Search for a command to run...
25 Jan 1970
યાદગાર કાયમ કરવાની વિધિ
25 January 1970 · ગુજરાતી
અવ્યક્ત સ્થિતિ જ મુખ્ય વિષય છે. વ્યક્ત માં રહેતાં કર્મ કરતાં પણ અવ્યક્ત સ્થિતિ રહે. આ વિષય માં જ પાસ થવાનું છે. પોતાની બુદ્ધિની લાઈન ને ક્લિયર (સ્વચ્છ) રાખવાની છે. જ્યારે રસ્તો ક્લિયર હોય છે તો જલ્દી-જલ્દી દોડીને મંઝિલ પર પહોંચવાનું હોય છે. પુરુષાર્થ ની લાઇનમાં કોઇ અડચણ હોય તો તેને હટાવીને લાઈન ક્લિયર કરવી - આ સાધન થી જ અવ્યક્ત સ્થિતિ ની પ્રાપ્તિ થાય છે. મધુબન માં આવીને કોઇ ને કોઇ વિશેષ ગુણ બધાને આપવો એ જ યાદગાર છે. તે તો થઇ ગઈ જડ યાદગાર. પરંતુ આ પોતાનાં ગુણોની યાદ આપવી આ છે ચૈતન્ય યાદગાર, જે સદૈવ યાદ કરતાં રહે છે. ક્યારેય ક્યાંય પણ જાઓ તો આ જ લક્ષ્ય રાખવાનું છે કે જ્યાં જઈએ ત્યાં યાદગાર કાયમ કરીએ. અહીં થી વિશેષ સ્નેહ પોતાનામાં ભરીને જશો તો સ્નેહ પથ્થર ને પણ પાણી કરી દેશે. આ આત્મિક સ્નેહની ભેટ સાથે લઈ જજો. જેનાથી કોઈનાં ઉપર પણ વિજય થઈ શકે છે. સમય વધારે સમજો છો કે ઓછો? તો હવે ઓછા સમય માં ૧૦૦ ટકા સુધી પહોંચવાની કોશિશ કરવાની છે. જેટલી પણ પોતાની હિંમત છે તે પૂરી લગાડવાની છે. એક સેકન્ડ પણ વ્યર્થ ન જાય, એટલું ધ્યાન રાખવાનું છે. સંગમ ની એક સેકન્ડ કેટલી મોટી છે. પોતાનાં સમય અને સંકલ્પ બંનેવ ને સફળ કરવાનો છે. જે કાર્ય મોટાં ન કરી શક્યાં તે નાનાં કરી શકે છે. હજું તો તે કાર્ય પણ રહેલું છે. હજું સુધી જે દોડ લગાવી તે તો થઈ પરંતુ હવે છલાંગ મારવાની છે ત્યારે લક્ષ્ય ને પામી શકશો. સેકન્ડમાં અનેક વાતો ને પરિવર્તન કરવી - આ છે છલાંગ મારવી. આટલી હિંમત છે? જે કંઈ સાંભળ્યું છે તેને જીવનમાં લાવીને દેખાડવાનું છે. જેમની સાથે સ્નેહ રખાય છે, એમનાં જેવાં બનવાનું હોય છે. તો જે પણ બાપદાદા નાં ગુણ છે તે પોતાનામાં ધારણ કરવાં, એ જ સ્નેહની ફરજ છે. જે બાપ ની શ્રેષ્ઠતા છે તેને પોતાનામાં ધારણ કરવાની છે. આ છે સ્નેહ. એક પણ વિશેષતા માં કમી ન રહે. જ્યારે સર્વગુણ પોતાનામાં ધારણ કરશો ત્યારે ભવિષ્ય માં સર્વગુણ સમ્પન્ન દેવતા બનશો. આ જ લક્ષ્ય રાખવાનું છે કે સર્વગુણ સંપન્ન બનો. બાપનાં ગુણ સામે રાખી પોતાને ચેક કરો કે ક્યાં સુધી છે? ઓછી ટકાવારી પણ ન હોય. ટકાવારી પણ સંપૂર્ણ હોય ત્યારે ત્યાં પણ સંબંધમાં નજીક આવી શકશો.
