોય છે જેમને પોતાની ભૂતકાળ ની બધી સ્મૃતિ રહે છે. તો આ ભવિષ્ય પણ એવું જ સ્મૃતિમાં રહે, આ બનવાનું છે. તે ભવિષ્યનાં સંસ્કાર ઈમર્જ થતાં રહેશે. મર્જ (વિસ્મૃત) નહીં, ઈમર્જ થશે. અચ્છા.