હવે રુહ (આત્મા) ને જ જોવાની છે. શરીર ને ખુબ જોઈ-જોઈ ને થાકી ગયાં છો. એટલે હવે રુહ ને જ જોવાની છે. શરીર ને જોવાથી શું મળ્યું? દુઃખી જ થયાં. હવે રુહ-રુહ ને જુએ છે તો રાહત મળે છે. શૂરવીર છો ને! શૂરવીર ની નિશાની શું હોય છે? તેમને કોઈ પણ વાત ને પાર કરવી મુશ્કેલ નથી લાગતી અને સમય પણ નથી લાગતો. તેમનો સમય સિવાય સર્વિસ, પોતાનાં વિઘ્નો વગેરે ને હટાવવામાં નથી જતો. આને કહેવાય છે શૂરવીર. પોતાનો સમય પોતાનાં વિઘ્નોમાં નહીં, પરંતુ સર્વિસ માં લગાવવો જોઈએ. હવે તો સમય ખુબ આગળ વધી ગયો છે. આ હિસાબ થી હજું સુધી આ વાતો બાળપણ ની છે. નાનાં બાળકો નાજુક હોય છે. મોટાં બહાદુર હોય છે. તો પુરુષાર્થ માં બાળપણ ન હોય. એવાં બહાદુર થવું જોઈએ. કેવી પણ પરિસ્થિતિ હોય, કાંઈ પણ હોય, વાયુમંડળ કેવું પણ હોય, પરંતુ કમજોર ન બને, તેને શૂરવીર કહેવાય છે. શારીરિક કમજોરી હોય છે તો પણ અસર થઈ જાય છે - ઋતુ, વાયુ, વગેરે ની. તંદુરસ્ત ને અસર નથી થતી. તો આ પણ વાયુમંડળની અસર નાજુક ને થાય છે. વાયુમંડળ કોઈ રચયિતા નથી. એ તો રચના છે. રચયિતા ઊંચા કે રચના? (રચયિતા) તો પછી રચયિતા રચનાને અધીન કેમ? હવે શૂરવીર બનવાનો પોતાનો સ્મૃતિ દિવસ યાદ રાખજો. આ સ્મૃતિ ભૂલતાં નહીં. એવો નક્શો (સ્વરુપ) બનીને જાઓ જે આપનાં નક્શામાં બાપ ને જુએ. પોતાને સંપૂર્ણતા નો નક્શો દેખાડવાનો છે. હિંમત છે તો મદદ જરુર મળી જશે. હવે એવું સમજો છો કે અહીંયા આવીને ઢીલાપણા થી સ્ફૂર્તિ આવી છે? હવે પુરુષાર્થ માં ઢીલા નથી બનવાનું. સંપૂર્ણ હક લેવા માટે સંપૂર્ણ આહુતિ પણ આપવાની છે. કોઈપણ યજ્ઞ રચવામાં આવે છે તો તે સંપૂર્ણ સફળ કેવી રીતે થાય છે? જ્યારે આહુતિ નાખવામાં આવે છે. જો આહુતિ ઓછી હશે તો યજ્ઞ સફળ નથી થઈ શકતો. અહીંયા પણ દરેકે એ જોવાનું છે કે આહુતિ નાખી છે? જરા પણ આહુતિની કમી રહી ગઈ તો સંપૂર્ણ સફળતા નહીં થશે. જેટલાં અને એટલાં નો હિસાબ છે. હિસાબ કરવામાં ધર્મરાજ પણ છે. તેમનાં થી કોઈપણ હિસાબ બાકી રહી નથી શકતો. એટલે જે પણ કાંઈ આહુતિમાં આપવાનું છે તે સંપૂર્ણ આપવાનું છે અને પછી સંપૂર્ણ લેવાનું છે. આપવામાં સંપૂર્ણતા નથી તો લેવામાં પણ નહીં હશે. જેટલું આપશો એટલું જ લેશો. જ્યારે ખબર પણ પડી ગઈ કે સફળતા શેમાં છે છતાં પણ સફળ ન કરો તો શું થશે? કમી રહી જશે એટલે સદૈવ ધ્યાન રાખો કે ક્યાંય કાંઈ રહી તો નથી ગયું. મન્સા માં, વાણી માં, કર્મ માં, ક્યાંય પણ કાંઈ રહેવું ન જોઈએ. કોઈપણ કાર્યનો જ્યારે સમાપ્તિ નો દિવસ હોય છે તો તે સમયે ચારે તરફ જોવાય છે કે કાંઈ રહી તો નથી ગયું. તેમ હમણાં પણ સમાપ્તિ નો સમય છે. જો કાંઈ રહી ગયું તો તે રહી જ જશે. પછી સ્વીકાર નથી થઈ શકતું. એને સંપૂર્ણ આહુતિ પણ નહીં કહેવાશે. એટલે એટલું ધ્યાન રાખવાનું છે. હવે કમી રાખવાનો સમય વીતી ચૂક્યો. હવે સમય ખુબ ઝડપ થી આવી રહ્યો છે. જો સમય ઝડપ થી ચાલ્યો ગયો અને પોતે ઢીલા રહી ગયાં તો પછી શું થશે? મંઝિલ પર પહોંચી શકશો? પછી સતયુગી મંઝિલ નાં બદલે ત્રેતામાં જવું પડશે. જેમ સમય ઝડપ થી દોડી રહ્યો છે તેમ પોતે પણ દોડવાનું છે. સ્થૂળ માં પણ જ્યારે કોઈ ગાડી પકડવાની હોય છે તો સમય ને જોવો પડે છે. નહીં તો રહી જવાય છે. સમય તો ચાલી જ રહ્યો છે. કોઈનાં માટે સમય રોકાવાનો નથી. હવે ઢીલા ચાલવાનાં દિવસો ગયાં. દોડવાનાં પણ દિવસો ગયાં. હવે છે છલાંગ લગાવવાનાં દિવસો. કોઈ પણ વાતની કમી લાગે છે તો તેને એક સેકન્ડ માં પરિવર્તન માં લાવવી, આને કહેવાય છે છલાંગ. જોવામાં ઊંચુ આવે (અઘરું લાગે) છે પરંતુ છે ખુબ સહજ. ફક્ત નિશ્ચય અને હિંમત જોઈએ. નિશ્ચય વાળાઓની વિજય તો કલ્પ પહેલાં પણ થઇ હતી તે હમણાં પણ થયેલી જ છે. આટલાં પાક્કાં પોતાને બનાવાનાં છે. સેકન્ડ-સેકન્ડ મન, વાણી અને કર્મ ને જોવાનાં છે. બાપદાદાને આ જોવું કોઈ મુશ્કેલ નથી. જોવાં માટે હવે કોઈ આધાર લેવાની આવશ્યકતા નથી. ક્યાંય થી પણ જોઈ શકાય છે. જૂનાંથી નવાં માં ઉમંગ વધુ જ હોય છે કે અમે કરીને દેખાડશું. એવાં તીવ્ર વિદ્યાર્થી પણ છે. નવાં જ કમાલ કરી શકે છે, કારણ કે તેમને સમય પણ સ્પષ્ટ જોવામાં આવી રહ્યો છે. સમય નો પણ સહયોગ છે, પરિસ્થિતિઓનો પણ સહયોગ છે. પરિસ્થિતિઓ પણ હવે બતાવી રહી છે કે પુરુષાર્થ કેવો કરવાનો છે. જો પરીક્ષાઓ શરું થઈ ગઈ તો પછી પુરુષાર્થ કરી નહીં શકો. પછી અંતિમ પેપર શરું થઇ જશે. પેપરનાં પહેલાં પહોંચી ગયાં છો, આ પણ પોતાનું સૌભાગ્ય સમજો, જે ઠીક સમય પર પહોંચી ગયાં છો. પેપર આપવા માટે દાખલ થઇ શક્યાં છો. પેપર શરું થઈ જાય છે પછી ગેટ બંધ થઈ જાય છે. શરું માં જે આવ્યાં તેમને વૈરાગ્ય અપાવવામાં આવતો હતો. આજકાલની પરિસ્થિતિઓ જ વૈરાગ્ય અપાવે છે. તમારા લોકોની ધરણી બનવામાં વાર નથી લાગવાની. ફક્ત જ્ઞાન નાં નિશ્ચયનું પાક્કું બીજ નાખશો અને ફળ તૈયાર થઈ જશે. આ એવું બીજ છે જે ખુબ જલ્દી ફળ આપી શકે છે. બીજ પાવરફુલ (શક્તિશાળી) છે. બાકી પાલના કરવી, દેખરેખ કરવી તમારું કામ છે. બાપ સર્વશક્તિવાન અને બાળકોમાં સંકલ્પો ને રોકાવાની પણ શક્તિ નથી! બાપ સૃષ્ટિ ને બદલે છે, બાળકો પોતાને પણ નથી બદલી શકતાં! એ જ વિચારો કે બાપ શું છે અને અમે શું છીએ? તો પોતાની ઉપર પોતાને જ શરમ આવશે. પોતાની ચલન ને પરિવર્તન માં લાવવાની છે. વાણી થી એટલું નહીં સમજશે. પરિવર્તન જોઈને પોતે જ પૂછશે કે તમને આવાં બનાવવા વાળા કોણ? કોઈ બદલાઈ ને દેખાડે છે તો ન ઇચ્છવા છતાં પણ તેમને પૂછે છે શું થયું કેવી રીતે કર્યું, તો તમારી પણ ચલન ને જોઈ પોતે ખેંચાશે.
આ તો નિમિત્ત સેવાકેન્દ્ર છે. મુખ્ય કેન્દ્ર તો બધાનું એક જ છે. એવી બેહદની દૃષ્ટિ માં રહો છો ને. મુખ્ય કેન્દ્ર થી જ બધાનું કનેક્શન (સંબંધ) છે. બધી આત્માઓનું એમનાંથી કનેક્શન છે, સંબંધ છે. એક થી સંબંધ હોય છે તો અવસ્થા પણ એકરસ રહે છે. જો બીજે ક્યાંય સંબંધનાં તાર જોડાય છે તો એકરસ અવસ્થા નહીં રહેશે. તો એકરસ અવસ્થા બનાવવા માટે સિવાય એક, બીજું કંઈ પણ જોવા છતાં પણ ન જુઓ. આ જે કંઈ જુઓ છો તે કોઈ વસ્તુ રહેવા વાળી નથી. સાથે રહેવા વાળી અવિનાશી વસ્તુ એ એક બાપ જ છે. એકની જ યાદમાં સર્વ પ્રાપ્તિ થઇ શકે છે અને બીજા બધાની યાદથી કાંઈ પણ પ્રાપ્તિ ન થાય, તો કયો સોદો સારો? જોઈ-વિચારી ને સોદો કરાય છે કે કહેવાથી કરાય છે? આ પણ સમજ મળી છે કે આ માયા સદૈવ નાં માટે વિદાય લેવા થોડો સમય મુખ બતાવે છે. હવે વિદાય લેવા આવે છે, હાર ખવડાવવા નહીં. રજા લેવા આવે છે. જો ગભરામણ થાય તો તે કમજોરી કહેવાશે. કમજોરી થી પછી માયા નો વાર થાય છે. હવે તો શક્તિ મળી છે ને. સર્વશક્તિવાન ની સાથે સંબંધ છે તો એમની શક્તિનાં આગળ માયાની શક્તિ શું છે? સર્વશક્તિવાન નાં બાળકો છો, આ નશો નહીં ભૂલતાં. ભૂલવાથી જ પછી માયા વાર કરે છે. બેહોશ નથી થવાનું. જે હોશિયાર હોય છે, તે હોશ રાખે છે. આજકાલ ડાકુ લોકો પણ કોઈ-કોઈ વસ્તુ થી બેભાન કરી દે છે. તો માયા પણ એવું કરે છે. જે ચતુર હોય છે તે પહેલે થી જ જાણી લે છે કે આની આ રીત છે એટલે પહેલે થી જ સાવધાન રહે છે. પોતાનાં હોશ ને ગુમાવતા નથી. આ સંજીવની બુટ્ટી ને સદૈવ સાથે રાખવાની છે.
ભલે એક મહિના થી આવ્યાં છે. આ પણ ઘણું છે. એક સેકન્ડ માં પણ પરિવર્તન આવી શકે છે. એવું નહીં સમજતાં કે અમે તો હમણાં આવ્યાં છીએ, નવાં છીએ, અહીંયા તો સેકન્ડ નો સોદો છે. એક સેકન્ડ માં જન્મસિદ્ધ અધિકાર લઇ શકાય છે. એટલે એવો તીવ્ર પુરુષાર્થ કરો, આ જ યુક્તિ મળે છે. જે પણ વાત સામે આવે તો આ લક્ષ્ય રાખો કે એક સેકન્ડ માં બદલાઈ જાય. આખાં કલ્પ માં આ જ સમય છે. હમણાં નહીં તો ક્યારેય નહીં, આ મંત્ર યાદ રાખવાનો છે. જે પણ જૂનાં સંસ્કાર છે અને જૂનો સ્વભાવ છે તે બદલાઈ ને ઈશ્વરીય બની જાય. કોઈપણ જૂનાં સંસ્કાર જૂની આદતો ન રહે. તમારાં પરિવર્તન થી અનેક લોકો સંતુષ્ટ થશે. સદૈવ આ જ કોશિશ કરવાની છે કે અમારી ચલન દ્વારા કોઈ ને પણ દુઃખ ન થાય. મારી ચલન, સંકલ્પ, વાણી, દરેક કર્મ સુખદાયી હોય. આ છે બ્રાહ્મણ કુળની રીત, જે દૂરથી જ કોઈ સમજી જાય કે આ અમારા લોકો થી ન્યારાં છે. ન્યારા અને પ્યારા રહેવું - આ છે પુરુષાર્થ. બીજાઓ ને પણ એવાં બનાવવાનાં છે. બનવું અને બનાવવું - આ જ લક્ષ્ય રાખવાનું છે. જે જેટલાં બને છે તેટલાં બનાવે છે. પોતાનાં જીવનમાં અલૌકિકતા ભાસે છે? પોતાને જુઓ કે લોકોથી ન્યારા પોતાને સમજો છો. જો યાદ ભૂલી જાઓ છો તો બુદ્ધિ ક્યાં રહે છે? ફક્ત એક તરફ થી ભૂલો છો તો બીજી તરફ લાગશે ને. આ પોતાને ચેક કરો કે અવ્યક્ત સ્થિતિ થી નીચે આવો છો તો ક્યાં વ્યક્તમાં બુદ્ધિ જાય છે. જરુર કાંઈ રહેલું છે ત્યારે બુદ્ધિ ત્યાં જાય છે. ઘણી વાતો એવી હોય છે જેને ખેંચવાથી ખેંચાઈ જાય છે. ઘણી વાતોમાં ઢીલું છોડવું એ પણ ખેંચવું છે. પતંગ ને ઊંચે ઉડાડવા માટે ઢીલ છોડવી પડે છે. જોવામાં આવે છે, આ રીતે નહીં ખેંચાશે તો પછી ઢીલ છોડવી જોઈએ, જેનાથી તે સ્વયં ખેંચશે.
વિઘ્નો ને મટાડવાની યુક્તિઓ જો સદૈવ યાદ છે તો પુરુષાર્થ માં ઢીલા નહીં થશો. યુક્તિઓ ભૂલી જાય છે તો પુરુષાર્થ પણ ઢીલો થઈ જાય છે. એક-એક વાતનાં માટે કેટલી યુક્તિઓ મળી છે? પ્રાપ્તિ કેટલી મોટી છે અને રસ્તો કેટલો સરળ છે. જે અનેક જન્મ પુરુષાર્થ કરવાથી પણ કોઈ નથી પામી શકતાં, તે એક જન્મની પણ અમુક ઘડીઓ (ક્ષણો) માં પ્રાપ્ત કરી રહ્યાં છો. એટલો નશો રહે છે ને! “ઈચ્છા માત્રમ્ અવિદ્યા’’ એવી અવસ્થા પ્રાપ્ત કરવાની રીત બતાવી. આટલું ઊંચું જ્ઞાન અને કેટલું સુક્ષ્મ છે. જીવનમાં આટલું ઊંચુ લક્ષ્ય કોઈ રાખી નથી શકતું કે હું દેવતા બની શકું છું. આ ક્યારેય વિચાર્યું હતું કે અમે જ દેવતા હતાં? વિચાર્યું શું હતું અને બનો છો શું? વગર માંગ્યે અમૂલ્ય રત્નો મળી જાય છે. એવાં પદ્માપદમ ભાગ્યશાળી પોતાને સમજો છો? પ્રેસિડેન્ટ (પ્રધાનમંત્રી) વગેરે પણ તમારી સામે શું છે? એટલી ઊંચી દૃષ્ટિ, એટલું ઊંચું સ્વમાન યાદ રહે છે કે ક્યારેક ભૂલી પણ જાઓ છો? સ્મૃતિ-વિસ્મૃતિ નું ચઢાણ ઉતરો-ચઢો છો? ગંદકી થી મચ્છર વગેરે ઉત્પન્ન થાય છે એટલે તેમને હટાવવામાં આવે છે. એવી જ રીતે પોતાની કમજોરીનાં કારણે માયાનાં કીડા પકડી લે છે. કમજોરી ને આવવા નહીં દો તો માયા આવશે નહીં. સદૈવ આ યાદ રાખો કે સર્વશક્તિવાન ની સાથે અમારો સંબંધ છે. પછી કમજોરી શા માટે? સર્વશક્તિવાન બાપનાં બાળકો હોવા છતાં પણ માયાની શક્તિ ને ખલાસ નથી કરી શકતાં. એક વાત સદૈવ યાદ રાખો કે મારાં બાપ સર્વશક્તિવાન છે. અમે સૌથી શ્રેષ્ઠ સૂર્યવંશી છીએ. અમારી ઉપર માયા કેવી રીતે વાર કરી શકે છે. પોતાનાં બાપ, પોતાનો વંશ યાદ રાખશો તો માયા કાંઈ પણ નહીં કરી શકે. સ્મૃતિ સ્વરુપ બનવાનું છે. આટલાં જન્મ વિસ્મૃતિ માં રહ્યાં તો છી પણ વિસ્મૃતિ સારી લાગે છે? ૬૩ જન્મ વિસ્મૃતિ માં ધોકો ખાધો, હવે એક જન્મનાં માટે ધોકા થી બચવું મુશ્કેલ લાગે છે? જો વારંવાર કમજોર બનો, ચેકિંગ નથી રાખતાં તો પછી તેમનો સ્વભાવ જ કમજોર બની જાય છે. અવસ્થા ચેક કરી પોતાને તાકાતવાન બનાવવાનાં છે, કમજોરી ને બદલી શક્તિ લાવવાની છે.
બધાં જે બેઠાં છે તે પોતાને સૂર્યવંશી તારાઓ સમજો છો? સૂર્યવંશી તારાઓનું શું કર્તવ્ય છે? સૂર્યવંશી તારાઓ માયાનાં અધીન થઈ શકે છે? બધાં માયાજીત બન્યાં છો? બન્યાં છો કે બનવાનું છે? માયાજીત નું ટાઈટલ (ઉપાધિ) પોતાની ઉપર ધારણ કર્યું છે? યુગલ માં પણ એક કહે છે કે માયાજીત બની રહ્યાં છે અને એક કહે છે કે બની ગયાં છીએ. એક જ ભણતર, એક જ ભણાવવા વાળા, છતાં પણ કોઈ વિજય બની ગયાં છે, કોઈ બની રહ્યાં છે, આ ફરક કેમ? જો હમણાં સુધી પણ ત્રુટીઓ રહેશે તો ત્રુટીઓ વાળા ત્રેતાયુગ નાં બની જશે. અને જે પુરુષાર્થી છે તે સતયુગનાં બનશે. પહેલાથી જ પૂરો અભ્યાસ હશે તો તે અભ્યાસ મદદ આપશે. જો આવો જ અભ્યાસ રહ્યો, ક્યારેક વિસ્મૃતિ, ક્યારેક સ્મૃતિ, તો અંત સમયે પણ વિસ્મૃતિ થઈ શકે છે. જે લાંબા સમયનાં સંસ્કાર હોય છે તે જ અંત ની સ્થિતિ રહે છે. લૌકિક રીત થી જ્યારે કોઈ શરીર છોડે છે, જો કોઈ સંસ્કાર દૃઢ હોય છે, ખાવા-પીવાનાં અથવા પહેરવાનાં વગેરે નાં, તો અંતનાં સમયે પણ તે સંસ્કાર સામે આવે છે. એટલે હમણાંથી લઈને સદૈવ સ્મૃતિનાં સંસ્કાર ભરો. તો અંતમાં આ જ મદદગાર બનશે - વિજયી બનવામાં. વિદ્યાર્થી લાંબા સમય થી ભણતર ઠીક નથી ભણતાં તો પેપર ઠીક નહીં આપી શકે. લાંબા સમયનો અભ્યાસ જોઈએ. એટલે હવે આ વિસ્મૃતિ નાં અથવા હાર ખાવાનાં સંસ્કાર નીકળી જવા જોઈએ. હવે તે સમય ગયો. કારણ કે સાકાર રુપમાં સંપૂર્ણતાનું પ્રમાણ જોયું. સાકાર સંપૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂક્યાં, પછી તમે ક્યારે કરશો? સમયની ઘંટડી વાગી ચૂકી છે. તો પણ ઘંટડી વાગ્યા પછી જો પુરુષાર્થ કરશો તો શું થશે? બની શકશો? પહેલી સીટી વાગી ચૂકી છે. બીજી પણ વાગી ગઈ. પહેલી સીટી સાકાર હતી સાકારમાં માં (મમ્મા) ની અને બીજી વાગી સાકાર રુપ ની. હવે ત્રીજી સીટી વાગવાની છે. બે સીટી હોય છે તૈયાર થવાની અને ત્રીજી હોય છે સવાર થઇ જવાની. બે ઘંટડી ઈશારા ની હોય છે. ત્રીજી ઈશારાની નથી હોતી. ત્રીજી હોય છે સવાર થઇ જવાની. ત્રીજીમાં જે રહી ગયાં તો રહી ગયાં. આટલો થોડો સમય છે પછી શું કરવું જોઈએ? જો ત્રીજી સીટી પર સંસ્કારો ને સમેટવાનું શરું કરશો તો પછી રહી જશો. સંભળાવ્યું હતું ને કે પેટી-બિસ્તરા કયા છે. વ્યર્થ સંકલ્પો રુપી બિસ્તરો અને અનેક સમસ્યાઓની પેટી બંનેવ બંધ કરવાનું છે. જ્યારે બંનેવ સમેટીને તૈયાર હશો ત્યારે જઈ શકશો. જો કંઈક રહી ગયું તો બુદ્ધિયોગ જરુર તે તરફ જશે. પછી સવાર થઈ નહીં શકો અર્થાત્ વિજયી બની નહીં શકો. હવે આનું શું કરવું પડે? ક્યારેક કરી લેશું આ ‘ક્યારેક’ શબ્દને કાઢી નાખો. ‘હમણાં’ શબ્દને ધારણ કરો. ક્યારેક કરી લઈશું, ધીરે-ધીરે કરીશું. એવું વિચારવા વાળા દૂર જ રહી જશે. એવો સમય હવે આવી ગયો છે. એટલે બાપદાદા કહી દે છે પછી કોઈ ફરિયાદ ન કરે. સમયનો પણ આધાર નથી રાખવાનો. જો સમયનાં આધાર પર રહ્યાં તો પ્રાપ્તિ કાંઈ નહીં થશે. સમયની પહેલાં બદલાવાથી પોતાનાં કરેલાં (કર્મ) નું ફળ મળશે. જે કરશે તે પામશે. સમય પ્રમાણે કર્યુ, એ તો સમય ની કમાલ થઈ. પોતાની મહેનત કરવાની છે.
બાપ નો બાળકો પર સ્નેહ હોય છે. તો સ્નેહ ની નિશાની છે સંપૂર્ણ બનવું. ચાલી તો રહ્યાં છો પરંતુ સ્પીડ (ગતિ) ને પણ જોવાની છે. હવે સંપૂર્ણતાનું જ લક્ષ્ય રાખવાનું છે, ત્યારે સંપૂર્ણ રાજ્ય માં આવશો. કોઈ કમી રહી ગઈ તો સંપૂર્ણ રાજ્ય નહીં પામશો. જેટલી વધારે પ્રજા બનાવશો એટલાં નજીક માં આવશો. દૂરવાળા તો દૂર જ જોવામાં આવશે. નજીક વાળા દરેક કાર્ય માં સાથે રહેશે. નંબરવન શક્તિઓ છે કે પાંડવ છે? બીજાને આગળ વધારવાં એ પણ પોતે આગળ વધવું છે. આગળ વધારવા વાળાનું નામ તો થશે છે ને. વચમાં-વચમાં ચેકિંગ પણ જોઈએ. દરેક કાર્ય કરવાનાં પહેલાં અને પછી ચેક કરતાં રહો. જ્યારે કાર્ય શરું કરો છો તો જુઓ, એ જ સ્થિતિ માં રહી કાર્ય શરું કરી રહ્યો છું. પછી વચમાં પણ ચેકિંગ કરતાં રહો. કેટલો સમય યાદ રહી? કાર્યની શરુઆત માં ચેકિંગ કરવાથી તે કાર્ય પણ સફળ થશે અને સ્થિતિ પણ એકરસ રહેશે. ફક્ત રાત્રે ચાર્ટ ચેક કરો તો આખો દિવસ તો એમ જ વીતી જાય છે. પરંતુ દરેક કર્મનાં દરેક કલાકે ચેકિંગ જોઈએ. અભ્યાસ થઇ જાય છે તો તે અભ્યાસ અવિનાશી થઇ જાય છે. હિંમત રાખવાથી પછી સહજ થઇ જશે. મુશ્કેલ વિચારશો તો મુશ્કેલ લાગશે. પોતાનાં પુરુષાર્થને ક્યારે તીવ્ર કરશો, હવે સમય જ ક્યાં છે.
આખાં કલ્પનું ભાગ્ય આ ઘડીએ બનાવવાનું છે. એવું ધ્યાન રાખીને ચાલવાનું છે. આખાં કલ્પનું ભાગ્ય બનવાનો સમય હમણાં છે. આ સમય ને અમૂલ્ય સમજી ને પ્રયોગ કરો ત્યારે સંપૂર્ણ બનશો. એક સેકન્ડ માં પદ્મો ની કમાણી કરવાની છે. એક સેકન્ડ ગુમાવી અર્થાત્ પદ્મોની કમાણી ગુમાવી, એટેન્શન (ધ્યાન) એટલું રાખશો તો વિજયી બનશો. એક સેકન્ડ પણ વ્યર્થ નથી ગુમાવવાની. સંગમની એક સેકન્ડ પણ ખુબ મોટી છે. એક સેકન્ડ માં જ શું થી શું બની શકો છો. એટલો હિસાબ રાખવાનો છે. અચ્છા-